મુંબઈના ગોરેગાંવમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ૪૬ લોકો દાઝી ગયા, ૭ લોકોના દર્દનાક મોત

Share this story

મહારાષ્ટ્રના ગોરેગાંવમાં શુક્રવારે સવારે G+૫ બિલ્ડિંગના લેવલ 2માં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ૭  લોકોના મોત થયા છે. આગમાં ૩૯ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 30થી વધુ બાઇક અને ૪ કારમાં પણ આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી. મુંબઈ પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઘાયલ થયેલા કુલ ૪૬ લોકોમાંથી ૭ ના મોત થયા છે અને ૩૯  એચબીટી અને કૂપર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય ખાનગી હોસ્પિટલોમાંથી વિગતોની રાહ જોવાઈ રહી છે જ્યાં ઘાયલોને લઈ જવામાં આવ્યા હતા.

બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી 4 કાર અને 30થી વધુ બાઇક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી, ફાયર બ્રિગેડની ૧૦થી વધુ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવી શકાય, અકસ્માતમાં કુલ ૪૬ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. HBT હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઘાયલોમાંથી ૭ લોકોના મોત થયા છે, જેમાં. પાંચ મહિલાઓ (૨ બાળકો) અને એક પુરુષનો સમાવેશ થાય છે. ૨૫  ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે, જેમાં ૧૨ પુરુષો અને ૧૩ મહિલાઓનો સમાવેશ થાય છે.

પોલીસ અને ફાયર વિભાગના જવાનોએ ઈમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે આગને કારણે લોકો અલગ-અલગ ફ્લોર પર ફસાયા હતા. જેમને ભારે જહેમત બાદ બચાવી લેવાયા હતા.

આ પણ વાંચો :-

વલસાડ ટ્રેનમાં જુગાર રમતી સુરતની પાંચ મહિલા પકડાઈ

સુરતના સાયન્સ સેન્ટરમાં મનુભાઈ પ્રજાપતિ પોતાની કલ્પનાની કોડીયા ડિઝાઈન બનાવ્યા