ગૌતમ અદાણી પર આવી વધુ એક મોટી મુસિબત, ફરી શેરોમાં ગરબડીનો લાગ્યો આરોપ

Share this story
  • હિંડનબર્ગના રિપોર્ટ બાદ OCCRP રિપોર્ટે અદાણીની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૌતમ અદાણીએ શેર સાથે છેડછાડ કરી છે.

ગૌતમ અદાણીને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ OCCRP રિપોર્ટે અદાણીની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૌતમ અદાણીએ શેર સાથે છેડછાડ કરી છે. OCCRPના રિપોર્ટ અનુસાર અદાણી ગ્રુપે પોતાના શેર ખરીદીને સ્ટોક એક્સચેન્જમાં ગુપ્ત રીતે લાખો ડોલરનું રોકાણ કર્યું છે.

૨૦૧૩-૧૮ સુધી પોતાના ગ્રૂપના શેરમાં રોક્યા રૂપિયા :

ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) ના રિપોર્ટને Guardian અને Financial Times સાથે શેર કરવામાં આવ્યો છે. જેમાં અદાણી દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની વિગતો આપવામાં આવી છે. જેમાં અદાણી ગ્રૂપ દ્વારા મોરેશિયસમાં કરાયેલા ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી ગ્રૂપની કંપનીઓએ પોતાના શેરોમાં ગુપચુપ રીતે પૈસા રોક્યા છે.

OCCRP એ જોયા છે મેલ :

OCCRP દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે મોરેશિયસ દ્વારા થયેલા ટ્રાંજેશકશન અને અદાણી ગ્રૂપના આંતરિક મેઇલને જોયા છે અને તે જ વાતનો ખુલાસો થયો છે. OCCRPએ જણાવ્યું કે આવા ૨ કેસ જોવા મળ્યા છે જેમાં રોકાણકારોએ વિદેશી કંપનીઓ દ્વારા અદાણી ગ્રુપના શેર ખરીદ્યા અને વેચ્યા છે.

આ ૨ રોકાણકારો લાંબા સમયથી અદાણી ગ્રુપ સાથે જોડાયેલા છે

રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ૨ રોકાણકારોમાં નસીર અલી શબાન અહલી અને ચાંગ ચુંગ-લિંગનું નામ લેવામાં આવ્યું છે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો લાંબા સમયથી અદાણી પરિવાર સાથે બિઝનેસ પાર્ટનર તરીકે કામ કરી રહ્યા છે. જો કે મીડિયા સંસ્થા કહી રહી છે કે હજુ સુધી એવા કોઈ પુરાવા નથી કે આ ૨ રોકાણકારો દ્વારા રોકાયેલા પૈસા અદાણી ગ્રુપ દ્વારા આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-