HomeInternationalKiss Scandal : વર્લ્ડકપ મેચમાં મહિલા ખેલાડીને કિસ કરીને ફસાઈ ગયો આ...

Kiss Scandal : વર્લ્ડકપ મેચમાં મહિલા ખેલાડીને કિસ કરીને ફસાઈ ગયો આ ઓફિસર

Date:

Related stories

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...

Plane Crash Video: હવામાંથી મિસાઇલની જેમ ધસી આવ્યું બિઝનેસ જેટ, હાઇવે પર આગના ગોળામાં ફેરવાયું; 9નાં મોત

ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટનાનો વીડિયો વાયરલ: આકાશમાંથી ઝડપભેર નીચે...

૨ નવેમ્બર ૨૦૨૬, સોમવારનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): સોમવાર અને અષ્ટમી તિથિના પ્રભાવથી અટકેલા મહત્વના...
spot_img
  • આ વર્ષે રમાયેલા મહિલા ફીફા વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ મેચમાં ‘કિસ સ્કેન્ડલ’ બાદથી લુઈસ રુબિયાલ્સ સમાચારમાં છે. રૂબિયાલેસે સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે આ કેસમાં કેપ્ટન સહિત ૩ ખેલાડીઓ હાજર થશે.

મહિલા ફીફા વર્લ્ડ કપ (વર્લ્ડ કપ-૨૦૨૩)ની ફાઈનલ મેચ પછી પોતાની ટીમની ખેલાડીને કિસ કરવી (કિસ સ્કેન્ડલ) લુઈસ રુબિયલ્સને ભારે મોંઘી પડશે. સ્પેનની સ્ટાર મહિલા ફૂટબોલર જેન્ની હર્મોસોને સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનના તત્કાલીન પ્રમુખ લુઈસ રુબિઆલેસે બધાની સામે કિસ કરી હતી. બાદમાં લુઈસ પર જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હવે આ કેસમાં ખેલાડીઓ જુબાની આપશે.

આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા મહિલા ફીફા વર્લ્ડ કપ ૨૦૨૩માં સ્પેને ઈંગ્લેન્ડને હરાવીને ટ્રોફી જીતી હતી. આ ખિતાબ જીત્યા બાદ સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ લુઈસ રુબિઆલેસે એવોર્ડ સમારોહ દરમિયાન સ્પેનની સ્ટાર ફૂટબોલર જેની હર્મોસોને તેની સંમતિ વિના હોઠ પર ચુંબન કર્યું હતું. આ ઘટના ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બની હતી જ્યાં સ્પેન અને ઈંગ્લેન્ડ વચ્ચે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમાઈ હતી.

દરમિયાન, એવા સમાચાર છે કે બે વખતના બેલોન ડી’ઓર વિજેતા એલેક્સિયા પુટેલાસ અને અન્ય બે સ્પેનિશ ખેલાડીઓ લુઈસ રુબિયાલ્સ સંબંધિત કેસમાં ન્યાયાધીશ સમક્ષ જુબાની આપશે. પુટેલાસ, ડિફેન્ડર ઈરેન પરેડેસ અને ગોલકીપર મીસા રોડ્રિગ્ઝ કોચ રુબિયાલ્સ સામેના કેસમાં ૨ ઓક્ટોબરે જુબાની આપવાના છે. રૂબિયાલ્સ પણ ૧૫ સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થયા હતા. જોકે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

જે ઘટના બાદ રુબિયાલ્સ પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો. રુબિયાલ્સે પાછળથી સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું. લુઈસ રુબિઆલેસને સસ્પેન્ડ કર્યા બાદ ૨૬ ઓગસ્ટના રોજ પેડ્રો રોચાને સ્પેનિશ ફૂટબોલ ફેડરેશનના વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. રૂબિયાલ્સ સ્પેનના ભૂતપૂર્વ ખેલાડી છે અને તે ૨૦૧૮થી ફેડરેશનના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories