HomeGujaratકિંમત ૧૦ લાખની ઉપર, માઈલેજ ૨૬ કિમી : ભારતમાં આ CNG કારની...

કિંમત ૧૦ લાખની ઉપર, માઈલેજ ૨૬ કિમી : ભારતમાં આ CNG કારની એટલી ડિમાન્ડ કે કંપનીએ બંધ કરવું પડયું બુકિંગ

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img
  • Toyota Rumion : Maruti Ertiga પર બેસ્ડ આ ૭-સીટર કાર એમપીવી પેટ્રોલ એન્જિનની સાથે કંપની ફિટેડ CNG વેરિએન્ટમાં પણ આવે છે.

Toyotaની આ કારની એટલી ભારે ડિમાન્ડ છે કે હવે કંપનીએ Toyota Rumionના CNG વેરિએન્ટની બુકિંગને થોડા દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે સુઝુકી અને ટોયોટાના ગ્લોબલ એગ્રીમેન્ટ હેઠળ બન્ને બ્રાન્ડ એક બીજાના વ્હીકલ પ્લેટફોર્મને શેર કરે છે અને તેના આધાર પર MPVને લોન્ચ કરવામાં આવ્યું હતું.

ગયા ઓગસ્ટ મહિનામાં લોન્ચ થઈ હતી કાર :

Toyota Rumionને કંપનીએ ગયા ઓગસ્ટ મહિનામાં વેચાણ માટે લોન્ચ કરી હતી. તેની કિંમત ૧૦.૨૯ લાખ રૂપિયાથી લઈને ૧૧.૨૪ લાખ રૂપિયા સુધી છે. આ એમપીવીનું CNG મોડલ ફક્ત એક વેરિએન્ટ S MT વેરિએન્ટમાં આવે છે. જેની કિંમત ૧૧.૨૪ લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.

એક નિવેદનમાં ટોયોટાએ કહ્યું કે તેને રૂમિયન માટે જબરદસ્ત પ્રતિક્રિયા મળી છે. જેના કારણે તેનો વેટિંગ પીરિયડ ખૂબ વધી ગયો છે. તેના કારણે અસ્થાયી રીતે તેની બુકિંગ રોકવી પડી છે.

એટલે કે નજીકના ભવિષ્યમાં કંપની જલ્દી જ તેની ઓફિશ્યલ બુકિંગ ફરીથી શરૂ કરશે. જણાવી દઈએ કે આજ હાલ Ertiga CNGના પણ છે. તેનો પણ વેટિંગ પીરિયડ ખૂબ વધારે છે.

કુલ ત્રણ વેરિએન્ટમાં આવશે Toyota Rumion :

Toyota Rumionને કુલ ત્રણ વેરિએન્ટ અને ૬ ટ્રિમ્સમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારમાં કંપનીએ ૧.૫ લીટરની ક્ષમતાનું K-સીરિઝ એન્જિન શામેલ કર્યું છે. ટોયોટાનું કહેવું છે કે ઓલ-ન્યૂ ટોયોટા રૂમિયનને કમ્ફર્ટ, ફીચરથી સજ્જ અને પરફોર્મન્સ ઈચ્છતા પરિવારની વધતી જરૂરીયાતને પુરી કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.

આપશે આટલી માઈલેજ :

ટોયોટાનો દાવો છે કે તેનું પેટ્રોલ વર્ઝન ૨૦.૪૧ કિમી પ્રતિલીટર અને CNG વેરિએન્ટ ૨૬.૧૧ કિમી સુધીની માઈલેજ આપે છે. Toyota Rumionમાં ૧૭.૭૮ સેમી સ્માર્ટ પ્લે કાસ્ટ ટચ સ્ક્રીન ઓડિયો સિસ્ટમ, ટોયોટા આઈ-કનેક્ટ ૫૫ પ્લસ ફિચર્સની સાથે રિમોટ ક્લાઈમેટ કંટ્રોલ, લોક/અનલોક, સ્માર્ટવોચ કમ્પેટિબિલિટી જેવી સુવિધાઓ મળે છે.

મળશે આ ફિચર્સ :

આ ઉપરાંત ઓટો કોલાઈઝન નોટિફિકેશન, ટો એલર્ટ, ફાઈન્ડ માય કાર, પેડલ શિફ્ટર્સની સાથે 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફિચર્સ મળે છે. તેમાં ડુઅલ ફ્રંટ અને ફ્રંટ સીટ સાઈડ એરબેગ, EBDની સાથે ABS, એન્જિન ઈમોબિલાઈઝર, સીટ બેલ્ટ રિમાઈન્ડર, હાઈ-સ્પીડ એલર્ટ સિસ્ટમ, ઈએસપી, હિલ હોલ્ડ અસિસ્ટ જેવા ફિચર્સ મળે છે.

આ પણ વાંચો :-

 

 

Subscribe

Latest stories