સાળંગપુરમાં હનુમાન દાદાની પ્રતિમાનો વિવાદ વર્ક્યો, નૌતમ સ્વામીએ કહ્યું – હનુમાનજીએ….

Share this story
  • સાળંગપુરમાં હનુમાન દાદાની પ્રતિમાને લઈને ચાલી રહેલો વિવાદ વધુ વર્ક્યો છે. સાળંગપુર અને કુંડળધામમાં હનુમાન દાદાના અપમાનના વિવાદમાં નૌતમ સ્વામીના પડકારના કારણે વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે.

સાળંગપુરમાં હનુમાન દાદાની પ્રતિમાને લઈને ચાલી રહેલો વિવાદ વધુ વર્ક્યો છે. સાળંગપુર અને કુંડળધામમાં હનુમાન દાદાના અપમાનના વિવાદમાં નૌતમ સ્વામીના પડકારના કારણે વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ પ્રમુખ નૌતમ સ્વામીએ કહ્યુ હતું કે સ્વામિનારાયણ એ ભગવાન છે.

કોઈએ વ્યક્તિગત ચર્ચા કરવી હોય તો કરી શકે છે. ભગવાન સ્વામિનારાયણે કળિયુગમાં જન્મ લઈને અધર્મનો નાશ કર્યો હતો. લોકો હાલમાં જે વાતો કરે છે તેનાથી સત્સંગીઓએ નિરાશ થવાની જરૂર નથી. કોઈને નીચા દેખાડવાનો પ્રયાસ કરાયો નથી.

નૌતમ સ્વામીએ દાવો કર્યો હતો કે સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે’ હનુમાનજીએ સેવા કર્યાનો ઈતિહાસ છે. જેમને પ્રશ્ન હોય તેઓ યોગ્ય ફોરમ પર આવે. કોર્ટ ગયા છો તો કોર્ટમાં જવાબ આપીશું. સામાન્ય માણસોને જવાબ આપવાની જરૂર નથી.

જોકે આ મામલે જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે આ પ્રતિક્રિયા પાયાવિહોણી છે. આ નિવેદન સનાતન ધર્મને હાનિ પહોંચાડે તેવું છે. આ બધી વાહિયાત વાતો છે. નૌતમ સ્વામી અનુયાયીઓને કટ્ટરતા શીખડાવે છે. નૌતમ સ્વામીએ શંખનાદ કરી દીધો છે. બીજી તરફ હર્ષદ ભારતીએ કહ્યું હતું કે રાજ્યના સાધુસંતોએ હવે એક થવાની જરૂર છે. સનાતન ધર્મને બચાવવા બધાએ મેદાનમાં ઉતરવુ પડશે.

આ પણ વાંચો :-