હવે ગુજરાતની આ જગ્યાએ જામે છે તહેવારોમાં ભીડ, જોવા જેવું છે આ સ્થળ

Share this story
  • હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ માટે એક સારા સમાચાર છે. હવે તમારા વિકએન્ડ અને રજાઓ માટે હરવા ફરવાનું એક નવું સ્થળ ગુજરાતમાં તૈયાર થઈ ગયું છે. પ્રવાસીઓ અહીં રોજ ભીડ જમાવે છે. જાણો ક્યાં છે આ સ્થળ.

ગુજરાતીઓ પહેલાંથી જ હરવા ફરવાના અને ખાણી પીણીના શોખીન માનવામાં આવે છે. ત્યારે ગુજરાતીઓ વાર તહેવારે કે રજાના દિવસે બસ હરવા ફરવા માટે બહારનું જ શોધતા હોય છે. રજા હોય એટલે ગુજરાતીઓ પરિવાર સાથે કાંતો મિત્રો સાથે ફરવા ઉપડી જતા હોય છે.

ત્યારે હવે ગુજરાતીઓ માટે હરવા ફરવાનું એક નવું ડેસ્ટિનેશન ઉભું થઈ ગયું છે. જ્યારે તહેવારોમાં અને રજાઓમાં જામે છે ભારે ભીડ. રક્ષાબંધનના તહેવારમાં પણ આ સ્થળે સહેલાઈઓનું ઘોડાપુર ઉમટ્યું હતું.

અહીં વાર થઈ રહી છે ગુજરાતમાં નવા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલાં બોર્ડર ટુરિઝમની. ગુજરાતની સરહદના પ્રવાસની. ગુજરાતની સરહદે આવેલાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પાસે આવેલી ભારત-પાકિસ્તાન નડાબેડ બોર્ડરની. આ સ્થળ હવે એક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે.

રક્ષાબંધનના તહેવારમાં પણ સંખ્યાબંધ પ્રવાસીઓ અહીં ઉમટ્યાં. બહેનોએ આ પર્વ પર સેનાના જવાનોને રાખડી બાંધીને તેમની રક્ષાની કામના કરી. આમ હવે ગુજરાતીઓને ફરવા માટે મળ્યું નવું લોકેશન, તમે અહીં ગયા છો કે નહીં ?

ઉલ્લેખની છે કે ગુજરાતીઓનો ટ્રેન્ડ બદલાયો છે તહેવારોના સમયમાં નડાબેટ તેમજ ભારત પાક ઈન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલ ઝીરો પોઈન્ટ પર પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. આ વખતે રક્ષાબંધનના તહેવારમાં પણ અહીં ભીડ જોવા મળી હતી. રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ દ્વારા જ્યારથી નડાબેટનો વિકાસ કરવામાં આવ્યો છે અને પ્રવાસીઓ માટે ભારત પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલ ઝીરો પોઈન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારથી તહેવારોના સમયમાં પ્રવાસીઓની ભીડ નડાબેટ તેમજ ઈન્ટરનેશનલ બોર્ડર પર  જોવા મળી રહ્યો છે.

તહેવારોના સમયમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ નડાબેટ ખાતે ઉમટતા દેશભક્તિનું અનોખો વાતાવરણ સરહદ પર ઉભું થાય છે. બીએસએફ દ્વારા નડાબેટ ખાતે અટારી બોર્ડર જેવી પરેડ શરૂ કરવામાં આવી છે તે ઉપરાંત નડાબેટ ખાતે બીએસએફનું મ્યુઝિયમ પણ આવેલ છે. ભારત પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડર પર સરહદ પર સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. આ સેલ્ફી પોઈન્ટ માટે દૂર દૂરથી પ્રવાસીઓ તહેવારોના સમયમાં ઉમટી પડે છે.

રક્ષાબંધનના તહેવારને લઈને સરહદ પર ફરજ નિભાવતા દેશના જવાનોને રાખડી બાંધવાનો ટ્રેડ પણ જોવા મળી રહ્યો છે. નડાબેટ બોર્ડર ખાતે આર્ટ ગેલેરી, મ્યુઝિયમ પ્લેરીયા,ઓડિટોરિયમ, ફૂડ ઝોન ,વિશાળ ગાર્ડન,બાળકો માટે ગેમ ઝોન, સહિત અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નડાબેટ ખાતે માતા નડેશ્વરી નું મંદિર પણ ૫૦૦ મીટર નજીક આવેલું છે. અહીં આવેલા મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.

શું છે મુલાકાતનો સમય ?

નડાબેટ બોર્ડર ઉપર મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે. જેમાં સરહદ પર જવાનો કઈ રીતે ૩૬૫ દિવસ ફરજ બજાવે છે, તે લાઇફમાં એક થીમ બનાવી છે સૈનિકોના પૂતળા મુકવામાં આવ્યા છે. અહીં દરરોજ સાંજે ૫:૦૦ વાગે પરેડ યોજાય છે.આ ટુરિઝમ પ્રોજેકટ પર આવતા પ્રવાસીઓ માટે નાસ્તાની જમવાની પણ વ્યવસ્થા કરાઈ છે.સાથે બાળકો માટે ગેમિંગ જોન પણ બનાવ્યું છે. જેમાં બાળકો ગેમ રમી પણ શકે છે.

આ પણ વાંચો :-