Home Blog Page 978

સાળંગપુરમાં વિવાદ બાદ મંદિર પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

0
  • સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિની નીચે બનાવેલા ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. હનુમાન દાદાની પ્રતિમાની નીચે ભીંત ચિત્રોમાં દાદાને સ્વામીના દાસ બચાવતા લોકો વિરોધ કરી રહ્યા છે.

સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિની નીચે બનાવેલા ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. હનુમાન દાદાની પ્રતિમાની નીચે ભીંત ચિત્રોમાં દાદાને સ્વામીના દાસ બચાવતા લોકો વિરોધ કરી રહ્યા છે અને તેને હટાવવાની માંગ કરી રહ્યા છે. વિવાદ બાદથી મંદિરમાં પહોંચેલા મીડિયાના પ્રવેશ પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

વિવાદ બાદથી મીડિયામાં સતત હનુમાનજીની પ્રતિમા નીચેના ભીંત ચિત્રો બતાવવામાં આવી રહ્યા છે. એવામાં હે મંદિરના પ્રશાસન દ્વારા પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં મીડિયાને વીડિયો કે બાઈટ માટે ન જવા માટે મંદિર પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે. એવામાં હવે મીડિયા કર્મીઓમાં પણ રોષ ફેલાયેલો છે.

આ પણ વાંચો :-

પડતા પર પાટું ? ગુજરાતમાં રાશનકાર્ડધારકોને આજથી નહીં મળે રાશન ! જાણો શું છે મામલો

0
  • આજથી રાજ્યવ્યાપી સરકારી સસ્તા અનાજની દુકાનદારો વિવિધ માંગણીઓ લઈને હડતાળ પર ઉતર્યા છે. અનાજમાં ઘટ, કમિશન સહિતના અનેક પડતર પ્રશ્નોનો જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે મોરચો માંડીને આજથી હડતાળ શરૂ કરી છે.

આજથી રાજ્યવ્યાપી સરકારી સસ્તા અનાજની દુકાનદારો વિવિધ માંગણીઓ લઈને હડતાળ પર ઉતર્યા છે. અનાજમાં ઘટ, કમિશન સહિતના અનેક પડતર પ્રશ્નોનો જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે મોરચો માંડીને આજથી હડતાળ શરૂ કરી છે.

આજથી રાજ્યભરના ૧૭ હજાર જેટલા વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાળથી શ્રાવણના તહેવારોમાં ગરીબ રાશનકાર્ડ ધારકોને અનાજ, તેલ, ખાંડ સહિતની વસ્તુઓ મળશે કે કેમ તેના પર સવાલ ઉઠ્યો છે. જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે જોતા હડતાળ પર ઉતરેલા દુકાનદારો અને સરકાર વચ્ચેના આ વિવાદમાં ગરીબ રાશનકાર્ડ ધારકોનો મરો થતો જોવા મળી રહ્યો છે.

હડતાળ પર ઉતરેલા વ્યાજબી ભાવના દુકાનદારોનું આ અંગે એવું કહેવું છે કે અસહ્ય મોંઘવારીમાં ઓછા કમિશનના કારણે તેમને પોસાતું નથી. ગુજરાત કરતા અન્ય રાજ્યોમાં દુકાનદારોને વધુ કમિશન ચૂકવવામાં આવે છે. વિધાનસભા ચૂંટણી પહેલા પણ આ રીતે વ્યાજબીભાવના દુકાનદારોએ હડતાળ પાડી હતી પરંતુ ત્યારે સરકારે કમિશન વધારવાની ખાતરી આપી હતી. જેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી.

આ સાથે તેમનું એમ પણ કહેવું છે કે ૫૦ કિલો અનાજની બોરી દીઠ ત્રણ-પાંચ કિલોની ઘટ આવતી હોય છે. જે દુકાનદારોને જરાય પોસાતું નથી. પુરવઠા વિભાગ અનાજની ઘટના બદલે વળતર આપવા ઈચ્છા ધરાવતા નથી. વ્યાજબી ભાવના દુકાનદારોનો આ સાથે એવો પણ આરોપ છે કે ઓનલાઈન સિસ્ટમ પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો છે પરંતુ છતાં સર્વર વારંવાર ખોટકાય છે જેના કારણે દુકાનદારોની સાથે સાથે કાર્ડધારકોને પણ મુશ્કેલી પડી રહી છે.

હવે આ હડતાળને પરિણામે રાજ્યના લાખો કાર્ડધારકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે તેમને અનાજ, ખાંડ, તેલ વસ્તુઓ મળશે કે કેમ તે સ્થિતિ ઊભી થઈ છે. બીજી બાજુ ગુજરાત સરકારના પુરવઠા વિભાગના અધિકારીઓ લાયસન્સ રદ કરવાની ચેતવણી આપવા છતાં દુકાનદારો ટસના મસ થતા નથી. ચલણ ન ભર્યા અને અનાજનો જથ્થો પણ ઉપાડ્યો નહીં. દુકાનદારોનું કહેવું છે કે આ વખતે પ્રશ્નોનો નિકાલ ન આવે ત્યાં સુધી દુકાનો પર તાળું જ રહેશે.

આ પણ વાંચો :-

સાળંગપુરમાં હનુમાન દાદાની પ્રતિમાનો વિવાદ વર્ક્યો, નૌતમ સ્વામીએ કહ્યું – હનુમાનજીએ….

0
  • સાળંગપુરમાં હનુમાન દાદાની પ્રતિમાને લઈને ચાલી રહેલો વિવાદ વધુ વર્ક્યો છે. સાળંગપુર અને કુંડળધામમાં હનુમાન દાદાના અપમાનના વિવાદમાં નૌતમ સ્વામીના પડકારના કારણે વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે.

સાળંગપુરમાં હનુમાન દાદાની પ્રતિમાને લઈને ચાલી રહેલો વિવાદ વધુ વર્ક્યો છે. સાળંગપુર અને કુંડળધામમાં હનુમાન દાદાના અપમાનના વિવાદમાં નૌતમ સ્વામીના પડકારના કારણે વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ પ્રમુખ નૌતમ સ્વામીએ કહ્યુ હતું કે સ્વામિનારાયણ એ ભગવાન છે.

કોઈએ વ્યક્તિગત ચર્ચા કરવી હોય તો કરી શકે છે. ભગવાન સ્વામિનારાયણે કળિયુગમાં જન્મ લઈને અધર્મનો નાશ કર્યો હતો. લોકો હાલમાં જે વાતો કરે છે તેનાથી સત્સંગીઓએ નિરાશ થવાની જરૂર નથી. કોઈને નીચા દેખાડવાનો પ્રયાસ કરાયો નથી.

નૌતમ સ્વામીએ દાવો કર્યો હતો કે સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે’ હનુમાનજીએ સેવા કર્યાનો ઈતિહાસ છે. જેમને પ્રશ્ન હોય તેઓ યોગ્ય ફોરમ પર આવે. કોર્ટ ગયા છો તો કોર્ટમાં જવાબ આપીશું. સામાન્ય માણસોને જવાબ આપવાની જરૂર નથી.

જોકે આ મામલે જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે આ પ્રતિક્રિયા પાયાવિહોણી છે. આ નિવેદન સનાતન ધર્મને હાનિ પહોંચાડે તેવું છે. આ બધી વાહિયાત વાતો છે. નૌતમ સ્વામી અનુયાયીઓને કટ્ટરતા શીખડાવે છે. નૌતમ સ્વામીએ શંખનાદ કરી દીધો છે. બીજી તરફ હર્ષદ ભારતીએ કહ્યું હતું કે રાજ્યના સાધુસંતોએ હવે એક થવાની જરૂર છે. સનાતન ધર્મને બચાવવા બધાએ મેદાનમાં ઉતરવુ પડશે.

આ પણ વાંચો :-

IPLના સ્ટાર રિંકુ સિંહની ફરી કમાલ, સુપર ઓવરમાં છગ્ગાવાળી કરીને ટીમને જીત અપાવી, જુઓ વિડીયો

0
  • IPL બાદથી જ આખી દુનિયામાં સતત નવી-નવી ટી-૨૦ લીગ આવી રહી છે. ભારતમાં પણ રાજ્યોએ પોતાની લીગ શરૂ કરી છે. આ ક્રમમાં યુપીમાં ઉત્તર પ્રદેશ ટી-૨૦ લીગ શરૂ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ ૩૦ ઓગસ્ટથી શરૂ થઈ હતી. ૬ ટીમોની આ ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટના ઘણા મોટા અને ઉભરતા નામો ભાગ લઈ રહ્યા છે.

IPL બાદથી જ આખી દુનિયામાં સતત નવી-નવી ટી-૨૦ લીગ આવી રહી છે. ભારતમાં પણ રાજ્યોએ પોતાની લીગ શરૂ કરી છે. આ ક્રમમાં યુપીમાં ઉત્તર પ્રદેશ ટી-૨૦ લીગ શરૂ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ ૩૦ ઓગસ્ટથી શરૂ થઈ હતી. ૬ ટીમોની આ ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટના ઘણા મોટા અને ઉભરતા નામો ભાગ લઈ રહ્યા છે. તેમાં રિંકુ સિંહ પણ છે. IPL ૨૦૨૩માં તબાહી મચાવનાર રિંકુ લીગમાં મેરઠ મેવરિક્સ તરફથી રમી રહ્યો છે. અહીં પણ રિંકુએ ધમાલ કર્યો છે.

ઉત્તર પ્રદેશ ટી-૨૦ લીગની ત્રીજી મેચમાં મેરઠ મેવરિક્સનો સામનો કાશી રુદ્રાસ સામે થયો હતો. આ મેચ ટાઈ રહી હતી. આ પછી સુપર ઓવર રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા કાશીએ ૧૬ રન બનાવ્યા હતા. સુપર ઓવર, આ સ્કોર ઘણો મોટો છે. રિંકુ સિંહ મેવરિક્સ માટે ઓપનિંગ કરવા આવ્યો હતો.

તે પહેલા બોલ પર કોઈ રન બનાવી શક્યો નહોતો. મેરઠને હવે ૫ બોલમાં ૧૭ રનની જરૂર હતી. રિંકુએ લોંગ ઓફ પર સિક્સર ફટકારી. આગળનો બોલ મિડ-વિકેટ બાઉન્ડ્રી લાઈનની બહાર સિક્સ મારી હતી. ત્યારપછી લોન્ગ ઓફ પર આગળની સિક્સ ફટકારીને સુપર ઓવરમાં બે બોલ બાકી રહેતા તેની ટીમને જીત અપાવી હતી.

આ પણ વાંચો :-

‘વન નેશન-વન ઇલેક્શન’નો રસ્તો સરળ નથી, બંધારણીય સુધારામાં આવશે આ અવરોધો

0
  • દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે સરકાર આગામી વિશેષ સત્રમાં ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ લાવી શકે છે.

દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે સરકાર આગામી વિશેષ સત્રમાં ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ લાવી શકે છે. વર્ષ ૨૦૧૪માં સત્તામાં આવી ત્યારથી જ મોદી સરકાર દેશમાં ચૂંટણી કરાવવા માંગે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેના ફાયદા ગણાવ્યા છે. પરંતુ બંધારણના પાંચ અનુચ્છેદમાં સુધારો કરવાનો માર્ગ સરળ નથી. સંભવિત ખરડો માત્ર સંસદના બંને ગૃહોમાં જ નહીં. પરંતુ અડધા રાજ્યોની વિધાનસભાઓમાં હાજર સભ્યોની બે તૃતીયાંશ બહુમતી દ્વારા પસાર કરવો પડશે.

યોજનાની મધ્યમાં વિપક્ષી ગઠબંધન છે :

મોદી સરકારની આ યોજનાની મધ્યમાં વિપક્ષી ગઠબંધન છે. જેમાંથી ઘણી વિધાનસભાની મુદત હજુ બાકી છે. ત્યાં બંધારણમાં સુધારો કરાવવો કેન્દ્ર સરકાર માટે મુશ્કેલ કામ સાબિત થશે. દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે કેન્દ્ર સરકારે કલમ-૮૩, ૮૫, ૧૭૨, ૧૭૪ અને ૩૫૬માં સુધારા કરવા પડશે. આ ઉપરાંત લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૫૧માં પણ સુધારો કરવો પડશે. કારણ કે ચૂંટણી તેની જોગવાઈઓ હેઠળ જ યોજાય છે. જ્યારે કલમ ૮૩માં સંસદના ગૃહોની અવધિ નક્કી કરવામાં આવી છે.

રાજ્ય સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવું પડશે :

અનુચ્છેદ ૮૫ સંસદના ગૃહનું સત્ર, સ્થગિત અને વિસર્જન સૂચવે છે. કલમ ૧૭૨ રાજ્ય વિધાનસભાની અવધિ નક્કી કરે છે, અને કલમ 174 રાજ્ય વિધાનસભાનું સત્ર, સમયગાળો અને વિસર્જન નક્કી કરે છે. જ્યારે ૩૫૬ રાજ્યોમાં વૈધાનિક તંત્રની નિષ્ફળતા સાથે સંબંધિત છે.

જે કેન્દ્ર સરકારને વિવિધ નાગરિક વિક્ષેપોના કિસ્સામાં રાજ્ય સરકાર પર તેની સત્તા સ્થાપિત કરવા સક્ષમ બનાવે છે. સાદી ભાષામાં કહીએ તો રાજ્ય સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ.

બંધારણવિદ જ્ઞાનંત સિંહના મતે, કલમ ૩૫૬માં સુધારા દ્વારા વન નેશન-વન ઈલેક્શન લાગુ કરી શકાય છે. આવી સ્થિતિમાં દેશમાં તમામ રાજ્યોની વિધાનસભાઓ ભંગ કરીને એક સાથે ચૂંટણી યોજવામાં આવી શકે છે. જ્યારે અન્ય કલમોમાં સુધારા દ્વારા તમામ ગૃહોની મુદત એક નિશ્ચિત સમયગાળા માટે જોડી શકાય છે.

તેમણે વધુમાં કહ્યું કે બંધારણીય સુધારો એટલો સરળ નથી. જ્યારે અન્ય પક્ષો સત્તાધારી પક્ષ સાથે સહમત થાય ત્યારે જ આવું થઈ શકે. એવી પણ શક્યતા છે કે જે વિધાનસભાનો કાર્યકાળ બે-ત્રણ વર્ષ બાકી છે તે તૈયાર ન થાય. આ સ્થિતિ આંતરિક અને બાહ્ય બંને સ્તરે થઈ શકે છે.

ડ્રાફ્ટ બંને ગૃહમાં રજૂ કરવાનો રહેશે :

બંધારણીય સુધારાની પ્રક્રિયામાં સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવનાર ડ્રાફ્ટ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ તેને લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ પછી તેને બે તૃતીયાંશ બહુમતી સાથે બંને ગૃહોમાં પસાર કરવું પડશે.

બંધારણ સુધારણા વિધેયક પસાર કરતી વખતે ગૃહના કુલ સભ્યપદની બહુમતી એટલે કે ૫૦ ટકાથી વધુ સભ્યોની હાજરી અને બે તૃતીયાંશ બહુમતી હાજર હોય તે પસાર થવો જોઈએ. સંસદના બંને ગૃહોમાં બિલ પસાર થયા પછી, તે અડધા રાજ્યોની વિધાનસભાઓ દ્વારા પસાર કરવામાં આવે છે. આ પછી રાષ્ટ્રપતિની સંમતિ બાદ બંધારણીય સુધારો કાયદો બનાવવામાં આવશે.

આ પણ વાંચો :-

 

 

આબુ-અંબાજી રોડ ખાતે બસ પર પથ્થરમારો : સદનસીબે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે દુર્ઘટના ટળી

0
  • ગત મોડી રાત્રે આબુ-અંબાજી હાઈવે પર બસ પર પથ્થરમારો થતા ખળભળાટ મચી ગયો હતો. જોકે સદનશીને કોઈને મોટી ઈજા ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કરોડો લોકોની આસ્થાના અખૂટ સાગર સમાન મા અંબાના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવતા હોય છે. અમુક ખાનગી વાહન લઈને તો ઘણા સાર્વજનિક વાહનોમાં મુસાફરી કરીને અંબાજી પહોંચે છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે પથ્થરમારાની ચકચારી ઘટના સામે આવી હતી. આબુ રોડ પર રાજસ્થાન તરફથી આવતી ગુજરાત ટ્રાવલેસની ખાનગી બસ અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.

ડ્રાઈવરને નાનીમોટી ઈજા પહોંચી :

મુસાફર ભરેલી બસ અંબાજી આબુરોડ હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહી હતી. જેને નિશાન બનાવી પથ્થરમારો કરતા બસના આગળના કાચનો કડુસલો બોલી ગયો હતો. જોકે ડ્રાઈવરની સૂઝબૂજના લીધે તમામ મુસાફરોને સહી સલામત અંબાજી લવાયા હતા. ત્યાર બાદ બસ આગળના સફર માટે પ્રસ્થાન કરી હતી. જોકે આ પથ્થરમારા દરમિયાન ઘા લાગતા ડ્રાઈવરને નાનીમોટી ઈજા પહોંચી હતી.

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/stone-pelting-on-bus' title='Stone pelting on bus'>Stone pelting on bus</a> at Abu-Ambaji road

મુસાફરોને વધુ ઈજા ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો :

આ ઘટનાને લઈને બસમાં સવાર મોટી સંખ્યામાં મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. વધુમાં મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી બાજુ અજાણ્યા લોકોએ છુટ્ટા પથ્થરોના ઘા ઝીંકતા બસને નુકસાન પહોંચ્યું હતું. જોકે ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે  મોટી દુર્ઘટના થતાં સહેજમાં અટકી હતી. બીજી બાજુ કોઈ મુસાફરોને વધુ ઈજા ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો :-

બુર્જ ખલીફા પર છવાયું “જવાન”નું ટ્રેલર : ઈવેન્ટ દરમિયાન શાહરૂખ ખાને કરી આશ્ચર્યજનક વાત

  • બુર્જ ખલીફા ખાતે ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન શાહરૂખ ખાને ખૂબ જ આશ્ચર્યજનક વાત કરી છે. તેણે કહ્યું કે આ કદાચ પહેલી અને છેલ્લી વાર છે કે તેણે ટાલ કરાવી છે. હવે એવી શક્યતા ઓછી છે કે તે આગળની કોઈ ફિલ્મમાં તે ટાલ કરાવે.

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટ્રેલર ગઈકાલે ગુરુવારે રીલીઝ કરવામાં આવ્યું. અને ગુરુવારે શાહરુખ ખાન દુબઈના બુર્જ ખલીફા પર આ ટ્રેલર રીલીઝની ઈવેન્ટ હતી. જેમાં તેને એક ચોંકાવનારી વાત કરી છે. જે જાણી તમે પણ ચોંકી જશો. ખરેખર નિર્માતાઓએ ગુરુવારે યુટ્યુબ પર ‘જવાન’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર રિલીઝ કર્યું હતું.

ત્યારબાદ ચેન્નાઈમાં એક ઈવેન્ટ દરમિયાન ઓડિયો લોન્ચ કર્યો. આ પછી શાહરૂખ ખાન તેની ટીમ સાથે દુબઈ જવા રવાના થયો અને ત્યાં તેણે બુર્જ ખલીફા ખાતે તેની આગામી ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર લોન્ચ કર્યું. આ બધું કર્યા પછી તેણે એક મોટી વાત કરી. ચાલો જાણીએ અભિનેતાની આ ચોંકાવનારી વાત વિશે.

શાહરૂખ ખાને તેના ચાહકોને આ વાત કહી :

આ વાત કહેતા પહેલા ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન શાહરૂખ ખાને પોતાની ફિલ્મના ગીત ‘જિંદા બંદા’ પર ડાન્સ કર્યો હતો. ત્યારબાદ ‘ચલેયા ગીત‘નું અરબી વર્ઝન લોન્ચ કર્યું. તેણે તેના ચાહકોને તેના પાંચ અલગ-અલગ અવતાર વિશે જણાવ્યું અને અંતે વાત કરી કે આ પહેલી અને છેલ્લી વખત છે જ્યારે તે કોઈ ફિલ્મમાં આ ટાલ અવતારમાં જોવા મળશે.

તમારા માટે ટાલ… – શાહરૂખ ખાન

તેણે કહ્યું, “મે ટાલ પડી ગયો છું, અને આ એવું જે મેં મારા જીવનમાં પહેલાં ક્યારેય કર્યું નથી. આ પહેલી અને છેલ્લી વખત છે જ્યારે મે ટાલ કરી છે. જુઓ, હું તમારા માટે ટાલ વાળો થઈ ગયો છું. તો એની ઇજ્જત માટે ફિલ્મ જોવા જજો કેમ ખબર પછી મને આ અવતારમાં જોવા મળે કે ના મળે.

બોક્સ ઓફિસની આગાહી :

ફિલ્મના ક્રેઝને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘જવાન’ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ કરતા પણ મોટી ઓપનિંગ લેશે. આ ફિલ્મ પહેલા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર ૮૫ કરોડ રૂપિયાની કમાણી કરશે. જોકે, ફિલ્મ ખરેખર આવું કરી શકશે કે નહીં તે તો ૮ સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

આ પણ વાંચો :-

આ તારીખથી ગુજરાતમાં હવામાનમાં આવશે પલટો, મેઘરાજા ફરીથી તોફાની બેટિંગ માટે તૈયાર

0
  • જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાને બાદ કરતા ગુજરાતમાં વરસાદમાં ઘટાડો જોવા મળ્યો. આ સાથે જ જગતના તાત પણ ચિંતાતૂર થઈ ગયા છે.

જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાને બાદ કરતા ગુજરાતમાં વરસાદમાં ઘટાડો જોવા મળ્યો. આ સાથે જ જગતના તાત પણ ચિંતાતૂર થઈ ગયા છે. ઓગસ્ટમાં વરસાદ હાથ તાળી આપીને જતો રહ્યો હોય તેવું લાગ્યુ.

પરંતુ સપ્ટેમ્બર મહિનો કોરો નહિ જાય. સપ્ટેમ્બર મહિનાની આગાહી આવી ગઈ છે. હવામાનશાસ્ત્રી અંબાલાલની આગાહી મુજબ, ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. બે સિસ્ટમ એવી બનશે જે ગુજરાતમાં સારો એવો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બરની શરૂઆત અને ત્યાર પછી ૧૦ સપ્ટેમ્બરની આજુબાજુ પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.

બંગાળના ઉપસાગર પર સિસ્ટમ !

અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે બંગાળના ઉપસાગર પર ગજબની ભારે સિસ્ટમ બની રહી છે. તારીખ ૪થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન આ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે સપ્ટેમ્બરમાં ૪ થી ૬-૭ સપ્ટેમ્બર દરમિયાન દેશના અન્ય ભાગો જેમ કે ઓરિસા, ઝારખંડ સહિત પૂર્વ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. કેટલાક ભાગોમાં પૂરની પણ શક્યતા હોવાની આગાહી કરાઈ છે.

સપ્ટેમ્બરની શરૂઆતમાં આવી શકે છે પલટો 

અંબાલાલ પટેલના કહેવા મુજબ આ સિસ્ટમના કારણે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ હવામાનમાં પલટો આવી શકે છે. આમ સપ્ટેમ્બરની શરૂઆત અને ત્યારબાદ ૭ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

આ પણ વાંચો :-

શીતલ.. શીતલની બૂમો લગાવતા જ જીવા ભગત સામે આવી જાય છે મગર, ગીર સોમનાથના વીડિયોએ સૌ કોઈને ચોંકાવ્યા

0
  • ગીર સોમનાથમાં મગરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જણાતી વિગત અનુસાર જીવા ભગત નામના વ્યક્તિ નદીમાં રહેતી મગરને “શીતલ” નામથી સંબોધે છે.

સોશિયલ મીડિયાના આ જમાનામાં પક્ષી,પ્રાણી પ્રેમીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના એક વ્યક્તિના મગર પ્રેમનો વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે આ વીડિયોએ જોનારા લોકોને ચોંકાવી દીધા છે.  આમ તો મગર જોઈને જ લોકોનો પરશેવો છૂટી જાય છે પણ આ વીડિયો કદાચ કલ્પી પણ ન શકાય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.

મગરના માથામાં હાથ પણ ફેરવે છે  :

આ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર એક વૃદ્ધ એક પરિવાર સાથે મગરને બોલાવે છે અને તેને ખોરાકના રૂપમાં ગાંઠિયા ખવડાવે છે. બાદમાં મગરને શિતલ જય ખોડિયાર મા બોલી માથા પર હાથ પણ ફેરવે છે. આ વીડિયો વેરાવળ નજીક આવેલા સવની ગામ નજીક ખોડીયાર મંદિરના ગાગડીયા ધોધનો હોવાનું માનવામાં આવે છે. ત્યાં પાણીમાં એક મગર વસવાટ કરે છે.

શીતલ બૂમ પાડતા દોડી આવે છે મગર :

જ્યાં જીવા ભગત નામના વ્યક્તિ ઘૂનામાં રહેતી મગરને “શીતલ” નામથી સંબોધે છે અને મગર પણ ગમે તેટલી ઊંડા પાણીમાં દૂર હોય, પરંતુ જીવા ભગત શીતલ…શીતલ…નામથી બોલાવતા જ મગર તેમની પાસે આવી પહોંચે છે. જીવા ભગત તેને ખાવાનો ખોરાક આપે છે. ત્યાર બાદ તેમના માથા પર હાથ ફેરવે છે. જે બાદ મગર ઉંડા પાણીમાં જતી રહે છે.

આ પણ વાંચો :-

ફેસબુક Messenger App વપરાશકર્તાને સૌથી મોટો ઝટકો, આવતા મહિને થઈ જશે બંધ, મેટાએ શું કારણે લીધો નિર્ણય ?

0
  • Facebook મેસેંજરનું લાઈટ વર્ઝન Messenger Lite App આવતા મહિને બંધ થઈ જશે. નવા યૂઝર્સ માટે ગૂગલ પ્લે પરથી એપ હટાવી દેવામાં આવી છે.

ફેસબુકનું એન્ડ્રોઈડ પર મેસેંજરનું લાઈટ વર્ઝન આવતા મહિને બંધ થઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર એપનાં યૂઝર્સને એક મેસેજ મળી રહ્યો છે જે તેમને ચેટિંગ ચાલુ રાખવા માટે મેસેંજરનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યાં છે. Facebook Messenger Lite App ૧૮ સપ્ટેમ્બરનાં રોજ બંધ થઈ જશે. નવા યૂઝર્સ માટે આ એપ ગૂગલ પ્લે પરથી પણ હટાવી દેવામાં આવી છે.

યૂઝર્સને નોટિફિકેશન આપવામાં આવશે :

મેટાનાં પ્રવક્તાએ જણાવ્યું કે ૨૧ ઓગસ્ટથી એન્ડ્રોઈડ માટે મેસેંજર લાઈટ એપનો ઉપયોગ કરનારા લોકોને મેસેંજર પર મેસેજ મોકલવા અને મેળવવા માટે મેસેંજર અથવા તો FB Lite પર સૂચિત કરવામાં આવશે.

૨૦૧૬માં મેટાએ આ એપ લોન્ચ કરી હતી :

૨૦૧૬માં મેટાએ ઓછા પાવરવાળા એન્ડ્રોઈડ ડિવાઈઝવાળા યૂઝર્સ માટે એન્ડ્રોઈડ લાઈટ એપ લોન્ચ કર્યું હતું જે ઓછી સ્પેસ અને પ્રોસેસિંગ પાવરની ખપત માટે ઈંસ્ટેંટ મેસેજિંગ એપની માત્ર જરૂરી સુવિધાઓ જ ફાળવતું હતું. મેટાએ iOS માટે મેસેંજર લાઈટ જારી કર્યું હતું પરંતુ ૨૦૨૦માં તેને પણ બંધ કરી દીધું.

આ પણ વાંચો :-