બેડરૂમનો આ વીડિયો શેર કર્યો જેલ જવાનું નક્કી, હટાવાયો તોય ધડાધડ થયો વાયરલ

Share this story
  • પંજાબના કુલ્હડ પીઝા ફેમ પંજાબી કંપલ સહજ અરોરા અને ગુરપ્રીત કૌરનો પ્રાઈવેટ વીડિયો નકલી હોવાનું સામે આવ્યું છે. છેડછાડવાળા વીડિયોની પોલીસમાં ફરીયાદ થઈ છે.

કુલ્હડ પીઝા ફેમ પંજાબી કપલ પિઝાને પોતાની યુનિક સ્ટાઈલમાં વેચવા માટે ફેમસ છે. પરંતુ આજકાલ આ કપલ તેમના એમએમએસને લઈને ભારે ચર્ચામાં છે. આ વીડિયોમાં કપલ કઢંગી હાલતમાં જોવા મળી રહ્યું છે. સહજ અરોરા અને ગુરપ્રીત કૌર પંજાબના જલંધરના રહેવાસી છે. ૨૦૨૨થી તેમની લોકપ્રિયતા ઘણી વધારે રહી છે. સહજ અરોરાએ આ ફૂટેજને ફેક ગણાવીને પોલીસમાં ફરીયાદ લખાવી છે.

ખાનગી વીડિયોને ઈન્ટરનેટ પરથી હટાવી દેવામાં આવ્યો છે. પરંતુ આ દરમિયાન આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ ગયો હતો. જો તમે પણ કુલ્હડ પીઝાનો પ્રાઈવેટ વીડિયો જોયો હોય તો તેને શેર ન કરતાં નહીંતર તમારી સામે ગુનો લાગી પડી શકે છે અને તમને ૫ વર્ષની જેલની સજા થઈ શકે છે.

કોઈનો પ્રાઈવેટ વીડિયો શેર કરવો આઈટી એક્ટની કલમ ૬૭ હેઠળ ગુનો છે. જો તે દોષિત ઠરશે તો તેને 5 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. સાથે જ ૧૦ લાખ રૂપિયાનો દંડ પણ લાગી શકે છે. વળ આ પ્રકારના કાયદાને આઈટી એક્ટની કલમ ૬૬ઈ હેઠળ તેમની પ્રાઈવસીનું ઉલ્લંઘન માનવામાં આવશે. સેક્શન ૬૬Eનું કહેવું છે કે જો કોઈ મહિલાની પરવાનગી વગર તેનો પ્રાઈવેટ ફોટો લે અથવા તેની મંજૂરી વગર ક્યાંક શેર કરે છે તો તે ગુનો છે.

સહજ અરોરાએ પોતાની ફરિયાદમાં એક મહિલા અને બ્લોગર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે જે મહિલા પર આરોપ લગાવ્યો છે તેને પોલીસે પૂછપરછ માટે ઝડપી લીધી છે. સહજનો આરોપ છે કે આ મહિલા એક બ્લોગરની મદદથી કપલને બ્લેકમેલ કરી રહી હતી. સહજે પોલીસને મોબાઈલ ફોન પર કેટલાક મેસેજના સ્ક્રીનશોટ પણ આપ્યા છે. આવો જાણીએ બ્લેકમેઈલિંગને લઈને આપણા દેશમાં શું કાનૂની જોગવાઈઓ છે.

કપલને મહિલા બ્લોગર કરી રહી હતી બ્લેકમેઈલિંગ  :

આઈપીસીની કલમ ૩૮૩ હેઠળ આ પ્રકારના કૃત્યને ખંડણીનો ગુનો ગણવામાં આવશે. આ કલમમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિને ધમકાવીને તેની પાસેથી ઉઘરાણી કરવી કે આવો પ્રયાસ કરવો તે ખંડણી કહેવાય. કલમ ૩૮૪ અને ૩૮૫ આ માટે સજા કરે છે. કલમ ૩૮૪માં ત્રણ વર્ષ સુધીની જેલની સજા અથવા દંડ અથવા બંનેની જોગવાઈ છે.

આ સાથે જ આઈપીસીની કલમ ૫૦૩માં ગુનાહિત ધાક ધમકીના ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિ તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે કે કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડે તો આવું કરનાર વ્યક્તિને આઈપીસીની કલમ ૫૦૩ હેઠળ ગુનાહિત ધાકધમકી માટે દોષી ગણવામાં આવશે અને તેને સજા કરવામાં આવશે.

આ પણ વાંચો :-