આમ આદમી પાર્ટીનો યુવા નેતા અને કહેવાતો સોશિયલ એક્ટિવિસ્ટ તોડ કરતાં ઝડપાયો

Share this story
  • કતારગામનાં બિલ્ડરને બદનામ કરવા અને બિલ્ડર પાસેથી ૦૧ લાખની ખંડણી વસૂલનારા દિનેશ ગોપાણી ઉર્ફે બાજીરાવ સિંઘમ સામે ગુનો દાખલ થયો.

સુરતનાં કતારગામનાં બિલ્ડરને સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી અપશબ્દો સાથે પોસ્ટ મૂકીને બદનામ કરવાની કરતૂત દિનેશ ગોપાણી ઉર્ફે બાજીરાવ સિંઘમને ભારે પડી. કતારગામમાં લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર સ્વર્ગ રેસિડેન્સી ખાતે રહેરા મગનભાઈ ત્રિકમભાઈ ડોબરિયા (ઉ.વ. ૬૦ મૂળ ગામ. રોહિશાળા, બોટાદ) વ્યવસાયે બિલ્ડર છે. લાલ દરવાજા ખાતે એક્સિલન્ટ બિઝનેસ હબમાં માર્ક ડેવલોપર્સનાં નામે તેઓ ઓફિસ ધરાવે છે.

આ દરમિયાન કતારગામમાં સ્વર્ગ રેસિડેન્સી ખાતે તેમણે બાંધકામ કર્યું હતું. ત્યાં કે યુવકે જઈને ફેસબુકનાં માધ્યમ થકી લાઈવ થઈને “આ બાંધકામ ગેરકાયદે છે અને જમીન પચાવી પડી છે. ૧૫ દિવસમાં જમીન ખાલી કરવાની નોટિસ પણ આપી છે”. એવું ફેસબુકમાં લાઈવ થઈને વાત કરી હતી.

તપાસ કરતાં માલૂમ પડ્યું કે, બાજીરાવ સિંઘમ નામના એકાઉન્ટ ધરાવનારા યુવકનું નામ દિનેશ કાળુંભાઈ ગોપાણી હોવાનું ખૂલ્યું હતું. તે યુવકે સોશિયલ મીડિયામાં મગન ડોબરિયાની બદનામી કરવાનું ચાલ્યું રાખ્યું હતું. તેને ફેસબુક પર “ઘણા ભગત અને મગનલાલ રોહિશાળા તમે ભલે ચાર હજાર કરોડનાં માલિક હોય પણ બાજીરાવની નજરમાં તો તમે ચીટર અને ચોર જ છો, બિલ્ડર ભગત અને મગન ડોબરિયા કેસમાં પડાવી લીધી જગ્યાનું લાઈવ થોડા સમયમાં પાછું લાઈવ કરી લોકો સમક્ષ આ ઘટના ફરી મૂકીશું, તમને ઈશ્વરનો પણ ડર નથી કે પછી રૂપિયા માટે ગમે તેની ગેમ કરી નાંખવાની?'” વગેરે જેવા શબ્દો લખ્યાં હતા.

બિલ્ડરે વાતચીતનું રેકોડિંગ કરી લીધું :

મગનલાલ ડોબરિયા વિરુદ્ધ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમણે મહેશભાઈ નામના વ્યક્તિને મધ્યસ્થી કરવાની વાત કરી હતી. મહેશભાઈએ કહ્યું કે, બાજીરાવને ૦૫ લાખ રૂપિયા જોઈએ છે. બિલ્ડર મગનલાલ ડોબરિયાએ મહેશભાઈ હસ્તક દિનેશ ઉર્ફે બાજીરાવ સિંઘમને બોલાવી વાતચીત કરી હતી. ૨.૫૦ લાખમાં તેઓ વચ્ચે સેટલમેન્ટ થયું હતું અને ૦૧ લાખ ડોબરિયાએ આપી પણ દીધાં હતા. જોકે તેમણે આ મિટિંગ-વાતચીતનું મોબાઈલમાં રેકોડિંગ કરી લીધું હતું.

પંદર દિવસમાં બાકી રહેલા રૂપિયા આપવાની વાત થઈ હતી. પરંતુ મગનલાલ ડોબરિયાએ રૂપિયા નહીં આપતા કરી બાજીરાવ સિંઘમે ફેસબુક પર બદનામી કરવાનું શરૂ કર્યું હતું. આખરે મગનલાલ ડોબરિયાએ ફરિયાદ આપતા મહિધરપૂરા પોલીસે દિનેશ ઉર્ફે બાજીરાવ સિંઘમ કાળુભાઈ ગોપાણી સામે ખંડણીનો ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો :-