HomeGujaratસાંજે આટલા વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં ધમાકો કરશે મેઘરાજ!

સાંજે આટલા વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં ધમાકો કરશે મેઘરાજ!

Date:

Related stories

કાળી ચૌદશ 2026: મહત્વ, ધાર્મિક માન્યતા, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત જાણો

હિન્દુ ધર્મમાં દિવાળીના પર્વનું વિશેષ મહત્ત્વ છે. દિવાળીના એક...

પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસના ચાર ડબ્બામાં ભીષણ આગ, મુસાફરોમાં મચી અફરાતફરી

પંજાબમાં શુક્રવારે (6 નવેમ્બર) કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની...
spot_img

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, છતાં મેઘરાજાએ હજુ પણ પોતાની પકડ છોડી નથી! હવામાન વિભાગની તાજી આગાહીએ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ફરી મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના એંધાણ આપ્યા છે. જો તમે પણ આ સપ્તાહમાં બહાર જવાનું વિચારી રહ્યા છો, તો હવામાનની આ મોટી અપડેટ જાણી લેવી તમારા માટે અત્યંત જરૂરી છે.

હવામાન વિભાગ (IMD) દ્વારા આજે સાંજે ૫ વાગ્યા સુધીનું નાઉકાસ્ટ વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. રાહતના સમાચાર એ છે કે ઉત્તર ગુજરાતના પંથકોમાં હાલ કોઈ જ ચેતવણી નથી.

🔴 IMD નાઉકાસ્ટ અપડેટ (સાંજે ૫ વાગ્યા સુધી): ૧૧ જિલ્લામાં યેલો એલર્ટ | ૧૨ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ!

પરંતુ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખતરો દેખાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય ૧૧ જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાનના આ બદલાતા મિજાજને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષિત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે.

Subscribe

Latest stories