૦૨ સપ્ટેમ્બર / અણધાર્યા ખર્ચાઓ આવશે, પારિવારિક ક્લેશનો સામનો કરવા રહેજો તૈયાર, કઈ રાશિના જાતકોનો શનિવાર કેવો જશે, જુઓ રાશિ ભવિષ્ય

Share this story
  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે ? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ.)  
રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે. ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે.  જમીન અથવા ખેતીમાં લાભ જણાશે. નોકરીમાં સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમાં અનુકૂળતા રહેશે. ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિનો અનુભવ થશે. કામમાં મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે. સામાન્ય માનસિક તનાવ જણાશે. પાચન સંબંધી તકલીફ જણાશે. ઉપરી અધિકારીથી તકલીફ જણાશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક સંબંધોમાં લાભ થશે. સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે. આર્થિક સુખ સારું મળશે. કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે માટે આજનો દિવસ વિકાસના કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે.ધંધામાં લાભ થશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે. સાથી મિત્રોથી ઓછો સહકાર મળશે. સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે. લેવડ-દેવડમાં મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક (ન.ય.) 
રાશિનાં જાતકો માટે આજનો દિવસ અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. કામકાજમાં ઓછી સફળતા જણાય છે. મહેનત વધે અને ફળ ઓછું મળે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે.  આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.

મકર (ખ.જ) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે. નોકરીમાં થોડી પરેશાની જણાશે. ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. પરિવારનો પ્રેમ મેળવી શકશો. આપના મનની મૂંઝવણો દૂર થશે.

મીન (દ.ચ.ઝ.થ) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સાવચેતીથી કામ કરવું. અચાનક ખર્ચથી પરેશાની વધશે. સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે. નોકરીયાત વર્ગ માટે સારો સમય છે.

આ પણ વાંચો :-