HomeGujarat9 વર્ષ બાદ ફરી ‘હાથ’ પકડી શકે બાપુ? શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ગુજરાતના...

9 વર્ષ બાદ ફરી ‘હાથ’ પકડી શકે બાપુ? શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં હલચલ

Date:

Related stories

Video : તિરંગા માર્ચ ન કાઢવા માટે નોટિસ બાદ દીપકેની દિલ્હી પોલીસ સાથે ઉગ્ર દલીલ

દિલ્હીના કનોટ પ્લેસમાં આજે સાંજે કોકરોચ જનતા પાર્ટી (CJP)...
spot_img

ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપના એંધાણ વર્તાઈ રહ્યા છે અને આ વખતે કેન્દ્રમાં છે રાજ્યના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા. જરા કલ્પના કરો કે જે નેતાએ એક દાયકા પહેલાં કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો, તે જ ‘બાપુ’ હવે 2027માં ભાજપને સત્તા પરથી હટાવવા માટે ફરીથી ‘હાથ’નો સાથ માંગવા તૈયાર છે! 86 વર્ષની ઉંમરે રાજકીય નિવૃત્તિ લેવાના બદલે શંકરસિંહ વાઘેલાએ 2027ની વિધાનસભા ચૂંટણીને પોતાના રાજકીય જીવનનો અંતિમ અને સૌથી મોટો જંગ ગણાવી છે. તો શું ગુજરાતમાં કોંગ્રેસમાં બાપુની વાપસી થશે?

તાજેતરમાં જ શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ સરકારને હટાવવા માટે કોંગ્રેસમાં જોડાવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે જણાવ્યું છે કે આ મુદ્દે તેમની વાતચીત કોંગ્રેસના ગુજરાત પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સાથે થઈ ચૂકી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ અંગેનો અંતિમ નિર્ણય રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ જ લેવામાં આવશે. વાઘેલાએ હાઈકમાન્ડને સ્પષ્ટ કહી દીધું છે કે તેમને પાર્ટી પાસે કોઈ પદ નથી જોઈતું, તેઓ માત્ર ગુજરાતમાં બદલાવ લાવવા માટે કામ કરવા માંગે છે.

બીજી તરફ, ગુજરાત કોંગ્રેસમાં બાપુની વાપસીને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક નેતાઓ માને છે કે શંકરસિંહના અનુભવનો સીધો ફાયદો 2027ની વિધાનસભા ચૂંટણી અને આગામી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને મળી શકે છે. જ્યારે કોંગ્રેસનો એક વર્ગ તેમના 2017ના નિર્ણયને હજુ ભૂલ્યો નથી. નોંધનીય છે કે, 2017માં રાજ્યસભા ચૂંટણી સમયે વાઘેલાએ કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી, જેના કારણે સ્વ. અહેમદ પટેલની જીત અત્યંત મુશ્કેલ બની ગઈ હતી.

પોતાની રાજકીય સફરમાં 1996માં ભાજપથી અલગ થઈ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJP) બનાવનાર અને કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બનનાર વાઘેલા હંમેશા ચર્ચામાં રહ્યા છે. 2017માં કોંગ્રેસ છોડ્યા બાદ તેમણે જનવિકલ્પ પાર્ટી, ત્યારબાદ NCP અને 2020માં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી (PSDP) બનાવી હતી. હવે જો કોંગ્રેસમાં વાપસી નહીં થાય તો તેઓ 2 ઓક્ટોબરથી પોતાની પાર્ટી PSDPને ફરી સક્રિય કરવાનું પણ વિચારી રહ્યા છે.

ગુજરાત વિધાનસભામાં હાલ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો છે, જે વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે પણ પૂરતા નથી. આવા કપરા સંજોગોમાં શંકરસિંહ વાઘેલા જેવા કદાવર નેતાની એન્ટ્રી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકી શકશે કે કેમ, તે ગુજરાતના રાજકારણનો સૌથી મોટો પ્રશ્ન છે.

Subscribe

Latest stories