સ્પેસસૂટ પહેરીને ચંદ્ર પર ફરતો દેખાયો માનવ, રોવરે પાડ્યો ફોટો ? વીડિયોમાં આવી સચ્ચાઈ

Share this story
  • ચંદ્ર પર સ્પેસસૂટ પહેરીને એક માણસ ચાલતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો જોકે તેની સચ્ચાઈ કંઈ જુદી નીકળી હતી.

૧૯૬૯માં ચંદ્ર પર અમેરિકાએ માનવો ઉતાર્યાં તે ઘટનાને ઘણા લોકોએ નકલી ગણાવી હતી અને કહેવાયું હતું કે અમેરિકાએ નેવાડાના ભયાનક રણમાં મૂન જેવો માહોલ ઊભો કરીને તેનું શુટિંગ કર્યું છે અને પછી તેને ચંદ્ર પર માનવ ઉતાર્યાં હોવાનો ઢોંગ કર્યો છે.

સાચું કે ખોટું જે હોય તે પરંતુ હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને તો પહેલી નજરે એવું લાગે કે જાણે ચંદ્ર પર કોઈ માનવ ફરી રહ્યો છે. આમેય ચંદ્ર પર માનવ જીવન શક્ય નથી કારણ કે ત્યાં ઓક્સિજન નથી. ઓક્સિજન વગર કોઈ જીવી ન શકે તે બધાને ખબર જ છે.

ચંદ્રયાન-૩ની લાઈમલાઈટને સહારે ખરાબ રસ્તાઓનું ધ્યાન દોર્યું :

હાલમાં ચંદ્રયાન-૩ની દેશ-દુનિયામાં ઘણી ચર્ચા ચાલી રહી છે અને તેમાં શહેરના ઉબડખાબડ રોડ પરત્વે તંત્રનું ધ્યાન દોરવા એક માણસે ચંદ્ર અને સ્પેસસૂટનો સહારો લીધો અને તેણે એવો સ્વાંગ રચ્યો કે જાણે સાક્ષાત ચંદ્ર પર માણસ કેમ ન ફરતો હોય.

ચંદ્ર પર માણસ ફરતો હોય તેવો વીડિયો વાયરલ થયો :

સોશિયલ મીડિયા પર એક વીડિયો ચર્ચામાં છે. જેમાં મનુષ્યને ચંદ્રની સપાટી પર ‘ચાલતા’ દેખાડવામાં આવ્યો છે. વીડિયો જોઇને સૌ કો આશ્ચર્યમાં પડી ગયા છે. પરંતુ સચ્ચાઈ સામે આવતાં લોકોને તડાકો પડ્યો હતો.

શું છે વીડિયોની હકીકત :

હકીકતમાં, આ વિસ્તાર બીજું કોઈ નહીં પણ ભારતના ખાડાથી ખદબદતા રસ્તાઓ છે. જે બેંગ્લુરુ શહેરના રસ્તાના ખાડાની ચંદ્રમાના ખાડા સાથે સરખામણી કરે છે.

આ પણ વાંચો :-