Home Blog Page 941

સુરતમાં રોકાયેલો રશિયન નાગરિક દેશભરમાં મોકલતો ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ

0

અમદાવાદની પોસ્ટ ઓફિસમાંથી પકડાયેલા વિદેશી ડ્રગ્સ મામલે સાયબર ક્રાઈમની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સ કેસમાં રશિયન નાગરિકની સંડોવણી સામે આવી છે. સાયબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે કે વિઝા પર આવેલો રશિયન નાગરિક ડ્રગ્સની હેરાફેરી કરતો હતો, વિઝા પર આવેલો રશિયન નાગરિક  સુરતની એક હોટલમાં  રોકાયો હતો. તે હોટલ પર રોકાઈને વિદેશી ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ નક્કી કરતો હતો. તેણે ભારતમાં અનેક જગ્યાએ ડ્રગ્સ આપ્યું હોવાની આશંકા છે. સાયબર ક્રાઇમની ટીમ રશિયન નાગરિકને લેવા મુંબઈ જવા રવાના થઈ છે. રશિયન નાગરિકની પૂછપરછમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ માફિયાઓના નામ પણ સામે આવી શકે છે.

સાયબર ક્રાઈમની ટીમે શાહીબાગના ગિરધરનગર બ્રિજ નીચેની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી અમેરિકા, કેનેડા અને થાઈલેન્ડથી આવેલા 20 પાર્સલમાંથી કોકેઇન, વિદેશી ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. કોઇને શંકા ન જાય તે માટે ડ્રગ્સને રમકડા અને પુસ્તકોમાં પ્રોસેસ કરીને લીક્વીડ ફોર્મમાં મોકલવામાં આવતું હતું. ટીમે 20 જેટલા પાર્સલોમાંથી રૂપિયા 50 લાખની કિંમતનો છ કિલો ગાંજો અને અઢી કિલો કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થાને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, વાપી  અને ગાંધીનગર જેવા શહેરોમાં સપ્લાય કરવાનો હતો.

પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ સાયબર ક્રાઇમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં ડાર્કવેબ મારફતે ઉપયોગમાં લેવાતા ગેટ-વેની વિગતો સામે આવી હતી. જેમાં કરોડોનું પેમેન્ટ કરાયું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત અગાઉ બોપલ ડ્રગ્સ કેસમાં જે રીતે ડ્રગ્સ ગુજરાતમાં લવાતું હતું, તે જ મોડસ ઓફરેન્ડી વાપરવામાં આવી હોવાતી મુખ્ય આરોપીઓ વંદિત પટેલ અને વિપલ ગોસ્વામીને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

ગરબાની પ્રેક્ટિસ કરતા ૨૮ વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત

ગરબાની પ્રેક્ટિસ કરતા ૨૮ વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત

સુરતના પાલનપુરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને હાર્ટ અટેક આવ્યો હતો. બાદમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

૨૮ વર્ષીય રાજ મોદી ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે અચાનક તે ઢળી પડ્યો હતો. સારવાર મળે તે અગાઉ જ રાજ મોદીનું મોત થયું હતું. રાજ મોદીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. રાજ મોદી એલપી સવાણી રોડ ખાતે ગરબાની પ્રેક્ટિસ કરતો હતો. રાજ નવરાત્રિ બાદ અભ્યાસ માટે લંડન જવાનો હતો. પાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી અને યુવકના મોતને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

સુરતનો ૨૮ વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો :-

:ભારતે એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતી, ઇતિહાસ રચ્યો

અમદાવાદની મેચ માટે પાર્કિંગ ક્યાં કરશો

ભારતે એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતી, ઇતિહાસ રચ્યો

0

૨૦૧૮માં ઈન્ડોનેશિયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કુલ ૭૦ મેડલ જીત્યા હતા. ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ વખતે ભારતીય ખેલાડીઓએ ૧૧મા દિવસની શરૂઆતમાં ૭૧મો મેડલ જીતીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

૨૦૨૩ની એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. 11મા દિવસે સવારે ભારતે બે મેડલ જીત્યા. પહેલો મેડલ ૩૫ કિલોમીટર રેસમાં અને બીજો મેડલ તીરંદાજીમાં હતો. પ્રથમ ૧૦ દિવસમાં ૬૯ મેડલ જીતનાર ભારતે 11માં દિવસે ૭૧ના જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો અને તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા ક્યારેય ભારત એશિયન ગેમ્સમાં ૭૧ મેડલ જીત્યું ન હતું. જ્યોતિ સુરેખા અને ઓજસ દેવતલેની જોડીએ મિશ્ર તીરંદાજી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ૭૧મો મેડલ અપાવ્યો હતો. ચાલો જાણીએ કે એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે.

એશિયન ગેમ્સની શરૂઆત 1951માં થઈ હતી. તે દિલ્હીમાં યોજાઈ હતી અને યજમાન ભારતે કુલ ૫૧ મેડલ જીત્યા હતા. જેમાં ૧૫ ગોલ્ડ, ૧૬ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલ સામેલ છે. મેડલ ટેબલમાં ભારત બીજા ક્રમે હતું. જો કે આ પછી ભારતને ૫૦ મેડલ મેળવવા માટે ૩૧ વર્ષ રાહ જોવી પડી હતી. ૧૯૮૨માં નવી દિલ્હીમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ સહિત ૫૭ મેડલ જીત્યા હતા. ૧૯૫૪માં ભારતે કુલ ૧૭ મેડલ જીત્યા હતા અને ૧૯૫૮માં માત્ર ૧૩ મેડલ જીત્યા હતા જ્યારે ૧૯૫૧માં ભારતે ૧૫ ગોલ્ડ જીત્યા હતા.

આ પ્રસંગ ૧૯૯૦માં પણ આવ્યો હતો, જ્યારે ભારત મેડલ ટેબલમાં ટોપ ૧૦માં પણ નહોતું. આ વર્ષે પણ ભારત પાસે માત્ર ૨૩ મેડલ હતા. તેમાં માત્ર એક જ ગોલ્ડ મેડલ હતો. ૧૯૯૮ થી ભારતનું પ્રદર્શન સુધર્યું અને ૨૦૦૬ માં, પ્રથમ વખત, ભારતે ઘરની બહાર ૫૦ થી વધુ મેડલ જીત્યા. ત્યારથી, ભારત સતત ૫૦ થી વધુ મેડલ જીતી રહ્યું છે. ૨૦૧૦ માં, ભારતે ૬૫ મેડલ જીત્યા અને સૌથી વધુ મેડલનો નવો રેકોર્ડ હાંસલ કર્યો. ૨૦૧૮માં ભારતે આમાં સુધારો કર્યો અને 70 મેડલ જીત્યા. હવે 2023માં ભારતે 71થી વધુ મેડલ જીત્યા છે અને બીજી ઘણી સ્પર્ધાઓમાં ખેલાડીઓએ ફાઇનલમાં પહોંચીને મેડલ મેળવ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ નવી સફળતાની ગાથા લખશે તે નિશ્ચિત છે. આ વખતે ભારતીય ખેલાડીઓ 100 પાર કરવાના નારા સાથે હાંગઝોઉ જવા રવાના થયા હતા. આવી સ્થિતિમાં આ વર્ષે ભારતની બેગમાં 100 મેડલ આવવાની દરેકને આશા છે.

સિક્કિમમાં વાદળ ફાટ્તા, ૨૩ જવાનો લાપતા

0

સિક્કિમમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી લાચેન ઘાટીમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું. ઘાટીમાં કેટલાક સૈન્ય સ્થાપનોને અસર થઈ છે. આ દરમિયાન સેનાના ૨૩ જવાનો લાપતા છે. પાણીના પ્રવાહથી તેઓ વહી જવાની સંભાવના છે. ઘણા લોકોના ઘર અને વાહનો કાદવમાં ગરકાવ થઈ ગયા છે. સેનાના જવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સિક્કિમના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે. રસ્તાઓ, ડેમ, પુલ તમામને ભારે નુકસાન થયું છે. ત્રિપુરામાં ગત રાત્રિથી સતત ભારે વરસાદ ચાલુ છે. તિસ્તા નદીનું જળસ્તર રાતોરાત ખતરનાક સ્તરે પહોંચી જતાં ખળભળાટ મચી ગયો છે. સંરક્ષણ PRO જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીનું સ્તર અચાનક ૧૫-૨૦ ફૂટની ઊંચાઈએ પહોંચી ગયું હતું. જેના કારણે સિંગથામ પાસેના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા આર્મીના વાહનોને અસર થઈ રહી છે.

સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે આવેલા પૂરને પગલે ૨૩ સૈનિકો ગુમ થયાબાદ, ત્યાં બાબતે અમારી સરકાર પાસેથી મદદ માંગવામાં આવે તો એકતા અને વચન વ્યક્ત કરીને, હું ઉત્તર બંગાળના તમામ સંબંધિતોને આપત્તિઓને રોકવા માટે વર્તમાન સિઝનમાં મહત્તમ તકેદારી રાખવા વિનંતી કરું છું. મેં પહેલાથી જ મારા મુખ્ય સચિવને આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાના પગલાંને વહેલામાં વહેલી તકે સંકલન કરવા કહ્યું છે. કાલિમપોંગ, દાર્જિલિંગ અને જલપાઈગુડી જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે.

રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ અને વરિષ્ઠ IAS અધિકારીઓને બચાવ અને રાહત કામગીરી પર નજર રાખવા ઉત્તર બંગાળ મોકલવામાં આવ્યા છે. આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન ન થાય તે માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

 અમદાવાદની મેચ માટે પાર્કિંગ ક્યાં કરશો

0

અમદાબાદમાં કેટલાંક રૂટ ડાયવર્ડ કરવા અંગે કહ્યું કે, ટ્રાફિકની સ્થિતિને જોતાં રૂટ ડાયવર્ડ કરવામાં આવ્યા છે. જેમાં જનપથથી સ્ટેડિયમ જતો માર્ગ બંધ રહેશે. જેના સામે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે સ્ટેડિયમના પાર્કિંગની વાત કરવામાં આવે તો ૧૫ જેટલા પાર્કિંગ પ્લેટની વ્યવસ્થા કરવામાં આવે છે.તેમજ ૪પ્લેટ ટુ વ્હીલર માટે,૧૧ફોર વ્હીલર માટે છે. એટલું જ નહી એપ્લિકેશન થી સ્લોટ બુક થઈ શકશે એવું પણ જણાવ્યુ છે.

જ્યારે બીજી તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ટ્રાફિક DCP એ જણાવ્યું કે, BRTS, AMTSની બસો વધારે છે. તો મેચ પૂરી થયા બાદ મેટ્રોની દર ૭મિનિટ એક ટ્રેન જશે. જ્યારે રસ્તા પર ટ્રાફિકની મુશ્કેલીનું નિવારણ લાવવા માટે ૪ ક્રેન અને ઇન્ટરસેપ્ટર વાહનો રહશે. તો રસ્તા પર મૂકેલા વાહન ટોચન કરવામાં  આવશે .

જયારે મેચ દરમિયાન મેચ જોવા જનારા પ્રેક્ષકો સાથે મોબાઈલ ફોન અને પર્સ સિવાય બીજુ કશું લઈ જઈ શકશે નહી જ્યારે મહિલાઓ સાથે નાનું પર્સ લઈ જઈ શકશે પરંતુ સ્ટેડિયમમાં પાણીની બોટલ ખાવા-પીવાની ચીજ વસ્તુ સાથે લઈ જઈ શકાશે નહી. જેના સાથે જ પ્રેક્ષકોને મેચના ૨ થી ૩ ક્લાક પહેલાં પ્રવેશ આપવામાં આવશે .

અમદાબાદના ટ્રાફિક DCP નિતા દેસાઇએ જણાયું કે, અમદાબાદ કુલ પાંચ મેચ રમાવવાની છે. જેના માટે પોલિસ વિભાગ દ્વારા સુરક્ષાની તમામ તકેદારી રાખવામા આવી રહી છે.  સુરક્ષા માટે ૭-ડીસીપી, ૧૧એસપી,૨૫-પીઆઇ, ૬૮-પીએસઆઇ, બંદોબસ્તમાં રેહશે અને તેની સાથે જ ૧૬૩૧ પોલિસ કર્મચારીઓ હાજર રહશે |

 

ભારતને વધુ મેડલ, લવલીનાએ બોક્સિંગમાં જીત્યો સિલ્વર મેડલ 

0

ભારતીય બોક્સર પરવીન હુડ્ડાને સેમિફાઈનલમાં હાર્યા બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. લવલિના બોરગોહેને મહિલાઓની૭૫ કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં તે ચીનની લી સામે હારી ગઈ હતી.પ્રારંભિક રાઉન્ડમાં બંને જોરદાર ટક્કર જોવા મળી હતી. બાકીના બે રાઉન્ડમાં ચીનની ખેલાડીએ વધુ સારું રમીને મેચ સરળતાથી જીતી લીધી હતી. મહિલાઓની ૭૫ કિગ્રા વજન વર્ગમાં પ્રવીણને ચાઈનીઝ તાઈપેની લિન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

અનાહત સિંહ અને અભય સિંહની મિક્સ ડબલ્સની જોડી સેમિફાઈનલમાં હારી ગઈ હતી.  મિક્સ્ડ ડબલ્સની સેમિફાઇનલમાં મલેશિયાની જોડીએ ભારતીય જોડીને ૧૧-૮, ૨-૧૧, ૯-૧૧થી પરાજય આપ્યો હતો. ભારતની દીપિકા પલ્લીકલ અને હરિન્દર પાલ સિંહે મિક્સ્ડ ડબલ્સ સ્ક્વોશની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય જોડીએ જોરદાર વાપસી કરી હતી અને પ્રથમ સેટ ગુમાવ્યા બાદ સેમિફાઇનલમાં હોંગકોંગ સામે જીત મેળવી હતી.

જ્યોતિ વેનમ અને ઓજસ દેવતાલેની ભારતીય મિશ્રિત ટીમે કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યોતિ અને ઓજસ દેવતાલેની જોડીએ ફાઈનલમાં કોરિયન જોડીને ૧૫૯-૧૫૮થી હરાવીને કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતે જાકાર્તામાં ૭૦ મેડલ જીતવાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. મંજૂ રાની અને રામ બાબુની જોડીએ મિક્સ્ડ ૩૫ કિમીની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ભારતીય જોડીએ ૩૫ કિલોમીટર વૉકિંગ રેસ ઈવેન્ટમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ૨૦૨૩ એશિયન ગેમ્સમાં ભારતનો આ ૭૦મો મેડલ છે. મંજુ રાની અને રામ બાબુએ ૩૫ કિમી રેસ વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો છે

હવે AAPના સાંસદ સંજયસિંહને ત્યાં EDની તપાસ

0

એનફોર્સમેંટ ડિરેક્ટોરેટ (ED) યે બુધવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના દરોડા પડ્યા હતા. જાણવવામાં આવ્યું હતું કે EDએ દરોડા દિલ્લી વિવાદાસ્પદ લીકર પોલિસીમાં થયેલા કોભાંડને લઈ ને પાડ્યા છે. અગાઉ સંજય સિંહની નજીકના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સંજય સિંહનું નામ દારૂ કોભાંડની  ચાર્જશીટમાં પણ હતું. દિલ્હી ના ડેપ્યુટી સીએમ મનીષ સિસોડદિયાની પણ દારૂ નીતિ કોભાંડ કેશમાં ધરપકડ કરવામાં આવે છે .

સંજય સિંહનું નિવાસસ્થાન દિલ્હીના નોર્થ એવન્યુમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે AAP નેતા સંજય સિંહના ઘરની બહાર CRPFના જવાનો પણ તૈનાત છે. ઘરની અંદર EDના ઘણા અધિકારીઓ હાજર છે. લગભગ એક કલાકથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઇડી વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની ટીમ પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે EDની ટીમ ઘરની તપાસ કરી રહી છે. હાલમાં, ઇડીના અધિકારીઓ કયા કેસમાં દરોડા પાડી રહ્યા છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

સંજય સિંહના બે સહયોગીઓ સર્વેશ મિશ્રા અને અજીત ત્યાગીના ઘરે ED પહેલા જ દરોડા પાડી ચૂકી છે. દારૂના વેપારીઓ સાથેની વાતચીતના સંદર્ભમાં EDએ બંનેની પૂછપરછ કરી છે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં બે આરોપી રાઘવ મગુંટા અને દિનેશ અરોરા સાક્ષી બન્યા છે. જે બાદ EDએ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં આરોપી રાઘવ મગુંટા YSR કોંગ્રેસના સાંસદ મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્ર છે. કોર્ટે દિનેશ અરોરાને પણ સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપી હતી. હાલ બંને જામીન પર બહાર છે. આ પહેલા અરબિંદો ફાર્માના ડાયરેક્ટર શરદ રેડ્ડી પણ સરકારી સાક્ષી બન્યા હતા. એટલે કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકો સરકારી સાક્ષી બન્યા છે.

ભારતના જ્યોતિ અને ઓજસને તિરંદાજીમાં ગોલ્ડ મેડલ

0

 જ્યોતિ અને ઓજસ દેવતાલેની જોડીએ ફાઈનલમાં કોરિયન જોડીને ૧૫૯-૧૫૮થી હરાવીને કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે જાકાર્તામાં ૭૦ મેડલ જીતવાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

ભારત ના ૭૧મો મેડલ એશિયન ગેમ્સમાં ભારત દ્વારા જીતવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી વધુ છે.જ્યોતિ વેનમ અને ઓજસ દેવતાલેની ભારતીય મિશ્રિત ટીમે કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ૨૦૧૮માં જાકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે કુલ ૭૦ મેડલ જીત્યા હતા. ભારતે જાકાર્તામાં ૧૬ ગોલ્ડ, ૨૩ સિલ્વર અને 31 બ્રોન્ઝ સહિત કુલ ૭૦ મેડલ જીત્યા હતા. ૧૯૫૧ની એશિયન ગેમ્સમાં ભારતે ૧૫ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

એશિયન ગેમ્સમાં ૧૧મા દિવસે મંજૂ રાની અને રામ બાબુની જોડીએ મિક્સ્ડ 35 કિમીની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ભારતીય જોડીએ 35 કિલોમીટર વૉકિંગ રેસ ઈવેન્ટમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મંજુ રાની અને રામ બાબુએ ૩૫ કિમી રેસ વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો છે.

ગેમ્સમાં ૧૦મા દિવસે  ભારતીય એથ્લેટ પારુલ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો, પારુલ ચૌધરીએ ૫૦૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે ૪૦૦મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની સ્ટાર એથ્લેટ વિથ્યા રામરાજે ૪૦૦ મીટર હર્ડલ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  ભારતીય મહિલા ટીમે કબડ્ડીમાં શાનદાર જીત મેળવી હતી. ભારતીય ટીમે કોરિયાને ૫૬-૨૩થી હરાવ્યું હતું. કોરિયા ભારત સાથે સ્પર્ધા કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયું હતું.

 

 

સુરતમાં ૨૬ વર્ષના લંપટ શિક્ષકે અડધી રાતે વિદ્યાર્થિનીને મળવા બોલાવી કરી ગંદી હરકત

મળતી માહિતી મુજબ કે સુરતનાં વરાછામાં રહેતા નરાધમ શિક્ષકની કાળી કરતૂત બહાર આવવા પામી છે. જેમાં નરાધમ શિક્ષમ મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. લંપટ શિક્ષક મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીનીને રાત્રે મળવા બોલાવી હતી. ત્યારે મોડી રાત્રી સુધી તરૂણી ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી.

તો અમુક મહિલાઓ કે યુવતીઓ પોલીસ મથકે ફરિયાદ કરતી હોય છે. જ્યારે અમુક મહિલાઓ તેમજ યુવતીઓ સમાજમાં આબરૂ જવાની બીકે ફરિયાદ કરવાનું ટાળતી હોય છે. સુરતમાં ગુરૂ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતી એક ઘટનાં બનવા પામી છે.  જેમાં એક લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલા કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

તરૂણી મોડી રાત સુધી ઘરે ન આવતા પરિવારજનો દ્વારા તરૂણીની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ તરૂણી મોડી રાત્રે ઘરે આવી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતું ઘરે પહોંચ્યા બાદ તરૂણીને પરિવારજનો દ્વારા રાત્રે મોડું થવા બાબતે પૂછપરછ કરતા તરૂણીએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનોનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.  ત્યારે તરૂણીએ પરિવારજનો સામે લંપટ શિક્ષકનો ભાંડો ફોડ્યો હતો. જેમાં છેલ્લા દોઢ મહિનાથી લંપટ શિક્ષક મહેશ ગોંડલિયા તરૂણીને હેરાન કરતો હોવાનો ખુલાસો તરૂણીએ કર્યો હતો. જે બાદ સમગ્ર મામલો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો. જે બાદ કાપોદ્રા પોલીસે લંપટ શિક્ષક મહેશ ગોંડલિયાની ધરપકડકરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

ભારતે કેનેડાને ૪૧ રાજદ્વારીઓને પાછા બોલાવી કેમ ચીમકી આપી 

0

ભારતે કડક વલણ અપનાવતા કેનેડાને તેના ૪૧ રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું છે. ભારતે કેનેડાને નિજજરની હત્યામાં સામેલગિરી અંગે પુરાવા નહી આપે તો  ૧૦ ઓક્ટોબર સુધીમાં ૪૧ રાજદ્વારીઓને પાછા બોલાવી લેવાની ચીમકી આપી  છે

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદમાં  ભારતે કડક વલણ અપનાવતા કેનેડાને તેના ૪૧ રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું છે.  ભારતે કેનેડાને તેના ૪૧ રાજદ્વારીઓને ૧૦ ઓક્ટોબર સુધીમાં પાછા બોલાવવા કહ્યું છે. ગયા અઠવાડિયે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક નિવેદન આપ્યું હતું જેમાં ભારત સરકાર પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, ભારતે આ દાવાઓને વાહિયાત ગણાવતા અને રાજકીય દ્વેષથી પ્રેરિત ગણાવીને સદંતર ફગાવી દીધા છે.

આ સંદર્ભે ભારતે કેનેડિયન રાજદ્વારીઓની રાજદ્વારી પ્રતિરક્ષા રદ કરવાની ધમકી આપી છે જેમને ૧૦ ઓક્ટોબર પછી દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે.  ભારતમાં કેનેડાના ૬૨ રાજદ્વારીઓ  છે. ભારતે કહ્યું છે કે કેનેડિયન રાજદ્વારીઓની કુલ સંખ્યા ઘટાડીને ૪૧ કરવી જોઈએ. ભારત અને કેનેડાના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે કેનેડાએ પહેલા ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા અને ડરાવવાનું વાતાવરણ ઊભું કર્યું. તેમણે કહ્યું કે કેનેડામાં શીખ અલગતાવાદી જૂથોની હાજરીએ નવી દિલ્હીને નિરાશ કર્યું છે.

થોડા દિવસો પહેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. બ્લિંકને કહ્યું કે આ ઘટના પાછળ જવાબદાર લોકો જવાબદાર હોવા જોઈએ. ઉલ્લેખનીય છે કે કેનેડાએ હજુ સુધી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના દાવાને સમર્થન આપતા કોઈ જાહેર પુરાવા આપ્યા નથી.