સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ભીંત ચિત્રો હટાવાશે, બે દિવસનો સમય માંગ્યો

Share this story
  • બે દિવસમાં હટાવવામાં આવશે સાળંગપુરના વિવાદિત ચિત્રો. સાળંગપુર મંદિરમાં સંતો સાથેની બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીની ખાતરી.

સાળંગપુર શિલ્પચિત્રો વિવાદ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સંતો અને ભક્તોના ઉગ્ર બનેલો વિવાદ હવે શાંત થાય તેવા પ્રયાસ દેખાયા છે. હનુમાનજીની પ્રતિમા નીચેથી શિલ્પચિત્રો હટાવાશે તેવો નિર્ણય સાળંગપુર મંદિર દ્વારા લેવાયો છે.

બે દિવસમાં ચિત્રો હટાવવાની બાહેંધરી અપાઈ છે. સાળંગપુર મંદિરમાં સાધુઓ સાથે બંધ બારણે બેઠક થઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વિવાદિત ચિત્રો હટાવવા બે દિવસનો સમય માંગ્યો છે. કોઠારી સ્વામીએ આ અંગે બાહેંધરી આપી છે.

વિવાદિત ચિત્રો બે દિવસમાં હટાવાશે :

સાળંગપુરમાં હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ-સંતો અને ૫૦૦ જેટલા લોકો પહોંચ્યા હતા. જેને લઈ પોલીસે તમામને રોકી લીધા હતા અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત ૧૦ લોકોને મંદિર વહીવટી ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે લઈ જવામાં આવ્યા હતા.

ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સંતો સાથે બંધ બારણે બેઠક થઈ હતી. સ્વામિનારાયણ સંતોએ બે દિવસમાં નિકાલ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ મુદ્દે સનાતની સાધુઓ પાસે સ્વામિનારાયણ સંતોએ બે દિવસનો સમય માંગ્યો છે. બેઠકમાં સુખદ સમાધાન લાવવા અંગે વાતચીત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-