દિલ્હી-એનસીઆરમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ  

Share this story

દિલ્હી-એનસીઆરમાં આજે મંગળવારે બપોરે ૨.૫૧કલાકે આવેલા ભૂકંપના આંચકા બાદ લોકો ગભરાઈને ઓફિસો અને ઘરોની બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા ૬.૨માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળના દિપાયલથી ૩૬ કિલોમીટર દૂર જમીનથી પાંચ કિલોમીટરની ઊંડાઈમાં હતું. યુપી અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા પહેલા બપોરે ૨.૨૫ કલાકે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળ પણ હતું. તે સમયે તેની તીવ્રતા ૪.૬ માપવામાં આવી હતી. ઉત્તરાખંડ અને યુપીના ભાગોમાં તેના આંચકા અનુભવાયા હતા.

શ્રાવસ્તીમાં ૨.૫૧વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બે વખત જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૪.૬ હતી. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદ, નોઈડા અને ફરીદાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

જો રિક્ટર સ્કેલ પર ૭ કે તેથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે છે, તો આંચકા૪૦ કિમીની ત્રિજ્યામાં અનુભવાય છે. રિક્ટર સ્કેલનો ઉપયોગ કરીને ભૂકંપ માપવામાં આવે છે. તેને રિક્ટર મેગ્નિટ્યુડ ટેસ્ટ સ્કેલ કહેવામાં આવે છે. ધરતીકંપને રિક્ટર સ્કેલ પર ૧ થી ૯ સુધી માપવામાં આવે છે. ભૂકંપ તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. ધરતીકંપ દરમિયાન પૃથ્વીની અંદરથી મુક્ત થતી ઊર્જાની તીવ્રતા તેના દ્વારા માપવામાં આવે છે. આ તીવ્રતા ભૂકંપની તીવ્રતા નક્કી કરે છે.