બંગાળની ખાડીમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર ! આ વિસ્તારોમાં સારા વરસાદની પૂરેપૂરી શક્યતા

Share this story
  • મેઘરાજા જે રીતે રિસાયા છે તે જોતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. આ કાળઝાળ ગરમી સામે કૂલર અને પંખા પણ જાણે ફેલ જોવા મળી રહ્યા છે. શું દેશમાં વરસાદનો ફરીથી દોર શરૂ થવાનો છે. જાણો લેટેસ્ટ અપડેટ.

દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટાભાગના ભાગોમાં વરસાદની કમી જોવા મળી રહી છે. બિહાર ઝારખંડમાં ૧ જૂનથી ૧ સપ્ટેમ્બર વચ્ચે લગભગ ૩૦ ટકા વરસાદ ઓછો રહ્યો છે. જુલાઈના અંત સુધીમાં બંને રાજ્યોમાં હવામાન લગભગ શુષ્ક રહ્યું છે અને વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. ઓગસ્ટમાં કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળ્યો છે. જો કે બંને રાજ્યોનું હવામાન એકવાર ફરીથી શુષ્ક થઈ ગયું છે. વરસાદની કમી વધી રહી છે.

હવામાનમાં શું થશે ફેરફાર :

પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના પ્રભાવથી શરૂઆતમાં હવામાનની ગતિવિધિઓ બિહાર અને ઝારખંડના પૂર્વ ભાગોમાં રહેશે. ત્યારબાદ વરસાદની તીવ્રતા અને પ્રસારમાં ધીરે ધીરે વધારો થશે.

સંભાવના જતાવવામાં આવી રહી છે કે ૫ સપ્ટેમ્બર સુધીમાં બિહાર અને ઝારખંડના મોટાભાગના હિસ્સાઓમાં સારો વરસાદ પડશે. ત્યારબાદ ૧૦ સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતા ઓછી થવાની શરૂ થઈ શકે છે. વરસાદનો આ દોર એ ખેડૂતો માટે વરદાન સાબિત થશે જે આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહ્યા છે.

કેવું રહેશે આજે હવામાન :

દક્ષિણ મધ્ય પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ, અને લદાખમાં હળવા વરસાદની શક્યતા છે. આ જ રીતે આજે પશ્ચિમ બંગાળ, પૂર્વ બિહારના કેટલાક ભાગો, પૂર્વ ઝારખંડ, ઓડિશા, લક્ષદ્વિપ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, સિક્કિમ અને હિમાચલ પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ સ્તરના વરસાદના અણસાર છે.

હવામાન એજન્સી મુજબ આજે  આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ, દક્ષિણી છત્તીસગઢ અને તેલંગણામાં પણ વરસાદની શક્યતા છે. આજે મહારાષ્ટ્રના કેટલાક  ભાગો, કેરળ, આંતરિક કર્ણાટક અને ઓડિશામાં પણ એક કે બે સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વરસાદથી ઉકળાટવાળી ગરમીથી રાહત તો નહીં મળે પરંતુ ખેડૂતોને ફાયદો થશે.

ગુજરાત માટે શું કહે છે આગાહી :

સપ્ટેમ્બર મહિનો ઓગસ્ટ મહિનાની જેમ સાવ કોરો કટ તો નહિ જ જાય. કારણ કે, સપ્ટેમ્બરમાં પણ ભારેથી અતિભારે કે ધોધમાર વરસાદની નહિ, પરંતું હળવા વરસાદની આગાહી તો છે જ. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. જેમાં સપ્ટેમ્બર માસમાં રાજ્યના ભાગોમાં સારા વરસાદના સંકેત છે.

આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ઓગસ્ટ ભલે કોરો ગયો પણ સપ્ટેમ્બર કોરો નહીં જાય. સપ્ટેમ્બરમાં પહેલાં સપ્તાહમાં જ મેઘરાજા ધબધબાટી બોલાવશે. જોકે સપ્ટેમ્બર શરૂ થયો પણ હજુ વરસાદનું ટીપુંય પડયું નથી. ત્યારે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યાં છે.

આ પણ વાંચો :-