વધુ એક બાળકીનો હાર્ટ એટેકથી લેવાયો ભોગ, ચાલુ ક્લાસમાં બેંચ પર બેઠા બેઠા ઢળી પડી રિદ્ધિ, જુઓ વીડિયો 

Share this story
  • સુરતના ગોડાદરામાં ગીતાજંલિ સ્કૂલમાં 8મા ધોરણમાં ભણતી રિદ્ધી મેવાડા નામની છોકરીને ચાલું ક્લાસમાં હાર્ટએટેક આવતાં તે ઢળી પડી પાછળથી હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.

સુરતના ગોડાદરામાં આવેલી ગીતાંજલિ સ્કૂલમાં ૮મા ધોરણમાં ભણતી રિદ્ધી મેવાડાને ચાલુ ક્લાસમાં હાર્ટએટેક આવ્યો હતો જેને કારણે રિદ્ધિ બેંચ પર બેઠા બેઠા ઢળી પડી હતી. આ ઘટના બની ત્યારે  ટીચર ક્લાસમાં ભણાવતા હતા પરંતુ આ પછી બધા ડરી ગયા હતા અને રિદ્ધિને બેઠી કરવા લાગ્યાં હતા.

પરંતુ તે બેભાન બની જતા તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાઈ હતી. આ ઘટના ક્લાસરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિદ્ધિ મેવાડા ગીતાંજલિ સ્કૂલમાં ૧૨મા ધોરણમાં ભણે છે. હંમેશ મુજબ તે ક્લાસમાં સૌથી આગળ બેન્ચ પર બેઠેલી જોવા મળી રહી છે. શિક્ષક બાળકોને ભણાવતા હતા. આ દરમિયાન રિદ્ધિ તેની બેન્ચ પરથી પડી ગઈ હતી.

હોસ્પિટલ લઈ જવાઈ પણ ન બચી  :

રિધ્ધી પડતાં જ ખળભળાટ મચી ગયો હતો. શિક્ષક અને શાળાના કર્મચારીઓએ બાળકીને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

કોણ છે રિદ્ધિ મેવાડા  :

માસૂમ દીકરીના મોતના કારણે પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે. ક્લાસ ટીચર અને રિદ્ધિના સાથીઓ સહિત તમામ બાળકો આ ઘટનાથી ભારે આઘાતમાં છે. રિદ્ધિના પિતા મુકેશ મેવાડા કાપડના વેપારી છે અને તેમનો પરિવાર સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી સાંઈબાબા સોસાયટીમાં રહે છે. રિદ્ધી ટવિન છે તેને બીજી પણ એક બહેન છે. તે ગીતાંજલિ સ્કૂલમાં ૮મા ધોરણમાં ભણે છે.

આ પણ વાંચો :-