Home Blog Page 940

સિરિયામાં મિલેટરી અકાદમી પર હુમલામાં ૧૦૦થી વધું મોત

0

સીરિયા શહેરના  હોમ્સમાં ગુરુવારે સેનાની ‘પાસિંગ આઉટ પરેડ’ સમારોહ પર ડ્રોન હુમલામાં ૧૦૦થી વધુ લોકો ની મોત અને ૨૪૦  લોકો સારવાર હેઠળ.  એક સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી આપી. છેલ્લા ૧૩ વર્ષના સંધર્સમાં સૈન્ય ઉપર સૌથી ભીષણ હુમલો.

અલ-અતાસીએ જણાવ્યું હતું કે ઘાયલોમાંના ઘણાની હાલત ગંભીર છે અને સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સની ઘણી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. સીરિયન સેનાએ અગાઉના એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિસ્ફોટકોથી સજ્જ ડ્રોને યુવા અધિકારીઓ અને તેમના પરિવારોને નિશાન બનાવ્યા હતા. કોઈ ચોક્કસ જૂથનું નામ લીધા વિના, તેણે હુમલા માટે ‘જાણીતી આંતરરાષ્ટ્રીય શક્તિઓ દ્વારા સમર્થિત’ બળવાખોરોને જવાબદાર ઠેરવ્યા. જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

સીરિયા રાજ્યમાં  ટેલિવિઝન જણાવ્યું હતું કે સરકારે શુક્રવારથી ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ, વિપક્ષી યુદ્ધ મોનિટર અને સરકાર તરફી ‘શામ એફએમ’ રેડિયો સ્ટેશને હુમલાની જાણ કરનાર સૌપ્રથમ હતું. સીરિયાની સેનાએ કહ્યું કે, ‘તે આ આતંકવાદી સંગઠનોને પૂરી તાકાત અને નિર્ણાયકતા સાથે જવાબ આપશે, પછી ભલે તેઓ ગમે ત્યાં હાજર હોય.

સીરિયામાં કટોકટી માર્ચ ૨૦૨૧ માં રાષ્ટ્રપતિ બશર અસદની સરકાર વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ સાથે શરૂ થઈ હતી, પરંતુ વિરોધીઓ પર સરકારની ક્રૂર કાર્યવાહી બાદ તે ટૂંક સમયમાં ગૃહ યુદ્ધમાં ફેરવાઈ ગઈ હતી. ડ્રોન હુમલા બાદ, સીરિયામાં સરકારી દળોએ બળવાખોરોના કબજા હેઠળના ઉત્તર-પશ્ચિમ ઇદલિબ પ્રાંતના ગામડાઓ પર ગોળીબાર કર્યો હતો. ત્યાં કોઈ જાનહાનિના તાત્કાલિક સમાચાર નથી.

આ પણ વાંચો :-

સુરતની સ્મીમેર હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટરને તમાચો મારનારા AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ

રાયગઢની ૪૪.૧૦ લાખની છેતરપિંડીનો આરોપી સુરતથી પકડાયો

રાયગઢની ૪૪.૧૦ લાખની છેતરપિંડીનો આરોપી સુરતથી પકડાયો

0

મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ પોલીસ મથકના લાખોની છેતરપિંડી કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિપુલ અશ્વિન રાજાણી નામના ઓઇલ વેપારીની સચિન પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીના રિમાન્ડ માગવા સહિતની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આરોપી વિરુદ્ધ રાયગઢ ખપોલી પોલીસ મથકમાં 44.10 લાખની ચીટીંગનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં ફરાર આરોપીની સચિનના રાજ અભિષેક સિટી હોમ રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોપી અગાઉ પાલઘર કાસા પોલીસ સ્ટેશનમાં પણ 22.70 લાખની ચીટીંગના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. આરોપી ભેળસેળયુક્ત ગેરકાયદેસર બાયોડીઝલના વેપલામાં પંકાયેલો છે. સચિન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

સુરતની સ્મીમેર હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટરને તમાચો મારનારા AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ

કેનેડામાં ભારતીય દૂતવાસ પર હુમલાની તપસ અમદાવાદ NIAને સોંપવામાં આવ્યો

સુરતની સ્મીમેર હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટરને તમાચો મારનારા AAPના કોર્પોરેટરની ધરપકડ

0

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર કામ કરતા વ્યક્તિને તમાચો મારી દેવાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. વિપુલ સુહાગિયા નામના કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટના કર્મચારી સાથે કરેલા વર્તન બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ તેમની વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરી લોકઅપમાં પુરી દેવાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. જેમાં વિપક્ષના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પોલીસ ૫૦ થી ૬૦ જેટલા નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ સમયે બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી.

આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા અને કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. કોર્પોરેટર વિપુલ સુહાગિયાને ઝડપથી છોડી દેવાની ભગવાન તેમને સદબુદ્ધિ આપે તે માટે રામધુન કરવામાં આવી હતી. એકત્રિત થયેલા તમામ નેતાઓએ વિપુલ સુહાગિયાને છોડે નહીં ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો નક્કી કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વિપુલ સુહાગિયા દ્વારા હોસ્પિટલની અંદર દર્દીઓના કામ ઝડપથી થાય તેવું કરાવવાનું કામ કરાયું હતું. જેને કારણે કોન્ટ્રાક્ટ પરના વ્યક્તિ અને કોર્પોરેટર સાથે ચકમક થઈ હતી. જ્યારે એ વ્યક્તિ કોન્ટ્રાક્ટનો માણસ છે અને તેની નોકરી ન હતી, તો તે ત્યાં શું કરી રહ્યો હતો? તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આજે અમે અહીં વરાછા પોલીસ સ્ટેશનની બહાર જ્યાં સુધી અમારા કોર્પોરેટરને છોડશે નહીં ત્યાં સુધી અહીંથી ન જવા માટેનો નિર્ણય લીધો હતો. પરંતુ પોલીસની ભારતીય જનતા પાર્ટીના હિસાબે અહીં જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

શુભમન ગિલની તબિયત લથડી, વર્લ્ડ કપની પહેલી મેચ નહિ રમી શકે ગિલ, કારણ અહીં વાંચો

કેનેડામાં ભારતીય દૂતવાસ પર હુમલાની તપસ અમદાવાદ NIAને સોંપવામાં આવ્યો

કેનેડામાં ભારતીય દૂતવાસ પર હુમલાની તપસ અમદાવાદ NIAને સોંપવામાં આવ્યો

0

કેનેડામાં  ભારતીય દૂતવાસ પર થયેલા હુમલા મામલે તપાસ અમદાવાદ NIAને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે ૨૩ મી માર્ચના રોજ ખાલીસ્થાની કટ્ટરપંથી સમર્થકોએ ઓટાવામાં ભારતીય હાઇ કમિશન પર હુમલો કર્યો હતો. હવે તેની તપાસ અંગે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અમદાવાદની ટીમ કેનેડા જશે. જોકે હજુ સુધી કેનેડા સરકારે હુમલા અંગે ખાલિસ્તાની સમર્થકોની  માહિતી આપી નથી.

ઓટાવામાં થયેલા હુમલાની અને ત્યારબાદ અમદાવાદ સહિતના સ્થળોએ ખાલીસ્થાનની સમર્થકોના વહેતા થયેલા પ્રિરેકોર્ડેડ મેસેજની તપાસ અંગે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દિલ્હી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્ય તપાસનીસ અધિકારી તરીકેનો ચાર્જ અમદાવાદ એનઆઈએના વડા ધ્રુમન નિમ્બલેને ચાર્જ સોંપાયો છે. જે તપાસ અર્થે ટીમ સાથે કેનેડા જશે.

કેનેડાના ઓટાવવામાં ભારતીય હાઇ કમિશન પર ખાલીસ્થાનની સમર્થકોએ ૨૩મી માર્ચ ૨૦૨૩ના એ દિવસે હુમલો કર્યો હતો. જેમાં ઝંડા સાથે ઘસી આવેલા અમૃતપાલના સમર્થકોએ ભારે હોબાળો મચાવી તોડફોડ કરી હતી. જેને લઈને ખળભળાટ મચી ગયા બાદ આ મામલે એપ્રિલ મહિનામાં ગૃહ મંત્રાલય દ્વારા તપાસ એનઆઇએને સોંપવા આદેશ જારી કર્યા હતા. પ્રાથમિક તપાસમાં એવુ સામે આવી રહ્યું છે કે ખાલીસ્થાની સમર્થકોને પાકિસ્તાની આતંકી સંસ્થા આઈએસઆઈએસનો પૂરતો ટેકો મળી રહ્યો છે. એટલે કે આ હુમલાના તાર પાકિસ્તાની સંસ્થા સાથે જોડાયેલા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે

આ પણ વાંચો :-

શુભમન ગિલની તબિયત લથડી, વર્લ્ડ કપની પહેલી મેચ નહિ રમી શકે ગિલ, કારણ અહીં વાંચો

મુંબઈના ગોરેગાંવમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ૪૬ લોકો દાઝી ગયા, ૭ લોકોના દર્દનાક મોત

શુભમન ગિલની તબિયત લથડી, વર્લ્ડ કપની પહેલી મેચ નહિ રમી શકે ગિલ, કારણ અહીં વાંચો

0

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને પોતાની ધારદાર બેટિંગથી શત્રુ ટીમનો પરસેવો છોડાવી દેનાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેનું રમવું શંકાસ્પદ મનાઈ રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ શુક્રવારે કેટલાક ટેસ્ટિંગ બાદ સ્ટાર બેટ્સમેનની ઉપલબ્ધતા અંગે નિર્ણય લેશે.

ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આવી સ્થિતિમાં આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વગર મેદાનમાં ઉતરી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બેટ્સમેને ગુરુવારે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના નેટ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. આ પછી, ડેન્ગ્યુ સંબંધિત પરીક્ષણો કરવામાં આવ્યા, જે પછી તેની સારવાર ચાલી રહી છે. આ બાબત સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ ગિલના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે. શુક્રવારે ટેસ્ટિંગનો બીજો રાઉન્ડ કરવામાં આવશે. આ પછી જ નક્કી થશે કે શુભમન ગિલ કાંગારૂ ટીમ સામે રમશે કે નહીં.

ગિલે ગુરુવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમના નેટ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. ગિલનો શુક્રવારે એટલે કે આજે બીજો ટેસ્ટ થશે, ત્યારબાદ રમવા અંગે નિર્ણય લેવામાં આવશે. BCCIના એક સૂત્રએ PTIને જણાવ્યું કે, ‘ચેન્નાઈ પહોંચ્યા બાદથી શુભમનને ખૂબ તાવ છે. તેના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે તેના વધુ ટેસ્ટ થશે અને પ્રારંભિક મેચમાં તેના રમવા અંગે નિર્ણય લેવામાં આવશે. સૂત્રએ જણાવ્યું કે, એવું જાણવા મળ્યું છે કે ગિલનો ડેન્ગ્યુ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને તેથી તે કેટલીક મેચો રમી શકશે નહીં.

શુભમન ગિલ આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. ગિલ 2023માં વનડેમાં ભારતનો ટોપ સ્કોરર છે. આ ઓપનરે 2023માં 20 વનડે મેચમાં 72.35ની એવરેજ અને 105.03ની સ્ટ્રાઈક રેટથી 1,230 રન બનાવ્યા છે.

આ પણ વાંચો :-

વલસાડ ટ્રેનમાં જુગાર રમતી સુરતની પાંચ મહિલા પકડાઈ

મુંબઈના ગોરેગાંવમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ૪૬ લોકો દાઝી ગયા, ૭ લોકોના દર્દનાક મોત

મુંબઈના ગોરેગાંવમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ૪૬ લોકો દાઝી ગયા, ૭ લોકોના દર્દનાક મોત

0

મહારાષ્ટ્રના ગોરેગાંવમાં શુક્રવારે સવારે G+૫ બિલ્ડિંગના લેવલ 2માં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ૭  લોકોના મોત થયા છે. આગમાં ૩૯ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 30થી વધુ બાઇક અને ૪ કારમાં પણ આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી. મુંબઈ પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઘાયલ થયેલા કુલ ૪૬ લોકોમાંથી ૭ ના મોત થયા છે અને ૩૯  એચબીટી અને કૂપર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય ખાનગી હોસ્પિટલોમાંથી વિગતોની રાહ જોવાઈ રહી છે જ્યાં ઘાયલોને લઈ જવામાં આવ્યા હતા.

બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી 4 કાર અને 30થી વધુ બાઇક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી, ફાયર બ્રિગેડની ૧૦થી વધુ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવી શકાય, અકસ્માતમાં કુલ ૪૬ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. HBT હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઘાયલોમાંથી ૭ લોકોના મોત થયા છે, જેમાં. પાંચ મહિલાઓ (૨ બાળકો) અને એક પુરુષનો સમાવેશ થાય છે. ૨૫  ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે, જેમાં ૧૨ પુરુષો અને ૧૩ મહિલાઓનો સમાવેશ થાય છે.

પોલીસ અને ફાયર વિભાગના જવાનોએ ઈમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે આગને કારણે લોકો અલગ-અલગ ફ્લોર પર ફસાયા હતા. જેમને ભારે જહેમત બાદ બચાવી લેવાયા હતા.

આ પણ વાંચો :-

વલસાડ ટ્રેનમાં જુગાર રમતી સુરતની પાંચ મહિલા પકડાઈ

સુરતના સાયન્સ સેન્ટરમાં મનુભાઈ પ્રજાપતિ પોતાની કલ્પનાની કોડીયા ડિઝાઈન બનાવ્યા 

સુરત સેન્ટ્રલ ઝોનના ડ્રેનેજની કામગીરી માટે સગરામપુરા થી લઈને ચોક સુધીનો રસ્તો ૭ ઓક્ટોબર થી ૧૧ નવેમ્બર સુધી બંધ રહેશે

0

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સંગ્રામપુરા વિસ્તારમાં બાકી રહી ગયેલી ડ્રેનેજની કામગીરી પૂરી કરવા માટે આગામી ૭ ઓક્ટોબર થી કામગીરી શરૂ કરવામાં આવશે. ૭ ઓક્ટોબર થી શરૂ કરવામાં આવેલી કામગીરી 11 નવેમ્બરના રોજ પુરી થશે ત્યાં સુધીમાં આ રોડ પર વાહન વ્યવહાર તથા રાહદારીઓની અવર જવર પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. આ સમય દરમિયાન અવર જવર માટે વૈકલ્પિક રોડ જાહેર કરવામા આવ્યા છે તેનો ઉપયોગ વાહન વ્યવહાર માટે કરવાનો રહેશે તેવી જાહેરાત પાલિકાએ કરી છે.

પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં બાકી રહેલી ડ્રેનેજની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. સગરામપુરા કૈલાસનગર ગરબા ચોક થી વિજય વલ્લભ ચોક સુધીના રસ્તા પર કામગીરી કરવામાં આવશે. આગામી ૭ ઓક્ટોબરથી આ કામગીરી શરુ કરવામા આવશે તે કામગીરી 8 નવેમ્બર સુધી ચાલશે આ સમય દરમિયાન આ વિસ્તાર પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ રસ્તા પર થનાર કામગીરી દરમ્યાન સગરામપુરા કૈલાસનગર ગરબા ચોક થી નાનપુરા વિજય વલ્લભ ચોક તરફ આવતા વાહનો અને રાહદારીઓએ લાલવાડી ટપાલ મંડપ થઈ ગોલકીવાડ થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ વિજય વલ્લભચોક તરફ જઈ શકશે તેમજ મહાદેવનગર થઈ રીંગરોડ થઈ મજુરાગેટ થઈ શારદા સર્કલ થઈ નાનપુરા વિજય વલ્લભ ચોક તરફ જઈ શકશે. તેમજ મહાદેવનગર થઈ રીંગરોડ મજુરાગેટ થઈ જૂની આર.ટી.ઓ થઈ નાનપુરા જિવનભારતી સ્કૂલ થઈ લાફીંગ બુધ્ધા સર્કલ થઈ નાનપુરા વિજય વલ્લભ યોક તરફ જઈ શકશે.

આવી જ રીતે નાનપુરા વિજય વલ્લભ ચોક થી સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જતા વાહનો અને રાહદારીઓએ વિજય વલ્લભ યોક થઈ ક્ષેત્રપાળ મંદિર થઈ ગોલકીવાડ થઈ લાલવાડી ટપાલ મંડપ થઈ કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકશે. તેમજ વિજય વલ્લભ ચોક થઈ શારદા સર્કલ થઈ મજુરાગેટ થઈ રીંગરોડ થઈ મહાદેવનગર થઈ સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકાશે. તેમજ વિજય વલ્લભ ચોક થઈ લાફીંગ બુધ્ધા સર્કલ થઈ નાનપુરા જિવનભારતી સ્કૂલ થઈ રીંગ રોડ જુની આર.ટી.ઓ થઈ મજુરાગેટ થઇ મહાદેવનગર થઇ સગરામપુરા કૈલાશનગર, ગરબા ચોક તરફ જઈ શકાશે.

આ પણ વાંચો :-

વલસાડ ટ્રેનમાં જુગાર રમતી સુરતની પાંચ મહિલા પકડાઈ

સુરતના સાયન્સ સેન્ટરમાં મનુભાઈ પ્રજાપતિ પોતાની કલ્પનાની કોડીયા ડિઝાઈન બનાવ્યા 

સુરતના સાયન્સ સેન્ટરમાં મનુભાઈ પ્રજાપતિ પોતાની કલ્પનાની કોડીયા ડિઝાઈન બનાવ્યા 

0

સુરતના સાયન્સ સેન્ટરમાં ક્રાફ્ટનું એક એક્ઝિબ્યુશન શરુ થયું છે તેમાં કલાકારોની કલાને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ જગ્યાએ અમદાવાદના એક કોડિયા બનાવનાર કારીગરનો પણ સ્ટોલ છે. અમદાવાદના મનુભાઈ પ્રજાપતિ માત્ર બે ધોરણ સુધી જ ભણેલા છે અને પોતાના બાપદાદાના કુંભારનાં ધંધામાં તેઓ સમજતા થયા ત્યારે જ જોડાય છે. છેલ્લા ૬૪ વર્ષથી દિવડા બનાવવાનું કામ કરનારા મનુભાઈ કહે છે, પહેલા હાથથી ચાકડો ફેરવી તેના પર માટી મુકીને દિવા તથા માટીના વાસણ બનાવવામાં આવતા હતા.પરંતુ સમય અને જગ્યાના અભાવના કારણે લાકડાના ચાકડાને બદલે અનેક કારીગરો ઈલેક્ટ્રીક ચાકડાનો ઉપયોગ કરતા થયા છે.

સુરત સહિત ગુજરાતમાં ઇલેક્ટ્રિક કોડિયાના આક્રમણ સામે માટીના કોડીયાની ડિમાન્ડ યથાવત જોવા મળી રહી છે. જેના કારણે મૃતઃપ્રાય થવા જઈ રહેલા કોડિયાનો ધંધો ફરી પાટા પર ચઢી રહ્યો છે. સમયની સાથે સાથે માટીના કોડીયા બનાવવાનો ચાકડો લાકડાના બદલે ઈલેકટ્રીક બની ગયા છે. પરંપરાગત કારીગરો પર હવે તેનો ઉપયોગ કરીને ઝડપી ઉત્પાદન કરતા થયા છે.

દિવડા બનાવવામા આવતા હતા પરંતુ બજારમાં ચાઈનીઝ તથા અન્ય ફેશનેબલ દિવડા આવ્યા તેના સામે અમે અમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને જાત જાતના દિવડા બનાવીએ છીએ. પરંપરાગત કોડિયાની સાથે સાથે અમે પવનના કારણે હોલવાઈ નહી તેવા દિવા પણ બનાવીએ છીએ. અમે જે ડિઝાઈન જોઈએ છીએ તેના કરતાં પણ સારી ડિઝાઇન બનાવી કોડિયાનો આકાર આપી રહ્યાં છે અને આ કોડિયાની ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. સરકાર દ્વારા આવા પ્રકારના પ્રદર્શન વેચાણ રાખવામા આવે છે તેના કારણે અમારા જેવા કારીગરોને ફાયદો થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

વલસાડ ટ્રેનમાં જુગાર રમતી સુરતની પાંચ મહિલા પકડાઈ

સુરતના વોર્ડ નંબર ૩૦માં આવેલ કનકપુર વિસ્તારની તળાવ બની ખાડી

સુરતના વોર્ડ નંબર ૩૦માં આવેલ કનકપુર વિસ્તારની તળાવ બની ખાડી

0

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૩૦માં આવેલ કનકપુર વિસ્તારની શોભા વધારતું તળાવ ખાડી બની ગયું છે. ડ્રેનેજ લાઈનમાં ભંગાણના કારણે ગંદુ પાણી તળાવમાં ભળતા અતિશય દુર્ગંઘ આવી રહી છે. તળાવની અંદર દૂષિત પાણી ઠલવાતું હોવાને કારણે આસપાસના લોકોનું રહેવું પણ દુષ્કર બની ગયું છે. વર્ષોથી ફરિયાદ કરવામાં આવી રહી છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ ફરિયાદને પગલે આજે વિપક્ષે સ્થળે પહોંચી સમસ્યાનું જાતે નિરિક્ષણ કર્યું હતું.

સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 30માં આવેલ કનકપુર વિસ્તારનું ગભેણી ગામમાં તળાવમાં ડ્રેનેજનું પાણી તેમજ ખૂબ ગંદકી હોવાની ફરિયાદ મળતા વિપક્ષ નેતાએ મુલાકાત લીધી હતી. દરેક ગામમાં તળાવએ ગામની શોભા વધારતું હોય છે, પરંતુ અહીં આ ગામનું તળાવ તો ખાડી બની ગયું હોય તેવી સ્થિતિ છે. ત્યારે  વિપક્ષ નેતાએ અધિકારીને પણ રૂબરૂ મળી ચર્ચા કરી અને સાફ-સફાઈ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચન કર્યું હતું.

ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે. આરોગ્ય લક્ષી કેટલાય પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, છતાં પણ કોર્પોરેશનના સત્તાધિશોને તેની કોઈ ચિંતા નથી. અમે આશા રાખીએ છીએ કે આજે વિપક્ષના નેતાએ લીધેલી મુલાકાત અને અધિકારીઓને આપેલી સૂચના બાદ ડ્રેનેજ લાઈનમાં થયેલા લીકેજને બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

વલસાડ ટ્રેનમાં જુગાર રમતી સુરતની પાંચ મહિલા પકડાઈ

સુરતમાં રોકાયેલો રશિયન નાગરિક દેશભરમાં મોકલતો ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ

 

 

વલસાડ ટ્રેનમાં જુગાર રમતી સુરતની પાંચ મહિલા પકડાઈ

0

વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર સયાજી એક્સપ્રેસ ટ્રેનમાં જુગાર રમતી પાંચ મહિલાઓને ૩૪૫૦ રૂપિયાની રોકડ સાથે જીઆરપી પોલીસે પકડી પાડી હતી .

ભુજ થી મુંબઈ તરફ જઈ રહેલી સયાજી એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં ટોયલેટ પાસે ૫ મહિલાઑ તીન પત્તીનો જુગાર રમતી હોવાની બાતમી વલસાડ જીઆરપી મળી હતી. આ બાતમીના આધારે સયાજી એક્સપ્રેસ ટ્રેન વલસાડ આવી પહોચતા જ જનરલ ડબ્બામાં પહોચી ગઈ હતી.

પોલિસ હાથે પકડાયેલી મહિલાઓમાં સુરત મીઠીખડી વિસ્તારની બબીતા ઇગળે, ધર્મીષ્ઠા રાણા, માનદરવાજા વિસ્તારમાં રહેતી ખૂસબુ ઉર્ફ બીજલી સિદદીકી, દક્ષા વસાવા તથા રુદ્રપુરમાં રહેતી ખૂસબુ પ્રકાસ પટેલને રૂ ૩૪૫૦ રોકડ સાથે ચાલુ ટ્રેન ટોયલેટ પાસે બેસી તીનપત્તીનો જુગાર રમતા પકડી પાડી હતી. આ પાંચે સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી જેલ ભેગી કરાઇ હતી.

આ પણ વાંચો :-

સુરતમાં રોકાયેલો રશિયન નાગરિક દેશભરમાં મોકલતો ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ

ગરબાની પ્રેક્ટિસ કરતા ૨૮ વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત