Home Blog Page 943

2000 Rupee Note : ૨૦૦૦ની નોટ બદલવાનો આજે છે અંતિમ દિવસ, જાણો આવતીકાલથી શું થશે

0
  • જો તમારી પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટો બાકી છે. તો તમારી પાસે તેને બદલવા માટે ગણતરીના કલાકો બાકી છે. આ નિર્ણયને મિની ડિમોનેટાઈઝેશન પણ કહેવામાં આવી રહ્યું છે.

૨૦૦૦ રૂપિયાની નોટો બજારમાંથી ગાયબ થવાની શું અસર થશે તે જાણવા માટે પહેલા એ સમજવું જરૂરી છે કે તેની શા માટે જરૂર હતી. નવેમ્બર ૨૦૧૬માં નોટબંધીના સમયે જ્યારે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો અચાનક બંધ કરવામાં આવી હતી. ત્યારે બંધ થયેલી બંને નોટોએ કુલ રોકડ પરિભ્રમણમાં ૮૬ ટકા યોગદાન આપ્યું હતું.

આનો અર્થ એ થયો કે એક જ વારમાં બજારમાંથી રોકડ લગભગ જતી રહી હતી. ડિમોનેટાઈઝેશનથી સર્જાયેલી ખાલીપોને શક્ય તેટલી વહેલી તકે નવી નોટોથી ભરવાની જરૂર હતી. જેથી અર્થતંત્ર પર ઓછામાં ઓછી અસર પડે. આ કામ નાની નોટો કરતાં મોટી નોટો વડે વધુ સરળતાથી કરી શકાયું હોત. જેના કારણે ૨૦૦૦ રૂપિયાની નોટની જરૂરિયાત ઉભી થઈ.

આ વર્ષે ૧૯ મેના રોજ આરબીઆઈએ ૨૦૦૦ રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ નોટોને બેંકની શાખાઓમાં જમા કરાવવા અથવા અન્ય મૂલ્યોની નોટો બદલાવવા માટે ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

આરબીઆઈએ લોકોને છેલ્લી તારીખ પહેલા તેમના ખાતામાં રૂ.૨૦૦૦ની નોટ જમા કરવા અથવા બદલવાની વિનંતી કરી હતી. હવે બેંકની શાખાઓમાં ૨૦૦૦ રૂપિયાની ખૂબ જ ઓછી સંખ્યામાં નોટો આવી રહી છે.

હાલના સંકેત જોતા આરબીઆઈ નોટ જમા કરાવવાની ડેડલાઈન વધારે તેવી કોઈ શક્યતા નથી. તેથી આવતીકાલથી નોટ રદ્દી બની જાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો :-

 

સ્કોટલેન્ડમાં ખાલિસ્તાન સમર્થકોએ મચાવ્યો ઉત્પાત, ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારા જતા અટકાવ્યા, કહ્યું…

  • બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા.

બ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર હંગામો મચાવ્યો છે. વાત જાણે એમ છે કે, બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા.

ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને કારમાંથી નીચે ઉતરવા દીધા ન હતા. ખાલિસ્તાન તરફી શીખ કાર્યકર્તાએ જણાવ્યું કે, તેમાંથી કેટલાકને ખબર પડી કે, દોરાઈસ્વામીએ આલ્બર્ટ ડ્રાઈવ પર ગ્લાસગો ગુરુદ્વારાની ગુરુદ્વારા કમિટી સાથે મીટિંગ કરવાની યોજના બનાવી છે.

ખાલિસ્તાની સમર્થકે કહ્યું, કેટલાક લોકો આવ્યા અને તેમને કહ્યું કે તેમનું અહીં સ્વાગત નથી અને તેઓ ચાલ્યા ગયા. હળવો બોલાચાલી થઈ હતી. મને નથી લાગતું કે ગુરુદ્વારા કમિટી જે બન્યું તેનાથી બહુ ખુશ છે. પરંતુ બ્રિટનના કોઈપણ ગુરુદ્વારામાં ભારતીય અધિકારીઓનું સ્વાગત નથી. અમે યુકે અને ભારત વચ્ચેની મિલીભગતથી કંટાળી ગયા છીએ. હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ તાજેતરના તણાવને કારણે બ્રિટિશ શીખોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

કેનેડા અને બ્રિટનના ઘણા શહેરોમાં શીખોની વસ્તી ઘણી વધારે છે અને ગુરુદ્વારા આ સમુદાયનું કેન્દ્રબિંદુ છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર સરેના ગુરુદ્વારાનો પ્રમુખ હતો. નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકો રોષે ભરાયા છે. ખાલિસ્તાની સમર્થકો માટે શુક્રવારે સ્કોટલેન્ડમાં ભારતીય હાઈ કમિશનર સાથે ગેરવર્તણૂક કોઈ નવી વાત નથી. બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકો આ પહેલા પણ આવી હરકતો કરી ચુક્યા છે.

આ પણ વાંચો :-

પાદરામાં કોમી છમકલું : હિન્દુ યુવકને લૂંટી બિભત્સ ચેનચાળા કરતા વાતાવરણ તંગ બન્યું

0
  • વડોદરાના પાદરામાં મોડીરાત્રે લઘુમતી કોમ અને હિન્દુ સંગઠનો વચ્ચે બબાલ. જૂલુસમાં નીકળેલા લોકોએ હિન્દુ યુવકને લૂંટી બિભત્સ ચેનચાળા કરતા વાતાવરણ તંગ બન્યુ. પોલીસે આખીરાત કોમ્બિંગ હાથ ધરી ૨૨ લોકોને રાઉન્ડ અપ કર્યા.

વડોદરાના પાદરામાં નીકળેલા જૂલુસમાં મોડીરાત્રે બે કોમ વચ્ચે મોટી બબાલ થઈ હતી. વિધર્મીઓએ હિન્દુ સંગઠનના લોકોને ધમકી આપતા મામલો ગરમાયો હતો. લાગણી દુભાઈ દેવા શબ્દો વાપરી લઘુમતી કોમના લોકોએ ચેનચેળા કર્યા હતા.

એટલું જ નહિ, હિંદુ એકતા સંગઠનના યુવકની સોનાની ચેન લૂંટી લેવાઈ હતી. આમ, કોમી છમકલાથી પોલીસ દોડતી થઈ હતી. વડોદરાના પાદરામાં લઘુમતી લોકોના ચેનચાળા બાદ હિન્દુ સંગઠનના લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ વણસતા પોલીસે અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું. જેમાં પોલીસે ૧૩ લોકો સામે ફરિયાદ નોંધી, તો ૪૦ લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો.

હાલ શહેરમાં વિસર્જન અને ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યાં પાદરા તાલુકામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો. પાદરામાં મોડી રાત્રે કોમી છમકલું થયું હતું. પાદરામાં નીકળેલા જુલુસમાં હિન્દૂ એકતા સંગઠનના યુવકોને ધમકી આપી હિન્દૂ સંગઠનોની લાગણી દુભાય તેવા શબ્દો બોલવામાં આવ્યા હતા. લઘુમતી કોમના યુવકોએ બિભસ્ત અટકચડા કર્યા હતા. જેથી હિન્દૂ સંગઠનોએ મચાવ્યો ભારે હોબાળો મચાવ્યો હતો. આ સમયે હિન્દુ એકતા સંગઠનના યુવકની સોનાની ચેન પણ લૂંટી લેવાઈ હતી.

રાત્રિ દરમિયાન મામલો બિચકતા જિલ્લાની પોલીસ બોલાવી લેવાઈ હતી. અલગ અલગ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ હતું. આ બાદ ૧૩ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. કુલ ૨૨ લોકોની પોલીસે રાઉન્ડ અપ કરાયા હતા. તો ૪૦ લોકોના ટોળા સામે રાયોટિગની ફરિયાદ નોંધાઈ.

તો બીજી તરફ વડોદરાના પાદરામાં જુલુસમાં તલવારબાજી કરતાં લોકોનો વીડિયો સામે આવ્યો છે. જાહેરમાં લોકોના હાથમાં તલવાર જોવા મળી. શહેરમાં નીકળેલ જુલુસમાં તલવાર બાજી કરતા લોકોનો વીડિયો સામે આવ્યા છે.

જાહેરમાં ડીજેમાં નાચતા લોકોના હાથમાં તલવારો જોવા મળી. તલવારો સાથે તીક્ષ્ણ હથિયારો લઈ લોકો નાચી રહ્યાં છે. ત્યારે પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. જુલુસમાં તલવારબાજી કરનાર લોકો સામે જાહેરનામાની ભંગની ફરિયાદ નોંધાશે.

આ પણ વાંચો :-

કોંગ્રેસ કાર્યાલયની બહાર ‘બિગ બોસ’ ફેમ અર્ચના ગૌતમ સાથે મારામારી, જાણો શું છે સમગ્ર ઘટના

0
  • રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ’નો ભાગ રહી ચુકેલી અભિનેત્રી અર્ચના ગૌતમ સાથે તાજેતરમાં AICC ઓફિસની બહાર કેટલીક મહિલાઓએ ગેરવર્તણૂક કરી હતી.

રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ’નો ભાગ રહી ચુકેલી અભિનેત્રી અર્ચના ગૌતમ સાથે તાજેતરમાં AICC ઓફિસની બહાર કેટલીક મહિલાઓએ ગેરવર્તણૂક કરી હતી. આ મહિલાઓએ અર્ચના ગૌતમના વાળ ખેંચીને ધક્કો માર્યો હતો. ભૂતકાળમાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રહી ચુકેલી અર્ચના ગૌતમ તેના પિતા સાથે ૨૯ સપ્ટેમ્બરે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના કાર્યાલય પહોચ્યાં હતા. અભિનેત્રીને ઓફિસમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, ઉલટું ત્યાં તેને ગેરવર્તણૂકનો સામનો કરવો પડયો હતો. આ ઘટનાના ફૂટેજ ઈન્ટરનેટ પર વાયરલ થયા છે.

અર્ચના ગૌતમે આરોપ લગાવ્યો કે જ્યારે તેણી પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તે પાર્ટી અધ્યક્ષ ખડગે અને પ્રિયંકા ગાંધીને મહિલા અનામત બિલ પર અભિનંદન આપવા આવી હતી. અર્ચનાએ આ મામલે મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો છે. પરંતુ વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયો ઘણી બધી બાબતો સ્પષ્ટ કરે છે. આ ઘટના અંગે અભિનેત્રીએ કહ્યું છે કે તે ચૂપ બેસી રહેવાની નથી અને આ મામલે આગળ લડશે. અર્ચનાએ કહ્યું કે મારી સાથે કંઈક ખોટું થયું છે.

અહેવાલ છે કે અર્ચના ગૌતમ ૩૦ સપ્ટેમ્બરે આ સમગ્ર ઘટના પર પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને મેરઠમાં આ મામલે કેસ દાખલ કરી શકે છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. અગાઉ માર્ચ મહિનામાં અર્ચનાના પિતાએ પ્રિયંકા ગાંધી વાડ્રાના પીએ (સંદીપ સિંહ) વિરુદ્ધ મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.

ત્યારે અર્ચના ગૌતમના પિતાએ આરોપ લગાવ્યો હતો કે પ્રિયંકા ગાંધીના અંગત સચિવે તેમની પુત્રીને મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેઓ તેને ઉપાડી જશે. અર્ચનાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે સેક્રેટરી સંદીપ સિંહે તેમની પુત્રી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. અર્ચના ગૌતમ સુપરસ્ટાર સલમાન ખાનના હોસ્ટ રિયાલિટી શો ‘બિગ બોસ’ ૧૬નો ભાગ હતી. તે આ સિઝનમાં લાંબા સમય સુધી રહી, જોકે ટ્રોફી જીતી શકી ન હતી.

આ પણ વાંચો :-

પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે ગુજરાતના સ્થળે કર્યું કર્યું હતું પિતૃ તર્પણ…

  • આમ તો તીર્થ સ્થાનોમાં સ્નાન અને દર્શનનું ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ શ્રાદ્ધ (shraddha paksha ૨૦૨૩)માં દિવસોમાં ભગવાન વિષ્ણુના પૂજા સ્થાનકોનું મહત્વ અનેકગણુ વધી જાય છે. દ્વારકા પાસે આવેલ પિંડારા ગામનું મહત્વ મહાભારત (Mahabharat) કાળથી છે. અહીં પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે પૂજા કરી હતી.

આમ તો તીર્થ સ્થાનોમાં સ્નાન અને દર્શનનું ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ શ્રાદ્ધ (shraddha paksha ૨૦૧૯)માં દિવસોમાં ભગવાન વિષ્ણુના પૂજા સ્થાનકોનું મહત્વ અનેકગણુ વધી જાય છે. હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે. જેમાં અનેક લોકો દ્વારકાધીશ (Dwarka)ના ચરણોમાં આવે છે. ખાસ કરીને દ્વારકા પાસે આવેલ પિંડારા ગામનું મહત્વ મહાભારત (Mahabharat) કાળથી છે. અહીં પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે પૂજા કરી હતી.

ચારધામમાનું એક ધામ અને સાત પૂરી માંની એક પૂરી એટલે ભગવાન વિષ્ણુ એવા દ્વારકાધીશ ધામમાં દ્વારકાથી ૪૫ કિલોમીટર દૂર પીંડારા ગામ આવ્યું છે. કહેવાય છે કે મહાભારતનાં યુદ્ધ બાદ ગુરુકુળમાં કોઈ બચ્યું ન હતું અને પાંડવો પોતાના ભાઈઓ અને વડીલોનાં પિંડ તારવવા અહી આવ્યા હતા. ભગવાન વિષ્ણુ એટલે કે કૃષ્ણની હાજરીમાં અહી લોખંડનાં પિંડ તારવ્યા હતા.

૫૦૦૦ વર્ષ પહેલાં અહીં પિંડ તારવ્યા હોઈ આ ગામ પિંડારા તરીકે ઓળખાય છે. પાપથી મુકત અને પિતૃઓનાં મોક્ષ માટે ભીમ દ્વારા લોખંડનું પિંડ અહી તરી ગયું હતું. ત્યારથી આ સ્થાનનો મહિમા ગુજરાત અને દેશભરમાં પ્રખ્યાત છે. શ્રાદ્ધ માટે પિંડારાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેઓનાં સ્વજનનાં અપમૃત્યુ થયા હોય તેવા પિતૃઓનાં મોક્ષ માત્ર આ ક્ષેત્રમાં સંભવ છે.

આમ તો જ્યાં જગતનો તાત બિરાજે તેવા દ્વારકા ધામનાં જગત મંદિરના ૫૬ પગથિયે પવિત્ર ગોમતી નદી આવેલી છે. ખળખળ વહેતી અને સમુદ્ર સાથે સંગમ કરતા આ ગોમતી ઘાટ પર ગુજરાત અને દેશવિદેશથી લોકો અહી પોતાના સ્વજનનાં મૃત્યુ બાદ અસ્થી વિસર્જન કરવા અહી આવે છે. મૃતક સ્વજનના મોક્ષ પ્રાપ્તિ અર્થે અહીં આવે છે. તેમજ શ્રાદ્ધના માસમાં તેમજ બારેમાસ અહી પિંડ દાન કરવા લોકો આવે છે.

બ્રાહ્મણ પાસે વિધિવિધાનથી પૂજા બાદ પિંડ દાન કરી લોકો પોતાના પિતૃઓને મોક્ષ મળે તે માટે તેઓ ગોમતીમાં સ્નાન કરી ભગવાન વિષ્ણુ એટલે કે દ્વારકાધીશનાં દર્શન કરે છે. મુક્તિ અને મોક્ષનું આ પરમ વિષ્ણુ ધામ દ્વારકામાં ભાદરવા માસમાં પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહી ગોમતી નદીના નારાયણ ઘાટ પર પિંડદાનનું મહત્વ રહેલું છે.

આ પણ વાંચો :-

 

અમદાવાદની હોટલમાં અંગતપળો માણતી વખતે યુવકને આવ્યો હાર્ટએટેક, થયું મોત, યુવતીએ….

0
  • અમદાવાદના વસ્ત્રાલની સરગમ હોટલમાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે તો કેટલાક કિસ્સામાં ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. અમદાવાદમાં એક હોટલમાં યુવક-યુવતી સાથે આવ્યા હતા. જ્યાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બુધવારે બપોરે વસ્ત્રાલની સરગમ હોટલમાં એક યુવક-યુવતી એકસાથે રૂમમાં ગયા હતા.જો કે યુવકને અંગતપળો માણતી વખતે હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. જે દરમિયાન યુવતી ગભરાઈ ગઈ અને હોટલ છોડી ત્યાંથી નાસી છૂટી હતી. જો કે હોટલના રૂમમાંથી યુવક બહાર ન નીકળતા હોટલ સ્ટાફે તપાસ કરતા અંદર યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો.

હોટલના સંચાલકો પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતદેહને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જેમાં આશંકા જણાવી આવી હતી કે યુવતી સાથે અંગત પળો માણતી વખતે યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. જો કે સમગ્ર મામલે રામોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે જણાવીએ કે પોલીસે યુવકની ઓળખ મોહંમદ ઈમરાન અન્સારી (ઉ,32 રહે. રખિયાલ) તરીકે કરી છે.

આ પણ વાંચો :-

વેપાર-ઉદ્યોગમાં વણસતી જતી સ્થિતિ, આગામી દિવસોમાં ભયાનક ઘટનાઓ બનવાનો ભય

  • નોટબંધી, જીએસટી અને કોરોનાએ પાયમાલ કરી નાંખેલું માનવજીવન અને વેપાર-ઉદ્યોગ હજુ બેઠા થયા નથી.
  • ઉપરથી ભલે રૂપાળું દેખાતું હોય, પરંતુ ગરીબો, શ્રમજીવીઓ, મધ્યમવર્ગીઓ, વેપારીઓ, ઉદ્યોગકારોની આર્થિક સ્થિતિ સારી નથી.
  • ઝેર પીને આપઘાતનો પ્રયાસ કરનાર નરેશ અગ્રવાલ મોટા ગજાનાં અને પરિસ્થિતિનો સામનો કરી શકે એવું વ્યક્તિત્વ છે છતાં તેમણે ગત દિવાળીનાં દિવસોમાં કંઈક અમંગળ થવાના સંકેત આપ્યા હતા.
  • મોદી સરકાર કોરોનાકાળથી દેશનાં ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ પૂરું પાડે છે, સરકારે આ વ્યવસ્થા કરી ન હોત તો કેટલાય ગરીબો ભૂખ અને ખાલી પેટનાં કારણે મરી ગયા હોત.

રિઅલ એસ્ટેટનાં ધંધામાં મંદી, વ્યાજનું ચક્કર અને તકસાધુઓ દ્વારા વિશ્વાસઘાતની ઘટનાઓને પગલે સુરતમાં વીતેલા વર્ષમાં અનેક જાણીતા લોકોએ આત્મહત્યાઓ કરી લીધી હતી. પરંતુ થોડા દિવસોની અરેરાટી અને સહાનુભૂતિની વાતો વચ્ચે સમસ્યાનાં ઉકેલ માટે કોઈ જ પગલાં ભરાયા નથી. સરકાર પક્ષે પણ અસહ્ય નાણાંભીડ ભોગવતા બિલ્ડર્સ તેમજ વેપાર, ઉદ્યોગને રાહત મળે એવા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી.

બલ્કે એકાદ બે હપ્‍તા ચૂકી જવાય એટલે બેંકોની નોટિસોનો મારો શરૂ થઈ જાય છે અને ખાનગી ફાયનાન્સરોનાં ત્રાસને શબ્દોમાં વર્ણવુનું શક્ય નથી. સુરતમાં રોજના સરેરાશ ચારથી પાંચ આત્મહત્યાના બનાવો બનતા હશે. આ પૈકી આર્થિક સંકડામણને કારણે આપઘાત કરનારાઓની સંખ્યા ખૂબ મોટી હશે. આમાં ફૂટપાથ ઉપર વેપાર કરતા શ્રમજીવીથી શરૂ કરીને અનેક ઉદ્યોગકારોએ આપઘાત કર્યા હશે.

ભારત બચત ઉપર જીવનારો દેશ છે, પરંતુ મોદી સરકારે કોઈ જ દેખીતા કારણ વગર ‘નોટબંધી’નો કાયદો લાવીને લાખો પરિવારોએ સાચવી રાખેલી મૂડી રાતોરાત ખેંચી લીધી હતી. સરકાર નહીં સ્વીકારે પરંતુ નોટબંધીને કારણે જ લાખો ગરીબોની બચત વેરવિખેર થઈ ગઈ હતી અને ત્યારબાદ કેન્દ્ર સરકારે મોટો મીર માર્યો હોય એમ રાતોરાત જીએસટીનો પઠાણી કાયદો લાગુ કરવા સાથે વેપાર-ઉદ્યોગ માટે અનેક સમસ્યાઓ ઊભી કરી હતી. કાયદાની પૂરેપૂરી સમજ નહીં ધરાવતા લોકોએ કાયદાના ડરથી ધંધા ઉપર બ્રેક મારી દીધી હતી. નિષ્ણાંત ચાર્ટડ એકાઉન્ટન્ટ પણ જીએસટીનાં આટાપાટાને સમજી શક્યા નહોતા. કદાચ આજે પણ ઘણાં લોકોને જીએસટીનાં કાયદાની સમજ નહીં હોય.

જીએસટી બાદ બાકી હતું તો કુદરતે ‘કોરોના’નો માર માર્યો હતો. નોટબંધી અને જીએસટીનાં મારથી બચેલા લોકો કોરોનાની બીમારીમાં સાવ પાયમલ થઈ ગયા હતા. લાખો પરિવારોને પેટ ભરવા માટે અનાજ પણ બચ્યું નહોતુ. બીજી તરફ ખિસ્સામાં પૈસા નહોતા. પરિણામે અનેક પરિવારોની હાલત અનિચ્છાએ પણ ભીખ માંગવા જેવી થવા પામી હતી.

ખેર, આ બધી નજીકનાં ભૂતકાળની કડવી વાસ્તવિકતા છે, પરંતુ રાજકીય ગરાસની લડાઈમાં વેપાર-ઉદ્યોગ અને પ્રજા ભુલાઈ ગયા છે. કોઈપણ પરિવાર, સંસ્થા પાંચ-પાંચ વરસ સુધી આવક વગર કઈ રીતે ટકી શકે? ચારે તરફથી લાચાર થઈ ચૂકેલી વ્યક્તિ આપઘાત માટે વિચારે એ સ્વાભાવિક છે. ઝેરી દવા ગટગટાવનાર સુરતનાં જાણીતા બિલ્ડર અને ભલા માણસ નરેશ અગ્રવાલ પાછલાં ઘણાં લાંબા સમયથી આર્થિક તંગ સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

ગત દિવાળીના અરસામાં સુરતના જ એક જાણીતા બિલ્ડરે આત્મહત્યા કરી ત્યારે નરેશ અગ્રવાલે પણ પોતાની સ્થિતિનું વર્ણન કરતો એક સંદેશો ફરતો કર્યો હતો અને આ સંદેશામાં લેણદારોને ધીરજ રાખવા અનુરોધ કરવા સાથે વધુ તંગ સ્થિતિનું નિર્માણ થશે તો આપઘાત કરવાનો સંકેત પણ આપ્યો હતો. પરંતુ ત્યાર પછી નરેશ અગ્રવાલની સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નહોતો. મિલકતો હતી પરંતુ ખરીદદાર કોઈ નહોતું અને વેચેલી મિલકતોનાં નાણાં ફસાઈ ગયાં હતા.

Naresh-Agarwal

નરેશ અગ્રવાલનાં કથિત ઓડિયો સંદેશામાં તેમણે કહેલી વાતોમાં કેટલું તથ્ય છે એ પોલીસ તપાસ દરમિયાન જ બહાર આવશે, પરંતુ એક હકીકત છે કે વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકોની હાલત નરેશ અગ્રવાલ જેવી જ હશે અને એટલે જ ડર લાગી રહ્યો છે કે, આગામી દિવાળીના દિવસોમાં કોઈના જીવનનો ભોગ ન લેવાય એવી ઈશ્વરને પ્રાર્થના કરવા સિવાય કોઈ માર્ગ નથી.

સુરતનાં જીવાદોરી સમાન હીરા અને કાપડ બંને ઉદ્યોગોમાં અસહ્ય મંદી હોવાથી આવનારા દિવસોમાં વધુ સ્થિતિ વણસવાનો ભય સતાવી રહ્યો છે. કદાચ કલ્પના બહારની ઘટનાઓ બની શકે.

આ પણ વાંચો :-

બસ હવે થોડા જ દિવસ… ૪ ઓક્ટોબરે એકસાથે આવી રહ્યા છે ૪ શાનદાર મોબાઈલ, શાનદાર ફીચર્સ સાથે લૂક પણ જોરદાર

0
  • જો તમે તમારા જૂના ફોનથી કંટાળી ગયા છો અને નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ૪ ઓક્ટોબરે તમારા માટે ચાર નવા ફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ કે તે કયા ફોન છે જેને ખરીદવા માટે તમે થોડીવાર રાહ જોઈ શકો છો.

જો કોઈ નવો ફોન ખરીદવા માંગે છે, તો દરેક વ્યક્તિ ઘણા વિકલ્પો જોઈને નિર્ણય લે છે. લોકો પોતાની જરૂરિયાત મુજબ ફોન પસંદ કરે છે જેથી પૈસા યોગ્ય જગ્યાએ ખર્ચી શકાય. નવો ફોન ખરીદવા માટે કિંમતની સાથે ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમે ઓક્ટોબર સુધી રાહ જોઈ શકો છો. કારણ કે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં જ ૪ પાવરફુલ ફોનની એન્ટ્રી થવા જઈ રહી છે. ગૂગલ પિક્સેલ સિરીઝ અને વીવો વી-સિરીઝના સ્માર્ટફોન ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં લોન્ચ થવા માટે તૈયાર છે. Vivo અને Google બંને તેમના નવા મોબાઈલ ૪ ઓક્ટોબરે રજૂ કરશે.

Vivo V29 અને Vivo V29 Pro લોન્ચ થશે :

Vivo ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ભારતમાં Vivo V29 અને Vivo V29 Pro સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. એવું જાણવા મળ્યું છે કે Vivo ૪ ઓક્ટોબરે બપોરે ૧૨ વાગ્યે તેનો V-સિરીઝ સ્માર્ટફોન રજૂ કરશે. ફોનને વિવોની સત્તાવાર વેબસાઈટ ફ્લિપકાર્ટ અને દેશમાં ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ત્રણ કલર વિકલ્પો હિમાલયન બ્લુ, મેજેસ્ટિક રેડ અને સ્પેસ બ્લેકમાં ઉપલબ્ધ હશે. એવું નોંધવામાં આવ્યું છે કે તેમાં પાવર માટે ૪,૬૦૦mAh બેટરી છે. જે ૮૦W ફાસ્ટ ચાર્જર સાથે આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે 50% ચાર્જિંગ ૧૮ મિનિટમાં અને સંપૂર્ણ ચાર્જિંગ ૫૦ મિનિટમાં પૂર્ણ થઈ જાય છે.

આ પણ વાંચો :-

 

૩૦ સપ્ટેમ્બર / માનસિક ચિંતા, વૈચારિક મતભેદ, આ રાશિના જાતકોનો શનિવાર રહેશે તકલીફથી ભરપૂર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે. વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વધારો થશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સહકારી સરકારી કામમાં સફળતા મળશે. નવા કરેલા કાર્યો ફળદાયી બનશે.નોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે.  ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતા જણાશે.  આર્થિક બાબતોમાં સારો સુધારો જણાશે. સેવાકિય પ્રવૃત્તિથી મન પ્રસન્ન જણાશે. વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ દામ્પત્ય જીવનમાં અણબનાવોથી તકલીફ જણાશે. સંતાનોને માટે નવુ કરવાની ઉત્તમ તક મળશે. શુભ કાર્યોમાં સફળતા મળશે. નોકરીમાં બઢતીની તકો મળશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય કામકાજમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો.  આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે.  ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાશે. નોકરીમાં નવી તકો મળશે. સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે. જૂના સંબંધો ખાસ સાચવી લેવા જરૂરી છે.  નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમાં સાધારણ ધનલાભ થશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગ્યબળથી અધૂરાં કામ પૂરાં થશે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે.  જવાબદારીવાળા કાર્યોમાં ગતિ આવશે. મન પ્રસન્ન અને દિવસ આનંદમાં પસાર થશે.

મકર  (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાદ-વિવાદવાળા કામથી બચવું. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે. પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાઈ ભાંડુના સહકારથી કામમાં સફળતા મળશે. નવા કામની ઓફર અને પૈસા કમાવવાની તક મળશે. સંતાનો સાથે સમય વિતાવી શકશો. પાડોશી સાથેના સંબંધોમાં શાંતિ રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક તનાવ રહેવાની સંભાવના છે. કામમાં સાધારણ સફળતા મળશે.  પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું. નિરાશાથી દૂર રહી ખર્ચ બાબતે સંભાળવું.

આ પણ વાંચો :-

વધુ એક બાળકીનો હાર્ટ એટેકથી લેવાયો ભોગ, ચાલુ ક્લાસમાં બેંચ પર બેઠા બેઠા ઢળી પડી રિદ્ધિ, જુઓ વીડિયો 

0
  • સુરતના ગોડાદરામાં ગીતાજંલિ સ્કૂલમાં 8મા ધોરણમાં ભણતી રિદ્ધી મેવાડા નામની છોકરીને ચાલું ક્લાસમાં હાર્ટએટેક આવતાં તે ઢળી પડી પાછળથી હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.

સુરતના ગોડાદરામાં આવેલી ગીતાંજલિ સ્કૂલમાં ૮મા ધોરણમાં ભણતી રિદ્ધી મેવાડાને ચાલુ ક્લાસમાં હાર્ટએટેક આવ્યો હતો જેને કારણે રિદ્ધિ બેંચ પર બેઠા બેઠા ઢળી પડી હતી. આ ઘટના બની ત્યારે  ટીચર ક્લાસમાં ભણાવતા હતા પરંતુ આ પછી બધા ડરી ગયા હતા અને રિદ્ધિને બેઠી કરવા લાગ્યાં હતા.

પરંતુ તે બેભાન બની જતા તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાઈ હતી. આ ઘટના ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિદ્ધિ મેવાડા ગીતાંજલિ સ્કૂલમાં ૧૨મા ધોરણમાં ભણે છે. હંમેશ મુજબ તે ક્લાસમાં સૌથી આગળ બેન્ચ પર બેઠેલી જોવા મળી રહી છે. શિક્ષક બાળકોને ભણાવતા હતા. આ દરમિયાન રિદ્ધિ તેની બેન્ચ પરથી પડી ગઈ હતી.

હોસ્પિટલ લઈ જવાઈ પણ ન બચી  :

રિધ્ધી પડતાં જ ખળભળાટ મચી ગયો હતો. શિક્ષક અને શાળાના કર્મચારીઓએ બાળકીને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

કોણ છે રિદ્ધિ મેવાડા  :

માસૂમ દીકરીના મોતના કારણે પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે. ક્લાસ ટીચર અને રિદ્ધિના સાથીઓ સહિત તમામ બાળકો આ ઘટનાથી ભારે આઘાતમાં છે. રિદ્ધિના પિતા મુકેશ મેવાડા કાપડના વેપારી છે અને તેમનો પરિવાર સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી સાંઈબાબા સોસાયટીમાં રહે છે. રિદ્ધી ટવિન છે તેને બીજી પણ એક બહેન છે. તે ગીતાંજલિ સ્કૂલમાં ૮મા ધોરણમાં ભણે છે.

આ પણ વાંચો :-