મોટા નેતાનો કાફલો નીકળ્યો, પોલીસે ગરીબ વૃદ્ધને સાઈકલ સહિત ધક્કો મારી દીધો, દ્રશ્યો જોઈને…

Share this story
  • UPના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના કાફલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો ટ્રાફિક પોલીસના વર્તનથી ખૂબ જ નારાજ થઈ રહ્યા છે.

ટ્રાફિક પોલીસના એક અધિકારીએ એક સાયકલ સવાર વૃદ્ધને રોડથી ધક્કો આપીને રસ્તાની નીચે પાડી દીધો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વીડિયો ૨૭ ઓગસ્ટનો છે. જ્યારે ડેપ્ટ. સીએમ કેશવ પ્રસાદ મૌર્ય મઉ જિલ્લાના સરાયસાદી વિસ્તારમાં એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો :

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રાફિક પોલીસના અધિકારી રોડ પર ઉભા છે. ડેપ્યુટી સીએમના કાફલાની રાહ જોવાઈ રહી છે. રોડ પર વાહન આવી રહ્યા છે. તે સમયે એક સાયકલ પર વૃદ્ધ ત્યાંથી પસાર થાય છે.

ટ્રાફિક પોલીસ વૃદ્ધને રસ્તા પરથી હટવા માટે કહે છે. તેમાં કાફલાના આવવાનો અવાજ ટ્રાફિક પોલીસને સંભળાય છે. વૃદ્ધને રોકવામાં આવે છે તે રસ્તાની સાઈડ પર સાયકલ ચલાવી રહ્યા હોય છે પરંતુ તેમને કંઈ સમજ નથી આવ્યું અને તે આગળ વધવા લાગે છે.

વૃદ્ધને ટ્રાફિક પોલીસે માર્યો ધક્કો :

એટલામાં ટ્રાફિક પોલીસના અધિકારીએ વૃદ્ધની પાસે દોડીને આવે છે. વૃદ્ધને ઉભા રહેવા માટે કહે છે. બન્નેમાં બોલાચાલી થાય છે કાફલો નજીક આવવા લાગે છે અને જલ્દી જલ્દીમાં પોલીસ સાયકલની સાથે વૃદ્ધને રોડની સાઈડમાં ધક્કો મારી દે છે. વૃદ્ધ સાઈકલ સહિત નીચે પડી જાય છે. કાફલો પસાર થાય છે.

આ પણ વાંચો :-