Home Blog Page 1420

ગુજરાત સુધી લંબાયા સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનાં તાર, શૂટર સંતોષ જાધવને પોલીસે દબોચી લીધો

Assassination of Sidhu Musewala extended to Gujarat

  • પૂણે પોલીસ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ મામલે શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી અટકાયત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રની પુણે પોલીસે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા (Punjabi Singer Sidhu Musewala) હત્યાકાંડમાં શૂટર સંતોષ જાધવની (Santosh Jadhav) અટકાયત કરી છે. આ સાથે આ હત્યાકાંડમાં સામેલ એક શંકાસ્પદ જાધવના સાથીની પણ ધરપકડ કરી હતી. આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.

એડિશનલ ડાયરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા)  કુલવંતકુમાર સારંગલ (Kulwant Kumar Sarangal) સોમવારે (આજે) આ અંગે મીડિયાને ધરપકડ અંગે વિસ્તૃત વિગતો આપે તેવી શક્યતા છે. પોલીસે જણાવ્યું કે દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગના સભ્ય જાધવને 2021 માં પુણે જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે. તે એક વર્ષથી ફરાર હતો. મુસેવાલા હત્યાકાંડમાં  તેમનું અને નાગનાથ સૂર્યવંશીનું નામ સામે આવ્યું હતું.

જાધવને શોધવા પુણે પોલીસે બે ટીમોને ગુજરાત અને રાજસ્થાન મોકલી હતી :

પુણે ગ્રામીણ પોલીસે તેમની શોધખોળ કાર્યવાહી વધુ ઝડપી બનાવી હતી અને 2021 ની હત્યા પછી જાધવને આશ્રય આપવાના આરોપી  સિદ્ધેશ કાંબલે ઉર્ફે મહાકાલની પણ ધરપકડ કરી છે. ગયા અઠવાડિયે મંચાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મકોકા કેસમાં પુણે  ગ્રામીણ પોલીસે બિશ્નોઇ ગેંગના સભ્ય મહાકાલની ધરપકડ કરી હતી. મૂસેવાલા હત્યા કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને પંજાબ પોલીસે પણ તેની પૂછપરછ કરી હતી. પટકથા લેખક સલીમ ખાન અને તેના અભિનેતા પુત્ર સલમાન ખાનને લખેલા ધમકીભર્યા પત્રના સંદર્ભમાં પણ મુંબઈ પોલીસે મહાકાલની પૂછપરછ કરી હતી. જાધવને શોધી કાઢવા માટે પુણે પોલીસે ગયા અઠવાડિયે અનેક ટીમોને ગુજરાત અને રાજસ્થાન મોકલી હતી.

 

રાજકારણના ખેલાડી સી. આર. પાટીલ અને દર્શના જરદોશ ‘ભમરડા’ની રમત રમ્યા

રાજકારણ અને સમાજકારણના ખેલાડી ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ આજે શેરીમાં ભમરડાથી રમ્યા હતા. લોકોને ભાજપ સાથે માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ સામાજિક રીતે જોડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મંત્રીઓ અને સાંસદોને નવી પેઢીના લોકોની વચ્ચે જઈને રમત-ગમતના માધ્યમથી લોકોને પક્ષ સાથે જોડવાની સકારાત્મક વ્યૂહરચના અપનાવી છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યાં છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે શાળાઓમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી, જે આજે પણ ચાલુ છે.

સામાન્ય સંજોગોમાં શેરીઓમાં જઈને માત્ર રાજકીય કે સરકારની વાતો કરવામાં આવે તો એ હવે લોકોને ગમતુ નથી અને એટલે જ રાજકીય વ્યૂહરચનાનાં માહિર વડાપ્રધાન મોદીએ હાલમાં ચૂંટણીઓનો માહોલ નથી, એવા સમયે ‘ખાલી’ એટલે કે નવરાશના દિવસોમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને લોકોની વચ્ચે જવાનો ‘ખેલ મહોત્સવ’ના નામે રસ્તો કરી બતાવ્યો છે. કદાચ શરૂઆતના દિવસોમાં આ આઈડિયા ઘણાંને અનુકુળ આવ્યો નહીં હોય, પરંતુ વડાપ્રધાનનો આદેશ હોવાથી અમલ કર્યા વગર છુટકો નહીં હોવાથી ચારે તરફ ‘ખેલ મહોત્સવ’નાં નામે સામાજિક મેળાવડા થઈ રહ્યાં હતા, પરંતુ એક વખત ખેલ મહોત્સવમાં સહભાગી બન્યા બાદ ખરેખર આનંદ આવી રહ્યો છે. કારણ કે, ‘ખેલ મહોત્સવ’માં કોઈ રાજકીય વાતો કર્યા વગર પણ પોતાનો અને પક્ષનો પ્રચાર કરવાની તક મળવા ઉપરાંત ઉગતી પેઢીનાં લોકોને ભાજપની વિચારધારા સાથે જોડવાની તક ઊભી થઈ રહી છે. ફળશ્રૃતિરૂપે નવી પેઢીના લોકો પણ ભાજપ અને વડાપ્રધાનની વિચારધારાથી આકર્ષાઈ રહ્યાં છે. યુવાનો રમત મહોત્સવમાં ભાગ લેવા માટે આવે છે, પરંતુ ઘરે પાછા ફરે છે ત્યારે ભાજપની સકારાત્મક વિચારધારા લઈને જાય છે.

અલબત આ સામાન્ય લાગતી બાબત દીર્ઘ દૃષ્ટિથી જોવામાં આવે તો ભાજપની વિચારધારાનાં લોકોની સંખ્યામાં વધારો કરી રહી છે અને આ બાબત જ નરેન્દ્ર મોદીની ખાસીયત છે. કેન્દ્રીય મંત્રી અને સુરતનાં સાંસદ દર્શના જરદોશના મત વિસ્તારમાં પાછલાં ઘણાં દિવસોથી ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે. વળી મહત્ત્વની બાબત એ છે કે, ખેલ મહોત્સવમાં માત્ર યુવકો, પક્ષ કાર્યકરો જ નહીં. શેરી-મહોલ્લાની મહિલાઓ અને ભાજપ સાથે નાતો નહીં ધરાવતા લોકો પણ ભાગ લઈ શકતા હોવાથી સમગ્ર કાર્યક્રમ રાજકીય હોવા છતાં બિનરાજકીય તરીકે યોજાઈ રહ્યાં છે અને લોકોને પણ ખરેખર મજા આવી રહી છે. સાંસદ દર્શના જરદોશ લગભગ સમગ્ર મત વિસ્તારમાં કાર્યક્રમો પુરા કરી ચૂક્યાં છે.

ખેલ મહોત્સવમાં જુના જમાનામાં શેરીઓમાં રમાતી રમતો કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચ, વોલીબોલ, લીંબુ ચમચી, કાંગારુ, ભમરડા દાવ, લખોટી, ક્રિકેટ, તરણ સ્પર્ધા વિગેરે રમતો યોજવામાં આવી હતી. પરિણામે સાંસદ ખેલ મહોત્સવ લોકો માટે મનોરંજન અને ભાજપ માટે પક્ષનો સકારાત્મક પ્રચાર કરવાનું માધ્યમ બની રહ્યો છે.

દર્શના જરદોશ બાદ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી. આર. પાટીલે પણ પોતાના મત વિસ્તારમાં ખેલ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો અને ભુલાઈ ગયેલી ‘ભમરડા’ની રમત ખુદ સી. આર. પાટીલ પોતે રમ્યા હતા. અલબત તેમને ‘ભમરડો’ ફેંકવાનું બરાબર ફાવ્યું નહોતું, પરંતુ રમતોત્સવમાં ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી વગેરેએ ભમરડા ઉપર દોરી વિંટાળીને ભમરડો ફેરવી બતાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે પણ ભમરડાની રમતમાં ભાગ લીધો હતો. સાથે મેયર હેમાલી બોઘાવાલા પણ જોડાયા હતા.

નજીકના ભૂતકાળમાં દર્શના જરદોશ અને હેમાલી બોઘાવાલાને સુરતની શેરીઓમાં રમતો રમતા ઘણાંએ જોયા હશે.
આમ પણ દર્શના જરદોશ કોલેજકાળ દરમિયાન ખુબ જ સક્રિય હતા. એ જમાનાનું સુરત ખુબ નાનુ હતું અને ચૌટાપુલનો ફોટો સ્ટુડીઓ ‘તસવીર કેન્દ્ર’ સુરત શહેરનું સૌથી મોટું આકર્ષણ હતું.

આ તરફ સી. આર. પાટીલ પણ ભૂતકાળમાં તેમની પોલીસદળની ફરજો દરમિયાન ઘણાં જાણિતા હતા અને તેમણે ભલભલા ખેલાડીઓના ‘ખેલ’ બગાડી નાંખ્યા હતા. આજે સુરત શહેરના ભૂતકાળનાં ખેલાડીઓ રાજકીય ફલક ઉપર વિસ્તરીને શહેર, રાજ્ય અને દેશનું નેતૃત્ત્વ કરી રહ્યાં છે.

ખેલ મહોત્સવ’ના આધારે શેરી, મહોલ્લાના, ગામડાંઓના લોકોના ઘર સુધી પહોંચવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આઈડિયા ખરેખર કારગત નિવડશે .

સાંસદ ખેલમહોત્સવમાં લોકોને પણ ખૂબ મજા પડી અને ભાજપે રાજકીય પ્રચાર કર્યા વગર નવી પેઢીના લોકોમાં પણ  ભાજપના બીજનું વાવેતર કરી દીધું .

કબ્બડી, ખોખો, રસ્સા ખેંચ, વોલીબોલ, લીંબુ ચમચી, કાંગારુ, ભમરડા દાવ, લખોટી, ક્રિકેટ, લાંબી દોડ, તરણ સ્પર્ધા વગેરે ભુલાઈ ગયેલી રમતો તાજી થતાં લોકો પણ ખુશ થઈ ગયા

આ રીતે પણ લોકો સુધી અને સકારાત્મક પહોંચી શકાય એવું કદાચ ભાજપના લોકપ્રતિનિધિઓએ પણ વિચાર્યું નહીં, પરંતુ લોકોની વચ્ચે પહોચ્યા પછી ચોક્કસ સુખદ અનુભવ થયો હશે.

ભારતીય ક્રિકેટમાં ગુજરાતીઓનો દબદબો, વડોદરાની 2 મહિલા ક્રિકેટરનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ

Dominance of Gujaratis

  • વડોદરાની દીકરી યાસ્તિકા ભાટિયા ક્રિકેટ જગતમાં ગુજરાતનું નામ ખૂબ રોશન કર્યું છે ત્યારે હવે ફરી એકવાર ભારત માટે ગૌરવ અપાવવા છે તૈયાર

ફરી એકવાર વડોદરાની (Vadodara) દિકરીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. વડોદરાની બે મહિલા ક્રિકેટર્સનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ થયો છે. યાસ્તિકા ભાટિયાનો (Yastika Bhatia) વનડે અને ટી 20 ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ છે. જ્યારે રાધા યાદવની (Radha Yadav) ટી 20 ફોર્મેટમાં પસંદગી થઇ છે. શ્રીલંકા (Sri Lanka) સામેની શ્રેણી માટે બંને ક્રિકેટરની પસંદગી કરવામાં આવી છે. મહત્વનું છે કે હાલ બંને મહિલા ક્રિકેટર બરોડા ક્રિકેટ એસોસિએશનમાંથી રમે છે.

યાસ્તિકાની વર્લ્ડ કપમાં પણ થઇ હતી પસંદગી :

મહત્વનું છે કે યાસ્તિકા ભાટિયાને ક્રિકેટ પ્રત્યેનાનપણથી જ લગાવ છે. તેણે 11 વર્ષની ઉંમરમાં જ વડોદારાની અંડર-19 મા જગ્યા મેળવી લીધી હતી. 21 વર્ષની યાસ્તિકાએ ગત વર્ષે ઇન્ટરનેશનલ વન – ડે , ટી 20 અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. યાસ્તિકા છેલ્લાં કેટલાક સમયથી બરોડા ક્રિકેટ એસો.નું પ્રતિનિધિત્ત્વ છે. યાસ્તિકા BCA અન્ડર -23ની કેપ્ટન પણ રહી ચુકી છે. યાસ્તિકા લેફટ હેન્ડ બેટિંગ અને સ્લો લેફટ આર્મ ઓર્થોડક્સ બોલિંગ કરે છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે ફેમસ છે. ICC વિમેન્સ વન – ડે ક્રિકેટ વર્લ્ડ કપ વર્ષ 2022 માટે પણ યાસ્તિકાની પસંદગી થઇ હતી. વર્લ્ડ કપની ભારતીય ટીમમાં વડોદરાની ક્રિકેટર યાસ્તિકા ભાટીયાનો સમાવેશ થયો હતો.

મિથાલી રાજે લીધો સંન્યાસ :

મહત્વનું છે કે ભારતીય મહિલા ક્રિકેટની સૌથી સફળ કેપ્ટન અને બેસ્ટ ક્રિકેટર એવી બેટર મિથાલી રાજે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.મિથાલીએ 39 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી છે. તેણી 23 વર્ષથી ક્રિકેટ રમે છે. ભારતને અનેક મહત્વની મેચ જિતાડીને તેણે ગૌરવ અપાવ્યું હતું.  જે બાદ નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટી 20માં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી રહેલા હરમનપ્રિતને વનડે ટીમની કેપ્ટનશિપ આપવામાં આવી છે. જ્યારે સ્મૃતિને વાઇસ કેપ્ટનશિપ સોંપાઇ છે.

BMW કારથી તોડ્યું સિગ્નલ, પોલીસ સાથે ઝઘડી યુવતી બોલી-મારા પપ્પા ધારાસભ્ય છે પછી…

0

BMW car breaks signal

કર્ણાટકમાં (Karnataka) ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અરવિંદ નિમ્બાવલીની (Arvind Nimbavali) દીકરીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે પોલીસકર્મીઓ સાથે બહેસ કરતી નજરે પડી રહી છે. ટ્રાફિક સિગ્નલ (Traffic signal) તોડવા પર પોલીસે તેને રોકી હતી, ત્યારબાદ યુવતીએ પોતાના તેવર દેખાડવાની શરૂઆત કરી દીધી અને માર્ગ પર ખૂબ હોબાળો મચાવ્યો. જોકે પોલીસકર્મીઓએ તેના પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવીને બધી હેકડી કાઢી દીધી. આ ઘટના બેંગ્લોરમાં રાજભવન પાસે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ્સ મુજબ, ભાજપના ધારાસભ્ય અરવિંદ નિમ્બાવલીની દીકરી પોતાના મિત્રો સાથે BMW કારમાં સવાર થઈને ક્યાંક જઈ રહી હતી. આ દરમિયાન તેણે રેડ લાઇટને નજરઅંદાજ કરી અને ટ્રાફિક સિગ્નલ તોડતા આગળ વધી ગઈ. ત્યારબાદ ત્યાં ઉપસ્થિત પોલીસકર્મીઓએ તેને રોકી લીધી અને તેના પર દંડ લગાવવાની વાત કહી. પોલીસકર્મીઓ દ્વારા રોક્યા બાદ યુવતીને ગુસ્સો આવી ગયો અને માર્ગ પર જ પોલીસકર્મીઓ સાથે ઝઘડો કરવા લાગી. કહેવામાં આવી રહ્યું છે કે, યુવતીએ સ્થાનિક પત્રકાર અને કેમેરામેન સાથે પણ દુર્વ્યવહાર કર્યો.

દલિલ કરતા યુવતીએ પોતાના પિતા ધારાસભ્ય હોવાની વાત કહી અને કારને રોકવા પર ધમકી પણ આપી. આ દરમિયાન રાજભવન તરફથી જતા માર્ગ પર જામ પણ લાગી ગયો. જોકે પોલીસે યુવતીની કોઈ વાત ન સાંભળતા તેના પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવી દીધો. ત્યારબાદ તે બેકફૂટ પર આવી. યુવતીએ કહ્યું કે, તેની પાસે પૈસા નથી એટલે તેને જવા દેવામાં આવે. એ વાતથી પોલીસ ન માની, ત્યારબાદ કારમાં બેઠા તેના મિત્રએ દંડ ભર્યો.

આ આખી ઘટના ગુરુવારે સાંજે 5.15 વાગ્યાની છે, જ્યારે ટ્રાફિક પોલીસે KSCA સ્ટેડિયમ પાસે ક્વીન્સ રોડ પરથી આવી રહેલી કારને રોકવાનો પ્રયત્ન કર્યો. કારમાં ત્યાં સુધી મિન્સ્ક સ્ક્વેરમાં રાજભવન રોડ પર પ્રવેશ કરી ચૂકી હતી. એ સમય સુધી કાર અનિલ કુંબલે સર્કલ પાસે એક પોલીસ અધિકારીના વાહનને પણ ઓવરટેક કરીને આગળ નીકળી ચૂકી હતી. કારમાં બે મહિલાઓ અને 2 પુરુષ હતા, જેમની ઉંમર 20-25 વર્ષની આસપાસ હતી. એક મહિલાએ ઉતરીને સ્પષ્ટીકરણ માંગ્યું. તેના પર પોલસકર્મીએ જણાવ્યું કે, સિગ્નલ તોડવાના કારણે વાહન રોકવામાં આવ્યું છે.

આ આખા ઘટનાક્રમને શરમજનક બતાવતા જનતા દળ (સેક્યૂલર)એ કહ્યું કે, ધારાસભ્યની દીકરીએ કાયદાનું પાલન કરવાની જરૂરિયાત છે, JDSના પ્રવક્તા તનવીર અહમદે પણ કાયદાવ્યવસ્થાનું પાલન ન કરવા પર ધારાસભ્યની દીકરીની નિંદા કરી. તેમણે કહ્યું કે આ અરવિંદ નિમ્બાવલીની દીકરીનો સવાલ નથી. આ આખા ભારતમાં થઈ રહ્યું છે. સંતાનોના મનમાં પિતા નેતા હોવાનું ઘમંડ રહે છે. સંતાનોને ખબર હોવી જોઈએ કે તેના માતા-પિતા જનતાના સેવક છે. આ શરમજનક છે.

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, શહેરમાં સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો

0

Megharaja’s explosive

  • અમદાવાદીઓ છેલ્લા કેટલાક દિવસથી વરસાદથી રાહ જોઇ રહ્યા હતા આખરે આજે તેનો અંત આવ્યો છે અને મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે .

ગુજરાતમાં ગરમી અને બફારા વચ્ચે લોકો મેઘરાજાના આગમન (Gujarat Monsoon 2022)ની રાહ જોઈ રહ્યા હતા, ત્યાં જ આજે ગુજરાતમાં મેઘરાજા (Gujarat Monsoon)એ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમદાવાદમાં તો મોડી રાત્રે મેઘો બારેમાસ હોય તેમ મન મૂકીને વરસી (Ahmedabad Rain) રહ્યો છે. સાથે જ મેઘરાજાનના આગમનથી શહેરીજનોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. અમદાવાદીઓ છેલ્લા કેટલાક દિવસથી વરસાદથી રાહ જોઇ રહ્યા હતા આખરે આજે તેનો અંત આવ્યો છે અને મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે.

હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે, આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે. અને આવતીકાલે (13 જૂન) અમદાવાદ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી પરંતુ મેઘરાજા એક દિવસની પણ રાહ જોયા વિના અમદાવાદ આવી પહોંચ્યા છે અને અમદાવાદીઓને પાણીથી તરબોળ કરી દીધા છે. ત્યાં જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા કોર્પોરેશનની પ્રી મુનસુન કામગીરીની પણ પોલ ખુલી ગઇ છે.

શહેરમાં વરસાદનું આગમન થતા જ શહેરીજનો ભજીયાની લિજ્જત માણવા રસ્તા પર ઉતરી આવ્યા છે. જેના કારણે અમદાવાદના એસજી હાઇવે, ચાંદલોડિયા, નવાવાડજ, આશ્રમ રોડ, નેહરૂનગર, વટવા, વસ્ત્રાલ સહિતના રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ત્યાં જ રોડ પર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદના પગલે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના પૂર્વ વિસ્તાર તેમજ પશ્ચિમ વિસ્તારમાં પણ વીજળીના કડાકા થઈ રહ્યાં છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યાં જ વીજળીના જોરદાર કડાકા પણ થઇ રહ્યા છે. સાઉથ બોપલમાં વરસાદી ઝાપટું પડ્યું છે. અમદાવાદ પૂર્વના વસ્ત્રાલમાં પણ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે ત્યાં જ પાલડી, એલિસબ્રિજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આગમનથી લોકોને ગરમીથી રાહત મળી છે.

નુકસાન / આટલા દિવસમાં સડી જાય છે ગાડીમાં ભરાવેલું પેટ્રોલ-ડીઝલ, એન્જિન પર પણ પડશે ખરાબ અસર

0
  • આજકાલ ડીઝલ અને પેટ્રોલ આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ બની ગયુ છે. જેવી રીતે ધીરે-ધીરે રસ્તા પર કારની સંખ્યા વધી રહી છે, એ જ રીતે ડીઝલ પેટ્રોલનો વપરાશ પણ વધવા લાગ્યો છે. આ સાથે તેની કિંમતો પણ આસમાને જતી રહી છે.

જેમ માર્કેટમાં થોડો પેટ્રોલનો ભાવ (The price of petrol) ઘટવા લાગે છે તેવી જ રીતે લોકો તાત્કાલિક પોતાના કારની ટાંકીઓ ફૂલ કરાવે છે. પરંતુ આ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે પેટ્રોલ અને ડીઝલ (Petrol and diesel) પણ એક સમય બાદ એક્સપાયર થાય છે. કેટલાંક લોકો એવા હોય છે, જેને કારનુ કામ ઓછુ હોય છે અને આ કારણથી તેમની કાર ઘરમાં ઉભી રહે છે. તો બીજી તરફ કેટલાંક લોકો ઓછી કિંમત હોવા છતાં પોતાની ટાંકીઓને ફૂલ કરાવી નાખે છે. પરંતુ તેમાં ડીઝલ પેટ્રોલ આ રીતે જ ભરાયેલુ રહે છે. જો કે, ઘણા મહિના બાદ જો તમે આ કારને ચલાવો છો તો તમારી કાર પર તેનો શું પ્રભાવ પડે છે, એ જ અમે તમને જણાવવાના છીએ.

પેટ્રોલ-ડીઝલ કેવીરીતે ખરાબ થાય છે ?

મોટાભાગના લોકોને ખબર હોતી નથી કે કારમાં ભરાયેલુ પેટ્રોલ ખરાબ પણ થાય છે. તેથી કેટલાંક લોકો આ સમાચાર સાંભળતા જ હેરાન રહી જશો. મોટાભાગના લોકો એવુ જાણે છે કે પેટ્રોલ ડીઝલ જેવી ચીજ વસ્તુઓ ક્યારેય પણ ખરાબ થતી નથી. પરંતુ આવુ હોતુ નથી. દરેક વસ્તુનુ આયુષ્ય હોય છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલ ક્રૂડ ઑઈલથી પણ જલ્દી ખરાબ થઇ જાય છે.

શેલ્ફ લાઈફ ઘટી જાય છે :

જેનુ કારણ એવુ છે કે ક્રૂડ ઑઈલને રિફાઈન કરતી સમયે તેમાં અનેક પ્રકારના કેમિકલ મિલાવી દેવામાં આવે છે. આ સાથે તેની અંદર ઈથેનોલ સુધી સામેલ કરી દેવામાં આવે છે. આ કેમિકલ પેટ્રોલ અને ડીઝલની શેલ્ફ લાઈફને ઘટાડી દે છે. ત્યારબાદ જ્યારે કાર આ રીતે ઉભી રહે છે અને તેમાં પેટ્રોલ આ રીતે  પડયું રહે છે . ત્યારે તાપમાનની સાથે વરાળમાં પરિવર્તિત થાય છે. ત્યારબાદ આ પેટ્રોલ અને ડીઝલને સડાવી દે છે.

13 જૂન 2022, રાશિફળ : સુર્યદેવની કૃપાથી આ રાશિના જાતકોને વ્યાપારમાં થશે અઢળક લાભ

13 June 2022, horoscope Gujarat Guardian

મેષઃ-

બપોર સુધી પ્રસન્નતા જણવાય. પરિવાર માં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્નિ સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભઃ-

બપોર સ‌ુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસી ની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવન સાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃઘ્ધિ થતી જણાય.

મિથુનઃ-

આવકનો પ્રવાહ ધટતો જણાય. નાના ભાઇ બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધા માં મિશ્ર ફળ મળતું જણાય.

કર્કઃ-

આજનો દિવસ શુભત્વનો સંદેશ લાગ્યું છે. નાણાંની વૃદ્ધિ થતી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભ ફળ પ્રાપ્ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યા પ્રાપ્તિ માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ. આરોગ્ય જણવાય.

સિંહ :-

થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી નો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદા કારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહન ની ખરીદી શક્ય બને . ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ-

નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવાર માં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્ય માં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયત ની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

તુલાઃ-

મોજ શોખ માં ખર્ચ વધારે થાય. નવા કપડા માં ખર્ચ થાય. બપોર સુધી આવક માં વૃ‌િદ્ધ થતી જણાય. બપોર બાદ સાવધાની થી કાર્ય કરવું. માતૃ સુખ માં વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ-

આદ્યાત્મિકતા વધે. હોંશિયાર અને કાબેલીયતથી સફળતા મળે. અધિકાર નો દુરઉપયોગ ન કરવો. પ્રપંચ થી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુ નો ધંધો કરવા વાળા માટે લાભ. ‌િવજાતિય પાત્ર નું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધનઃ-

માનસિક અશાંતિ રહે. વિચારવાયુ નું પ્રમાણ વધે. પાણી થી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસી નો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી ધંધા માટે બપોર સુધી સારૂં. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ-

મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓણખોણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાં નો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીકસ, સ્ત્રી શણગાર ના ધંંધાર્થીઓને લાભ.

કુંભઃ-

નોકરી ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઇચ્છુકને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ માં વધારો થાય. યોગ્ય નિર્ણય લઇ શકાય. આવક જળવાય. કાર્ય માં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીનઃ-

આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જમાય. પરિવાર ના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી માનહાનિ ના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસ ના યોગ બને છે.

વેકેશન પૂરું / સોમવારથી ‘સ્કૂલ ચલે હમ…’: કોરોના વધ્યો હોવાથી તંત્ર સૌથી પહેલા કરશે આ કામ  

0

Vacation ends / ‘School chale hum …’ from Monday:

  • કોરોના કેસોમાં વધારો આવતો હોવાથી અમદાવાદ મનપા દ્વારા સ્કૂલો શરૂ થવાની સાથે જ સર્વે કરી બાળકોના વેકસીનેશન અભિયાનને વેગવંતુ બનાવવામાં આવશે.

ઉનાળુ વેકેશન (Summer vacation) પૂરું થવાને આરે છે. લાંબી રજાઓ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી સોમવારથી શાળાઓ શરૂ થઈ રહી છે. બીજી તરફ કોરોનાના કેસોમાં પણ ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યુ છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા સૌ પ્રથમ વિદ્યાર્થીઓનો ફરીથી સર્વે કરીને વેક્સિનની કામગીરી પર ભર મૂકવામાં આવશે આ અંગે વાલીઓને પણ જાગૃત કરવામાં આવશે.

ઘરમાં પડેલી વાસી રોટલી દાનમાં આપતા હોવ તો ખાસ જાણી લેજો, આ વસ્તુઓ આપવાથી પુણ્યની જગ્યાએ થશે નુકસાન

0

If you donate stale bread lying

  • દેવી-દેવતાઓની કૃપા રાખવા માટે માણસ વારંવાર ધાર્મિક ગ્રંથોમાં લખેલી ચીજ વસ્તુઓનું અનુસરણ કરે છે. પોતાના આરાધ્ય દેવી-દેવતાનો પૂજા-પાઠ કરે છે. વ્રત રાખે છે અને આ સાથે દાન વગેરે કરે છે. જેને કારણે દેવી-દેવતાની કૃપા જળવાઈ રહે.

જ્યોતિષ શાસ્ત્રમાં (Astrology) દાનને લઇને અમુક નિયમ જણાવવામાં આવ્યાં છે. એવામાં અમુક વસ્તુઓનું દાન માણસને મોંઘુ પડી શકે છે. ઘરમાં કંકાશ-કલેશ (Conflict) વધારી શકે છે. તેથી અમુક વસ્તુઓનુ દાન ભૂલથી પણ ના કરવુ જોઈએ.

ભૂલથી પણ દાનમાં ના આપશો આ વસ્તુઓ :

સ્ટીલના વાસણ :

પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા અને તેની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે વારંવાર લોકો એવી ચીજ વસ્તુઓનું દાન કરે છે, જે જ્યોતિષ મુજબ ભૂલથી પણ ના કરવુ જોઈએ. જેમાંથી એક સ્ટીલનુ વાસણ પણ છે. કહેવાય છે કે સ્ટીલના વાસણ દાન કરવાથી માણસના પરિવાર અને સુખ-સમૃદ્ધી પર ઊંડો પ્રભાવ પડે છે.

ગ્રંથનુ દાન :

અધૂરી જાણકારીથી પુણ્યનુ કામ કરવુ પણ ઘણી વખત હાનિકારક બની શકે છે. માન્યતા છે કે કોઈ પણ જરૂરીયાતમંદને બુક, ચોપડી અને ગ્રંથ વગેરે દાન કરવુ ખૂબ શુભ હોય છે. પરંતુ દાન કરતી સમયે આ વાતનું ધ્યાન રાખો કે તે બુક ફાટેલી ના હોવી જોઈએ ત્યારે આ દાનનું મહત્વ છે. દાન કરતી વખતે માણસના વિચાર સ્પષ્ટ હોવા જોઈએ ત્યારે પુણ્યનું ફળ મળશે. નહીંતર માણસને દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે.

12 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકોના તમામ કષ્ટો કરશે દુર

12 June 2022, horoscope Gujarat Guardian

મેષઃ-

બપોર સુધી માન‌િસક સ્વસ્થતા જળવાશે. આવક ની પરિસ્થિતિ સારી રહેશે. પરિવાર માં આનંદ જણવાશે. કાર્ય માં સફળતા મ‍ળતી જણાય. નોકરી ધંધા માં લાભ. બપોર બાદ આવક ધટતાં માનસિક અશાંતિ વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવન માં સંતોષ.

વૃષભઃ-

બપોર સુધી આપની તથા પરિવારના સ્ભયોની તબિયત ની કાળજી રાખવ જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે બપોર પછી પરિસ્થિતિ માં સુધારો થતો જણાય થતો જણાય. આવક અને આરોગ્ય બન્ને જળવાય. દામ્પત્ય સુખ માં પણ વૃઘ્ધિ થાય.

મિથુનઃ-

આર્થિક દરમ્યાન બાબતો અંગે સારો દિવસ. પરિવાર માં પણ શાંતિ રહે. રોકામો માંથી લાભ. નોકરી-ધંધા માં સફળતા. સંતાન સુખ માં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્થિતિ માં ધટાડો થતો જણાય. આવક ધટે, નોકરી માં ચિંતા તથા આરોગ્ય સાચવવું.

કર્કઃ-

દિવસ દરમ્યાન શુભ ફળ નો અનુભવ થાય. માનસિક શાંતિ રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને, નવું જાણવાનો યોગ બને. ધંધા માં લાભ. મિત્રો નો સહકાર મળે.

સિંહઃ-

થોડા નકારાત્મક વિચારો સતાવે, છતાં આવક વધતી જણાય. કુટુંભ માં સંપ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્તાવર જંગમ મિલકત થી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારું રહે. દામ્પત્ય જીવન માં મધુરતા રહે.

કન્યાઃ-

નાણાં ની વૃઘ્ધિ થતી જણાય. નાના-ભાઇ બહેન ની સફળતા થી આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી માતાની  તબિયત નું ધ્યાન રાખવું.આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.

તુલાઃ-

જુસ્સો, ચાણક્ય નીતી સાચું ખોટંુ  પારખવાની કુદરતી શકિત માં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવક નો નવો સ્ત્રાેત ખુલતો જણાય. ખરીદી-વેચાણ, ફાયનાન્સ, બ્રોકર કાચ. પ્લાસ્ટિક ના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય.

વૃશ્ચિકઃ-

બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવક માં ધટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે નહીં. પરંતુ બપોર પછી જુસ્સા માં વધારો થાય. ન્યાયી વલણો રહે. યોગ્ય નિર્ણય લઇ શકાય. બૅંકીંગ,શિક્ષણ, ઇન્કમટેકક્ષ, સેલ્સટેક્ષ ના ધંધાવાળા માટે પ્રગતિ.

ધનઃ-

બપોર સુધીનો સમય સારો છે. આવક જળવાય. મિત્રો નો તથા સંતાનનો સાથ. સહકાર મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ પરિસ્થિતિ વિપરિત થતી જણાય. આવક ધટે. માનસિક ટેન્શન વધે. આરોગ્ય સાચવવું.ખર્ચ ધટાડવો.

મકરઃ-

આનંદ ની અનુભૂતી થાય. નિર્ણય શકિત વધે. પૈસા નો બગાડ અટકાવવો,નોકરી-ધંધા માં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મલે. જુના મિત્રો મળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય.

કુંભઃ-

ભાગ્યમાં વૃઘ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસ નું આયોજન શકય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતૃસુખમાં વૃઘ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.

મીનઃ-

દિવસ ની શરૂઆતમાં તબિયત માં ઢીલાસ રહે. શરદી-ખાંસી નો ઉપદ્રવ રહે. બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્ય નો સાથ મળવાને કારણે આવકમાં વધારો થતો જણાય. આધાત્મિક ઉન્નતિ થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.