If you donate stale bread lying
- દેવી-દેવતાઓની કૃપા રાખવા માટે માણસ વારંવાર ધાર્મિક ગ્રંથોમાં લખેલી ચીજ વસ્તુઓનું અનુસરણ કરે છે. પોતાના આરાધ્ય દેવી-દેવતાનો પૂજા-પાઠ કરે છે. વ્રત રાખે છે અને આ સાથે દાન વગેરે કરે છે. જેને કારણે દેવી-દેવતાની કૃપા જળવાઈ રહે.
જ્યોતિષ શાસ્ત્રમાં (Astrology) દાનને લઇને અમુક નિયમ જણાવવામાં આવ્યાં છે. એવામાં અમુક વસ્તુઓનું દાન માણસને મોંઘુ પડી શકે છે. ઘરમાં કંકાશ-કલેશ (Conflict) વધારી શકે છે. તેથી અમુક વસ્તુઓનુ દાન ભૂલથી પણ ના કરવુ જોઈએ.
ભૂલથી પણ દાનમાં ના આપશો આ વસ્તુઓ :
પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા અને તેની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે વારંવાર લોકો એવી ચીજ વસ્તુઓનું દાન કરે છે, જે જ્યોતિષ મુજબ ભૂલથી પણ ના કરવુ જોઈએ. જેમાંથી એક સ્ટીલનુ વાસણ પણ છે. કહેવાય છે કે સ્ટીલના વાસણ દાન કરવાથી માણસના પરિવાર અને સુખ-સમૃદ્ધી પર ઊંડો પ્રભાવ પડે છે.
ગ્રંથનુ દાન :
અધૂરી જાણકારીથી પુણ્યનુ કામ કરવુ પણ ઘણી વખત હાનિકારક બની શકે છે. માન્યતા છે કે કોઈ પણ જરૂરીયાતમંદને બુક, ચોપડી અને ગ્રંથ વગેરે દાન કરવુ ખૂબ શુભ હોય છે. પરંતુ દાન કરતી સમયે આ વાતનું ધ્યાન રાખો કે તે બુક ફાટેલી ના હોવી જોઈએ ત્યારે આ દાનનું મહત્વ છે. દાન કરતી વખતે માણસના વિચાર સ્પષ્ટ હોવા જોઈએ ત્યારે પુણ્યનું ફળ મળશે. નહીંતર માણસને દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે.