અલનીનોની કેવી થશે ગુજરાત પર અસર ? જાણો વરસાદ અંગે સૌથી મહત્ત્વની આગાહી

Share this story
  • ગુજરાતમાં ક્યા અને ક્યારે પડશે વરસાદ? કેવું રહેશે હવામાન? વરસાદ અંગે શું કરી રહ્યાં છે નિષ્ણાતો આગાહી? દરિયામાં તોફાન અને વરસાદી સિસ્ટમ અંગે શું છે અપડેટ જાણો વિગતવાર.

ગુજરાતમાં ભલે છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદે વિરામ લીધો હોય પણ હવે ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થવાના એંધાણ છે. ફરી એકવાર ગુજરાત જળ તરબોડ થઈ શકે છે. વરસાદ અંગે હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. જે અંતર્ગત ક્યા અને કેટલો વરસાદ રહેશે તેની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગામી ૭ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની નહીવત સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહીમાં હાલ વરસાદનું જોર ઘટ્યું હોવાનું જણાવાયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની કોઈ શક્યતાઓ કે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી.

હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગના કેટલાક જિલ્લાઓમાં વરસાદ સિમિત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અલનીનોની અસરના લીધે ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. સપ્ટેમ્બર મહિનાની શરુઆત અંગે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

૫મી સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવનાઓ નહિવત રહેવાની આગાહી કરી હતી. હવામાન વિભાગે રાજ્યના માત્ર દક્ષિણ ભાગમાં જ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સિવાયના ભાગો સૂકા રહેવાની તથા આગામી સમયમાં ગરમીમાં સામાન્ય વધારો થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.

હાલ રાજ્ય પર વરસાદ આપતી એક્ટિવ સિસ્ટમ નથી અને નજીકના દિવસોમાં કોઈ સિસ્ટમ બનવાની શક્યતાઓ પણ નથી જેના કારણે વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. હાલ રાજ્યમાં દક્ષિણ પશ્ચિમી અને પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે જે ભેજ લઈને આવી રહ્યા છે. રાજ્યના તાપમાનમાં નજીકના દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી પરંતુ જો હવામાન વધુ સૂકું થશે તો મહત્તમ તાપમાનમાં ૧-૨ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ ખેંચાયો તેની પાછળનું મહત્વનું કારણ અલનીનો હોવાનું જણાવ્યું છે અને આ સાથે આગામી સમયમાં કોઈ નવી સિસ્ટમ બનશે તો વરસાદ થઈ શકે છે પરંતુ નજીકના દિવસોમાં કોઈ સિસ્ટમ બનવાની સંભાવનાઓ નથી.

આ પણ વાંચો :-