સુરતના વોર્ડ નંબર ૩૦માં આવેલ કનકપુર વિસ્તારની તળાવ બની ખાડી

Share this story

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૩૦માં આવેલ કનકપુર વિસ્તારની શોભા વધારતું તળાવ ખાડી બની ગયું છે. ડ્રેનેજ લાઈનમાં ભંગાણના કારણે ગંદુ પાણી તળાવમાં ભળતા અતિશય દુર્ગંઘ આવી રહી છે. તળાવની અંદર દૂષિત પાણી ઠલવાતું હોવાને કારણે આસપાસના લોકોનું રહેવું પણ દુષ્કર બની ગયું છે. વર્ષોથી ફરિયાદ કરવામાં આવી રહી છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ ફરિયાદને પગલે આજે વિપક્ષે સ્થળે પહોંચી સમસ્યાનું જાતે નિરિક્ષણ કર્યું હતું.

સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 30માં આવેલ કનકપુર વિસ્તારનું ગભેણી ગામમાં તળાવમાં ડ્રેનેજનું પાણી તેમજ ખૂબ ગંદકી હોવાની ફરિયાદ મળતા વિપક્ષ નેતાએ મુલાકાત લીધી હતી. દરેક ગામમાં તળાવએ ગામની શોભા વધારતું હોય છે, પરંતુ અહીં આ ગામનું તળાવ તો ખાડી બની ગયું હોય તેવી સ્થિતિ છે. ત્યારે  વિપક્ષ નેતાએ અધિકારીને પણ રૂબરૂ મળી ચર્ચા કરી અને સાફ-સફાઈ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચન કર્યું હતું.

ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે. આરોગ્ય લક્ષી કેટલાય પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, છતાં પણ કોર્પોરેશનના સત્તાધિશોને તેની કોઈ ચિંતા નથી. અમે આશા રાખીએ છીએ કે આજે વિપક્ષના નેતાએ લીધેલી મુલાકાત અને અધિકારીઓને આપેલી સૂચના બાદ ડ્રેનેજ લાઈનમાં થયેલા લીકેજને બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

વલસાડ ટ્રેનમાં જુગાર રમતી સુરતની પાંચ મહિલા પકડાઈ

સુરતમાં રોકાયેલો રશિયન નાગરિક દેશભરમાં મોકલતો ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ