Home Blog Page 977

Asia Cup 2023 : IND vs PAK મેચ પહેલા વિરાટ કોહલીની પાકિસ્તાની ખેલાડી સાથે શું વાત થઈ ?

0
  • એશિયા કપની સૌથી રોમાંચક મેચમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ મેચમાં ભારતના બેટસમેન અને પાકિસ્તાનના પેસ બોલર્સ શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ વચ્ચે સીધો મુકાબલો થશે.

એશિયા કપની સૌથી રોમાંચક મેચમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ મેચમાં ભારતના બેટસમેન અને પાકિસ્તાનના પેસ બોલર્સ શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ વચ્ચે સીધો મુકાબલો થશે. આ વર્ષની સૌથી હાઈપ્રોફાઈલ મેચ માનવામાં આવે છે. આ મેચ પલ્લેકેલેમાં બપોરે ૩ વાગ્યે શરૂ થશે.

આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેની મુલાકાતનો વીડિયો ચર્ચામાં છે. જેમાં હરિસ રાઉફ અને વિરાટ કોહલી એકબીજાને ગળે લાગતા જોવા મળી રહ્યા છે. એકબીજાના હાલચાલ જાણી રહ્યા છે. આ દરમિયાન બંનેએ એકબીજા સાથે પચાસ ઓવરના ફોર્મેટ વિશે વાત કરી હતી.

વિરાટ અને રાઉફ એકબીજાને મળીને ખૂબ જ ખુશ દેખાતા હતા. રઉફે આ દરમિયાન મોહમ્મદ સિરાજ સાથે પણ વાત કરી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને બાબર આઝમ વચ્ચે પણ મુલાકાત થઈ હતી. આ સિવાય કિંગ કોહલી અન્ય પાકિસ્તાની ખેલાડીઓ શાહીન શાહ આફ્રિદી અને શાદાબ ખાનને પણ મળ્યો હતો.

રાઉફે વિરાટને ગળે લગાવ્યો :

આ વીડિયો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પ્રેક્ટિસ સેશનનો છે. વીડિયોમાં રાઉફ વિરાટને કહી રહ્યો છે કે, હું જ્યાંથી નીકળું છું ત્યાં લોકો ‘કોહલી-કોહલી’ની બૂમો પાડે છે. આ સાંભળીને વિરાટ કોહલી હસવા લાગે છે. પછી બંને લોકો આગળ વધે છે અને એકબીજાને ગળે લગાવે છે.

બંને વચ્ચે શું વાતો થઈ ?

આ વીડિયોમાં વિરાટ રાઉફને પૂછી રહ્યો છે કે, શું તેની બોડી ઠીક છે? પછી રાઉફ કહે, બસ લાગેલા છીએ. તેના પર વિરાટ રાઉફને કહે છે કે મોટી ટૂર્નામેન્ટ આવી રહી છે. વિરાટ વર્લ્ડ કપ તરફ ઈશારો કરી રહ્યો હતો. આ સાંભળીને હરિસ રાઉફે કહ્યું કે બસ પાગલ થઈ રહ્યો છું. બેક ટુ બેક મેચો છે.

વીડિયોમાં હરિસ રાઉફ વિરાટ કોહલીને કહી રહ્યો છે કે તેણે અફઘાનિસ્તાન સાથે સીરિઝ રમી છે. પરંતુ જ્યારે તે તમારી સાથે રમે છે ત્યારે મજા આવે છે. આ દરમિયાન રાઉફે ગયા વર્ષે વિરાટને નેટમાં બોલિંગ કરવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. રાઉફે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નેટસમાં વિરાટ કોહલીને બોલ્ડ કર્યો હતો.

કોહલી અને રાઉફ વચ્ચે શાનદાર બોન્ડિંગ છે :

આમ તો વિરાટ અને રાઉફ વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે. વિરાટે એશિયા કપ ૨૦૨૨માં હરિસ રાઉફને પોતાની સાઈન કરેલી જર્સી આપી હતી. આ એ જ હરિસ રાઉફ છે. જેની વિરાટ કોહલીએ ૨૦૨૨ના ટી-૨૦ વર્લ્ડ કપમાં જોરદાર ધોલાઈ કરી હતી. વિરાટે હરિસ પર ફટકારેલી સિક્સને આજે પણ ઘણા ક્રિકેટ ચાહકો ભૂલી શક્યા નથી. તે મેચમાં વિરાટની ૫૩ બોલમાં ૮૨ રનની ઈનિંગના કારણે ભારતે છેલ્લા બોલ પર પાકિસ્તાનને હરાવ્યું હતું.

આ પણ વાંચો :-

કોણ છે ભારતી દેવી જે વર્ષોથી આસારામનું ૧૦,૦૦૦ કરોડનું સંભાળી રહી છે સામ્રાજ્ય, આસારામને છે પૂરો વિશ્વાસ

0
  • આસારામ બાપુને જેલમાં બંધ થયાને દસ વર્ષ વીતી ગયા છે. તેમનો પુત્ર નારાયણ સાંઈ પણ જેલમાં બંધ છે. હવે સવાલ એ છે કે આસારામની કરોડોની સંપત્તિ કોણ સંભાળી રહ્યું છે. આજે એ મહિલાની કહાની વાંચી લો જેને આસારામે પોતાનું સમગ્ર સામ્રાજ્ય સંભાળવા માટે આપ્યું છે.

આસારામ બાપુ જેમને એક સમયે તેમના ભક્તો દ્વારા આટલું માન-સન્માન આપવામાં આવતું હતું, તેમને ભગવાન પણ માનતા આસારામ બાપુની કડવી વાસ્તવિકતા ૧૦ વર્ષ પહેલા સામે આવી હતી. બળાત્કારનો આરોપ, દોષિત પુરવાર થયો અને જેલના સળિયા પાછળ પહોંચી ગયા.

આસારામે જેલવાસના ૧૦ વર્ષ પૂરા કર્યા છે. જ્યારે આસારામ બહાર હતા ત્યારે તેમણે પોતાના કાળા કારોબારથી કરોડોનું સામ્રાજ્ય બનાવ્યું હતું. સેંકડો આશ્રમો, દુકાનો, શાળાઓ આસારામની મિલકત અંદાજે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની છે. આસારામે જેલમાં ગયા બાદ આ સંપત્તિને સંભાળવાની જવાબદારી ભારતી દેવીને આપી છે.

કોણ છે ભારતી દેવી જે આસારામના સમગ્ર બિઝનેસ પર નજર રાખે છે ?

હકીકતમાં આસારામની સાથે આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ જેલમાં બંધ છે. તેના પર મહિલાઓ અને છોકરીઓ પર બળાત્કાર કરવાનો અને બાળકોની હત્યા કરવાનો પણ આરોપ છે. ભારતી દેવી આસારામના તમામ આશ્રમોની દેખભાળ કરી રહી છે. ભક્તો ભારતી દેવીને ભારતીશ્રીના નામથી ઓળખે છે. ઉંમર ૪૪ વર્ષ. ક્યારેક સફેદ ઝભ્ભામાં તો ક્યારેક ફૂલોથી શણગારેલા મેક-અપમાં તે ભક્તો વચ્ચે પ્રવચન આપે છે.

ભારતી દેવી કેવી રીતે બની ૧૦ હજાર કરોડ રૂપિયાની માલિક ?

ભારતી દેવી આસારામની પુત્રી છે. આસારામ અને નારાયણ સાંઈ જેલમાં ગયા પછી ભારતી દેવીએ સમગ્ર આસારામ ટ્રસ્ટની જવાબદારી સંભાળી લીધી. આસારામના દેશભરમાં ૪૦૦થી વધુ આશ્રમો છે. અહીં ૧૫૦૦ થી વધુ સેવા સમિતિઓ, લગભગ ૧૭ હજાર બાલ સંસ્કાર કેન્દ્રો અને ૪૦ ગુરુકુલ છે. ભારતી દેવી છેલ્લા ઘણા વર્ષોથી આ તમામ મિલકતો સંભાળવાનું કામ કરી રહી છે. જો કે વર્ષ ૨૦૧૮ માં જ્યારે આસારામ બાપુને પહેલા બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ત્યારે તેમની પુત્રીએ તેમનાથી પોતાને દૂર કરી લીધા હતા. ભારતી દેવીએ તે સમયે કહ્યું હતું કે તેને આસારામ બાપુના આશ્રમો સાથે કોઈ લેવાદેવા નથી.

ભારતી દેવી પર ઘણા ગંભીર આરોપો : 

પિતા આસારામ બાપુ અને ભાઈ નારાયણ સાંઈની જેમ ભારતી દેવી પણ ગંભીર આરોપોનો સામનો કરી રહી હતી. આ આરોપો અનુસાર ભારતી દેવી તેના પિતાના આશ્રમમાં છોકરીઓને ડ્રોપ કરતી હતી. પિતાની ઈચ્છા મુજબ તે છોકરીઓને આશ્રમમાં લઈ જવાતી હતી. આસારામના એક શિષ્યએ ભારતી દેવી પર આ આરોપો લગાવ્યા હતા. અમૃત પ્રજાપતિએ કહ્યું હતું કે આસારામ ભારતીને ફોન કરતો હતો અને તે કારમાં છોકરીઓને લઈને આવતી હતી.

આ પણ વાંચો :-

અમદાવાદની ૧૦ ટ્રેનો રદ, ચારના રૂટમાં કરાયો ફેરફાર, પહેલાં જોઈ લેજો આ લિસ્ટ

0
  • ઉત્તર રેલવેમાં રિમોડેલિંગની કામગીરીને લઈ અમદાવાદની ૧૦ ટ્રેનો રદ્દ કરાઈ, જ્યારે ૪ ટ્રેનના રૂટમાં કરાયો ફેરફાર.

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર રેલવેના વારાણસી ખાતે રિમોડેલીંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અમદાવાદ ડિવિઝનની ૧૦ ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે ૪ ટ્રેનના રૂટમાં ફેરફાર કરાયા છે. આ ઉપરાંત ૨ ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે.

૧૫ ઓક્ટોબરે પૂર્ણ થશે કામગીરી :

વારાણસી ખાતે રિમોડેલિંગ અંતર્ગત નોન-ઈન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અમદાવાદ ડિવિઝિનની કેટલીક ટ્રેનો રદ કરાઈ છે. જ્યારે કેટલીક ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નોન-ઈન્ટરલોકિંગની કામગીરી ૧૫ ઓક્ટોમ્બરના રોજ પૂર્ણ થશે. ૧૧ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોમ્બર ૧૬ ટ્રેનના શેડયુલને અસર થશે.

કઈ કઈ ટ્રેનો કરાઈ રદ ?

ક્રમ ટ્રેન નંબર અને નામ
1 15635 (ઓખા – ગુવાહાટી દ્વારકા એક્સપ્રેસ)
2 15636 (ગુવાહાટી -ઓખા દ્વારકા એક્સપ્રેસ)
3 15667 (ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ)
4 15668 (કામાખ્યા – ગાંધીધામ એક્સપ્રેસ)
5 19421 (અમદાવાદ-પટના એક્સપ્રેસ)
6 19422 (પટના-અમદાવાદ એક્સપ્રેસ)
7 09417 (અમદાવાદ-પટના સ્પેશિયલ)
8 09418 (પટના – અમદાવાદ સ્પેશિયલ)
9 09525 (ઓખા – નાહરલાગુન સ્પેશિયલ)
10 09526 (નાહરલાગુન- ઓખા સ્પેશિયલ)

કઈ ટ્રેનોને કરાઈ ડાયવર્ટ ?

ક્રમ ટ્રેન નંબર અને નામ
1 19167 (અમદાવાદ – વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ)
2 19168 (વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ)
3 19489 (અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ)
4 19490 (ગોરખપુર -અમદાવાદ એક્સપ્રેસ)

 

આ પણ વાંચો :-

આ મંદિરમાં પ્રેમીને પ્રાપ્ત કરવા યુવક-યુવતી રાખે છે બાધા, દર્શન કરવાની માનતા રાખવાથી લવમેરેજને મળી જાય છે મંજૂરી

0
  • એક અનોખું મંદિર રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલું છે. આ મંદિર ગણપતિ ભગવાનનું છે અને અહીં દર બુધવારે પ્રેમીઓનો મેળો ભરાય છે. અહીં પ્રેમી યુગલ પોતાના મનપસંદ જીવનસાથીને પ્રાપ્ત કરવાની માનતા રાખવા પહોંચે છે. અહીં શ્રદ્ધાથી ગણપતિજીને લગ્નનું આમંત્રણ આપવાથી પ્રેમી યુગલોની લવ મેરેજની ઈચ્છા પુરી થાય છે.

ભારતમાં આમ તો લાખોની સંખ્યામાં મંદિર આવેલા છે. તેમાંથી કેટલાક મંદિર પોતાની અનોખી પરંપરા અને માન્યતાના કારણે દેશભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત થઈ જાય છે. આવું જ એક અનોખું મંદિર રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલું છે.

આ મંદિર એકમાત્ર મંદિર છે જ્યાં પ્રેમીઓનો મેળો ભરાય છે. આ મંદિર વિશે માન્યતા છે કે પ્રેમીયુગલ અહીં માનતા રાખે તો તેમની લવ મેરેજની ઈચ્છા પૂરી થાય છે. આ સિવાય યુવક યુવતી અહીં મનપસંદ પ્રેમીની કામના પૂરી થાય તે માટે દર્શન કરવા પણ આવે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મંદિરે દર્શન કરવા આવનાર ભક્તમાં મોટાભાગે પ્રેમી પ્રેમિકા હોય છે. આ જ કારણ છે કે આ ગણેશ મંદિરનું નામ ઈશ્કિયા ગણેશ મંદિર પડી ગયું છે. મંદિર વિશે કહેવાય છે કે અહીં આવનાર પ્રેમીની મનોકામના ગણપતિ ભગવાન પૂરી કરે છે. આજ સુધી અહીં આવનાર કોઈપણ ભક્ત નિરાશ થયા નથી ખાસ કરીને પ્રેમીઓની લવમેરેજની કામના પણ ઈશ્કિયા ગણેશ મંદિરમાં પૂરી થઈ જાય છે.

માન્યતા અનુસાર આ મંદિરમાં દર્શન કરીને સાચા મનથી પૂજા કરવામાં આવે તો અવિવાહિત પ્રેમીઓના લગ્ન જલ્દીથી નક્કી થઈ જાય છે અને તેમને મનપસંદ જીવનસાથી મળે છે. આ સિવાય પ્રેમી યુગલ અહીં પોતાની મનોકામના પૂરી થાય તે માટે મોટી સંખ્યામાં આવે છે.

આ મંદિરે બુધવારના દિવસે મોટી સંખ્યામાં પ્રેમીઓ દર્શન કરવા આવે છે. જે પ્રેમી યુગલના લગ્નમાં બાધા આવતી હોય તેવો લવ મેરેજ માટે અહીં માનતા પણ રાખે છે. માન્યતા છે કે જે પ્રેમી યુગલ શ્રદ્ધાથી અહીં ભગવાનને પોતાના લગ્નનું નિમંત્રણ આપે છે તેમના લવ મેરેજને પણ જલ્દીથી મંજૂરી મળી જાય છે. આ મંદિર દર્શન માટે સવારે ૫:૦૦ વાગ્યાથી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. જોકે બુધવારે આ મંદિર રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મંદિરનું નામ પહેલા ગુરુ ગણપતિ હતું. પરંતુ આ મંદિરમાં લોકોની નજરથી છુપાઈને પ્રેમી પ્રેમીકા મળવા આવતા હતા. તેઓ ભગવાન ગણેશને મનપસંદ પ્રેમીને જીવનસાથી તરીકે પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરતા હતા. ધીરે ધીરે અનેક યુગલોની આ મનોકામના પૂર્ણ થવા લાગી અને ગુરુ ગણપતિ પણ ઈશ્કિયા ગણપતિ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયન.કોમ તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

IAS Story : લુકમાં કોઈ મોડલથી કમ નથી, પહેલાં બની ડોક્ટર પછી IAS

0
  • UPSC પરીક્ષા પાસ કરવી સહેલી નથી અને ઘણી વખત નાપાસ થયા પછી, વ્યક્તિએ સખત મહેનત કરીને ફરીથી પરીક્ષા આપવી પડે છે. આવી જ એક કહાની ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની રહેવાસી ડો.અપાલા મિશ્રાની છે.

ડો.અપાલા મિશ્રાએ પોતાનો શરૂઆતી અભ્યાસ દેહરાદૂનથી કર્યો હતો અને ૧૦મા પછી અભ્યાસ માટે દિલ્હી આવી હતી. ૧૨મા પછી અપલાએ આર્મી કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ, હૈદરાબાદમાંથી ડેન્ટલ સર્જરીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી અને પ્રોફેશનલ ડેન્ટિસ્ટ બની.

ડેન્ટિસ્ટ બન્યા પછી અપાલા મિશ્રા (Apala Mishra) એ UPSC પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને વર્ષ ૨૦૧૮ માં પ્રથમ વખત પરીક્ષા આપી.

અપાલા મિશ્રા (Apala Mishra) એ કહ્યું, ‘યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે હું દરરોજ લગભગ ૭ થી ૮ કલાક અભ્યાસ કરતી હતી. શરૂઆતમાં હું તૈયારી માટે કોચિંગમાં જોડાઈ, પરંતુ થોડા દિવસો પછી મેં જાતે જ અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને મારી રીતે તૈયારી કરવાનું શરૂ કર્યું.

પોતાની તૈયારી વિશે અપાલા મિશ્રા (Apala Mishra) કહે છે કે વર્ષ ૨૦૧૮માં તેણે UPSC પરીક્ષા વિશે વાંચવાનો અને કોર્સ સમજવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત મેં મારી શક્તિઓ અને નબળાઈઓ પર ધ્યાન આપ્યું, કારણ કે અભ્યાસક્રમ મારા માટે તદ્દન અલગ હતો. તેથી પેટર્ન સમજવામાં સમય લાગ્યો.

ડો. અપાલા મિશ્રા (Apala Mishra) સતત બે વાર નિષ્ફળ ગઈ અને તે પ્રિલિમ પરીક્ષા પણ પાસ કરી શકી નહીં. જો કે, ત્રીજા પ્રયાસમાં અપાલાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને CSE 2020માં ૯મો રેન્ક મેળવીને IAS ઓફિસર બની.

અપાલાએ ઈન્ટરવ્યુ દરમિયાન૨૧૫ માર્ક્સ મેળવ્યા. જે UPSC પરીક્ષામાં સૌથી વધુ છે. અગાઉ ઈન્ટરવ્યુ રાઉન્ડમાં સૌથી વધુ માર્કસ મેળવવાનો રેકોર્ડ ૨૧૨નો હતો.

આ પણ વાંચો :-

શું લંચ બાદ તમને પણ આવે છે ઘોર નિંદ્રા ? તો ધ્યાન રાખજો, હોઈ શકે છે આ બીમારીના લક્ષણ

  • જો તમને બપોરે ભોજન કર્યા પછી ખૂબ આળસ અથવા ઊંઘ આવતી હોય તો તમને આ ગંભીર બીમારી થઈ શકે છે. અહીં જાણો તેના લક્ષણો વિશે…

ઘણા લોકો ખોરાક ખાધા પછી ખૂબ આળસ અને ઊંઘ અનુભવે છે. આ સિવાય આખું શરીર સુસ્ત થઈ જાય છે અને કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ થઈ જાય છે. સામાન્ય રીતે આવું લગભગ તમામ લોકો સાથે થાય છે, પરંતુ કેટલાક લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આ સમસ્યાને બોલચાલમાં ફૂડ કોમા કહેવામાં આવે છે.

ત્યાં સાયન્સની ભાષામાં, તેને પોસ્ટપ્રાન્ડિયલ સોમ્નોલન્સ કહેવામાં આવે છે. જેનો સીધો અર્થ થાય છે જમ્યા પછી ઊંઘ અથવા આળસ. ઘણા લોકો ફૂડ કોમાના શિકાર છે. ફૂડ કોમાનું સૌથી મોટું લક્ષણ એ છે કે ખોરાક ખાધા પછી તરત જ તીવ્ર ઊંઘ આવે છે. મોટાભાગના લોકોને લંચ પછી તેનો સામનો કરવો પડે છે.

શું છે ફૂડ કોમા

વ્યક્તિ ઘણા કારણોસર ખાધા પછી સુસ્તી અને ફૂલેલું અનુભવે છે. કેટલીકવાર આ સ્થિતિ વધુ કાર્બોહાઈડ્રેટના સેવનને કારણે પણ થાય છે. આ સ્થિતિને ફૂડ કોમા કહેવામાં આવે છે. ફૂડ કોમામાં વ્યક્તિ જમ્યા પછી ઊંઘ અને થાક અનુભવે છે અને મોટાભાગના લોકો લંચ પછી લક્ષણો અનુભવે છે. આવો જાણીએ કે, ફૂડ કોમાના સામાન્ય લક્ષણો શું છે…

ફૂડ કોમાના કોમન લક્ષણ :

  • ઊંઘ આવવી
  • આળસ
  • થાક
  • એનર્જીનો અભાવ
  • ફોકસ ના કરી શકવુ

શું છે તેનુ કારણ :

મેડિકલ સાયન્સમાં ફૂડ કોમાને પોસ્ટપ્રાન્ડિયલ સોમનોલેન્સ કહેવામાં આવે છે અને તે ખૂબ ખાધા પછી થાય છે. ઉલ્લેખનીય છે કે તેને પોસ્ટ લંચ ડીપ પણ કહેવામાં આવે છે. આના અન્ય કારણોમાં અતિશય આહાર, રક્ત પરિભ્રમણમાં ફેરફાર, ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ ખાવું, ચરબી અને પ્રોટીન, મગજ પર ખોરાકની અસર અને ઊંઘના હોર્મોન્સનો સમાવેશ થાય છે.

ફૂડ કોમાથી બચાવ કેવી રીતે કરવો :

  • બપોરે હળવું ભોજન લો
  • જમ્યાની થોડીવાર પછી પાણી પીવો
  • રાત્રે ઓછામાં ઓછા સાત કલાકની ઊંઘ લો
  • જમ્યા પછી થોડી વોક કરો
  • જમ્યા પછી થોડી વોક કરો

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. ગુજરાત ગાર્ડિયન.કોમ આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

ભારતમાં લોન્ચ થઈ સૌથી સસ્તી ૭ સીટર કાર, જાણો કિંમત અને ખાસિયત

0
  • ટોયોટાએ ભારતમાં તેની સૌથી સસ્તી ૭ સીટર કાર Rumion લોન્ચ કરી છે અને તેની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત ૧૦.૨૯ લાખ રૂપિયા છે. Rumion ની કિંમત મારુતિ સુઝુકીની સસ્તું MPV Ertiga કરતાં રૂ. ૧.૬૫ લાખ વધુ છે. પેટ્રોલ અને CNG ઓપ્શનમાં લોન્ચ Toyota Roomian ની સાથે વેરિએન્ટ કિંમત જુઓ.

ટોયોટા કિર્લોસ્કર મોટર ઈન્ડિયાએ તેની સૌથી સસ્તી MPV ટોયોટા રુમિયન લોન્ચ કરી છે જેની કિંમત રૂ.૧૦.૨૯ લાખ એક્સ-શોરૂમથી શરૂ થાય છે. જ્યારે ટોપ એન્ડ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ.૧૩.૬૮ લાખ છે. રુમિયન માટેનું બુકિંગ થોડા સમય માટે ૧૧,૦૦૦ રૂપિયાની ટોકન રકમ સાથે ખુલ્લું છે અને ડિલિવરી ૮મી સપ્ટેમ્બરથી શરૂ થશે.

ભારતમાં સસ્તી ૭-સીટર કાર ખરીદનારાઓની ફેવરેટ મારૂતિ સુઝુકી અર્ટિગા બેસ્ડ ટોયોટો રૂમિયનને પેટ્રોલની સાથે જ સીએનજી ઓપ્શનમાં પણ લોન્ચ કરવામાં આવી છે અને ભારતીય બજારમાં તેનો સીધો મુકાબલો Kia Carens અને Mahindra Bolero Neo તેમજ આગામી Citroën C3 એરક્રોસ સાથે થશે.

Toyota Rumion : તમામ વેરિયન્ટની કિંમત :

Toyota Rumian S પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. ૧૦.૨૯લાખ

Toyota Rumian S પેટ્રોલ ઓટોમેટિક વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. ૧૧.૮૯ લાખ

Toyota Rumian G પેટ્રોલ ઓટોમેટિક વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. ૧૧.૪૫ લાખ

Toyota Rumian V પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. ૧૨.૧૮લાખ

Toyota Rumian V પેટ્રોલ ઓટોમેટિક વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. ૧૩.૬૮ લાખ

Toyota Rumian S CNG મેન્યુઅલ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. ૧૧.૨૪ લાખ

ટોયોટાની સસ્તી ૭ સીટર એમપીવી રુમિયનના દેખાવ અને ડિઝાઈન વિશે વાત કરીએ તો, તેમાં ઇનોવા ક્રિસ્ટા જેવી ગ્રિલ અને નવા ડયુઅલ ટોન એલોય વ્હીલ્સ દેખાય છે.  આ લુકમાં મારુતિ અર્ટિગા જેવી જ દેખાય છે. રુમિયનનું ઈન્ટિરિયર વૈભવી છે.

જેમાં બ્લેક અને બેજ જેવા ડયુઅલ ટોન કલર ફિનિશ અને ફોક્સ વુડ ઈન્સર્ટ સાથે ડેશબોર્ડ, વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે સપોર્ટ સાથે ૭.૦ ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક એસી, કનેક્ટેડ કાર ટેક્નોલોજી છે. અને ૪ એરબેગ્સ સહિત અન્ય મહત્વના ફીચર્સ છે.

Toyota Rumion : એન્જીન પાવર અને ટ્રાંસમિશન

Toyota Rumian MPV મારુતિ સુઝુકીના ૧.૫ લીટર નેચરલે એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીન લાગેલું છે. જો કે ૧૦૩ hp ની મેક્સિમમ પાવર અને ૧૩૭ Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. આ એમપીવી ૫ સ્પીડ મેન્યુઅલ અથવા ૬ સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે.

રૂમિયન સીએનજી ઓપ્શનમાં પણ છે. તો બીજી તરફ માઇલેજની વાત કરીએ તો ટોયોટો રૂમિયનના પેટ્રોલ વેરિએન્ટની માઈલેજ ૨૦.૫૨ kmpl અને CNG વેરિયન્ટનું માઈલેજ ૨૬.૧૧ km/kg સુધી છે. Rumeum સાથે ૩ વર્ષ અથવા ૧,૦૦,૦૦૦ કિમીની સ્ટાન્ડર્ડ વોરંટી ઓફર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

 

૦૨ સપ્ટેમ્બર / અણધાર્યા ખર્ચાઓ આવશે, પારિવારિક ક્લેશનો સામનો કરવા રહેજો તૈયાર, કઈ રાશિના જાતકોનો શનિવાર કેવો જશે, જુઓ રાશિ ભવિષ્ય

  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે ? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે. ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે.  જમીન અથવા ખેતીમાં લાભ જણાશે. નોકરીમાં સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમાં અનુકૂળતા રહેશે. ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિનો અનુભવ થશે. કામમાં મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે. સામાન્ય માનસિક તનાવ જણાશે. પાચન સંબંધી તકલીફ જણાશે. ઉપરી અધિકારીથી તકલીફ જણાશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક સંબંધોમાં લાભ થશે. સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે. આર્થિક સુખ સારું મળશે. કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે માટે આજનો દિવસ વિકાસના કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે.ધંધામાં લાભ થશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે. સાથી મિત્રોથી ઓછો સહકાર મળશે. સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે. લેવડ-દેવડમાં મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. કામકાજમાં ઓછી સફળતા જણાય છે. મહેનત વધે અને ફળ ઓછું મળે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે.  આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.

મકર (ખ.જ) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે. નોકરીમાં થોડી પરેશાની જણાશે. ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. પરિવારનો પ્રેમ મેળવી શકશો. આપના મનની મૂંઝવણો દૂર થશે.

મીન (દ.ચ.ઝ.થ) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સાવચેતીથી કામ કરવું. અચાનક ખર્ચથી પરેશાની વધશે. સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે. નોકરીયાત વર્ગ માટે સારો સમય છે.

આ પણ વાંચો :-

પ્રિયંકા ચોપડાની બહેન અને અભિનેત્રીને ડાયરેક્ટરે મીડિયાની સામે જ જબરદસ્તી કરી…..

  • મન્નરા ચોપરા પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરાની પિતરાઈ બહેન છે. તેણે વિવેક અગ્નિહોત્રી સાથે ‘ઝિદ’ નામની ફિલ્મ પણ બનાવી હતી. તે છેલ્લા કેટલાક સમયથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને ઈન્ટરનેટ પર નારાજગી છે. આ વીડિયો સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સામે આવ્યો છે. એક દિગ્દર્શક અભિનેત્રીને બળપૂર્વક ચુંબન કરે છે. આ બાબતે લોકો નારાજ છે. ડાયરેક્ટર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. તેઓ વરિષ્ઠ નિર્દેશકના આવા કૃત્યને હાસ્યાસ્પદ અને કદરૂપું ગણાવી રહ્યા છે.

મન્નરા ચોપરા પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરાની પિતરાઈ બહેન છે. તેણે વિવેક અગ્નિહોત્રી સાથે ‘ઝિદ’ નામની ફિલ્મ પણ બનાવી હતી. તે છેલ્લા કેટલાક સમયથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તિરાગબાદરા સામી નામની તેલુગુ ફિલ્મ આવી રહી છે.

તેનું ટીઝર ૨૮ ઓગસ્ટે લોન્ચ કરવામાં આવ્યું હતું. મન્નારા પણ તે ફિલ્મનો એક ભાગ છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ વીડિયો ફિલ્મના ટીઝર લોન્ચ ઈવેન્ટનો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ડાયરેક્ટર એએસ રવિકુમાર ચૌધરી મન્નારાને જબરદસ્તી કિસ કરે છે. આ મન્નારાની સંમતિ વિના કરવામાં આવ્યું હતું. વેપાર નિષ્ણાતે આ ઘટનાનો વીડિયો X પર શેર કર્યો છે.

વાંધો હતો તો કેમ હસવા લાગી :

આ બધા ગુસ્સાની વચ્ચે વધુ બે પ્રકારની કોમેન્ટ જોવા મળી જે સમગ્ર ચર્ચાને બીજી તરફ ધકેલી દે છે. સૌપ્રથમ તો કેટલાક લોકોએ રવિકુમારના લુક વિશે ક્લાસિસ્ટ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. કે તે દિગ્દર્શક જેવો દેખાતો નથી. તો અન્ય કેટલાક લોકોએ એવી કોમેન્ટ કરી હતી કે જેણે મન્નારા પર જ પ્રશ્નો ઉભા કર્યા હતા અને સવાલ કર્યા હતા કે વાંધો હતો તો કેમ હસવા લાગી. તમે કેમ કંઈ ન કર્યું ?

સતત તેલુગુ ફિલ્મો જ કરી રહી છે :

મન્નરાના બાકીના કરિયરની વાત કરીએ તો તેણે ‘ઝિદ’ પછી કોઈ હિન્દી ફિલ્મ કરી નથી. ત્યારથી તે સતત તેલુગુ ફિલ્મો જ કરી રહી છે. આ ટિપિકલ કોમર્શિયલ ફિલ્મો હતી. રવિકુમાર પણ આવી જ ફિલ્મો બનાવી રહ્યા છે. તેની નવી ફિલ્મ તિરાગબાદરા સામીનું ટીઝર પણ નવું નથી લાગતું. મસાલા ફિલ્મના નામે એ જ કચરો પીરસવામાં આવે છે. જે બે દાયકા પહેલા જૂની થઈ ગઈ હતી. રાજ તરુણ ફિલ્મનો હીરો છે અને મકરંદ દેશપાંડે વિલન બન્યો છે.

આ પણ વાંચો :-

ઓછો બજેટમાં સારા ફોન માટે ઓગસ્ટમાં લોન્ચ થયેલા આ શાનદાર ફીચર્સવાળા સ્માર્ટફોનની યાદી જુઓ

0
  • ઓગસ્ટ મહિનામાં ઘણી મોબાઈલ કંપનીઓએ ઘણા સારા ફોન લોન્ચ કર્યા છે. તે બજેટ રેન્જ હોય, મિડ રેન્જ હોય કે પ્રીમિયમ કેટેગરી હોય. આ લેખમાં અમે તમને દરેક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ઓગસ્ટ મહિનામાં ઘણી મોબાઈલ કંપનીઓએ ઘણા સારા ફોન લોન્ચ કર્યા છે. તે બજેટ રેન્જ હોય, મિડ રેન્જ હોય કે પ્રીમિયમ કેટેગરી હોય. આ લેખમાં અમે તમને દરેક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Redmi 12 5G : જો તમારું બજેટ ખૂબ જ ટાઈટ છે અને તમને નવો 5G ફોન જોઈએ છે, તો Xiaomi એ ઓગસ્ટ મહિનામાં Redmi 12 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આમાં તમને 5000 mAh બેટરી, 50MP કેમેરા અને Snapdragon 4 Gen 1 ચિપસેટનો સપોર્ટ મળે છે. ફોનની કિંમત 11,999 રૂપિયાથી શરૂ થાય છે.

ઓછો બજેટમાં સારા ફોન માટે ઓગસ્ટમાં લોન્ચ થયેલા આ શાનદાર ફીચર્સવાળા સ્માર્ટફોનની યાદી જુઓ

Infinix GT 10 Pro : આ ફોનમાં નથિંગ ફોનની જેમ ટ્રાન્સપર્ન્ટ બેક સાઈડ મળે છે. આ સ્માર્ટફોનની કિંમત 19,999 રૂપિયા હતી જે હવે વધીને 20,999 રૂપિયા કરવામાં આવી છે. ફોનમાં 5000 mAh બેટરી, ડાયમેન્શન 8050 પ્રોસેસર, 6.67 ઇંચ ફુલ HD પ્લસ ડિસ્પ્લે અને 108MP પ્રાઈમરી કેમેરા છે.

ઓછો બજેટમાં સારા ફોન માટે ઓગસ્ટમાં લોન્ચ થયેલા આ શાનદાર ફીચર્સવાળા સ્માર્ટફોનની યાદી જુઓ

iQOO Z7 Pro : જો તમારૂ ફોન માટેનું 30,000 રૂપિયાની આસપાસનું બજેટ છે તો તો તાજેતરમાં IQ એ iQOO Z7 Pro 5G ફોન લોન્ચ કર્યો છે. આમાં, તમને 66W ફાસ્ટ ચાર્જિંગ, 64MP OIS કેમેરા અને MediaTek Dimensity 7200 પ્રોસેસર સાથે 4600 mAh બેટરીનો સપોર્ટ મળે છે. ફોનની કિંમત 8/128GB માટે 21,999 રૂપિયા છે. કંપની ફોન પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આમ તેની કિંમત 23,999 રૂપિયા છે.

ઓછો બજેટમાં સારા ફોન માટે ઓગસ્ટમાં લોન્ચ થયેલા આ શાનદાર ફીચર્સવાળા સ્માર્ટફોનની યાદી જુઓSamsung Galaxy Z Flip 5: જો તમે પ્રીમિયમ કેટેગરીમાં ફોન શોધી રહ્યા છો, તો આ સેમસંગ ફોન તમારા માટે સારો વિકલ્પ છે. આમાં તમને Snapdragon 8 Gen 2 ચિપસેટ અને 3.4 ઈંચની ડિસ્પ્લે મળે છે. મોબાઈલ ફોનની કિંમત 99,999 રૂપિયા છે.

ઓછો બજેટમાં સારા ફોન માટે ઓગસ્ટમાં લોન્ચ થયેલા આ શાનદાર ફીચર્સવાળા સ્માર્ટફોનની યાદી જુઓ

આજે મોટોરોલાએ ભારતમાં બજેટ ફોન લોન્ચ કર્યો છે. કંપનીએ Moto G84 5Gને 12/256GB વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. તેની કિંમત 19,999 રૂપિયા છે. તમને ફોન પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. સ્માર્ટફોનમાં 50MP IOS કેમેરા અને 5000 mAh બેટરી છે.

આ પણ વાંચો :-