HomeGujaratVIDEO: એક નહીં પાંચ જેટલી ચાની કિટલીઓથી હુમલાનો આરોપ! અમરેલી કોંગ્રેસ પ્રમુખ...

VIDEO: એક નહીં પાંચ જેટલી ચાની કિટલીઓથી હુમલાનો આરોપ! અમરેલી કોંગ્રેસ પ્રમુખ સામે યુવકની ફરિયાદ!

Date:

Related stories

Video : તિરંગા માર્ચ ન કાઢવા માટે નોટિસ બાદ દીપકેની દિલ્હી પોલીસ સાથે ઉગ્ર દલીલ

દિલ્હીના કનોટ પ્લેસમાં આજે સાંજે કોકરોચ જનતા પાર્ટી (CJP)...
spot_img

રાજકારણમાં સત્તા અને પદનો પારો જ્યારે મગજ પર ચઢે છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા પણ જાણે નેવે મુકાઈ જાય છે! અમરેલીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ભડકો કર્યો છે, જેમાં અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના સાવરકુંડલા બાયપાસ નજીક આવેલા એક ચાના સ્ટોલ પર અમરેલી શહેર કોંગ્રેસના પ્રમુખ સંદીપ ધાનાણીએ કોઈ બાબતે ઉશ્કેરાઈ જઈને ધર્મકુમાર જોશીપૂરા નામના યુવક પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. ગુસ્સામાં ભાન ભૂલેલા ધાનાણીએ એક પછી એક એમ ૫ જેટલી ચાની કિટલીઓ સીધી યુવકના માથામાં ફટકારી હતી. આ અતિશય ક્રૂર હુમલાને કારણે ધર્મકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબી સારવાર દરમિયાન યુવકને માથામાં ૯ જેટલા ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનો અને સ્થાનિકોએ ન્યાયની માંગ સાથે અમરેલી પોલીસ મથકે સંદીપ ધાનાણી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, હુમલાખોર સંદીપ ધાનાણી એ ગુજરાત વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ અને દિગ્ગજ નેતા પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઈ થાય છે. આ હાઈપ્રોફાઈલ કનેક્શનના કારણે આ મુદ્દો સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની તપાસ વધુ સઘન બનાવી છે.

Subscribe

Latest stories