Home Blog Page 985

બંગાળની ખાડીમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર ! આ વિસ્તારોમાં સારા વરસાદની પૂરેપૂરી શક્યતા

0
  • મેઘરાજા જે રીતે રિસાયા છે તે જોતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. આ કાળઝાળ ગરમી સામે કૂલર અને પંખા પણ જાણે ફેલ જોવા મળી રહ્યા છે. શું દેશમાં વરસાદનો ફરીથી દોર શરૂ થવાનો છે. જાણો લેટેસ્ટ અપડેટ.

દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટાભાગના ભાગોમાં વરસાદની કમી જોવા મળી રહી છે. બિહાર ઝારખંડમાં ૧ જૂનથી ૧ સપ્ટેમ્બર વચ્ચે લગભગ ૩૦ ટકા વરસાદ ઓછો રહ્યો છે. જુલાઈના અંત સુધીમાં બંને રાજ્યોમાં હવામાન લગભગ શુષ્ક રહ્યું છે અને વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. ઓગસ્ટમાં કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળ્યો છે. જો કે બંને રાજ્યોનું હવામાન એકવાર ફરીથી શુષ્ક થઈ ગયું છે. વરસાદની કમી વધી રહી છે.

હવામાનમાં શું થશે ફેરફાર :

પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના પ્રભાવથી શરૂઆતમાં હવામાનની ગતિવિધિઓ બિહાર અને ઝારખંડના પૂર્વ ભાગોમાં રહેશે. ત્યારબાદ વરસાદની તીવ્રતા અને પ્રસારમાં ધીરે ધીરે વધારો થશે.

સંભાવના જતાવવામાં આવી રહી છે કે ૫ સપ્ટેમ્બર સુધીમાં બિહાર અને ઝારખંડના મોટાભાગના હિસ્સાઓમાં સારો વરસાદ પડશે. ત્યારબાદ ૧૦ સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતા ઓછી થવાની શરૂ થઈ શકે છે. વરસાદનો આ દોર એ ખેડૂતો માટે વરદાન સાબિત થશે જે આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહ્યા છે.

કેવું રહેશે આજે હવામાન :

દક્ષિણ મધ્ય પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ, અને લદાખમાં હળવા વરસાદની શક્યતા છે. આ જ રીતે આજે પશ્ચિમ બંગાળ, પૂર્વ બિહારના કેટલાક ભાગો, પૂર્વ ઝારખંડ, ઓડિશા, લક્ષદ્વિપ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, સિક્કિમ અને હિમાચલ પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ સ્તરના વરસાદના અણસાર છે.

હવામાન એજન્સી મુજબ આજે  આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ, દક્ષિણી છત્તીસગઢ અને તેલંગણામાં પણ વરસાદની શક્યતા છે. આજે મહારાષ્ટ્રના કેટલાક  ભાગો, કેરળ, આંતરિક કર્ણાટક અને ઓડિશામાં પણ એક કે બે સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વરસાદથી ઉકળાટવાળી ગરમીથી રાહત તો નહીં મળે પરંતુ ખેડૂતોને ફાયદો થશે.

ગુજરાત માટે શું કહે છે આગાહી :

સપ્ટેમ્બર મહિનો ઓગસ્ટ મહિનાની જેમ સાવ કોરો કટ તો નહિ જ જાય. કારણ કે, સપ્ટેમ્બરમાં પણ ભારેથી અતિભારે કે ધોધમાર વરસાદની નહિ, પરંતું હળવા વરસાદની આગાહી તો છે જ. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. જેમાં સપ્ટેમ્બર માસમાં રાજ્યના ભાગોમાં સારા વરસાદના સંકેત છે.

આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ઓગસ્ટ ભલે કોરો ગયો પણ સપ્ટેમ્બર કોરો નહીં જાય. સપ્ટેમ્બરમાં પહેલાં સપ્તાહમાં જ મેઘરાજા ધબધબાટી બોલાવશે. જોકે સપ્ટેમ્બર શરૂ થયો પણ હજુ વરસાદનું ટીપુંય પડયું નથી. ત્યારે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યાં છે.

આ પણ વાંચો :-

ભાજપે સ્થિર શાસન કરવું હોય તો પહેલા પોતીકા અસંતુષ્ટોને નાથવા જરૂરી

  • અન્યથા પત્રિકા અને વીડિયોકાંડ જેવા કાંડની હારમાળા સર્જાતી રહેશે, બે-ચારને તગેડી મુકવાથી કામ નહીં ચાલે, જડમૂળથી નાશ કરવો જરૂરી.
  • આનંદી પટેલ, વિજય રૂપાણીને પક્ષનાં અસંતુષ્ટોએ જ ઉથલાવ્યા હતા, નખશિખ પ્રમાણિક અને નેક ઈન્સાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ આવું થઈ શકે.
  • જે દિવસે સરકારની માહિતીઓની પત્રિકાઓ, વીડિયો ફરતાં થઈ જશે એ દિવસે સરકાર માટે ટકવું મુશ્કેલ થઈ પડશે.
  • ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે પણ પત્રિકા અને વીડિયો ફરતા કરાયા પરંતુ સી.આર. પાટીલ બરાબર માથાનાં નીકળ્યા હતા, કૌભાંડીઓ તો જેલમાં ગયા પરંતુ પડદા પાછળનાં ખેલાડીઓ જેલમાં ગયા વગર બેનકાબ થઈ ગયા.
  • પોતીકા વિરોધીઓને કાબૂમાં રાખવા ડંખ મારવા કરતાં ફૂંફાડા મારવાની જરૂર છે, ભૂતકાળમાં નરેન્દ્ર મોદીએ ફૂંફાડા મારીને અનેકને કરંડીયામાં પુરી દીધા હતા.

ગુજરાતમાં ભૂતકાળમાં ક્યારેય પણ જોવા મળ્યું ન હોય એવું હવે જોવા અને સાંભળવા મળી રહ્યું છે. કોઈના માટે પત્રિકા ફરતી કરવી કે બીભત્સ સીડી બનાવવી ભાજપ માટે હવે નવાઈ રહી નથી. ગુજરાતના લોકો નજીકનાં ભૂતકાળમાં આવું બધું અનુભવી ચૂક્યા છે, પરંતુ ભાજપનાં ભૂતકાળ અને વર્તમાનમાં મોટો તફાવત છે. ભૂતકાળની ઘટનાઓ ઈચ્છાઓથી આકાર લેતી હતી અને ઈચ્છાઓથી સમેટાઈ જતી હતી, પરંતુ નરેન્દ્ર મોદીનાં દિલ્હી ખાતેના પ્રયાણ બાદ આ બધો કાબૂ ગુમાવી દેવાયો છે. નરેન્દ્ર મોદી પછીની ગુજરાતની ભાજપની સરકારોમાં એકપણ સરકાર સ્થિર અને સક્ષમ વહીવટ કરી શકી નથી. વળી ભાજપની સરકારોને ઉથલાવવામાં કોઈ બહારનો કે વિપક્ષનો હાથ ક્યારેય રહ્યો નથી.

આનંદીબેન પટેલ, વિજય રૂપાણી આ બંને મુખ્યમંત્રીમાં એક પણ નબળા નહોતા. બંને રાજકીય રીતે પીઢ અને વહીવટકુશળ હતાં જ અને તેમ છતાં બંનેએ અધૂરી સત્તાએ ગાદી છોડવી પડી હતી અને હવે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ બીજી વખતની ટર્મ ચાલી રહી છે. પરંતુ ગુજરાત ભાજપનો વર્તમાન માહોલ જોતા ભૂપેન્દ્ર પટેલને પૂરાં પાંચ વર્ષ ગાદીએ ટકવા દેશે કે કેમ? એ અત્યંત મહત્ત્વનો સવાલ છે. ભૂપેન્દ્ર પટેલ સાવ સરળ, પ્રામાણિક અને ‘નેક’ ઈન્સાન છે. પરંતુ આ તેમની પ્રામાણિકતા જ તેમને બિનકાર્યક્ષમ પુરવાર કરી શકે. અલબત્ત ભૂપેન્દ્ર પટેલ ગમે ત્યારે ગાદી છોડવા તૈયાર છે. પરંતુ મુખ્યમંત્રીપદ છોડી દેવું એ બહાદુરી નથી. બલ્કે હિંમતભેર સામનો કરી મેલી મુરાદ ધરાવતા લોકોને ઉઘાડા પાડવાની જરૂર છે. ભૂતકાળમાં નરેન્દ્ર મોદીએ પણ આવું જ કર્યું હતું. તેમણે પોતીકા પક્ષના એક-બે નહીં અનેક લોકોને ઉઘાડા પાડીને રાજકીય રીતે શૂન્ય કરી દીધા હતા. જોકે એક નખ શીખ સજ્જન ભૂપેન્દ્ર પટેલ પાસે આવી અપેક્ષા રાખવી વધુ પડતી છે અને તેમ છતાં એટલું ચોક્કસ કહી શકાય કે જો જાહેર જીવન અને સક્રિય રાજકારણમાં રહેવું હોય તો ડંખ મારતા નહીં, પરંતુ ફૂંફાડા મારતા તો આવડવું જ જોઈએ.

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આના માટે ઉદાહરણ ગણી શકાય. તેમની સામે પત્રિકાકાંડ શરૂ થયાના ગણતરીના દિવસોમાં એક એકને શોધીને ‘બેનકાબ’ કરવા સાથે રાજકીય વેલ્યુ ખતમ કરી નાંખી હતી. પત્રિકાકાંડ અને વીડિયોકાંડમાં કેટલાક જેલમાં સળિયા ગણી રહ્યા છે. કેટલાક જામીન ઉપર જેલની બહાર છે તો કેટલાક લોકોનો હજુ પરસેવો સુકાતો નહીં હોય. આ એવા નેતાઓ છે કે, જેના પોલીસ દફતરે નામ આવ્યા નથી, પરંતુ પોલીસના ચોપડે નામ નોંધાવ્યા વગર તેમની ઓળખ જાહેર થઈ ચૂકી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ ધ્રુમિલ પટેલનો સૌથી પહેલો ભોગ લેવાયો હતો. ધ્રુ‌િમલની ભૂમિકા અંગે મહિનાઓ પછી પણ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ધ્રુ‌િમલને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી દૂર કરવાની ઘટના ભૂપેન્દ્ર પટેલ માટે ચોક્કસ એક ધબ્બા સમાન ગણી શકાય. ત્યાર બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં જ છેક નરેન્દ્ર મોદીનાં સમયથી કાર્યરત હિતેશ પંડયાની બાદબાકી પણ કોઈ ગૌરવ લેવા જેવી ઘટના નહોતી. ખરેખર તો મુખ્યમંત્રી કાર્યાલયમાં તણખલું ફરકે તોપણ મુખ્યમંત્રીને પોતાને અને તેમના અંગત માનવામાં આવતા લોકોને જાણ હોવી જ જોઈએ. પરંતુ કમનસીબે આવું થયું નથી અને એટલે મુખ્યમંત્રી કાર્યાલયની કાર્યપ્રણાલી સામે શંકાના વાદળો ઘેરાઈ રહ્યાં છે અને લાંબે ગાળે નિષ્ફળતાનો દોષનો ટોપલો મુખ્યમંત્રીના માથે પણ ઢોળવામાં આવી શકે.

ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલયનાં સંયુક્ત સચિવ પરિમલ શાહને અચાનક પાણીચું આપી દેવાયું હતું. પરિમલ શાહની પત્રિકાકાંડમાં સંડોવણી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. જોકે ધુમાડો નીકળે છે કે, આગ ચોક્કસ જ હશે એવું કહી શકાય. મુખ્યમંત્રી કાર્યાલયમાં બેઠેલા માણસની પક્ષનાં હોદ્દેદારો અને સરકાર વિરુદ્ધ પત્રિકાકાંડમાં સંડોવણી હોવાની દિવસો પછી જાણ થાય એ કેવી રીતે શક્ય બને? મતલબ કે મુખ્યમંત્રી કાર્યાલયનું આઈ.બી. તંત્ર ઘોરતું રહ્યું હતું. પરિમલ શાહ પૂર્વે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પાસેથી પણ રાજીનામું લઈ લેવાયું હતું એ પૂર્વે વડોદરામાં, રાજકોટમાં અને સુરતમાં પણ પત્રિકાકાંડ સર્જાયા હતા અને ખુદ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને નિશાન બનાવાયા હતા. પરંતુ પત્રિકાકાંડ ઊભુ કરનાર ખેલાડીઓ માટે સી.આર. પાટીલ માથાના નીકળ્યા હતા.

પરંતુ એક વાત ચોક્કસ છે કે, ભાજપની છાવણીમાં દેખાય છે એટલી શાંતિ નથી અને શિસ્ત પણ નથી. ભાજપના જ ઘણા લોકોને વર્તમાન વ્યવસ્થા સામે વાંધો છે અને એટલે ટોચના નેતૃત્વ સુધી પોતાનો વિરોધ પહોંચાડવાનું સીધી રીતે શક્ય નહીં બનવાથી પત્રિકાકાંડ અને વીડિયોકાંડ જેવા હથિયારોનો ઉપયોગ થઈ રહ્યો છે. આવા અસંતુષ્ટોને પકડીને કોઈક ચોક્કસ ટોપલામાં પુરવામાં નહીં આવે તો ગુજરાતમાં ભાજપની એકપણ સરકારને પોતીકા લોકો જ સ્થિર ચાલવા દેશે નહીં. ભાજપ નેતાગીરીએ વિપક્ષ કરતાં પોતીકા પક્ષનાં વિપક્ષ (વિરોધી) ઉપર નજર રાખવાની જરૂર છે. બધાં જ નરેન્દ્ર મોદી બની શકે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલિમાંથી બોધપાઠ ચોક્કસ લઈ શકે અને બોધપાઠ લેવાની પણ ક્ષમતા નહીં હોય તો ગમે તેવા સક્ષમ નેતાને ગાદીએ બેસાડવામાં આવશે તોપણ પોતીકા પક્ષના વિરોધીઓ શાંતિથી સરકાર ચાલવા દેશે નહીં.

અને હવે તો દેશભરના વિપક્ષો પણ એક થયા છે, એવા કપરા સમયમાં ભાજપની નેતાગીરી સક્ષમ નેતૃત્વ નહીં કરી શકે તો ભાજપના અસ્તિત્વને ભુંસાતા વાર નહીં લાગે અને એવું થશે તો એક દિવસ ભાજપની છાવણી છોડીને ભાજપના જ લોકો વિપક્ષની છાવણી તરફ દોડી રહ્યાં હશે.

ગુજરાત ભાજપની નેતાગીરી પત્રિકાકાંડ, વીડિયોકાંડનાં બે-ચાર લોકોને પકડીને બેસી રહેશે તો ઉકેલ નહીં આવે, પરંતુ આવા કાંડોના સર્જકોને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી દેવા સાથે સંપૂર્ણ સફાયો કરવો પડશે.

આ પણ વાંચો :-

.. તો Instagram અને Facebook વાપરવા માટે પણ આપવા પડશે પૈસા ! META મોટું એલાન કરવાની તૈયારીમાં

0
  • એલોન મસ્કનાં X બાદ હવે માર્ક ઝુકરબર્ગ ફેસબુક અને ઈંસ્ટાગ્રામનાં પણ પેઈડ વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં છે.

જો તમે ફેસબુક કે ઈંસ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. માર્ક ઝુકરબર્ગની કંપની મેટા, ઈંસ્ટાગ્રામ અને ફેસબુકનાં પેઈડ વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં છે. એટલે કે આ બે સોશિયલ મીડિયાની એપ ચલાવવા માટે હવે પૈસા આપવા પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે  થોડા સમય પહેલાં એલોન મસ્કે X પ્લેટફોર્મનું પેઈડ વર્ઝન લોન્ચ કર્યું હતું.

ક્યારે લોન્ચ થશે આ એપ ?

રિપોર્ટ અનુસાર મેટાએ ફેસબુક અને ઈંસ્ટાગ્રામનાં પેઈડ વર્ઝન ક્યારે લોન્ચ કરશે તેની જાણકારી આપી નથી. પરંતુ આ બંને એપની પેઈડ સર્વિસને સૌથી પહેલાં યૂરોપિયન યૂનિયનમાં લોન્ચ કરવામાં આવશે. અને એ બાદ બાકીનાં દેશોમાં લોન્ચ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને સોશિયલ મીડિયાનાં પેઈડ વર્ઝનની સાથે-સાથે તેના ફ્રી વર્ઝન પણ ચાલુ જ રહેશે. બંનેમાં અંતર માત્ર એટલો હશે કે પેઈડ વર્ઝન ad free રહેશે જ્યારે ફ્રી વર્ઝનમાં એડ જોવી પડશે.

શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય ?

યૂરોપિયન યૂનિયનની તપાસ બાદ જાણવા મળ્યું કે ઈંસ્ટાગ્રામ અને ફેસબુક પોતાના યૂઝર્સનાં ડેટાનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. જેને લઈને યૂરોપિયન યૂનિયનની તરફથી મેટા પ્લેટફોર્મ પર ફાઈન પણ લગાડવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર ડિસેમ્બર ૨૦૨૨માં યૂરોપિયન યૂનિયને મેટાની તપાસ શરૂ કરી અને આરોપ મૂક્યો કે તે યૂરોપનો ડેટા અમેરિકા મોકલે છે.

આ ડેટાનો ઉપયોગ ટારગેટ એડ દેખાડવા માટે થઈ રહ્યો હતો. પરંતુ જો કંપની ડેટા એક્સેસ નહીં કરે તો મેટાને આર્થિક નુક્સાન થશે. આ નુક્સાનની ભરપાઈ કરવા માટે મેટા પેઈડ વર્ઝન સર્વિસ લોન્ચ કરી શકે છે.

આ પણ વાંચો :-

૦૪ સપ્ટેમ્બર / સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી, મિત્રો સાથે મતભેદ… વૃષભ, સિંહ સહિત જાણો કઈ-કઈ રાશિના જાતકોએ આજે સાવધાન રહેવું ?

  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું. ખોટા નિર્ણયો નુકસાન કરાવશે. નાણાકીય વ્યવહારમાં સાચવવું. પરિવારના કામમાં ધ્યાન આપવું.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી. કામકાજમાં અપજશથી બચવું.  આવકના પ્રમાણમાં જાવક વધશે. કોઈપણ કામમાં બંધાયેલા રહેશો.

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આકસ્મિક ધનલાભના યોગો જણાય છે. લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે. પરિવારનો ભરપૂર સહયોગ મળશે. મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલોના આશીર્વાદથી લાભ થશે. કોઈ નજીકના સંબંધીથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. વાહનના યોગ સારા બને છે.

સિંહ (મ.ટ) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉજળી તક મળશે. નિર્ણયો સમજી-વિચારીને લેવા. મિત્રો સાથે થોડો મતભેદ જણાશે. મુસાફરીના યોગ જણાય છે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આરોગ્ય બાબતે સાચવવું. પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવું.  કોઈપણ રોકાણોમાં કાળજી રાખવી. નોકરીયાતને કામમાં મહેનત વધશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા કામથી લાભ થશે. ધંધાકીય વ્યવહારોમાં લાભ થશે. દામ્પત્ય જીવનમાં ચણભણ રહેશે. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવુ.

વૃશ્ચિક  (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવું.  શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિકોને મહેનતનું પરિણામ મળશે. વ્યવસાયમાં નવી તકો મળશે.  સમય આપને અનુકૂળ બનશે. કામની કદર થાય, માન વધે.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માતાની સેવાથી લાભ થાય. પરિવાર સાથે પ્રેમ કેળવાય. સારા કામમાં યાત્રાનું આયોજન થાય.  ખોટા ખર્ચમાં વધારો થશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઘરમાં વડીલોથી ઉત્તમ લાભ થશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે. કરેલી મહેનત સારું ફળ આપશે.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનનું સારું સુખ મળશે. પરિવારમાં તણાવ રહેશે. નાના-મોટા રોકાણમાં લાભ થશે.  જમીનને લગતા કામમાં ફાયદો થશે.

આ પણ વાંચો :-

સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ભીંત ચિત્રો હટાવાશે, બે દિવસનો સમય માંગ્યો

0
  • બે દિવસમાં હટાવવામાં આવશે સાળંગપુરના વિવાદિત ચિત્રો. સાળંગપુર મંદિરમાં સંતો સાથેની બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીની ખાતરી.

સાળંગપુર શિલ્પચિત્રો વિવાદ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સંતો અને ભક્તોના ઉગ્ર બનેલો વિવાદ હવે શાંત થાય તેવા પ્રયાસ દેખાયા છે. હનુમાનજીની પ્રતિમા નીચેથી શિલ્પચિત્રો હટાવાશે તેવો નિર્ણય સાળંગપુર મંદિર દ્વારા લેવાયો છે.

બે દિવસમાં ચિત્રો હટાવવાની બાહેંધરી અપાઈ છે. સાળંગપુર મંદિરમાં સાધુઓ સાથે બંધ બારણે બેઠક થઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વિવાદિત ચિત્રો હટાવવા બે દિવસનો સમય માંગ્યો છે. કોઠારી સ્વામીએ આ અંગે બાહેંધરી આપી છે.

વિવાદિત ચિત્રો બે દિવસમાં હટાવાશે :

સાળંગપુરમાં હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ-સંતો અને ૫૦૦ જેટલા લોકો પહોંચ્યા હતા. જેને લઈ પોલીસે તમામને રોકી લીધા હતા અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત ૧૦ લોકોને મંદિર વહીવટી ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે લઈ જવામાં આવ્યા હતા.

ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સંતો સાથે બંધ બારણે બેઠક થઈ હતી. સ્વામિનારાયણ સંતોએ બે દિવસમાં નિકાલ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ મુદ્દે સનાતની સાધુઓ પાસે સ્વામિનારાયણ સંતોએ બે દિવસનો સમય માંગ્યો છે. બેઠકમાં સુખદ સમાધાન લાવવા અંગે વાતચીત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

Salangpur controversy Live Update : રાજ્યભરમાં હનુમાનજીના અપમાન મુદ્દે વિરોધ, સંતોએ બેઠકમાં લીધો આ સંકલ્પ

0
  • સાળંગપુર મંદિરના ભીંતચિત્રોને લઈને રાજ્યભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદમાં આ મુદ્દે સંતોની બેઠક મળી રહી છે.

સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોના વિવાદ ઉકેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરના કોઠારી સ્વામીએ ૨ દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા માટે બાંહેઘરી આપી છે. સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોના વિવાદ ઉકેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરના કોઠારી સ્વામીએ ૨ દિવસમાં ભીંત ચિત્રો હટાવી લેવા માટે બાંહેઘરી આપી છે.

ઉલ્લેખનિય છે કે ભીંત ચિત્રોના વિવાદને લઈને આજે સાધુ સંતો અને મંદિરના પ્રતિનિધિની બેઠક મળી હતી. બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીએ ભીંત ચિત્રો હટાવવા માટે ૨ દિવસનો સમય માગ્યો હતો. બે દિવમાં ભીંત ચિત્રો હટાવી દેવામાં આવશે.

ઉપરાંત તેમણે એ પણ વિશ્વાસ અપાવ્યો હતો કે ફરીથી આવી ઘટના નહિ બને. મંદિર પ્રતિનિધિ મંડળે ટૂંક સમયમાં જ આ મુદ્દે નિરાકરણ લાવવાનો વિશ્વાસ અપાવ્યો છે.

સાળંગપુર ભીંતચિત્રોના વિવાદને લઈને સંત પ્રતિનિધિ અને મંદિર પ્રશાસન વચ્ચે બેઠક મળી હતી. જે બેઠક પૂર્ણ થઇ છે. કોઠારી સ્વામી સહિતના સંતો બહાર આવ્યાં હતા અને મીડિયા સમક્ષ વાતચીત કરી હતી.

સાળંગપુર ભીંત ચિત્રોના વિવાદને લઈને આજે અગત્યની બેઠક મળી હતી. બેઠકમાં દરેક સાધુ સંતોએ પોતના મત રજૂ કર્યાં હતા. મંડલેશ્વર, મહા મંડલેશ્વર આજે એક થયા અને દરેક મોરચે લડવા તૈયાર થયા છે. બેઠકમાં ઉપસ્થિત સાધુ સંતો મામલે  બની બેઠેલા સ્વામીઓએ કહ્યું હતું કે, અસુરો ભેગા થયા છે. ત્યારે જ્યોતિબાપુએ કહયું કે તમે કોઇનું નહિ સાંભળો તો બેસૂરા થઇ જશો. તેમણે કહ્યું હતું કે દરેક તબક્કે આ મુદ્દે લડવા તૈયારી છીએ.

સાળંગપુર મંદિરમાં ભીતચિત્રો વિવાદ મામલે, બરવાળા લક્ષ્મણ મંદિર સહિત અન્ય મંદિરના સાધુ સંતો સાળગપુર પોહચ્યા હતા. અહીં બંધ બારણે સાધુ સંતોની બેઠક  મળી હતી અને બાદ તેઓ રેલી સ્વરૂપે સાળંગપુર હનુમાનજીના મંદિર પહોંચ્યા હતા.

આ પણ વાંચો :-

આ મહિને આ શાનદાર ફીચર્સ સાથે Honor 90 સ્માર્ટફોન થશે લોન્ચ, જાણો તેની ખાસિયત અને કિંમત

0
  • Honor 3 વર્ષ પછી ભારતમાં કમબેક કરવા જઈ રહ્યું છે. આ મહિને કંપની પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરશે જે ફ્લેગશિપ ફોન હશે. લોન્ચ પહેલા સ્માર્ટફોનની વિગતો ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે.

Honor 3 વર્ષ પછી ભારતમાં કમબેક કરવા જઈ રહ્યું છે. આ મહિને કંપની પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરશે જે ફ્લેગશિપ ફોન હશે. લોન્ચ પહેલા સ્માર્ટફોનની વિગતો ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે.

તાજેતરમાં, માધવ શેઠે ટ્વિટર પર Honor 90 નો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ફોનથી અખરોટ તોડતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં તેણે સતત 3 અખરોટ તોડયા અને ફોનની સ્ક્રીન એકદમ નવા જેવી બની ગઈ હતી. તેનો અર્થ છે કે. Honor 90માં સારી સ્ક્રીન પ્રોટેક્શન મળશે.

આ મહિને આ શાનદાર ફીચર્સ સાથે Honor 90 સ્માર્ટફોન થશે લોન્ચ, જાણો તેની ખાસિયત અને કિંમત

Honor 90ની કિંમત 35,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. કંપનીએ આ સ્માર્ટફોનને એમેઝોન પર લિસ્ટ કર્યો છે, એટલે કે ફોન ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ ફોન ચીનમાં લોન્ચ થઈ ચૂક્યો છે અને ત્યાં તેની કિંમત 12/256GB માટે 29,000 રૂપિયા અને 12/512GB માટે 32,680 રૂપિયા છે.

Honor 90 માં, તમને ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે. જેમાં પ્રાથમિક કેમેરા 200MP નો હોઈ શકે છે. કંપની ફ્રન્ટમાં 50MP કેમેરા આપશે. સ્માર્ટફોનમાં 5000 mAh બેટરી, Snapdragon 7 Gen 1 ચિપસેટ અને 6.7 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે.

આ મહિને આ શાનદાર ફીચર્સ સાથે Honor 90 સ્માર્ટફોન થશે લોન્ચ, જાણો તેની ખાસિયત અને કિંમત

Honor સિવાય iPhone 15 સિરીઝ અને Motorola G84 સ્માર્ટફોન પણ આ મહિને લોન્ચ થવાના છે. આવતીકાલે Realme પણ ભારતમાં એક બજેટ સ્માર્ટફોન લોન્ચ કરશે, જેની કિંમત 10,499 રૂપિયા હોઈ શકે છે.

આ મહિને આ શાનદાર ફીચર્સ સાથે Honor 90 સ્માર્ટફોન થશે લોન્ચ, જાણો તેની ખાસિયત અને કિંમત

આ પણ વાંચો :-

આમ આદમી પાર્ટીનો યુવા નેતા અને કહેવાતો સોશિયલ એક્ટિવિસ્ટ તોડ કરતાં ઝડપાયો

0
  • કતારગામનાં બિલ્ડરને બદનામ કરવા અને બિલ્ડર પાસેથી ૦૧ લાખની ખંડણી વસૂલનારા દિનેશ ગોપાણી ઉર્ફે બાજીરાવ સિંઘમ સામે ગુનો દાખલ થયો.

સુરતનાં કતારગામનાં બિલ્ડરને સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી અપશબ્દો સાથે પોસ્ટ મૂકીને બદનામ કરવાની કરતૂત દિનેશ ગોપાણી ઉર્ફે બાજીરાવ સિંઘમને ભારે પડી. કતારગામમાં લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર સ્વર્ગ રેસિડેન્સી ખાતે રહેરા મગનભાઈ ત્રિકમભાઈ ડોબરિયા (ઉ.વ. ૬૦ મૂળ ગામ. રોહિશાળા, બોટાદ) વ્યવસાયે બિલ્ડર છે. લાલ દરવાજા ખાતે એક્સિલન્ટ બિઝનેસ હબમાં માર્ક ડેવલોપર્સનાં નામે તેઓ ઓફિસ ધરાવે છે.

આ દરમિયાન કતારગામમાં સ્વર્ગ રેસિડેન્સી ખાતે તેમણે બાંધકામ કર્યું હતું. ત્યાં કે યુવકે જઈને ફેસબુકનાં માધ્યમ થકી લાઈવ થઈને “આ બાંધકામ ગેરકાયદે છે અને જમીન પચાવી પડી છે. ૧૫ દિવસમાં જમીન ખાલી કરવાની નોટિસ પણ આપી છે”. એવું ફેસબુકમાં લાઈવ થઈને વાત કરી હતી.

તપાસ કરતાં માલૂમ પડ્યું કે, બાજીરાવ સિંઘમ નામના એકાઉન્ટ ધરાવનારા યુવકનું નામ દિનેશ કાળુંભાઈ ગોપાણી હોવાનું ખૂલ્યું હતું. તે યુવકે સોશિયલ મીડિયામાં મગન ડોબરિયાની બદનામી કરવાનું ચાલ્યું રાખ્યું હતું. તેને ફેસબુક પર “ઘણા ભગત અને મગનલાલ રોહિશાળા તમે ભલે ચાર હજાર કરોડનાં માલિક હોય પણ બાજીરાવની નજરમાં તો તમે ચીટર અને ચોર જ છો, બિલ્ડર ભગત અને મગન ડોબરિયા કેસમાં પડાવી લીધી જગ્યાનું લાઈવ થોડા સમયમાં પાછું લાઈવ કરી લોકો સમક્ષ આ ઘટના ફરી મૂકીશું, તમને ઈશ્વરનો પણ ડર નથી કે પછી રૂપિયા માટે ગમે તેની ગેમ કરી નાંખવાની?'” વગેરે જેવા શબ્દો લખ્યાં હતા.

બિલ્ડરે વાતચીતનું રેકોડિંગ કરી લીધું :

મગનલાલ ડોબરિયા વિરુદ્ધ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમણે મહેશભાઈ નામના વ્યક્તિને મધ્યસ્થી કરવાની વાત કરી હતી. મહેશભાઈએ કહ્યું કે, બાજીરાવને ૦૫ લાખ રૂપિયા જોઈએ છે. બિલ્ડર મગનલાલ ડોબરિયાએ મહેશભાઈ હસ્તક દિનેશ ઉર્ફે બાજીરાવ સિંઘમને બોલાવી વાતચીત કરી હતી. ૨.૫૦ લાખમાં તેઓ વચ્ચે સેટલમેન્ટ થયું હતું અને ૦૧ લાખ ડોબરિયાએ આપી પણ દીધાં હતા. જોકે તેમણે આ મિટિંગ-વાતચીતનું મોબાઈલમાં રેકોડિંગ કરી લીધું હતું.

પંદર દિવસમાં બાકી રહેલા રૂપિયા આપવાની વાત થઈ હતી. પરંતુ મગનલાલ ડોબરિયાએ રૂપિયા નહીં આપતા કરી બાજીરાવ સિંઘમે ફેસબુક પર બદનામી કરવાનું શરૂ કર્યું હતું. આખરે મગનલાલ ડોબરિયાએ ફરિયાદ આપતા મહિધરપૂરા પોલીસે દિનેશ ઉર્ફે બાજીરાવ સિંઘમ કાળુભાઈ ગોપાણી સામે ખંડણીનો ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો :-

મોટા નેતાનો કાફલો નીકળ્યો, પોલીસે ગરીબ વૃદ્ધને સાઈકલ સહિત ધક્કો મારી દીધો, દ્રશ્યો જોઈને…

0
  • UPના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના કાફલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો ટ્રાફિક પોલીસના વર્તનથી ખૂબ જ નારાજ થઈ રહ્યા છે.

ટ્રાફિક પોલીસના એક અધિકારીએ એક સાયકલ સવાર વૃદ્ધને રોડથી ધક્કો આપીને રસ્તાની નીચે પાડી દીધો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વીડિયો ૨૭ ઓગસ્ટનો છે. જ્યારે ડેપ્ટ. સીએમ કેશવ પ્રસાદ મૌર્ય મઉ જિલ્લાના સરાયસાદી વિસ્તારમાં એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો :

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રાફિક પોલીસના અધિકારી રોડ પર ઉભા છે. ડેપ્યુટી સીએમના કાફલાની રાહ જોવાઈ રહી છે. રોડ પર વાહન આવી રહ્યા છે. તે સમયે એક સાયકલ પર વૃદ્ધ ત્યાંથી પસાર થાય છે.

ટ્રાફિક પોલીસ વૃદ્ધને રસ્તા પરથી હટવા માટે કહે છે. તેમાં કાફલાના આવવાનો અવાજ ટ્રાફિક પોલીસને સંભળાય છે. વૃદ્ધને રોકવામાં આવે છે તે રસ્તાની સાઈડ પર સાયકલ ચલાવી રહ્યા હોય છે પરંતુ તેમને કંઈ સમજ નથી આવ્યું અને તે આગળ વધવા લાગે છે.

વૃદ્ધને ટ્રાફિક પોલીસે માર્યો ધક્કો :

એટલામાં ટ્રાફિક પોલીસના અધિકારીએ વૃદ્ધની પાસે દોડીને આવે છે. વૃદ્ધને ઉભા રહેવા માટે કહે છે. બન્નેમાં બોલાચાલી થાય છે કાફલો નજીક આવવા લાગે છે અને જલ્દી જલ્દીમાં પોલીસ સાયકલની સાથે વૃદ્ધને રોડની સાઈડમાં ધક્કો મારી દે છે. વૃદ્ધ સાઈકલ સહિત નીચે પડી જાય છે. કાફલો પસાર થાય છે.

આ પણ વાંચો :-

 

સાળંગપુરમાં શખ્સે વિવાદિત ભીંતચિત્રો પર કાળો રંગ લગાવી તોડફોડ કરી, મંદિરમાં પોલીસનો કાફલો ખડકાયો

0
  • સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુર ઉઠાવી રહ્યા છે.

સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુર ઉઠાવી રહ્યા છે અને હનુમાન દાદાની સહજાનંદ સ્વામીના દાસ તરીકેના ભીંત ચિત્રોને હટાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે એક શખ્સ દ્વારા વિવાદિત ચિત્રો પર કાળો રંગ લગાવીને તોડફોડ કરવાની ઘટના સામે આવી રહી છે.

સાળંગપુરમાં વિવાદિત ભીંત ચિત્રો પર એક ભક્ત દ્વારા લાગણી દુભાતા કાળો કલર લગાવી દેવામાં આવ્યો હતો. આ બાદ પોતાની પાસે રહેલા હથિયારથી ચિત્રો પર હુમલો કરીને તોડ ફોડ કરવાનો પ્રયાસ કરે છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જે બાદ પોલીસ દ્વારા આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. તો મંદિર પ્રશાસન દ્વારા હુમલાની ઘટનાને લઈને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પ્રાઈવેટ બાઉન્સર અને પોલીસને ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો :-