- Umbrella Seller Become Millionaire : પ્રતિકનું કહેવું છે કે ૯ થી ૫ની નોકરી કરીને બીજાને અમીર બનાવવા કરતાં પોતાના માટે કામ કરવું અને સારા પૈસા કમાવવા વધુ સારું છે.
કોલેજમાંથી પાસ આઉટ થયા પછી ઘણીવાર વિદ્યાર્થીઓ વિચારે છે કે તેમને કોઈક રીતે સારી કંપનીમાં નોકરી મળી જાય. તે જ સમયે હજારોમાં એક એવો છે જે વિચારે છે કે હું ૯ થી ૫ નોકરી કરીને બીજાને શા માટે અમીર બનાવું. આજે અમે તમને એવી જ વિચારસરણી ધરાવતા વ્યક્તિ વિશે જણાવીશું.
ડિઝાઈનર રંગબેરંગી છત્રીઓ બનાવવાનું વિચાર્યું :
વાસ્તવમાં અમે પ્રતિક દોશીની વાત કરી રહ્યા છીએ, જે આજે માત્ર છત્રી વેચીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. જ્યારે પ્રતીકે એમબીએ પૂર્ણ કર્યું ત્યાર બાદ તે પોતાનું કંઈક કામ કરવા માંગતો હતો. તે 9 થી 5 નોકરી કરવા માંગતો ન હતો. એક દિવસ મુંબઈની લોકલમાં મુસાફરી કરતી વખતે તેણે જોયું કે લોકો તડકા અને વરસાદથી બચવા માટે છત્રીનો ખૂબ ઉપયોગ કરે છે.
પરંતુ મોટાભાગના લોકો પાસે એ જ જૂના સમયથી કાળા રંગની છત્રીઓ હોય છે. જે દેખાવમાં પણ કંટાળાજનક લાગે છે. આવી સ્થિતિમાં તે જ સમયે પ્રતીકના મગજમાં ડિઝાઈનર અને રંગબેરંગી છત્રીઓ બનાવવાનો વિચાર આવ્યો.
૬ મહિનામાં માત્ર ૮૦૦ છત્રીઓ વેચાઈ :
આ પછી તેણે સૌપ્રથમ તેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી અને ડિઝાઈનર પાસે તેની ડિઝાઈન તૈયાર કરી. પરંતુ જ્યારે પબ્લીશરે આ ડિઝાઈન જોઈ તો તેઓએ તેને પ્રીન્ટ કરવાનો ઈન્કાર કરી દીધો. લગભગ ૧૧ પબ્લીશર દ્વારા ના પાડ્યા પછી જ્યારે તે ૧૨માં પબ્લીશર પાસે ગયો.
ત્યારે તેને આ ડિઝાઈન અને વિચાર એકદમ અનોખો લાગ્યો. આ પછી તેણે ડિઝાઈન પ્રિન્ટ કરી અને તેના માર્કેટિંગ પર પણ કામ શરૂ કર્યું. જોકે, પ્રતિક પ્રથમ ૬ મહિનામાં માત્ર ૮૦૦ છત્રીઓ જ વેચી શક્યો હતો. જે બાદ તેને તેના પરિવારના સભ્યોના ટોણા અને મિત્રોની મજાક પણ સહન કરવી પડી હતી.
પ્રથમ છત્રી તેના પિતાને વેચી :
એક દિવસ આવા જ એક પ્રતીકના મિત્રએ તેને પોતાનો બિઝનેસ ઓનલાઈન કરવાની સલાહ આપી. જેના પછી તેણે પોતાનો બિઝનેસ સંપૂર્ણપણે ઓનલાઈન કરી દીધો. તેને ડર હતો કે કોઈ તેની છત્રી ઓનલાઈન ખરીદશે કે નહીં. તેથી જ તેણે તેની પ્રથમ છત્રી તેના પિતાને વેચી દીધી. જેથી તે સંતુષ્ટ થઈ શકે કે તેની એક છત્રી વેચાઈ ગઈ છે.
આ રીતે કરોડપતિ બન્યા :
તે જ સમયે વ્યવસાયને ઓનલાઈન લેવાનો નિર્ણય સાચો સાબિત થયો અને થોડા જ સમયમાં દેશભરના લોકોને તેમના સ્ટાર્ટઅપ અને તેમની ક્રીએટીવ છત્રીઓ વિશે જાણ થઈ. દેશભરમાં તેની છત્રીઓનું વેચાણ ઘણું વધી ગયું અને માત્ર ૨ અઠવાડિયામાં જ તે એમેઝોન પર છત્રીના બેસ્ટ સેલર્સની યાદીમાં સામેલ થઈ ગયો અને આ વિચારના કારણે પ્રતિક આજે એક કરોડપતિ બિઝનેસ મેન બની ગયો છે.
આ પણ વાંચો :-