Home Blog Page 942

ભારતીય મહિલા હોકી ટીમે હોંગકોંગને ૧૩-૦થી હરાવ્યું

0

યેશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતીય મહિલા હોકી ટીમની એક જીત થઈ છે॰ ગ્રુપ સ્ટેજમાં અજેય રહીને ભારતે સેમીફાઈનલમાં એન્ટ્રી મેળવી છે॰ ભારતે પોતાની અંતિમ ગ્રુપ મેચમાં હૉંગકૉંગ ને ૧૩-૦ના અંતરથી માત આપી છે. આ સાથે ભારતીય માહિલા હોકી ટીમ પાસે ગોલ્ડ મેડલની આશા છે ॰ હૉંગકૉંગ  વિરુદ્ધ મેચમાં ભારતીય સ્ટ્રાઈકર વંદના ક્ટારીયા, ઉપ કેપ્ટન દીપ ગ્રેસ એક્કા અને દીપિકાએ હેટ્રીક બનાવી છે॰ પોતાની છેલ્લાં પૂલ મેચમાં જીત સાથે ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોચી છે ॰

૧૬મી અને ૪૮મી મિનિટે ગોલ કર્યો હતો॰ આ પ્રકારે દીપ ગ્રેસે ૧૧મી, ૩૪મીઅને ૪૨મી મિનિટ પર  કોર્નર પર ગોલ કર્યો હતો અને દીપિકાએ પણ ચોથી ૫૪મી અને ૫૮મી મિનિટે ગોલ કાર્યો હતો ॰ સંગીતા કુમારી, મોનિકા અને નવનીત કૌરે પણ ગોલ કરીને ભારતની જીતમાં યોગદાન આપ્યું હતું.

ભારત માટે આ મેચ પૂલ –Aમાં તેની ચોથી મેચ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે ॰ આ સાથે ભારતીય ટીમ ૧૦ પોઈન્ટ સાથે ગ્રુપ ટોપ પર પહોચી છે ॰ દક્ષિણ કોરિયા આ ગ્રુપ સ્ટેજમાં બીજા સ્થાન પર છે જેની પાસે કુલ ૭ પોઈન્ટ છે

 

યશસ્વી જયસ્વાલ ભારત તરફથી ASIAN GAMES ટી 20 ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

0

ચીનનાં હાંગઝોઉમાં એશિયન ગેમ્સ રમાઈ રહ્યા છે. વિવિધ રમતોમાં ભારતીયો ચમકી રહ્યા છે ત્યારે હવે ક્રિકેટમાં પણ ભારતે પોતાનો દમ બતાવ્યો છે. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે મેન્સ ક્રિકેટની ક્વાર્ટર ફાઇનલમાં ભારત નેપાળ સામે ટકરાયું હતું. આ મેચમાં યશસ્વી જયસ્વાલ અને રીન્કુ સિંઘ જોરદાર બેટિંગ કરીને ચમક્યા હતા. નેપાળ સામે ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારતીય ટીમ તરફથી યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ બેટિંગ કરવા આવ્યા હતા. બંનેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. ગાયકવાડ માત્ર ૨૫ રન બનાવીને આઉટ થયો જ્યારે લેફટી બેટર તિલક વર્મા પણ ડબલ ફિગર પાર કરવામાં સફળ થયો ન હતો. પરંતુ યશસ્વી જયસ્વાલ એક છેડેથી નેપાળને ધોવાનું ચાલુ રાખ્યું હતું અને અને માત્ર ૪૮ બોલમાં જ સદી ફટકારી દીધી હતી.

યશસ્વી ભારત તરફથી એશિયન ગેમ્સ ટી ૨૦ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ સુધી આવું કોઈ કરી શક્યું નથી. યશસ્વી જયસ્વાલ માત્ર ૨૧ વર્ષની વયે સદી ફટકારનાર ખેલાડી બન્યો આ સાથે ભારત તરફથી ટી-૨૦ ક્રિકેટમાં સદી મારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. અગાઉ આ રેકોર્ડ્ શુભમન ગિલનાં નામે હતો. જેની ઉંમર ૨૦ વર્ષ છે.યશસ્વી જયસ્વાલને સતત સારા પરફોર્મન્સ પછી પણ વર્લ્ડકપની સ્કવોડમાં સ્થાન મળ્યું નહોતું.

હવે એશિયન ગેમ્સમાં પણ તેણે પોતાનું શાનદાર પરફોર્મન્સ જારી રાખ્યું છે અને એશિયન ગેમ્સ જેવી મલ્ટી સ્પોર્ટ્સમાં સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બની ગયો છે. અગાઉ યશસ્વી જયસ્વાલે આઈપીએલથી લઈને ટીમ ઈન્ડિયા સુધી લગભગ દરેક મેચમાં શોર મચાવ્યો છે અને રન કરી બતાવ્યા છે.

યશસ્વી જયસ્વાલને બાદ કરતાં ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર સંપૂર્ણ રીતે પડી ભાંગ્યો હતો. યુવા બેટ્સમેને એકલા હાથે ટીમ ઈન્ડિયાને મોટો સ્કોર કરવામાં મદદ કરી હતી. ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા ઉપરાંત જીતેશ પણ ડબલ ફિગર પાર કરી શક્યા ન હતા. બીજા છેડેથી યશસ્વીના બેટથી તો રનનો વરસાદ થતો જોવા મળ્યો હતો. યુવા બેટ્સમેને માત્ર ૪૮ બોલમાં ૮ ચોગ્ગા અને ૭ ગગનચુંબી છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. યશસ્વીની વિસ્ફોટક બેટિંગના કારણે નેપાળની ટીમ બેકફૂટ પર જોવા મળી હતી. ભારતે ૨૦૦થી વધુનો આંકડો પાર કરી લીધો હતો અને નેપાળને મોટો પડકાર આપ્યો હતો.

યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું ત્યારે તેણે પણ એક પછી એક ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. ટી૨૦ ક્રિકેટની વાત આવે તો આ યુવા બેટ્સમેને તેમાં પણ જોરદાર બેટિંગ કરીને ઇનિંગ્સ રમીને હેડલાઇન્સ બનાવી હતી. હવે નેપાળ સામેની એશિયન ગેમ્સમાં પણ જયસ્વાલ ટીમ ઈન્ડિયાનો સંકટ મોચક સાબિત થયો છે. યશસ્વીએ પોતાની અડધી સદી માત્ર ૨૨ બોલમાં પૂરી કરી હતી.

દિલ્હી-એનસીઆરમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ  

0

દિલ્હી-એનસીઆરમાં આજે મંગળવારે બપોરે ૨.૫૧કલાકે આવેલા ભૂકંપના આંચકા બાદ લોકો ગભરાઈને ઓફિસો અને ઘરોની બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા ૬.૨માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળના દિપાયલથી ૩૬ કિલોમીટર દૂર જમીનથી પાંચ કિલોમીટરની ઊંડાઈમાં હતું. યુપી અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા પહેલા બપોરે ૨.૨૫ કલાકે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળ પણ હતું. તે સમયે તેની તીવ્રતા ૪.૬ માપવામાં આવી હતી. ઉત્તરાખંડ અને યુપીના ભાગોમાં તેના આંચકા અનુભવાયા હતા.

શ્રાવસ્તીમાં ૨.૫૧વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બે વખત જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૪.૬ હતી. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદ, નોઈડા અને ફરીદાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

જો રિક્ટર સ્કેલ પર ૭ કે તેથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે છે, તો આંચકા૪૦ કિમીની ત્રિજ્યામાં અનુભવાય છે. રિક્ટર સ્કેલનો ઉપયોગ કરીને ભૂકંપ માપવામાં આવે છે. તેને રિક્ટર મેગ્નિટ્યુડ ટેસ્ટ સ્કેલ કહેવામાં આવે છે. ધરતીકંપને રિક્ટર સ્કેલ પર ૧ થી ૯ સુધી માપવામાં આવે છે. ભૂકંપ તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. ધરતીકંપ દરમિયાન પૃથ્વીની અંદરથી મુક્ત થતી ઊર્જાની તીવ્રતા તેના દ્વારા માપવામાં આવે છે. આ તીવ્રતા ભૂકંપની તીવ્રતા નક્કી કરે છે.

 

 

 

વલસાડની કોમર્સ કોલેજમાં પરીક્ષાનું પેપર લીક

0

વલસાડની શાહ એન.યેચ કોમર્સ કોલેજમાં પેપર લીક થતાં વિધાર્થી ઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ ઘટનાથી વલસાડમાં શાહ એન.યેચ કોમર્સ કોલેજ વિવાદમાં આવી છે॰ મળતી એમ માહિતી મુજબ  TY B॰COM સેમેસ્ટર ૫ નું પેપર લીક થયું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ, વલસાડ સ્થિત શાહ એન.યેચ કોમર્સ કોલેજ પરીક્ષા ચાલી રહી હતી . જે દરમિયાન TY B॰COM સેમેસ્ટર ૫ નું યેકાઉંટિંગ એન્ડ ઓડિટિંગ પેપર ૬ લીક થવાની વિગતો સામે આવી હતી  જેમાં પ્રોફેસર પર જ પેપર લીક કર્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જેમાં પછી વિધાર્થીઑ દ્વારા હોબાડો મચાવવામાં આવ્યો છે અને ભારે વિરોધ કરવામાં આવ્યો છે

વિધાર્થીઓ દ્વારા પેપર લીકના મામલે પ્રિન્સિપાલની ઓફિસમાં ભારે હોબાળો મચાવ્યો હતો .હવે કોલેજ આ મામલે શું પગલાં ભારે છે યે જોઑ

સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં આગથી લોકોમાં  ભાગદોડ

fire 3સુરતની જૂની બોમ્બ માર્કેટમાં આવેલી નંદિની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. જોકે ફાયરની ૭ થી વધુ ગાડી ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બે માર્કેટમાં અચાનક નંદિની સાડીની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને પગલે તુરંત સ્થાનિક વેપારીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ૭ થી વધુ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ દુકાનમાં રહેલો લાખો રૂપિયાની સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. ગ્રાઉન્ડ ફ્લોરથી આગની શરૂઆત થઈ હતી અને અચાનક જ પ્રસરી હતી. આથી તાત્કાલિક ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચતા ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ આવી જતા સ્થાનિક વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

વેપારી નરેન્દ્ર દવેએ જણાવ્યું કે આ જૂની બોમ્બે માર્કેટમાં મોટી સંખ્યામાં સાડીઓની દુકાનો આવેલી છે. સદનસીબે મોટી દુઘટર્ના બનતાં ટળી ગઇ છે. સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરીને ફાયરને મદદ કરી હતી જેને પગલે આગ વધુ પ્રસરતા રોકી હતી. આગ વધુ પ્રસરી જાય તેમ હતી પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી તેમજ માર્કેટની ટીમને પણ બોલવાનો પ્રયાસ કર્યો હતો તેનાથી પણ આગ ઉપર ઝડપથી કાબૂ મેળવી લેવાયો છે.

સુરતના ઉગત વિસ્તારમાં મધરાતે મોટી આગની ઘટના બની હતી. ઉગત વિસ્તારમાં શ્રીજી નગરી પાસે મોટું ભંગારનું ગોડાઉન આવ્યું છે. ત્યારે અચાનક આ ભંગારનું ગોડાઉન સળગી ઊઠ્યું હતું. ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. ભંગારના ગોડાઉનની સાથે નજીકમાં અન્ય નાની-મોટી દુકાનો પણ આવી છે અને આ દુકાનોની સાથે શ્રમજીવી લોકો પણ રહે છે. ત્યારે અચાનક ભંગારનું ગોડાઉન આગમાં ભભૂકી ઊઠતા મધરાતે નાસભાગ મચી ગઈ હતી. ગોડાઉનની આસપાસ દુકાનોમાં શ્રમજીવી લોકો નિદ્રા માણી રહ્યા હતા અને અચાનક આગની જાણ થતાં દોડધામ મચી ગઈ હતી. જોકે, સમયસર જાણ થઈ જતાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

 

 

Jawan : કમાણી પર બ્રેક લાગતા શાહરુખ ખાનનું મોટું એલાન, ફિલ્મ જવાનની ટિકિટ એક સાથે એક કરી ફ્રી, ફરી ઉપડશે ?

  • શાહરૂખ ખાનની જવાન દેશ-વિદેશમાં ખુબ કમાણી કરી રહી છે ત્યારે હવે મેકર્સે દર્શકોને મોટી ભેટ આપવા માટે આ ફિલ્મની ટિકીટ પર જોરદાર ઓફરની ઘોષણા કરી છે.

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનએ દેશ-વિદેશમાં ધૂમ મચાવી દીધી છે. ફિલ્મે દેશમાં ૫૫૦ કરોડથી વધારેની કમાણી કરી લીધી છે અને ટૂંક સમયમાં ૬૦૦ કરોડનો આંકડો પાર કરી શકે છે. તો દુનિયાભરમાં આ ફિલ્મે ૧૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જવાન શાહરૂખ ખાનનાં કરિયરની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે. પરંતુ હાલમાં આ ફિલ્મની કમાણી ઘટી રહી છે. તેવામાં મેકર્સ એક જોરદાર ઓફર લઈને આવ્યાં છે.

મેકર્સે જવાનની ઘટતી કમાણીને જોતાં ટિકિટ પર મોટી ઓફર એનાઉંસ કરી દીધી છે. રેડ ચિલિઝ એન્ટરટેઈનમેન્ટની ઈંસ્ટા. પોસ્ટ પર લખ્યું કે,” ડબલ ધમાકા, સિંગલ ભાવ. જેમ આઝાદની સાથે વિક્રમ રાઠોડ તેવી જ રીતે તમારી સાથે કોઈ બીજું… એક ટિકિટ ખરીદવા પર બીજી ટિકિટ ફ્રીમાં મળશે. 1+1 ઓફર શરૂ થઈ ગઈ છે. તમારા પ્રિયજનો સાથે જવાનને એન્જોય કરો તમારા નજીકી સિનેમાઘરોમાં- હિંદી, તમિલ અને તેલુગુમાં.”

કમાણી ઘટતાં લીધો નિર્ણય :

સિનેમાઘરોમાં આજે ધ વેક્સિન વોર અને ફુકરે ૨ રિલીઝ થઈ છે. તેવામાં જવાનની કમાણી પર અસર પડી શકે છે. શક્ય છે કે આ પરિસ્થિતિને જોતાં મેકર્સે જવાનની ટિકિટ પર ઓફર આપી હોય.

આ પણ વાંચો :-

ડ્રગ્સ સ્મગલિંગની આ રીત જાણીને તમે ચોંકી જશો ! જાણો કેવી રીતે કેનેડાથી ચલાવાતું હતું આ રેકેટ

0
  • આ રેકેટ કેનેડાથી ચલાવવામાં આવતું હતું. તેઓ ડાર્ક વેબ દ્વારા ઓનલાઈન પાર્ટીઓમાં ડ્રગ્સ મંગાવતા હતા.

અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ કેનેડાથી ચલાવવામાં આવતું હતું. જે ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરતું હતું.

ગુજરાતનું યુવાધન સતત નશીલા પદાર્થોનું સેવન કરી ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. અવાર-નવાર નશીલા પદાર્થો પોલીસ દ્વારા પકડવામાં આવતા હોય છે અને પેડલરોને જેલ હવાલે કરવામાં આવતા હોય છે. તેમ છતા ડ્રગ્સ પેટલરો રાજ્યમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ કરતા હોય છે.

ત્યારે અમદાવાદમાં આવી  જ મોડસ ઓપરન્ડી દ્વારા ડ્રગ્સ મોકલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.  અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ કેનેડાથી ચલાવવામાં આવતું હતું. તેઓ ડાર્ક વેબ દ્વારા ઓનલાઈન પાર્ટીઓમાં ડ્રગ્સ મંગાવતા હતા.

અમદાવાદ એરપોર્ટ પરથી અંદાજે ૫૦ લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. જેમા ૨.૩૧ લાખની કિંમતનું ૨.૩૧ ગ્રામ કોકેઈન અને ૪૬ લાખની કિંમતનો ૬ કિલો ગ્રામ ગાંજો ઝડપાયો છે. આ પેટલરો પાસે ડ્રગ્સ પહોંચાડવાની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી હતી.

પુસ્તકો અને રમકડાંનો મોટો જથ્થો જપ્ત :

ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને, કેનેડા અને અમેરિકાની આંતરરાષ્ટ્રીય કુરિયન કંપની દ્વારા પાર્ટીને પુસ્તકો અને રમકડાંમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. પુસ્તકનાં પાનાંઓ ડ્રગ્સમાં પલાળીને રાખવામાં આવ્યાં હતાં.

પુસ્તકની ડિલિવરી પછી પાના પીસીને ડ્રગ્સ તૈયાર કરવામાં આવતું હતું. સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે મોટી માત્રામાં આવા પુસ્તકો અને રમકડા જપ્ત કર્યા છે. તેમજ ડ્રગ્સ પેડલર્સ અને ખરીદનાર બંનેને પણ શોધી કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :-

જામનગરમાં આઈસ્ક્રીમ બાદ હવે પિઝામાંથી વંદો નીકળ્યો, US પિઝામાં એક્સ આર્મી મેનને થયો કડવો અનુભવ

0
  • રાજ્યમાં બહારના ભોજનમાં જીવડા નીકળવાની ઘટનાઓ અચાનક વધવા લાગી છે. તાજેતરમાં અમદાવાદમાં લાપીનોઝના પીઝામાં જીવાત નીકળી હતી. બાદમાં જામનગરમાં ગઈકાલે આઈસ્ક્રીમમાં વંદો નીકળ્યો હતો.

રાજ્યમાં બહારના ભોજનમાં જીવડા નીકળવાની ઘટનાઓ અચાનક વધવા લાગી છે. તાજેતરમાં અમદાવાદમાં લાપીનોઝના પીઝામાં જીવાત નીકળી હતી. બાદમાં જામનગરમાં ગઈકાલે આઈસ્ક્રીમમાં વંદો નીકળ્યો હતો. હવે જામનગરમાં પિઝામાંથી વંદો મળી આવ્યો છે. જે બાદ ગ્રાહકે આ અંગે ફરિયાદ કરી હતી.

જામનગરમાં આવેલા યુ.એસ પિઝા ઝોનમાં એક્સ આર્મી મેન પરિવાર સાથે શનિવારે રાત્રે જમવા માટે ગયા હતા. જ્યાં પિઝા ખાતા દરમિયાન અચાનક તેમની તેમાં કોઈ જીવાત પર પડી હતી.

જે વંદો હોવાનું જણાવા તેમણે દુકાનદારને આ અંગે ફરિયાદ કરી હતી. જે બાદ તેણે માફી માગી લીધી. આર્મી મેન જામનગરમાં JMCમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. આથી તેમણે સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે ફરિયાદ કરી હતી.

જે બાદ FSLની ટીમ આજે યુ.એસ પિઝાના આઉટ લેટમાં તપાસ કરવા માટે ટીમ સાથે પહોંચ્યા હતા અને આઉટલેટમાં રહેતી ખાદ્ય સામગ્રીની સ્થિતિ તથા સાફ-સફાઈની તપાસ કરી હતી. જેમાં આઉટલેટમાં સ્વચ્છતા ન જળવાતી હોવાથી હાલ તેને ૫ દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યું છે. આઉટ લેટના માલિક દ્વારા કીચનમાં દવાનો છંટકાવ કરી પાણીના સેમ્પલનો રિપોર્ટ તથા સ્વસ્છતા જળવાય તેની ખાતરી કરતું સર્ટિફિટેક મેળવ્યા બાદ જ આઉટ લેટને ફરી ખોલવામાં આવશે.

આ પણ વાંચો :-

હજી ચોમાસું ગયુ નથી, ગુજરાતના આ સુંદર ધોધને નિહાળવાની છેલ્લી તક ગુમાવતા નહિ

0
  • વરસાદી મોસમમાં પ્રવાસીઓ માટે સૌથી મનમોહક સ્થળ એટલે વોટર ફોલ. ડુંગર અને પહાડોને ચીરીને આવતી નદીઓના ધોધ પ્રકૃતિપ્રેમીઓને ખુબ આકર્ષતા હોય છે.

વલસાડ જિલ્લાના કપરાડાના જંગલ વિસ્તાર તેની વનરાજી માટે જાણીતો છે. ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડામાં ચોમાસામાં દર વર્ષે ૧૨૫ ઈંચથી પણ વધારે વરસાદ નોંધાય છે. આ વર્ષે પણ કપરાડામાં ૧૨૦ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. જેના કારણે તાલુકાના તમામ નદીનાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે. ત્યારે અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં કેટલાક વોટર ફોલ્સ પણ સક્રિય થયા છે. ત્યારે સિલધા પાસે આવેલ માઉલી વોટરફોલમાં પાણીની ભારે આવક થઈ છે.

સુંદર કળાએ ખીલેલો લુહાર માવલી ધોધનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. માવલી ધોધ પરથી વહી રહેલ પાણીનો સુંદર નજારો કોઈ પણ પ્રવાસીઓને આકર્ષે તેમ છે. વરસાદી માહોલમાં વાદળો વચ્ચે ઘેરાયેલો આ પ્રદેશ નયનરમ્ય નજારો હિલ સ્ટેશનની યાદ અપાવી રહ્યો છે.

કપરાડાના જંગલ વિસ્તારમાં આવેલ આ ધોધની આજુબાજુનો અદભુત નજારાની સાથે સાથે પ્રવાસીઓ આ ધોધથી અજાણ છે. જોકે પ્રવાસન વિભાગ આ સ્થળમાં થોડું વિકાસ કરે તે ખૂબ જરૂરી છે. જેના કારણે સ્થાનિક રોજગારી પણ મળી શકે તેવી સંભાવના જોવાઈ રહી છે. હાલ તો ગણ્યા ગાઠ્યાં સ્થાનિક લોકો આ ધોધની મજા માણી રહ્યાં છે.

કપરાડાના જંગલ વિસ્તારમાં અનેક રમણીય સ્થળો આવેલા છે. આ જંગલ વિસ્તારમાં ફરવાલાયક અનેક મનમોહક જગ્યાઓ આવેલી છે. ત્યારે સિલધા ગામના ડુંગરમાં આવેલ માઉલી ધોધ સોળે કળાએ ખીલ્યો છે. જોકે કમનસીબી એ છે કે, પ્રવાસીઓ માટે આ સ્થળ હજી અજાણ છે.

ધરમપુરના વિલસન હિલ પાસે આવેલ શંકર ધોધ કે પછી ડાંગનો ગીર ધોધ જેટલી પ્રસિદ્ધિ મળી છે તેવી પ્રસિદ્ધિ આ ધોધ ને મળી નથી. આ ધોધની ખાસિયત એ છે કે આ ધોધમાં છેક દિવાળી સુધી ભરપૂર પાણી રહે છે. આદિવાસીઓ માટે આ સ્થળ અતિ પવિત્ર છે. દિવાળી તેમજ હોળીના સ્થાનિક લોકો પૂજા અર્ચના પણ કરે છે.

કપરાડાના જંગલ વિસ્તારમાં રોજગારીનો અભાવ છે. ત્યારે ધરમપુરના વિલસન હિલનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેવો વિકાસ કપરાડાના આ સ્થળનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય તે પણ ખૂબ જરૂરી છે. આ ધોધની ખાસિયત એ છે કે તમામ ઉમરના લોકો આ ધોધમાં ન્હાવાની મજા માણી શકે છે.

રોડની નજીક આવેલ આ વોટરફોલ પ્રવાસીઓ માટે સુગમતા પૂરું પાડે છે. એક દિવસીય પીકનીક માટે આ ધોધ બેસ્ટ ડેસ્ટિનેશન બની જાય છે. જે પ્રકૃતિ પ્રેમીઓને આ સ્થળની જાણકારી છે તે લોકો અચૂક આ ધોધમી મજા માણી રહ્યાં છે. પરંતુ પ્રવાસન વિભાગ થોડોક વિકાસ આ ધોધ પર કરે તો પ્રવાસીઓ માટે અચૂક યાદગાર સંભારણું બની શકે તેમ છે.

આ પણ વાંચો :-

Taarak Mehta ka ooltah chashmah : શોનું મુખ્ય પાત્ર લેવા જઈ રહ્યું છે બ્રેક, નામ જાણીને તમને પણ લાગશે ઝટકો

  • છેલ્લા ૧૫ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહેલા આ શોમાંથી એક મુખ્ય પાત્ર બ્રેક પર જઈ રહ્યું છે. આ કેરેક્ટરનું નામ જાણીને ફેન્સને જરૂર આંચકો લાગશે, કેમ કે આ કેરેક્ટર છે દિલિપ જોષી.

ટીવીના પોપ્યૂલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ને લઈને એક મોટી ખબર સામે આવી છે. આ શોને લઈને સમાચાર મળ્યા છે કે છેલ્લા ૧૫ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહેલા આ શોમાંથી એક મુખ્ય પાત્ર બ્રેક પર જઈ રહ્યું છે. આ કેરેક્ટરનું નામ જાણીને ફેન્સને જરૂર આંચકો લાગશે, કેમ કે આ કેરેક્ટર છે દિલિપ જોષી, એટલે કે જેઠાલાલ. જેઠાલાલ હવે આ શોમાંથી ગાયબ થવા જઈ રહ્યાં છે.

એક્ટરનું નામ સાંભળીને તમને ઊંડો આંચકો લાગશે કારણ કે આ એક્ટર બીજું કોઈ નહીં પણ બધાના ફેવરિટ જેઠાલાલ છે. દિલીપ જોષીએ ખુદ સોશ્યલ મીડિયા દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે.

વાસ્તવમાં તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની આ ધાર્મિક યાત્રા વિશે વાત કરતા દેખાઈ રહ્યાં છે.