શુભમન ગિલની તબિયત લથડી, વર્લ્ડ કપની પહેલી મેચ નહિ રમી શકે ગિલ, કારણ અહીં વાંચો

Share this story

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને પોતાની ધારદાર બેટિંગથી શત્રુ ટીમનો પરસેવો છોડાવી દેનાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેનું રમવું શંકાસ્પદ મનાઈ રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ શુક્રવારે કેટલાક ટેસ્ટિંગ બાદ સ્ટાર બેટ્સમેનની ઉપલબ્ધતા અંગે નિર્ણય લેશે.

ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આવી સ્થિતિમાં આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વગર મેદાનમાં ઉતરી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બેટ્સમેને ગુરુવારે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના નેટ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. આ પછી, ડેન્ગ્યુ સંબંધિત પરીક્ષણો કરવામાં આવ્યા, જે પછી તેની સારવાર ચાલી રહી છે. આ બાબત સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ ગિલના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે. શુક્રવારે ટેસ્ટિંગનો બીજો રાઉન્ડ કરવામાં આવશે. આ પછી જ નક્કી થશે કે શુભમન ગિલ કાંગારૂ ટીમ સામે રમશે કે નહીં.

ગિલે ગુરુવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમના નેટ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. ગિલનો શુક્રવારે એટલે કે આજે બીજો ટેસ્ટ થશે, ત્યારબાદ રમવા અંગે નિર્ણય લેવામાં આવશે. BCCIના એક સૂત્રએ PTIને જણાવ્યું કે, ‘ચેન્નાઈ પહોંચ્યા બાદથી શુભમનને ખૂબ તાવ છે. તેના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે તેના વધુ ટેસ્ટ થશે અને પ્રારંભિક મેચમાં તેના રમવા અંગે નિર્ણય લેવામાં આવશે. સૂત્રએ જણાવ્યું કે, એવું જાણવા મળ્યું છે કે ગિલનો ડેન્ગ્યુ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને તેથી તે કેટલીક મેચો રમી શકશે નહીં.

શુભમન ગિલ આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. ગિલ 2023માં વનડેમાં ભારતનો ટોપ સ્કોરર છે. આ ઓપનરે 2023માં 20 વનડે મેચમાં 72.35ની એવરેજ અને 105.03ની સ્ટ્રાઈક રેટથી 1,230 રન બનાવ્યા છે.

આ પણ વાંચો :-

વલસાડ ટ્રેનમાં જુગાર રમતી સુરતની પાંચ મહિલા પકડાઈ

મુંબઈના ગોરેગાંવમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ૪૬ લોકો દાઝી ગયા, ૭ લોકોના દર્દનાક મોત