જામનગરમાં આઈસ્ક્રીમ બાદ હવે પિઝામાંથી વંદો નીકળ્યો, US પિઝામાં એક્સ આર્મી મેનને થયો કડવો અનુભવ

Share this story
  • રાજ્યમાં બહારના ભોજનમાં જીવડા નીકળવાની ઘટનાઓ અચાનક વધવા લાગી છે. તાજેતરમાં અમદાવાદમાં લાપીનોઝના પીઝામાં જીવાત નીકળી હતી. બાદમાં જામનગરમાં ગઈકાલે આઈસ્ક્રીમમાં વંદો નીકળ્યો હતો.

રાજ્યમાં બહારના ભોજનમાં જીવડા નીકળવાની ઘટનાઓ અચાનક વધવા લાગી છે. તાજેતરમાં અમદાવાદમાં લાપીનોઝના પીઝામાં જીવાત નીકળી હતી. બાદમાં જામનગરમાં ગઈકાલે આઈસ્ક્રીમમાં વંદો નીકળ્યો હતો. હવે જામનગરમાં પિઝામાંથી વંદો મળી આવ્યો છે. જે બાદ ગ્રાહકે આ અંગે ફરિયાદ કરી હતી.

જામનગરમાં આવેલા યુ.એસ પિઝા ઝોનમાં એક્સ આર્મી મેન પરિવાર સાથે શનિવારે રાત્રે જમવા માટે ગયા હતા. જ્યાં પિઝા ખાતા દરમિયાન અચાનક તેમની તેમાં કોઈ જીવાત પર પડી હતી.

જે વંદો હોવાનું જણાવા તેમણે દુકાનદારને આ અંગે ફરિયાદ કરી હતી. જે બાદ તેણે માફી માગી લીધી. આર્મી મેન જામનગરમાં JMCમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. આથી તેમણે સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે ફરિયાદ કરી હતી.

જે બાદ FSLની ટીમ આજે યુ.એસ પિઝાના આઉટ લેટમાં તપાસ કરવા માટે ટીમ સાથે પહોંચ્યા હતા અને આઉટલેટમાં રહેતી ખાદ્ય સામગ્રીની સ્થિતિ તથા સાફ-સફાઈની તપાસ કરી હતી. જેમાં આઉટલેટમાં સ્વચ્છતા ન જળવાતી હોવાથી હાલ તેને ૫ દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યું છે. આઉટ લેટના માલિક દ્વારા કીચનમાં દવાનો છંટકાવ કરી પાણીના સેમ્પલનો રિપોર્ટ તથા સ્વસ્છતા જળવાય તેની ખાતરી કરતું સર્ટિફિટેક મેળવ્યા બાદ જ આઉટ લેટને ફરી ખોલવામાં આવશે.

આ પણ વાંચો :-