ડ્રગ્સ સ્મગલિંગની આ રીત જાણીને તમે ચોંકી જશો ! જાણો કેવી રીતે કેનેડાથી ચલાવાતું હતું આ રેકેટ

Share this story
  • આ રેકેટ કેનેડાથી ચલાવવામાં આવતું હતું. તેઓ ડાર્ક વેબ દ્વારા ઓનલાઈન પાર્ટીઓમાં ડ્રગ્સ મંગાવતા હતા.

અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ કેનેડાથી ચલાવવામાં આવતું હતું. જે ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરતું હતું.

ગુજરાતનું યુવાધન સતત નશીલા પદાર્થોનું સેવન કરી ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. અવાર-નવાર નશીલા પદાર્થો પોલીસ દ્વારા પકડવામાં આવતા હોય છે અને પેડલરોને જેલ હવાલે કરવામાં આવતા હોય છે. તેમ છતા ડ્રગ્સ પેટલરો રાજ્યમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ કરતા હોય છે.

ત્યારે અમદાવાદમાં આવી  જ મોડસ ઓપરન્ડી દ્વારા ડ્રગ્સ મોકલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.  અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ કેનેડાથી ચલાવવામાં આવતું હતું. તેઓ ડાર્ક વેબ દ્વારા ઓનલાઈન પાર્ટીઓમાં ડ્રગ્સ મંગાવતા હતા.

અમદાવાદ એરપોર્ટ પરથી અંદાજે ૫૦ લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. જેમા ૨.૩૧ લાખની કિંમતનું ૨.૩૧ ગ્રામ કોકેઈન અને ૪૬ લાખની કિંમતનો ૬ કિલો ગ્રામ ગાંજો ઝડપાયો છે. આ પેટલરો પાસે ડ્રગ્સ પહોંચાડવાની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી હતી.

પુસ્તકો અને રમકડાંનો મોટો જથ્થો જપ્ત :

ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને, કેનેડા અને અમેરિકાની આંતરરાષ્ટ્રીય કુરિયન કંપની દ્વારા પાર્ટીને પુસ્તકો અને રમકડાંમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. પુસ્તકનાં પાનાંઓ ડ્રગ્સમાં પલાળીને રાખવામાં આવ્યાં હતાં.

પુસ્તકની ડિલિવરી પછી પાના પીસીને ડ્રગ્સ તૈયાર કરવામાં આવતું હતું. સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે મોટી માત્રામાં આવા પુસ્તકો અને રમકડા જપ્ત કર્યા છે. તેમજ ડ્રગ્સ પેડલર્સ અને ખરીદનાર બંનેને પણ શોધી કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :-