દાનિશ અલી પર ટિપ્પણી કરનાર રમેશ બિધૂરીને ભાજપે આપી મોટી જવાબદારી

Share this story
  • ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં બસપા સાંસદ દાનિશ અલી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી વિવાદોમાં ઘેરાયેલા લોકસભા સભ્ય રમેશ બિધૂરીને રાજસ્થાનના ટોંક જિલ્લામાં ચૂંટણીની જવાબદારી સોંપી છે.

ભારતીય જનતા પાર્ટી (BJP) રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહી છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે પોતાની રણનીતિના ભાગરૂપે, ભાજપે બુધવારે (૨૭ સપ્ટેમ્બર) અન્ય રાજ્યોના ૪૪ નેતાઓને રાજ્યના વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. આમાં સૌથી ચોંકાવનારું નામ રમેશ બિધૂરીનું છે, જેમણે તાજેતરમાં સંસદની અંદર બસપાના સાંસદ દાનિશ અલી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ અંગે ભાજપે બિધૂરીને કારણ બતાવો નોટિસ પણ ફટકારી હતી.

બુધવારે જયપુરમાં રાજ્ય પાર્ટી કાર્યાલયમાં યોજાયેલી સંકલન બેઠકમાં કુલ ૨૬ નેતાઓએ હાજરી આપી હતી, જ્યારે બાકીના નેતાઓ પણ ટૂંક સમયમાં રાજ્યમાં પહોંચશે. બેઠકમાં હાજર રહેલા તમામ આગેવાનોને વિધાનસભાના આધારે કામ સોંપવામાં આવ્યું હતું.

દિલ્હીના સાંસદ પરવેશ વર્માને જોધપુર ગ્રામીણ, પંજાબ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખરને સીકરની જવાબદારી, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને જયપુર શહેરની જવાબદારી, હરિયાણાના ધારાસભ્ય મહિપાલ ધાંડાને હનુમાનગઢની જવાબદારી સોંપવામાં આવી છે.

હરિયાણાના પ્રદેશ મહાસચિવ સંદીપ જોશીને ચુરુની જવાબદારી સોંપવામાં આવી છે. યુપીના ભાજપના નેતા જુગલ કિશોરને જયપુર ગ્રામીણ ઉત્તરની જવાબદારી સોંપવામાં આવી છે.

ટોંકની જવાબદારી રમેશ બિધુરીને સોંપવામાં આવી :

આ બધા સિવાય ભાજપે રાજસ્થાનના ટોંક જિલ્લાની ચૂંટણીની જવાબદારી તેના લોકસભા સાંસદ રમેશ બિધૂરીને સોંપી છે, જેઓ લોકસભામાં BSP સાંસદ દાનિશ અલી વિરુદ્ધ તેમની અપમાનજનક ટિપ્પણીને કારણે વિવાદોમાં ફસાયેલા છે. આ જિલ્લામાં ગુર્જર સમુદાયના લોકો મોટી સંખ્યામાં વસે છે. અહીં વિધાનસભાની ચાર બેઠકો છે. આમાંથી એક સીટ કોંગ્રેસના નેતા સચિન પાયલટ પાસે છે.

આ પણ વાંચો :-