સાળંગપુરમાં શખ્સે વિવાદિત ભીંતચિત્રો પર કાળો રંગ લગાવી તોડફોડ કરી, મંદિરમાં પોલીસનો કાફલો ખડકાયો

Share this story
  • સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુર ઉઠાવી રહ્યા છે.

સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુર ઉઠાવી રહ્યા છે અને હનુમાન દાદાની સહજાનંદ સ્વામીના દાસ તરીકેના ભીંત ચિત્રોને હટાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે એક શખ્સ દ્વારા વિવાદિત ચિત્રો પર કાળો રંગ લગાવીને તોડફોડ કરવાની ઘટના સામે આવી રહી છે.

સાળંગપુરમાં વિવાદિત ભીંત ચિત્રો પર એક ભક્ત દ્વારા લાગણી દુભાતા કાળો કલર લગાવી દેવામાં આવ્યો હતો. આ બાદ પોતાની પાસે રહેલા હથિયારથી ચિત્રો પર હુમલો કરીને તોડ ફોડ કરવાનો પ્રયાસ કરે છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જે બાદ પોલીસ દ્વારા આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. તો મંદિર પ્રશાસન દ્વારા હુમલાની ઘટનાને લઈને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પ્રાઈવેટ બાઉન્સર અને પોલીસને ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો :-