.. તો Instagram અને Facebook વાપરવા માટે પણ આપવા પડશે પૈસા ! META મોટું એલાન કરવાની તૈયારીમાં

Share this story
  • એલોન મસ્કનાં X બાદ હવે માર્ક ઝુકરબર્ગ ફેસબુક અને ઈંસ્ટાગ્રામનાં પણ પેઈડ વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં છે.

જો તમે ફેસબુક કે ઈંસ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. માર્ક ઝુકરબર્ગની કંપની મેટા, ઈંસ્ટાગ્રામ અને ફેસબુકનાં પેઈડ વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં છે. એટલે કે આ બે સોશિયલ મીડિયાની એપ ચલાવવા માટે હવે પૈસા આપવા પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે  થોડા સમય પહેલાં એલોન મસ્કે X પ્લેટફોર્મનું પેઈડ વર્ઝન લોન્ચ કર્યું હતું.

ક્યારે લોન્ચ થશે આ એપ ?

રિપોર્ટ અનુસાર મેટાએ ફેસબુક અને ઈંસ્ટાગ્રામનાં પેઈડ વર્ઝન ક્યારે લોન્ચ કરશે તેની જાણકારી આપી નથી. પરંતુ આ બંને એપની પેઈડ સર્વિસને સૌથી પહેલાં યૂરોપિયન યૂનિયનમાં લોન્ચ કરવામાં આવશે. અને એ બાદ બાકીનાં દેશોમાં લોન્ચ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને સોશિયલ મીડિયાનાં પેઈડ વર્ઝનની સાથે-સાથે તેના ફ્રી વર્ઝન પણ ચાલુ જ રહેશે. બંનેમાં અંતર માત્ર એટલો હશે કે પેઈડ વર્ઝન ad free રહેશે જ્યારે ફ્રી વર્ઝનમાં એડ જોવી પડશે.

શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય ?

યૂરોપિયન યૂનિયનની તપાસ બાદ જાણવા મળ્યું કે ઈંસ્ટાગ્રામ અને ફેસબુક પોતાના યૂઝર્સનાં ડેટાનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. જેને લઈને યૂરોપિયન યૂનિયનની તરફથી મેટા પ્લેટફોર્મ પર ફાઈન પણ લગાડવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર ડિસેમ્બર ૨૦૨૨માં યૂરોપિયન યૂનિયને મેટાની તપાસ શરૂ કરી અને આરોપ મૂક્યો કે તે યૂરોપનો ડેટા અમેરિકા મોકલે છે.

આ ડેટાનો ઉપયોગ ટારગેટ એડ દેખાડવા માટે થઈ રહ્યો હતો. પરંતુ જો કંપની ડેટા એક્સેસ નહીં કરે તો મેટાને આર્થિક નુક્સાન થશે. આ નુક્સાનની ભરપાઈ કરવા માટે મેટા પેઈડ વર્ઝન સર્વિસ લોન્ચ કરી શકે છે.

આ પણ વાંચો :-