Home Blog Page 944

ટ્રુડો ભારત આવ્યા ત્યારે પ્લેનમાં કોકેન હતું ! પૂર્વ ડિપ્લોમેટના દાવાથી કેનેડામાં મચી ગયો હડકંપ

  • સૂડાનમાં ભારતના પૂર્વ રાજદૂત દિપક વોહરાએ એક ન્યૂઝ શોમાં આરોપ લગાવ્યો હતો કે “વિશ્વસનીય અફવાહો હતી કે ડોગ સ્વોડને તેમના વિમાનમાં કોકેઈન મળ્યું હતું.”

ભારત અને કેનેડાના સંબંધ દિવસેને દિવસે ખરાબ થઈ રહ્યા છે. એક તરફ તો કેનેડા આતંકી હરદીર સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કથિત આરોપો પર હજુ સુધી કોઈ પુરાવા નથી આપી શક્યા. આ વચ્ચે આરોપ લગ્યા છે કે આજ મહિને જ્યારે ટ્રૂડો જી ૨૦ શિખર સમ્મેલનમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. ત્યારે તેમનું પ્લેનમાં કોકીન ભરેલું હતું.

સૂડાનમાં ભારતના પૂર્વ રાજદૂત દિપક વોહરાએ એક ન્યૂઝ શોમાં આરોપ લગાવ્યો હતો કે “વિશ્વસનીય અફવાહો હતી કે ડોગ સ્વોડને તેમના વિમાનમાં કોકેઈન મળ્યું હતું.” વોહરાએ એવું પણ જણાવ્યું કે જ્યારે ટ્રૂડોનું વિમાન ખરાબ થયું હતું.

ત્યારે તે બે દિવસ સુધી હોટલના રૂમમાંથી બહાર ન હતા આવ્યા. વોહરાએ એવો પણ દાવો કર્યો કે વિશ્વસ્ત સૂત્રોથી જાણવા મળ્યું હતું કે જસ્ટિન ટ્રૂડો ભાનમાં ન હતા માટે તે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા આમંત્રીત કરવામાં આવેલા રાત્રી ભોજનમાં શામેલ ન હતા થયા.

વોહરાએએ આગળ કહ્યું કે, “ટ્રૂડો ફ્રસ્ટેટેડ અને તણાવમાં હતા કારણ કે ૧૦ દિવસ પહેલા તેમની પત્ની તેમને છોડીને જતી રહી હતી. તેના ઉપરાંત કેનેડાની ઈકોનોમી ડગમગી રહી છે. પૂર્વ રાજદૂતે કહ્યું કે કેનેડાના પ્રધાનમંત્રીની હરકતો સમજની બહાર છે. કારણ કે તે ગભરાયેલા છે. “

ભારતીય મીડિયામાં આ પ્રકારની ખબર આવ્યા બાદ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના કાર્યાલયે આ દાવાનું ખંડન કર્યું છે કે જ્યારે તે આ મહિને જી-૨૦ બેઠક માટે ભારત આવ્યા હતા તો તેમનું વિમાન “કોકીનથી ભરેલું હતું”. એક રિપોર્ટ અનુસાર ટ્રૂડોની ઓફિસે એક ટીવી ડીબેટ વખતે એક સેવાનિવૃત્ત ભારતીય રાજદ્વારી દ્વારા કરવામાં આવેલા દાવાને ખારીજ કરતા કહ્યું કે તે પાયાવિહોણા અને ખોટા છે.

આ પણ વાંચો :-

 

શું ૩ મહિનામાં નેશનલ હાઈવે પરના તમામ ખાડાઓ અદૃશ્ય થઈ જશે ? નીતિન ગડકરીએ કર્યો આવો દાવો

0
  • દેશમાં રસ્તાઓ પર બનતા માર્ગ અકસ્માતોને લઈને સરકાર ચિંતિત છે. જેના કારણે એક પછી એક સરકાર સતત પ્રયાસો કરી રહી છે. જેથી કરીને આમાં ઘટાડો કરી શકાય.

સરકારનો ધ્યેય ૨૦૨૩ના અંત સુધીમાં હાલની ઈજનેરી અને કોન્ટ્રાક્ટ પ્રક્રિયામાંથી બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર (BOT) અને હાઈબ્રિડ એન્યુઈટી (HAM) મોડલમાં સ્થાનાંતરિત કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ખાડામુક્ત બનાવવાનો છે.

બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર (BOT) અને હાઇબ્રિડ એન્યુટી (HAM) મોડલ હેઠળ કામ કરવામાં આવશે.

કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે તેમના મંત્રાલય દ્વારા લેવામાં આવતા પગલાઓ વિશે વાત કરતા, નીતિન ગડકરીએ કહ્યું કે બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર (BOT) હેઠળ હાઈવેની જાળવણીની જવાબદારી કોન્ટ્રાક્ટરોની રહેશે. જેના કારણે રસ્તાઓની ગુણવત્તા સારી રહેશે. આ તેમના જાળવણી ખર્ચમાં ઘટાડો કરશે.

૧૪૬૦૦૦ કિલોમીટર હાઈવેની રૂપરેખા તૈયાર :

આ સિવાય બીજી એક પોલિસી પર કામ ચાલી રહ્યું છે. તેનો અમલ થતાં જ નેશનલ હાઈવે પરથી ખાડાઓ દૂર થઈ જશે. જેના માટે એન્જિનિયરો રોકાયેલા છે. આ માટે ૧૪૬૦૦૦ કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત જાળવણી કરવામાં આવશે. જેથી ડિસેમ્બરના અંત સુધીમાં નેશનલ હાઈવેને ખાડાઓમાંથી મુક્ત કરી શકાય. માહિતી અનુસાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના બજેટવાળા તમામ પ્રોજેક્ટ માટે EPC મોડલની જગ્યાએ બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર (BOT) અને હાઈબ્રિડ એન્યુટી (HAM) મોડલ હેઠળ કામ કરવામાં આવશે.

કીકતમાં, સરકાર દેશમાં રસ્તાઓ પર થતા માર્ગ અકસ્માતોથી ચિંતિત છે. જેના કારણે દર વર્ષે લાખો લોકો જીવ ગુમાવે છે. આ જ કારણ છે કે એક પછી એક સરકાર સતત પ્રયાસો કરી રહી છે. જેથી કરીને આમાં ઘટાડો કરી શકાય. બીજી તરફ સરકારે તાજેતરમાં ભારત NCAP પણ લોન્ચ કર્યું છે. હવે દેશમાં ઉત્પાદિત વાહનોને સુરક્ષા રેટિંગ મેળવવા માટે દેશની બહાર જવાની જરૂર નહીં પડે.

ગડકરીએ કહ્યું કે સરકાર શહેરના ઘન કચરાનો ઉપયોગ રોડ નિર્માણમાં કરવા જઈ રહી છે. આ દિશામાં એક પોલિસી પણ લાવવામાં આવી રહી છે જે અંતર્ગત પ્લાસ્ટિક, ગ્લાસ અને એલ્યુમિનિયમને શહેરોના ઘન કચરામાંથી અલગ કરીને તેનો ઉપયોગ રોડ નિર્માણમાં કરવામાં આવશે. બાકીના કચરામાંથી બાયોફ્યુઅલનું ઉત્પાદન કરવામાં આવશે. આ કચરાના નિકાલમાં મદદ કરશે અને પર્યાવરણને પણ સ્વચ્છ રાખવામાં મદદ કરશે.

ગડકરીએ કહ્યું કે બાંધકામના કામમાં ઉપયોગમાં લેવાતા મશીનો વાર્ષિક ૪૦૦ કરોડ લિટર ડીઝલનો વપરાશ કરે છે. તેથી, તે ગ્રીન ઈંધણ પર ચાલતા બાંધકામના સાધનોના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ તૈયાર કરી રહ્યો છે. આ અંગે નાણા મંત્રાલય સાથે પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો :-

આજથી વર્લ્ડ કપની વોર્મ-અપ મેચો શરૂ થશે, જાણો ભારત ક્યારે, ક્યાં અને કોની સામે ટકરાશે

0
  • ODI World Cup Warm-up Matches 2023 : વર્લ્ડ કપ ૨૦૨૩ પહેલા તમામ ટીમો ૨-૨ વોર્મ-અપ મેચ રમશે. પ્રથમ વોર્મ-અપ મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં રમાશે.

૫ ઓક્ટોબર ૨૦૨૩થી રમાઈ રહેલા ODI વર્લ્ડ કપ પહેલા વોર્મ-અપ મેચો રમવાની છે. જે આજથી (૨૯ સપ્ટેમ્બર) શરૂ થશે. પ્રથમ વોર્મ-અપ મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં રમાશે. પ્રથમ દિવસે કુલ ત્રણ વોર્મ મેચો રમાશે. બીજી મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે તિરુવનંતપુરમમાં અને ત્રીજી મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હૈદરાબાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા ૩૦ સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમશે.

વોર્મ-અપ મેચમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ સામે થશે. ભારતની પ્રથમ મેચ ૩૦ સપ્ટેમ્બર શનિવારના રોજ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પછી ટીમની બીજી મેચ ૩ ઓક્ટોબરે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે થશે. ભારતીય સમયાનુસાર મેચો બપોરે ૨ : ૦૦ વાગ્યાથી શરૂ થશે.

વર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી શરૂ થશે :

નોંધનીય છે કે વર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી શરૂ થશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ૮ ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે.

આ પણ વાંચો :-

બીટનો રસ પીને કરો દિવસની હેલ્ધી શરુઆત, જાણો તેને સવારે પીવાથી શરીરને થતા લાભ વિશે

  • જો તમે દરરોજ સવારે બીટનો રસ પીવાની શરુઆત કરો છો તો શરીરને અઢળક ફાયદા થાય છે. પરંતુ ૪ ફાયદા એવા છે જે બીટનો રસ પીવાની શરુઆત કર્યાની સાથે જ જોવા મળવા લાગે છે.

પૌષ્ટિક વસ્તુઓની યાદીમાં બીટ સૌથી પહેલા ક્રમે આવે છે. બીટ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓકિસડન્ટથી સમૃદ્ધ વસ્તુ છે. બીટનું સેવન રોજ કરવાથી શરીરનું સ્વાસ્થ્ય સુધરે છે. ખાસ કરીને કેટલીક સમસ્યાઓમાં તો બીટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તેમાં રહેલા તત્વ શરીરમાં રોગોને ફેલાતા અટકાવે છે. જો તમે દરરોજ સવારે બીટનો રસ પીવાની શરુઆત કરો છો તો શરીરને અઢળક ફાયદા થાય છે. પરંતુ ૪ ફાયદા એવા છે જે બીટનો રસ પીવાની શરુઆત કર્યાની સાથે જ જોવા મળવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ કે રોજ સવારે બીટનો રસ પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.

બીટનો રસ પીવાથી થતા ફાયદા :

રોગપ્રતિકારક શક્તિ સુધરે છે 

જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને વારંવાર શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં જો તમારે તમારી રોગપ્રતિકારક શક્તિ સુધારવી હોય તો રોજ સવારે એક ગ્લાસ બીટનો રસ પી લેવો. તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં જબરદસ્ત વધારો થાય છે.

પાચન સુધરે છે :

જો તમને વારંવાર ગેસ, અપચો, કબજિયાત, હાર્ટબર્ન અથવા એસિડિટી થાય છે તો બીટનો રસ તમારા માટે દવાની જેમ કામ કરી શકે છે. તેને રોજ સવારે પીવાથી પાચન સુધરે છે અને વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે :

જો તમને હાઈ બ્લડ પ્રેશર છે તો તમે સવારે બીટનો રસ લેવાની શરૂઆત કરી દો. તેના પોષકતત્વો વધતા બ્લડ પ્રેશરને ઘટાડે છે. જો તમે નિયમિત રીતે બીટનો રસ પીવો છો તો હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે.

ત્વચા માટે ફાયદાકારક :

ઘણા લોકોને ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં બીટનો રસ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બીટના રસમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં હોય છે જે ત્વચાના સ્વાસ્થ્યને સુધારે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

નવરાત્રિમાં વિલન બની વરસાદ પાડશે ખેલૈયાઓના ખેલમાં ખલેલ ! ગરબાના રંગમાં ભંગની અંબાલાલની આગાહી

0
  • ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યુ છે. ત્યારે અંબાલાલ પટેલની એક ભયાનક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા છે.

ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહિ પડે તેની મૂંઝવણ છે. ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે.

૭ ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. ૭ ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે.

નવરાત્રિમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલની આગાહી ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. વરસાદ વિલન બનીને ખેલૈયાઓનો ખેલ બગાડી શકે છે. ગુજરાતમાં વરસાદની આગાહી માટે અંબાલાલ પટેલે નવરાત્રિને લઈને આગાહી કરી છે.

તેમણે કહ્યું કે, ૨૩ સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોડાર્ળમા જતા ચોમાસાની ધીમે ધીમે પીછે હઠ થતી હોય છે. પરંતુ આ વખતે બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં ચક્રવાત સર્જાતા ચોમાસું મોડું ઉઠશે.

નવરાત્રિમાં ક્યારે પડી શકે છે ભારે વરસાદ ?

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ૨૮ સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ વધુ બનશે, જેના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. ૨જી ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે. પરંતુ ૧૯-૨૦ ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિ વધશે. ૧૬મી ઓક્ટોબરે વાદળવાયું વાતાવરણથી વરસાદ રહેશે. એટલે નવરાત્રિમાં પણ વરસાદ પડશે.

આ પણ વાંચો :-

અમદાવાદ સ્પાનો ધૃણાસ્પદ કિસ્સો : પોલીસે જણાવ્યું સમગ્ર ઘટનામાં ક્યાં શું બન્યું ? યુવતી કહે છે…

0
  • અમદાવાદના સિંધુ ભવન રોડ પર ગેલેક્સી સ્પાના સંચાલકે રોડ પર તેની મહિલા ફ્રેન્ડને સખત માર માર્યો હતો આ પ્રકરણમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

અમદાવાદમાં બોડકદેવમાં ધ ગેલેક્સી સ્પા બહાર યુવતીને માર મારનાર મોહસીનને આખરે પોલીસે ઝડપી લીધો છે. આરોપી સિંધભવન પાસે  ધ ગેલેક્સી સ્પા બહાર યુવતીને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ મોહસીન રંગરેજ ફરાર થઈ ગયો હતો. ૨૫ તારીખે રાત્રે ૩ થી ૩.૩૦ની આસપાસ બનાવ બન્યો છે.

આરોપીએ સ્પામાં ભાગીદાર યુવતીને માર માર્યાના CCTV સામે આવ્યા હતા. આરોપી બે દિવસથી કારમાં અસલાલી, આણંદના ભાલેજ અને અમદાવાદમાં ફરતો હોવાનુ બહાર આવ્યું હતું. તેવામાં બે દિવસ બાદ આરોપી ગુરુદ્વારા નજીક આવ્યો હતો જ્યાંથી પોલીસે તેને દબોચી લીધો છે. આરોપીએ આખરે યુવતીને શા માટે માર માર્યો હતો એ દિશામાં હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જુઓ ઘટનાના સીસીટીવી

આ મામલે ACPએ જણાવ્યું હતું યુવતીને માર મારવા પ્રકરણમાં અમે તપાસ કરી આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. બાદમાં હ્યુમન ઈન્ટેલિજન્સ અને સર્વેલન્સના આધારે ફરિયાદી આરોપીને મળવા જવાના છે તેવી માહીતી મળી હતી. આથી આરોપીને ટ્રેસ કરીને પકડી લેવામાં આવ્યો છે.એસીપીએ કહ્યું કે અગાઉ ફરિયાદી ફરિયાદ કરવા તૈયાર ન હતા જોકે અમેં સફળ કાઉન્સેલિંગ કરી ફરિયાદ નોંધવા જણાવ્યું હતું.

પહેલા આરોપીને પકડયો ત્યારે પણ ફરિયાદીએ ફરિયાદ ન કરવા કહ્યું હતું અને બને વચ્ચે અંગત બનાવ હોવાનું રટણ રટ્યું હતુ. મહત્વનું છે કે આરોપી-ફરિયાદી બંને ધંધાકિય પાર્ટનર હતાં. જેમાં ડખ્ખામાં આરોપીએ યુવતીને ધૃણાસ્પદ માર માર્યો હતો.

યુવક યુવતીને વીડિયોમાં બેરહમીપૂર્વક માર મારતો હતો.જે વીડિયો બહાર આવ્યા બાદ હાલ આરોપીને દબોચી લઈ તેમની વિરુદ્ધ કલમ ૩૫૪, ૩૨૩, ૨૯૪-ખ હેઠળ ગુનો નોંધાયો છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીના થોડા દિવસ પહેલા લગ્ન થયા હતા. લગ્નને લઈને નાનુ ફંકશન રાખ્યું હતું. મોડે સુધી રોકાયા હતા. આ બનાવ અંદરના પ્રમાઈસિસમાં બન્યો છે. વધુમાં પોલીસની બેદરકારી જણાશે તો તેમની સામે પણ પગલા લેવાશે તેવું એસીપીએ અંતમાં કહ્યું હતું.

આ પણ વાંચો :-

દાનિશ અલી પર ટિપ્પણી કરનાર રમેશ બિધૂરીને ભાજપે આપી મોટી જવાબદારી

0
  • ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં બસપા સાંસદ દાનિશ અલી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી વિવાદોમાં ઘેરાયેલા લોકસભા સભ્ય રમેશ બિધૂરીને રાજસ્થાનના ટોંક જિલ્લામાં ચૂંટણીની જવાબદારી સોંપી છે.

ભારતીય જનતા પાર્ટી (BJP) રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહી છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પોતાની રણનીતિના ભાગરૂપે, ભાજપે બુધવારે (૨૭ સપ્ટેમ્બર) અન્ય રાજ્યોના ૪૪ નેતાઓને રાજ્યના વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. આમાં સૌથી ચોંકાવનારું નામ રમેશ બિધૂરીનું છે, જેમણે તાજેતરમાં સંસદની અંદર બસપાના સાંસદ દાનિશ અલી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ અંગે ભાજપે બિધૂરીને કારણ બતાવો નોટિસ પણ ફટકારી હતી.

બુધવારે જયપુરમાં રાજ્ય પાર્ટી કાર્યાલયમાં યોજાયેલી સંકલન બેઠકમાં કુલ ૨૬ નેતાઓએ હાજરી આપી હતી, જ્યારે બાકીના નેતાઓ પણ ટૂંક સમયમાં રાજ્યમાં પહોંચશે. બેઠકમાં હાજર રહેલા તમામ આગેવાનોને વિધાનસભાના આધારે કામ સોંપવામાં આવ્યું હતું.

દિલ્હીના સાંસદ પરવેશ વર્માને જોધપુર ગ્રામીણ, પંજાબ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખરને સીકરની જવાબદારી, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને જયપુર શહેરની જવાબદારી, હરિયાણાના ધારાસભ્ય મહિપાલ ધાંડાને હનુમાનગઢની જવાબદારી સોંપવામાં આવી છે.

હરિયાણાના પ્રદેશ મહાસચિવ સંદીપ જોશીને ચુરુની જવાબદારી સોંપવામાં આવી છે. યુપીના ભાજપના નેતા જુગલ કિશોરને જયપુર ગ્રામીણ ઉત્તરની જવાબદારી સોંપવામાં આવી છે.

ટોંકની જવાબદારી રમેશ બિધુરીને સોંપવામાં આવી :

આ બધા સિવાય ભાજપે રાજસ્થાનના ટોંક જિલ્લાની ચૂંટણીની જવાબદારી તેના લોકસભા સાંસદ રમેશ બિધૂરીને સોંપી છે, જેઓ લોકસભામાં BSP સાંસદ દાનિશ અલી વિરુદ્ધ તેમની અપમાનજનક ટિપ્પણીને કારણે વિવાદોમાં ફસાયેલા છે. આ જિલ્લામાં ગુર્જર સમુદાયના લોકો મોટી સંખ્યામાં વસે છે. અહીં વિધાનસભાની ચાર બેઠકો છે. આમાંથી એક સીટ કોંગ્રેસના નેતા સચિન પાયલટ પાસે છે.

આ પણ વાંચો :-

 

માનવ સેવાની કામગીરી માટે ઢંઢેરો શા માટે ? પૂણ્ય કરો તપ આપો આપ પ્રગટ થશે

  • મૃતક ઉપર કફન ઓઢાડનારા ક્યારેય પોતાનું નામ લખતા નથી છતાં દુનિયાની નજરથી અજાણ પણ રહેતા નથી.
  • સુરતમાં ચક્ષુદાનની આહલેક જગાવનારા લોકોએ ક્યારેય ઢંઢેરો પીટ્યો નહોતો છતાં લિમ્કા વર્લ્ડ રેકોડમાં વારંવાર નોંધ લેવા સાથે દુનિયાના દેશોએ એવોર્ડ આપ્યા હતા.
  • લોકદૃષ્ટિ ચક્ષુબેંક ટ્રસ્ટ દ્વારા ૨૫ વર્ષમાં ૪૩૪૧૩ ચક્ષુઓનું દાન મેળવ્યું અને લગભગ ૮૫ હજાર લોકોને નવી દૃષ્ટિ આપી : રાષ્ટ્રપતિએ પણ સન્માન કર્યું પરંતુ ક્યારે જાહેરાતો કરી નથી.
  • સુરતના નીલેશ માંડલેવાલાની અંગદાન માટે જાગૃતિ ફેલાવતી ‘ડોનેટ લાઈફ’ સંસ્થાની કામગીરી સરાહનીય પરંતુ તેની સામે સમાંતર સરકારી હોસ્પિ.માં સક્રિય અંગદાન ટ્રસ્ટ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાની પ્રવૃતિ પણ માનવસેવાની મિશાલ બરાબર.

પાછલા કેટલાક સમયથી ગુજરાતમાં ઓર્ગન ડોનેશન એટલે કે ‘અંગદાન’ના નામે રાજકારણ ગરમાઈ રહ્યું છે. સુરતમાં ભૂતકાળમાં પણ અંગદાન થતા હતા, પરંતુ કોઈ ઢોલનગારા વાગતા નહોતા. ખરેખર તો દેહદાનની પ્રવૃત્તિ ગુજરાતમાં સૌપ્રથમ ભાવનગરથી શરૂ થઈ હતી. એ જમાનાના મૃતકના સ્વજનો ‘દેહદાન’ કરતા અચકાતા હતા, પરંતુ ખાસ કરીને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે થઈને જાગૃત લોકોમાં ‘દેહદાન’ની પ્રથા શરૂ થઈ હતી. અલબત્ત એ જમાનામાં અંગોનું બીજાના શરીરમાં રોપણ થતું નહોતું.

ભાવનગર પંથકમાં દેહદાન બાદ સુરતમાં ‘ચક્ષુદાન’ની જાગૃતિ આવી હતી. ડો. પ્રફુલ્લ શિરોયા, દિનેશ પટેલ, મફત શિરોયા અને હાલના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ મૃતક વ્યક્તિના ચક્ષુદાન માટે આહલેક જગાવી હતી અને ફળશ્રુતિરૂપે લોકોમાં એટલી હદે જાગૃતિ આવી હતી કે એક તરફ ઘરમાં સ્વજનનું મૃત્યુ થયું હોય અને બીજી તરફ ચક્ષુદાન કરવા માટે લોકદૃષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ્લ શિરોયાને જાણ કરવામાં આવતી હોય. સુરતમાં ચક્ષુદાનની ઉદારતાને પગલે કેટલાય લોકોની આંખનો અંધાપો દૂર થયો હશે. તેના આંકડા ગણવા પણ મુશ્કેલ છે.

કદાચ જાણીને નવાઈ લાગશે કે ૨૫ વર્ષ પૂર્વે ડો. પ્રફુલ્લ શિરોયાની ટીમે લોકોને ચક્ષુદાન કરવા માટે જાગૃત કરવા કમર કસી હતી ત્યારે છ માસમાં માત્ર ત્રણ મૃતકોના ચક્ષુઓનું દાન મળ્યું હતું અને છતા હિંમત હાર્યા વગર કે પબ્લિસિટીનો સ્ટંટ કર્યા વગર લોકોમાં જાગૃતિ લાવવાનો સતત પ્રયાસ ચાલુ રાખતા. આખરે મહેનતનું પરિણામ આવ્યું હતું અને કોઈપણ સ્થળે જાહેરાતનું પા‌િટયું મૂક્યા વગર ચક્ષુદાન માટે લોકોમાં સ્વયંભૂ જાગૃતિ આવી હતી અને આજે સ્થિતિ એવી છે કે રોજના સરેરાશ ત્રણ વ્યક્તિઓના ચક્ષુનું દાન આવે છે અને અનેક લોકો ચક્ષુદાન કરવાનો સંકલ્પ કરી ચૂક્યા છે. લોકદૃષ્ટિ ચક્ષુદાન ટ્રસ્ટની ૧૯૯૬ના વર્ષમાં ચોથી જૂનના રોજ સ્થાપના કરવામાં આવી હતી અને વિતેલાં ૨૭ વર્ષ દરમિયાન લગભગ ૪૩૪૧૩ લોકોના ચક્ષુઓનું દાન મળી ચૂક્યું છે અને એક ગણતરી મુજબ લગભગ ૮૫ હજાર લોકોને નવી દૃષ્ટિ મળી છે !

આ ઉપરાંત લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ લોકદૃષ્ટિ ચક્ષુદાન ટ્રસ્ટની એક નહીં, અનેક વખત નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત અમેરિકા, જાપાન, અને ચીન દ્વારા પણ પ્રશંસાપત્ર એટલે કે એવોર્ડ એનાયત કરાયા હતા.

આટલું મોટ‌ું વિરાટ કાર્ય કરવા છતાં ડો.પ્રફુલ્લ શિરોયા, દિનેશ પટેલ, મફત શિરોયા કે પ્રફુલ્લ પાનશેરિયા દ્વારા કોઇ ઢંઢેરો પીટવામાં આવ્યો નથી પરંતુ રાબેતા મુજબ લોકસેવાનું કાર્ય કર્યા કરે છે. વળી આ ટ્રસ્ટે એક પણ રૂપિયાનું દાન ઉઘરાવ્યું નથી. સંસ્થા સાથે સકળાયેલી દરેક વ્યક્તિ ગજવાના ખર્ચીને સેવા કરી રહી છે.

પરંતુ ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી ‘અંગદાન’ના નામે જાણે સ્પર્ધા ચાલી છે. વિજ્ઞાનનો વિકાસ થયો, નવા સંશોધનો થયાં અને માનવ શરીરના અંગોનું અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિના શરીરમાં રોપણ કરવામાં ભારતના વિજ્ઞાને સિદ્ધિ હાંસલ કરી છે. વિજ્ઞાનનું સંશોધન સરવાળે માનવજીવન માટે ઉપકારકારક પુરવાર થઈ રહ્યું છે. પરંતુ માનવસેવાના કાર્યો માટે એકબીજાને નીચા પાડવાની કે ઢંઢેરો પીટવાની સ્પર્ધા શા માટે? લોકોમાં જાગૃતિ લાવવી જ જોઇએ.જાગૃતિ લાવવા માટે તાયફા કરવાની જરૂરિયાત નથી. જેનું સુરતની જ સંસ્થા લોકદૃષ્ટિ ચક્ષુબેંક જીવતું-જાગતું ઉદાહરણ છે.

સુરતમાં નીલેશ માંડલેવાલાએ ‘ડોનેટ લાઈફ’ નામની સૌપ્રથમ સંસ્થા શરૂ કરી અંગદાન માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો અને અંગદાનની પ્રવૃત્તિને સફળ બનાવવા સરકારી તંત્રો પોલીસ સહિત  તમામે વિનમ્રભાવે મદદ પણ કરી હતી અને હજુ પણ કોઈક બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું દાન મળે ત્યારે સરકારી તંત્રો એટલા જ વિનમ્ર ભાવથી મદદ કરી રહ્યા છે.

પરંતુ પાછલા કેટલાક સમયથી નીલેશ માંડલેવાલાની પ્રવૃત્તિ સામે આંગળી ચીંધાઈ રહી છે. કોઈ ચોક્કસ કારણ નથી, પરંતુ જાહેર જીવનમાં પડેલા લોકો તેમનાથી વિમુખ થઇ રહ્યા છે અને બીજી નવી જ સંસ્થાઓ ઊભી થઈ ચૂકી છે. ખુદ સરકારી સંસ્થા સિવિલ હોસ્પિટલમાં જ બ્રેઈનડેડ વ્યક્તિના લોકોના અંગોનું દાન કરવા માટે લોકોને સમજાવવાનો અભિગમ અપનાવતા સુરત સિવિલ હોસ્પિટલમાં જ માત્ર ૧૦ માસમાં ૪૪ અંગોનું દાન મળ્યું હતું !

દિલીપદાદાના નામથી જાણીતા દિલીપ દેશમુખની આગેવાની હેઠળ શરૂ કરવામાં આવેલા ‘અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ’ને અપેક્ષા કરતા વધુ આશ્ચર્યજનક સફળતા મળી છે આ ટ્રસ્ટમાં ડો. ગોવેકર, ડો.નીલેશ કાપડિયા, ડો.પારૂલ વડગામા, ડો.કેતન નાયક નર્સિંગ એસો.ના ઈકબાલ કડીવાલા વગેરે સુરત સિવિલ હોસ્પિ.માં કાર્યરત છે તથા બ્રેઈનડેડ દરદીના અંગોનું દાન કરવા માટે નજીકના સંબંધીઓને સમજાવવા સતત પ્રયાસો કરી રહ્યા છે. આ ઉપરાંત દિલીપ દેશમુખની આગેવાનીમાં અમદાવાદ, વડોદરા અને રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળના બ્રેઇનડેડ અથવા તો અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના સ્વજનોને સમજાવી અન્યને નવજીવન માટે અંગદાન કરવા સમજાવી રહ્યા છે અને અપેક્ષા કરતા પણ વધુ સફળતા મળી રહી છે.

કોઈ ચોક્કસ કારણો સામે આવ્યા નથી પરંતુ અંગદાનક્ષેત્રે જાગૃતિ ફેલાવતી અન્ય સંસ્થાઓને નીલેશ માંડલેવાલાની પ્રવૃત્તિ સામે ક્યાંક તકલીફ છે. બની શકે કે પર્સનાલિટી કલેશ પણ હોઇ શકે પરંતુ અંગદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મોટાભાગના લોકોને નીલેશ માંડલેવાલા સાથે ફાવતું નથી અને એટલે જ સરકારી હોસ્પિ.માં કરવામાં આવતી અંગદાનની પ્રવૃત્તિમાંથી નીલેશ માંડલેવાલાનો સમૂળગો એકડો કાઢી નંખાયો છે.

જાણવા મળતી વિગતો મુજબ દિલીપ દેશમુખ એટલે કે દિલીપદાદા પણ આરએસએસ સાથે સંકળાયેલા છે અને સરકાર અને ભાજપ પક્ષમાં ભારે પ્રભુત્વ ધરાવે છે. દિલીપદાદાની કિડની પણ બદલવામાં આવી હતી અને કોઇકના અંગદાનથી પોતાને નવજીવન મળ્યા બાદ પોતે પણ અંગદાનની પ્રવૃ‌‌ત્તિમાં જોડાઈ ગયા હતા અને સરકારી હોસ્પિટલોમાં પણ અંગદાન માટે જાગૃતિ ફેલાવવા માટે બાથ ભીડતા સકારાત્મક પરિણામો મળી રહ્યા છે અને દિલીપદાદાની પ્રેરણા અને સ્ટાફની મહેનતને પગલે સુરત સિવિલ હોસ્પિ.માં માત્ર ૧૦ માસમાં ૪૪ અંગદાન મળવાની ઘટના ચોક્કસ આશ્ચર્યજનક કહી શકાય. એ જ રીતે અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ સહિત રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં અંગદાનની પ્રવૃત્તિને અપે‌િક્ષત પ્રતિસાદ મળી રહ્યા હોવાથી આવનારા દિવસોમાં કદાચ સ્વયંભૂ લોકો આગળ આવતા હશે.

સુરતની જ વાત કરીએ તો માત્ર દોઢ વર્ષ પહેલા શરૂ થયેલા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની સમજાવટને કારણે છ વ્યક્તિઓના અંગોનું દાન મળ્યું હતું.

સરેરાશ જોવા જiએ તો ભૂતકાળમાં દેહદાન ત્યારબાદ ચક્ષુદાન અને હવે અંગદાનની સ્વયંભૂ જાગૃતિ આવી રહી હોવાથી આવનારા દિવસોમાં અંગદાન સહજ અને સામાન્ય બની જશે.

અલબત્ત, લોકોમાં અંગદાન માટે જાગૃતિ ફેલાવી રહેલા લોકોનો પણ સમાંતર આદર કરવો જોઇએ પરંતુ ‘‘આ કામ મેં કર્યું અથવા તો મારે કારણે નવજીવન મળ્યું’’ એવો ઢંઢેરો પીટવાની જરૂર નથી.

વળી અંગદાન જેવા સંવેદનશીલ કાર્યક્રમોમાં રાજકીય આગેવાનો લાવીને પોતાની જાતને મોટા બનાવવાની હરીફાઇમાં ઊતરવાથી સરવાળે સમાજની સેવા કરવાને બદલે સમાજને મોટું નુકસાન થશે.

આ પણ વાંચો :

 

 

ઓનલાઈન ફિલ્મ ડાઉનલોડ કરતા પહેલાં આટલું જરૂરથી ચેક કરી લેજો, નહીં તો બેંક એકાઉન્ટ….

0
  • Fraud Alert : ગમે તે વેબસાઈટ પરથી ફિલ્મ ડાઉનલોડ કરવી તમને ભારે પડી શકે છે. કોઈ પણ વેબસાઈટ પરથી ફિલ્મ ડાઉનલોડ કરતા ૧૦૦ વખત વિચારજો નહીં તો એક ભૂલથી બેંક ખાતુ ખાલી થઈ શકે છે.

જો કોઈ નોન ઓફિશ્યલ વેબસાઈટ તમને ફિલ્મ ડાઉનલોડ કરવા માટે એપ્લીકેશન ઈન્સ્ટોલ કરવા માટે કહે છે તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. આ એપ્લીકેશનમાં વાયરસ કે બગ છુપાયેલો હોઈ શકે છે.

ફિલ્મ ડાઉનલોડ કરવી પડી શકે છે મોંઘી  :

આ વાયરસ કે બગ તમારા સ્માર્ટફોનનો ખાનગી ડેટા હેકર્સ સુધી પહોંચાડી શકે છે. જેના કારણે તમારૂ લોખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એવામાં તમારે કોઈ એવી લિંક પર વિઝિટ કરવાથી બચવું જોઈએ જ્યાં તરત અને મફતમાં ફિલ્મો ડાઉનલોડ થઈ જતી હોય. તમારે ફિલ્મ ઓફિશ્યલ વેબસાઈટ અને મોબાઈલ એપથી જ ડાઉનલોડ કરવી જોઈએ.

આ પણ વાંચો :-

૨૮ સપ્ટેમ્બર / નાના-મોટા રોકાણ કરવાનો શુભ સમય, મહેનતનું ફળ પાક્કું મળશે, આ રાશિના જાતકોનો ગુરુવાર ખુશખુશાલ જશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે. નોકરી-ધંધામાં સારી તકો મળશે. કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું. સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે.

વૃષભ (બ.વ.ઉ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે. બચત કરી નાણાકીય વ્યય રોકશો. કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે. કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી.

મિથુન (ક.છ.ઘ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શારીરિક અને માનસિક થાક અનુભવશો. આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો. નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો. ખાવાપીવામાં કાળજી રાખવી.

કર્ક (ડ.હ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અસંતોષની લાગણી રહ્યા કરશે. આર્થિક પાસુ મજબૂત બનશે. સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે. ગૃહસ્થજીવનમાં સાનુકૂળતા જણાશે.

સિંહ (મ.ટ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સારા અને સાચા ખર્ચામાં ધન વ્યય થાય. વિદેશથી મોટા લાભની સંભાવના. ભાગીદારો સાથે મતભેદ જણાય. ક્રોધ,ચંચળતા ઉપર સંયમ રાખવો.

કન્યા (પ.ઠ.ણ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે. દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે. આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે. તણાવ અને ટેન્શનથી દૂર રહેવું.

તુલા (ર.ત)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ હરિફાઈવાળા કામમાં વિજય થશે. કરેલી મહેનત ફળદાયી બનશે. સાસરાપક્ષથી લાભ મળશે. વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું.

વૃશ્ચિક (ન.ય)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો. કામકાજમાં વૃદ્ધિ થશે. આવકના નવા સાધનો પ્રાપ્ત થશે.

ધન (ભ.ધ.ફ.ઢ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોજગારીની નવી તકો મળશે. કામમાં આનંદની અનુભૂતિ થશે. ધાર્મિક કામમાં મન લાગશે. મોસાળ પક્ષે લાભ મળશે.

મકર (ખ.જ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ સફળ બનશે. મોટા ભાઈથી સહયોગ મળશે. કારણ વગરના વાદ-વિવાદથી બચવું. આર્થિક લાભ સામાન્ય જણાશે.

કુંભ (ગ.શ.ષ.સ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક સાધારણ પરેશાની રહેશે. કામકાજમાં નિષ્ફળતાથી બચવું. ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે. આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે.

મીન (દ.ચ.ઝ.થ)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે. નાના-મોટા રોકાણ કરવામાં સમય શુભ છે. નોકરી-ધંધામાં ઉન્નતિ જણાશે. તબિયત બાબતે અનુકૂળતા જણાશે.

આ પણ વાંચો :-