રાઘવ ચઢ્ઢા અઢી લાખ કમાય છે, અને લગ્ન કર્યા ત્યાંનું બિલ ૧૫ કરોડ : સુખબિર સિંહે ઉઠાવ્યા સવાલ

Share this story
  • શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે આ લગ્ન બાબતે અનેક સવાલ ઊભા કર્યા છે. પંજાબની મશીનરીનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી માનને અપશબ્દ પણ કહ્યા છે.

રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ જસ્ટ મેરિડ કપલને લગ્નની શુભકામનાઓ આપવામાં આવી રહી છે. શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે આ લગ્ન બાબતે અનેક સવાલ ઊભા કર્યા છે. ભગવંત માનને સવાલ પૂછ્યો છે કે, રાઘવ ચઢ્ઢા અઢી લાખની કમાણી કરી છે.

તેમના વિવાહની વાત કરવામાં આવે તો તેમણે જે સ્થળે લગ્ન કર્યા છે. ત્યાંનું બિલ ૧૦થી ૧૫ કરોડનું હશે. શું આપ સરકાર પંજાબથી આ ફંડની ચૂકવણી કરશે? પંજાબની મશીનરીનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ મોકલવામાં આવ્યા છે. ઉપરાંત મુખ્યમંત્રી માનને અપશબ્દ પણ કહ્યા છે.

લગ્નમાં કેજરીવાલ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા :

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા રવિવારે ઉદયપુરની એક લક્ઝરી હોટલમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા શુક્રવારે પરિવાર સાથે ઉદયપુર પહોંચ્યા હતા. ઉદયપુરમાં ધ લીલા પેલેસમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્ન સમારોહમાં શામેલ થયા હતા. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અને તેમની પત્ની ગીતા બસરા તથા પૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સહિત અન્ય સેલેબ્સ પણ લગ્નમાં શામેલ થયા હતા.

પંજાબ સરકાર પાસે વેતન આપવા માટે પૈસા નહીં હોય :

શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્ન બાબતે સવાલ ઊભા કર્યા છે. સુખબીર સિંહ બાદલે ભગવંત માન સરકાર પર હલ્લો બોલતા કહ્યું છે કે, ‘પાકિસ્તાનની જે પરિસ્થિતિ છે, તે પરિસ્થિતિ પંજાબમાં જોવા મળી રહી છે.

પંજાબની GDP ૩૨ ટકા પર લાવ્યા હતા. જે ૫૦ ટકા સુધી પહોંચી ગઈ છે. એક સમય એવો હશે જ્યારે પંજાબ સરકાર પાસે વેતન આપવા માટે પૈસા નહીં હોય.’ કેનેડા વિવાદ બાબતે પ્રતિક્રિયા આપી છે કે, ‘પંજાબના લોકોના મનમાં એક ડર છે, જે બાબતે બંને સરકારે એકબીજા સાથે વાતચીત કરવી જોઈએ.’

આ પણ વાંચો :-