Statue of unity : પ્રવાસીઓને લઈ મોટો નિર્ણય,  હવે સોમવારે બંધ રહેતું સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે ચાલુ રહેશે

Share this story
  • રજાના દિવસોમાં પ્રવાસીઓ વધુ આવતા હોય છે ત્યારે આવનારી ૨જી ઓક્ટોબર ૨૦૨૩, ૨૭ નવેમ્બર ૨૦૨૩ અને ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ચાલુ રાખવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા પ્રવાસીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રજાના દિવસોમાં પ્રવાસીઓ વધુ આવતા હોય છે ત્યારે આવનારી ૨જી ઓક્ટોબર ૨૦૨૩, ૨૭ નવેમ્બર ૨૦૨૩ અને ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ચાલુ રાખવામાં આવશે.

રેગ્યુલર દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારે મેન્ટનન્સ માટે બંધ રાખવામાં આવતું હોય છે.  જોકે ૩ ઓકટોબર મંગળવાર, ૨૮ નવેમ્બર મંગળવાર અને ૨૬ ડિસેમ્બર મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે.

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે દર સોમવારે બંધ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં સોમવારના દિવસે આવતી જાહેર રજાઓમાં ૨ ઓકટોબરે ગાંધી જયંતિ, ૨૭ નવેમ્બર ગુરુનાનક જયંતિ અને ૨૫ ડિસેમ્બર નાતાલનો સમાવેશ થાય છે.

પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જાહેર રજાના દિવસે એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે તે હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-