Home Blog Page 1340

કોંગ્રેસની મીટિંગની વાત લીક ? એક્ટિવ થઈ જાઓ નહિંતર AAP પતાવી નાખશે!

0

Congress meeting leaked ?

  • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યની મુલાકાતે આવ્યા હતા. અહેવાલો પ્રમાણે તેમણે આ મીટિંગ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓને ઠપકો આપતા કહ્યું હતું કે આમ જ બેઠા રહ્યા તો….

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Assembly elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસનું (Congress) આ ચૂંટણી પ્રત્યે વલણ ફિક્કુ જોવા મળી રહ્યું છે.

તેવામાં કોંગ્રેસને વધુ એક્ટિવ રાખવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યની મુલાકાતે આવ્યા હતા. અહેવાલો પ્રમાણે તેમણે આ મીટિંગ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓને ઠપકો આપતા કહ્યું હતું કે આમ જ બેઠા રહ્યા તો આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે પતાવી નાખશે.

કોંગ્રેસના કાર્યકર્તાઓને એક્ટિવ થવા ટકોર :

અહેવાલો પ્રમાણે અશોક ગેહલોત અમદાવાદના પ્રવાસે હતા ત્યારે તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે લઠ્ઠાકાંડથી લઈ અનેક એવા મુદ્દા પર કોંગ્રેસની ઠીલી નીતિનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આટલો મોટો લઠ્ઠાકાંડ થયો છતા કોંગ્રેસ તરફથી જોઈએ એટલા મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થયા નહોતા.

ગેહલોતે કાર્યકર્તાઓના કામની વિગતો માગી :

અશોક ગેહલોતે વધુમાં તમામ કાર્યકર્તાઓના કામની વિગતો માગી હતી. વળી જે જે સક્રિય નથી અથવા બરાબર કામ નથી કરી રહ્યા તેમને ઠપકો પણ આપ્યો હતો. નોંધનીય છે કે રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. ત્યારે આ બેઠક દરમિયાન કયા નેતાઓ તેમને મળશે એની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીથી સતર્ક રહેવા જણાવ્યું :

ગુજરાત રાજ્યમાં ચૂંટણી પહેલા જેવી રીતે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે એનાથી ભાજપમાં નવાજુની થવા લાગી છે. આમ આદમી પાર્ટીની બેરોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સહિત મહિલાઓ મુદ્દે મોટી જાહેરાતોના પગલે હવે ભાજપ સામે આમ આદમી પાર્ટી ઉભી રહી ગઈ છે.

નોંધનીય છે કે કોંગ્રેસનું આ ચૂંટણીમાં વલણ થોડુ નબળું હોવાથી અશોક ગેહલોતે મોટાપાયે કાર્યકર્તાઓને ઠપકો આપ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે જો આવી રીતે જ રહેશો તો અન્ય પાર્ટીઓ પતાવી નાખશે.

આ પણ વાંચો :-

આ રાજ્યમાં ભાજપને જબરદસ્ત મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ 6500 કાર્યકારો સાથે છોડી પાર્ટી

0

Big blow to BJP in this state

  • હંગશાકુમારના ભાજપ છોડવા પર ભાજપના મુખ્ય પ્રવક્તા સુબ્રત ચક્રવર્તીએ કહ્યું કે અમે અનુશાસિત કાર્યકરોવાળી પાર્ટી છીએ. કેટલાક લોકો પક્ષ બદલે તેનાથી કોઈ ફરક પડતો નથી. જે અંગત સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે. તેવા લોકોથી અમારી પાર્ટી પ્રભાવિત થશે નહીં. અમે પહેલા રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ અને પછી પાર્ટી માટે. તેમને પૂછવું જોઈએ કે ભાજપ કેમ છોડ્યો ?

ત્રિપુરામાં (Tripura) સત્તાધારી ભાજપને મોટો ઝટકો મળ્યો છે. ટોચના આદિવાસી નેતા હંગશા કુમાર મંગળવારે આદિવાસી આધારિત પ્રમુખ વિપક્ષી પાર્ટી તિપ્રાહા સ્વદેશી (Opposition party Tipraha Swadeshi) પ્રગતિશીલ ક્ષેત્રીય ગઠબંધનમાં સામેલ થઈ ગયા.

ભાજપ અને તેમના સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી)ના લગભગ 6500 આદિવાસીઓ સાથે, હંગશા કુમાર ઉત્તરી ત્રિપુરાના (Tripura) માનિકપુરમાં આયોજિત એક જાહેર રેલીમાં ટીઆઈપીઆરએમાં જોડાઈ ગયા.

ભાજપ પર કર્યા પ્રહાર :

ટીઆઈપીઆરએ સુપ્રીમો અને ત્રિપુરાના પૂર્વ શાહી વંશત પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેબ બર્મન સહિત અન્ય લોકોએ જનસભાને સંબોધિત કરી જેમાં હજારો આદિવાસી પુરુષો અને મહિલાઓએ ભાગ લીધો. તેમણે આ દરમિયાન ભાજપ પર મોટો હુમલો કર્યો. તેમણે કહ્યું કે બધાનો સાથ બધાનો વિકાસ ફક્ત કહેવાની વાત છે. જ્યારે અસલમાં તેનાથી ન તો આદિવાસ કે ન તો રાજ્યના બિન આદિવાસીઓ પર કોઈ અસર પડી છે.

હંગશા કુમાર હાલમાં 30 સભ્યોવાળી ત્રિપુરા જનજાતિય ક્ષેત્ર સ્વાયત્ત જિલ્લા પરિષદ (ટીટીએએડીસી)ના વિપક્ષના નેતા છે, જેને એક મિની વિધાનસભા માનવામાં આવે છે. ટીટીએએડીસીમાં ભાજપના 9 સભ્ય છે જેને 6 એપ્રિલ 2021ની ચૂંટણીમાં ટીઆઈપીઆરએએ કબ્જો કર્યો હતો.

જ્યારે ટીઆઈપીઆરએએ ગત વર્ષ રાજનીતિક રીતે મહત્વની ટીટીએએડીસી પર કબજો કર્યો તો 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા ત્રિપુરામાં માકપાના નેતૃત્વવાળા ડાબેરી, કોંગ્રેસ અને ભાજપના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ રાજકીય વિકાસ બાદ તે ચોથી મોટી રાજકીય તાકાત બની ગઈ.

હંગશાકુમારના ભાજપ છોડવા પર ભાજપના મુખ્ય પ્રવક્તા સુબ્રત ચક્રવર્તીએ કહ્યું કે અમે અનુશાસિત કાર્યકરોવાળી પાર્ટી છીએ. કેટલાક લોકો પક્ષ બદલે તેનાથી કોઈ ફરક પડતો નથી. જે અંગત સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે, તેવા લોકોથી અમારી પાર્ટી પ્રભાવિત થશે નહીં. અમે પહેલા રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ અને પછી પાર્ટી માટે. તેમને પૂછવું જોઈએ કે ભાજપ કેમ છોડ્યો?

‘ભાજપ ફરી ખોટા વચનો આપશે’ :

આવેદન સોંપવા પર ટીઆઈપીઆરએ મોથાના પ્રમુખ પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્માએ કહ્યું કે 2018 અગાઉ ભાજપના ચૂંટણી વચનો છેલ્લા 4.5 વર્ષોમાં તેમના કામમાં જોવા મળ્યા નથી. તેમણે કહ્યું કે વર્ષ 2023માં ભાજપ ફરી ખોટા વચનો આપશે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપના બે-ત્રણ ટોચના નેતા આગામી 15 દિવસમાં મોથામાં જોડાઈ જશે.

બંધારણની છઠ્ઠી અનુસૂચિ મુજબ 1985માં બનેલી ટીટીએએડીસીનું ત્રિપુરાના 10491 વર્ગ કિમી ક્ષેત્રના બે તૃતિયાંશ ક્ષેત્રમાં અધિકાર ક્ષેત્ર છે અને અહીં 12,16,000 થી વધુ લોકોના ઘર છે જેમાંથી લગભગ 84 ટકા આદિવાસી છે.

આ પણ વાંચો :-

એશિયા કપ પહેલાં પાકિસ્તાનની ટીમમાં મોટો ફેરફાર, શાહીન આફ્રિદીની જગ્યાએ આ 22 વર્ષીય ખેલાડીને મળ્યું સ્થાન

0

Big change in Pakistan squad ahead

  • એશિયા કપ 2022 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયા કપ માટેની ટીમમાં મોહમ્મદ હસનૈનનો સમાવેશ કર્યો છે.

એશિયા કપ 2022 માટે પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket) ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પીસીબીએ તેની 15 સભ્યોની ટીમમાં 22 વર્ષીય ફાસ્ટ બોલર મોહમ્મદ હસનૈનનો (Mohammad Hassani) સમાવેશ કર્યો છે. ઈજાગ્રસ્ત શાહીન આફ્રિદીની (Shaheen Afridi) જગ્યાએ તેને રિપ્લેસમેન્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આફ્રિદીને તેની મેડિકલ ટીમે 4-6 અઠવાડિયા માટે આરામનું સૂચન કર્યું હતું, ત્યારબાદ તે આખા એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો.

હસનૈનના કરિયરની વાત કરીએ તો તેણે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું. ત્યારથી તેણે આઠ વનડે રમી છે અને 37.91ની એવરેજથી 12 વિકેટ લીધી છે. અહીં તેણે એક વખત પાંચ વિકેટ પણ લીધી છે. T20I માં, હસનૈને 18 મેચોમાં 30.70ની એવરેજથી 17 વિકેટ લીધી છે.

આ ફોર્મેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 3/37 રહ્યું છે. હસનૈને તેની છેલ્લી મેચ ગયા વર્ષે ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. ત્યારથી તે ટીમની બહાર છે. જોકે, તે હાલમાં ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં ઓવેન ઈન્વિન્સીબલ તરફથી રમી રહ્યો છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મુકાબલો થશે :

તમને જણાવી દઈએ કે એશિયા કપનું ચાર વર્ષ બાદ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટ યુએઈમાં સતત બીજી વખત રમાશે, જે 27 ઓગસ્ટથી શરૂ થશે અને 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મુકાબલો 28 ઓગસ્ટે થશે. બંને ટીમો ગ્રુપ Aનો ભાગ છે અને રાઉન્ડ રોબિન મેચમાં એકબીજા સાથે રમશે.

ભારત-પાકિસ્તાન સામસામે ટક્કર લગભગ એક વર્ષ પછી થશે. આ પહેલા બંને ટીમો ગયા વર્ષે 2021માં T20 વર્લ્ડ કપમાં એકબીજા સામે રમી હતી. જેમાં શાહીન આફ્રિદીની ખતરનાક બોલિંગની મદદથી પાકિસ્તાને ભારતીય ટીમને 10 વિકેટથી હરાવ્યું હતું.

આ પણ વાંચો :-

ટ્રેકિંગના શોખીનોએ હવે ગુજરાત બહાર જવાની જરૂર નથી ! કુદરતી સૌંદર્ય વચ્ચે….

0

Trekking enthusiasts no longer

  • દર ચોમાસામાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના રકા-ખટિયા, ખડ-ખંભાળીયાથી લઈને જામજોધપુરના સમાણા પાટણ આલેચ ડુંગર સહિતના ટેકરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે.

જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓ અને યુવા વર્ગમાં પર્યાવરણ જાળવણી (Environmental protection) અને સાહસની પ્રવૃત્તિ ખીલે તે માટે જામનગરના વન વિભાગે ટ્રેકીંગની પ્રવૃત્તિ શરૂ કરાવી છે. દર ચોમાસામાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના રકા-ખટિયા, ખડ-ખંભાળીયાથી લઈને જામજોધપુરના (Jamjodhpur) સમાણા પાટણ આલેચ ડુંગર સહિતના ટેકરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે.

ફૂલો વનસ્પતિઓ મોટા પ્રમાણમાં ખીલે છે. વહેતા ઝરણા જોવા મળે છે. પક્ષીઓનો કલરવ  વન વગડામાં ગુંજે છે. આ બધાથી જામનગર જિલ્લાના લોકો અને ખાસ કરીને યુવા વર્ગ પરિચિત થાય તેમ જ પ્રકૃતિના સંવર્ધનના સંસ્કાર પડે તે માટે જામનગર ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના નોર્મલ વિભાગના ડીસીએફ આર.ધનપાલના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા જામનગર જીલ્લામાં ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી છે.

જે અંતર્ગત ઓગસ્ટ માસની શરુઆતમાં તેમજ પોતાના જ પંથકના જૈવિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યથી લોકો માહિતગાર થાય તે માટે લાલપુર તાલુકાના રક્કા-ખટીયા ગામો નજીકના ડુંગરાળ વિસ્તારમાં વન વિભાગની વીડીમાં ટ્રેકીંગ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં 60 જેટલા ટ્રેકર્સ જોડાયા હતા અને સ્થાનિક પ્રકૃતિ માણી હતી.

No description available.

ત્યારબાદ તા.૨૧ ઓગસ્ટના રવિવારે જામજોધપુર નજીકના આલેચ ડુંગરની રેન્જમાં વન વિભાગે ટ્રેકીંગ યોજ્યું હતું. જેમાં નાના બાળકોથી લઈને ૮૦ લોકો જોડાયા હતા. તમામ ટ્રેકર્સ ડુંગરાળ વિસ્તારોમાં કોતરોમાં થઈને વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવતા ઘાસના વિશાળ મેદાનોમાં થઈને પરત આવ્યા હતા વન વિભાગ દ્વારા પશુધન માટે જામનગર જિલ્લામાં વર્ષે દહાડે ટનબંધ ઘાસનું ઉત્પાદન પશુધન માટે કરવામાં આવે છે. તે વિશે પણ ટ્રેકર્સ માહિતગાર બન્યા હતા.

આ આયોજનમાં ડીસીએફ આર.ધનપાલના માર્ગદર્શન હેઠળ જામજોધપુર આરએફઓ દિપકભાઈ કોડીયાતર, લાલપુર આરએફઓ મુકેશ બડીયાવદરા, જામનગર આરએફઓ રાજેન જાદવ,  ધ્રોલ આરએફઓ દક્ષાબેન સોરઠીયા, દ્વારકાના ફોરેસ્ટ ઓફીસર જીવણભાઇ ગઢવી અને બીટ ગાર્ડઝએ ટ્રેકર્સની સાથે રહીને જંગલમાં સહુને માર્ગદર્શન આપ્યું હતું અને તમામની નાસ્તા, પાણી, ભોજનની વ્યવસ્થા કરાવી હતી.

આ અંગે ડીસ્ટ્રીકટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ડીસીએફ) આર. ધનપાલે જણાવ્યું હતું કે, જિલ્લાના બાળકો, યુવાનોમાં સાહસ તેમજ  પર્યાવરણ રક્ષાના સંસ્કાર પડે તે માટે આવી ટ્રેકીંગ જેવી પ્રવૃત્તિ જરુરી છે. જામનગર જિલ્લામાં પણ ભરપુર પ્રાકૃતિક સુંદરતા છે. જેની જાળવણી આપણા સહુની ફરજ છે.

આ પણ વાંચો :-

કેજરીવાલની ગુજરાતમાં રાજકીય સળી : શું સીઆર પાટીલ જાય છે ?  જાણો કેજરીવાલનો ચોંકાવનારો ખુલાસો

0

Kejriwal’s political streak in Gujarat

  • ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલના ટ્વીટથી રાજકીય ગરમાવો… ટ્વીટ કરતા લખ્યું – થોડા જ સમયમાં સી.આર.પાટીલને અધ્યક્ષ પદેથી હટાવાશે. ભાજપે પલટવાર કરતાં કહ્યું…….

ગુજરાતના રાજકારણમાં (politics) ગરમાવો આવ્યો છે. AAP અને ભાજપ વચ્ચે ટ્વીટર પર શાબ્દિક યુદ્ધ છેડાયું છે. બંને પાર્ટીના નેતાઓએ હવે એકબીજા પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે. હાલ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતના પ્રવાસે છે અને કેજરીવાલ ભાજપ પર પ્રહારનો એક પણ મોકો નથી છોડી રહ્યા. તો બીજી તરફ ભાજપના નેતાઓ પણ કેજરીવાલને જવાબ આપી રહ્યા છે.

ત્યારે ગુજરાત ભાજપના સંગઠન મામલે અરવિંદ કેજરીવાલનું ટ્વીટ ચર્ચા જગાવી રહ્યાં છે. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, થોડા સમયમાં સી.આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ પદથી હટાવાશે. ગુજરાતમાં AAP પાર્ટીથી ભાજપ ગભરાઈ છે.

કેજરીવાલના પાટીલ પરના નિવેદન પર ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે. ભાજપ નેતા ભરત ડાંગરે ટ્વીટ કરીને કેજરીવાલે જવાબ આપ્યો કે, ગુજરાતમાં AAPના ઉમેદવારની ડિપોઝિટ ગુલ થશે. ગુજરાતીઓ માંગવા નહી આપવા માટે હાથ લાંબો કરે છે.

આ ખમીરવંતી ગુજરાતીઓ AAPના ઉમેદવારોની ડિપોઝિટ ગુલ કરાવશે. તો યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને કેજરીવાલ પર પ્રહાર કર્યા કે, કેજરીવાલ તમે દિવસમાં સ્વપ્ન જોવાનું બંધ કરો. પાટીલનું નહી તમે પહેલા તમારુ વિચારો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતના ચૂંટણીના રણ સંગ્રામમાં ઉતરી તમામ પાર્ટીઓ ઉતરી ગઈ છે. આપના આવવાથી રાજકીય ગતિવિધિઓ એકાએક તેજ થઈ છે. હાલ બે રાજ્યોના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે છે. એક તરફ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. તો રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે છે.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે છે. વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ પણ મેદાનમાં આવલી ગયું છે. રણનીતિ તૈયાર કરી રહ્યું છે. અશોક ગેહલોતે વિધાનસભાની ચૂંટણી જીતવા રણનીતિ બનાવી છે. તો ભૂપેન્દ્ર યાદવ એક સમયે ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા છે.

તેમને ભૂપેન્દ્ર યાદવને પણ ગુજરાતના રાજકારણનો અનુભવ છે. ત્યારે ભૂપેન્દ્ર યાદવ ભાજપના નેતાઓને સંદેશ આપી શકે છે. આવામાં ગુજરાતમાં ભૂપેન્દ્ર યાદવની મુલાકાત મહત્વની મનાઈ રહી છે.

આ પણ વાંચો :-

24 ઓગસ્ટ 2022 રાશિફળ: આજે ગણેશજી આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા, ચપટીમાં દુર થશે દુઃખો

24 August 2022 Horoscope Gujarat Guardian

મેષ :
આનંદ ઉત્સાહ પૂર્ણ દિવસ. આવકનું પાસુ મજબૂત બનતંુ જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃસુખમાં વધારો થાય. મિત્રોથી લાભ. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભ :  
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. તીર્થયાત્રા, પ્રવાસ શક્ય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ચિંતા રહે.

મિથુન :
વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાડી શકાય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ દિવસ. નાના ભાઇ બહેનોની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. થાક લાગે.

કર્ક :  
મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે.કોઇ વ્યક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાયએ સાચવવું.પ‌િત્ન સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરાપક્ષ તરફથી સારા સમાચાર મળે.

સિંહ :
આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થી મિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગતિ, આવક વધશે.

કન્યા : 
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્યક્તિને સફળતા મળે. માતા-પિતા તરફથી શાંતિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યાત્મિક પ્રગતિ અનુભવાશે.

તુલા :
મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચનની સમસ્યા રહે. નોકરી-ધંધા માટે શુભ.

વૃશ્ચિક : 
મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે.

ધન :
નાણાંભીડ વર્તાય. માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.

મકર : 
નોકરીના ઈન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. સંતાનની તબિયતની કાળજી રાખવી. શરદી-તાવથી સાવચેતી રાખવી.

કુંભ :
આત્મવિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. માતૃસુખ સારું મળે. દવાના ધંધાવાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતાં રોગોથી ધ્યાન રાખવું.

મીન : 
સંતાનની પ્રગતિથી આનંદ થાય. નવું વાંચવાનો, જાણવાનો પ્રસંગ બને. ધાર્મિક આયોજનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.

આ પણ વાંચો :-

બદમાશો બેફામ બન્યા : 16 વર્ષની વિદ્યાર્થિનીને ગોળી મારી, સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ

Miscreants go wild

  • બદમાશે પાછળના ભાગેથી મારેલી ગોળી વિદ્યાર્થિનીના ગળામાં ફસાઈ ગઈ હતી. જે બાદમાં તેણીને સારવાર માટે નર્સિંગ હોમમાં ખસેડવામાં આવી હતી.

બિહારમાં (Bihar) ગુનેગારો બેફામ બનીને ફરી રહ્યા છે. રાજ્યની રાજધાની પટનામાં એક 16 વર્ષની વિદ્યાર્થિનીને ગોળી મારવામાં આવી છે. આ બનાવ બુધવારે સવારે બન્યો હતો. કાજલ નામની વિદ્યાર્થિની ટ્યુશનથી પોતાના ઘરે પરત જઈ રહી હતી ત્યારે લાગ જોઈને અજાણી વ્યક્તિએ તેણીને ગોળી મારી દીધી હતી. આ આખો બનાવ નજીક લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. વિદ્યાર્થિનીને ગોળી મારવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે.

મળતી માહિતી પ્રમાણે બદમાશે પાછળના ભાગેથી મારેલી ગોળી વિદ્યાર્થિનીના ગળામાં ફસાઈ ગઈ હતી. જે બાદમાં તેણીને સારવાર માટે નર્સિંગ હોમમાં ખસેડવામાં આવી હતી. અહીં તેણીની નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જો કે, વિદ્યાર્થિનીને ગોળી મારવાનો આખો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.

આરોપી ફરાર :

ગોળી માર્યા બાદ આરોપી ભાગતો નજરે પડે છે. હજુ સુધી આરોપીની ધરપકડ નથી થઈ. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે ગોળી મારવાનું કારણ જાણવા મળ્યું નથી. હાલ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. બીજી તરફ પરિવારનું કહેવું છે કે પોલીસ ઘટનાસ્થળે ખૂબ મોડી પહોંચી હતી. આ મામલે તેમણે પોલીસની કાર્યવાહી સામે નારાજગી પણ પ્રગટ કરી છે.

શું છે આખો કેસ ?

પટના શહેરના સિપરાવ વિસ્તારમાં એક યુવકે કિશોરીને ધોળા દિવસે ગોળી મારી દીધી હતી. સીસીટીવીમાં પણ આ દ્રશ્યો જોઈ શકાય છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક યુવક ગલીના નાકે આવીને ઊભો રહી જાય છે. તેની પાછળ એક વિદ્યાર્થિની આવી રહી હોય છે.

યુવકે છોકરીને અટકવાનો ઇશારો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જો કે કિશોરી ઊભી રહેતી નથી. જે બાદમાં યુવક તેણીને પાછળથી ગોળી મારી દે છે. ગોળી માર્યા બાદ યુવકને ત્યાંથી ભાગતો જોઈ શકાય છે.

આ પણ વાંચો :-

સરકારના નાક નીચે ડ્રગ્સનો સામાન ‘ડોડો’ વેચાય છે, તેના પર ટેક્સ પણ વસૂલાય છે : કોંગ્રેસનો આક્ષેપ

0

Drug goods ‘dodo’ sold

  • કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ લેવાના સામાન મળે છે. પાનની દુકાનમાં ડ્રગ્સ લેવા માટે વપરાતા ગોગોનું વેચાણ થાય છે. ડ્રગ્સના સામાન ગોગો પર સરકાર GST પણ વસૂલી રહી છે.

ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સ ઝડપાવવા મામલે હવે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. ડ્રગ્સના દૂષણને અટકાવવા માટે કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું છે. ‘રિજેક્ટર ડ્રગ્સ (Rejector drugs), રિજેક્ટ ભાજપ’ના નામથી કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું છે. ડ્રગ્સ મામલે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ લેવાના સામાન મળે છે.

પાનની દુકાનમાં ડ્રગ્સ લેવા માટે વપરાતા ગોગોનું વેચાણ થાય છે. ડ્રગ્સના સામાન ગોગો પર સરકાર GST પણ વસૂલી રહી છે.’ આ સાથે જ કોંગ્રેસ પ્રવક્તાએ મીડિયા સામે ગોગો પણ બતાવ્યું, જેનું ખુલ્લેઆમ પાનના ગલ્લાઓ પર વેચાણ થાય છે.

સાથે જ તેમણે કચ્છના મુન્દ્રામાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસ મામલે સુપ્રિયા શ્રીનેતે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં 5 વર્ષમાં અઢી લાખ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાતના પોર્ટ પર મોટા પાયે ડ્રગ્સ લાવવામાં આવે છે. કચ્છના મુન્દ્રામાંથી 34 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. જોકે હજુ સુધી કેમ પોર્ટના માલિકની પૂછપરછ ન કરાઈ તેને લઈ કોંગ્રેસે સવાલ કર્યો.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

સાથે જ તેમણે કહ્યું કે, ED અને બીજી એજન્સીઓ ત્યાં કેમ તપાસ કરતી નથી. ડ્રગ્સની સિસ્ટમ જનરેશનને નશામાં નખાઈ રહી છે. ડ્રાય સ્ટેટને ડ્રગ્સ સ્ટેટ બનાવનાર સામે કાર્યવાહીની કોંગ્રેસે માંગ કરી છે.

કોંગ્રેસે ‘રિજેક્ટ ડ્રગ્સ, રિજેક્ટ ભાજપ’ નામનું કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું. તેમજ ડ્રગ્સ મામલે કોંગ્રેસે ટોલફ્રી નંબર પણ જાહેર કર્યો છે. કોંગ્રેસે 18001207840 ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. ડ્રગ્સ ઝડપાવવા મામલે કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં 5 વર્ષમાં અઢી લાખ કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. ગુજરાતમાં યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થાય છે.

ગુજરાતના પોર્ટ પર મોટા પાયે ડ્રગ્સ લાવવામાં આવે છે. ડ્રગ્સ માટે વપરાતા ગોગોનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. ગુજરાતમાં પાનની દુકાનમાં ડ્રગ્સના સામાન મળે છે અને ડ્રગ્સના સામાનમાં પણ સરકાર GST પણ વસૂલે છે. ગુજરાતમાં શું થાય છે, તે દેશ જાણવા માંગે છે? ડ્રગ્સની સિસ્ટમ જનરેશનને નશામાં નાંખી રહી છે. રાજકીય સમર્થન વગર ડ્રગ્સ સિન્ડિકેટ ન ચાલી શકે. ડ્રાય સ્ટેટને ડ્રગ્સ સ્ટેટ બનાવનાર સામે કાર્યવાહી કરો.

સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. ગુજરાતમાં ડ્રગ્સ સિન્ડિકેટ ચાલે છે. ગુજરાતના પોર્ટ પર ડ્રગ્સ મોટા પાયે લાવવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી કેમ કંઈ બોલતા નથી. 34 હજાર કરોડની ડ્રગ્સ મુન્દ્રામાંથી પકડાયું છે, ત્યારે ગુજરાતના ગૃહમંત્રી પોતાના પદ પરથી રાજીનામું આપે.

આ ડ્રગ્સ આખી જનરેશનને નશામાં ધકેલે છે. ડ્રગ્સના ગોરખ ધંધા પર પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી કેમ ચૂપ છે તે અમારો સવાલ છે. ડ્રગ્સ સિન્ડિકેટ રાજકીય સપોર્ટ વગર ચાલી ન શકે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ છે. આ મામલે ED અને બીજી એજન્સીઓની આંખો કેમ બંધ છે.

આ પણ વાંચો :-

ભારતમાં iPhone 14 બનાવવાની તૈયારીમાં Apple, આ કારણે ચીનને લાગશે ઝટકો

Apple is preparing to make iPhone 14

  • APPLE ભારતમાં આઇફોન બનાવવાનો પ્લાન બનાવી રહ્યું છે અને આ પ્રોડક્શન નવા આઇફોનનાં ચીનમાં રીલીઝ બાદ બે મહિનામાં શરૂ થશે.

APPLE ભારતમાં આઇફોન (iPhone) બનાવવાનો પ્લાન બનાવી રહ્યું છે અને આ પ્રોડક્શન નવા આઇફોનનાં ચીનમાં (China) રીલીઝ બાદ બે મહિનામાં શરૂ થશે. કંપની આ પગલું નવા ફોનની જૂની સીરિઝનાં મુકાબલે પ્રોડક્શનમાં 6-9 મહીના લેવાતો વધારે સમય ઘટાડવા માટે ઉઠાવ્યું છે.

એપલ લાંબા સમયથી ભારતમા આઇફોન બનાવી રહ્યું છે, પરંતુ નવા મોડલનું પ્રોડક્શન અહીં હંમેશા શરૂ થવામાં સમય લે છે. કંપની સૌથી પહેલા ચીનમાં પોતાના નવા આઇફોન બનાવવાનું શરૂ કરે છે. ઘણા લાંબા સમય બાદ આ ભારતમાં બનવાનું શરૂ થતું હતું. પરંતુ આ વખતે આ પરંપરા બદલાઈ શકે છે.

 એપલ ભારત અને ચીનમાં આઇફોનને લગભગ સાથે જ શીપ કરશે :

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને ચીનમાં લોકડાઉનના ડરને ધ્યાનમાં રાખતા કંપની હવે નવા ઓપ્શનની તપાસમાં છે. TF ઇન્ટરનેશનલ સિક્યોરીટીઝ ગ્રુપની મીંગ – ચી કૂ જેવા એનાલિસ્ટનું અનુમાન છે કે એપલ બંને દેશોમાં હવેના આઇફોનને લગભગ સાથે જ શીપ કરશે, જે એપલ માટે સપ્લાય ચેનનું બેન્ચમાર્ક સાબિત થશે.

ભારત તરફથી પહેલો આઇફોન 14 ઓકટોબર કે નવેમ્બર સુધી  :

એક વ્યક્તિએ પોતાની ઓળખાણ છુપાવવાની શરત પર જણાવ્યું છે કે આઇફોન મેન્યુફેક્ચર ફોકસકોન ટેકનોલોજી ગ્રુપે ચીનથી શિપિંગ કોમ્પોનન્ટની પ્રોસેસની સ્ટડી કરી અને ચેન્નાઈની બહાર પોતાના પ્લાન્ટમાઆ આઇફોન 14 ડિવાઇસને ઍસેમ્બલ કરી રહી છે.

ભારત તરફથી પહેલો આઇફોન 14 ઓકટોબર અથવા નવેમ્બર દરમિયાન મળી શકે છે. આ પર કેલિફોર્નિયા સ્થિત ક્યૂપાર્ટિનોના એપલ સ્પોકસપર્સને ટિપ્પણી કરવાથી ઇનકાર કર્યો છે. જ્યારે ફોકસકોને પણ આ સમાચારો પર રિપ્લાય આપ્યો નથી.

આ પણ વાંચો :-

Janhvi Kapoorનો પાર્ટીમાં બોયફ્રેન્ડ સાથે થયો ભારે ઝગડો, બહુ ગરમ છે હીરોઈનનો ગુસ્સો! Video થયો Viral

Janhvi Kapoor had a big fight with

  • જાહ્નવી કપૂર લેટ નાઈટ પાર્ટીમાં બોયફ્રેન્ડ સાથે ઝગડી, ગુસ્સામાં બહાર આવી અને પોતાની કાર લઈને નીકળી ગઈ. તેનો બોયફ્રેન્ડ દોડીને તેની પાછળ આવ્યો મનાવવા માટે જોકે, હીરોઈન તો ત્યાંથી નીકળી જ ગઈ.
  • જાહ્નવી કપૂરની લેટ નાઈટ પાર્ટીનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા યુઝર્સમાં એવી ઘણી ચર્ચા થઈ રહી છે કે અભિનેત્રીનો મૂડ એકદમ ઓફ દેખાય છે.

શ્રીદેવી અને બોની કપુરની પુત્રી અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી જ્હાન્વી કપૂર (Jhanvi Kapoor) તેની બોલ્ડનેસને કારણે જાણીતી છે. પર છવાયેલી છે. અવારનવાર તે સોશિયલ મીડિયામાં (Social media) પોતાના ડિફરન્ટ લૂક્સના ફોટો શેર કરતી રહી છે. જ્હાન્વી કપૂરને (Jhanvi Kapoor) ફેશનની સાથે પાર્ટીનો પણ ખૂબ શોખ છે.

Delhi : કોંગી કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાના પોસ્ટર પર લગાવી કાળી શાહી | Gujarat Guardian

આ અભિનેત્રી ઘણીવાર તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળે છે. આ એપિસોડમાં તાજેતરમાં ફરી એકવાર જ્હાન્વી કપૂર તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. આ દરમિયાન જ્હાન્વી કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો :

જાન્હવી કપૂર તેના બોયફ્રેન્ડ ઓરહાન અવત્રામાની સાથે પાર્ટી કર્યા પછી એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. જાન્હવી, જે હંમેશા મીઠી સ્મિત સાથે પેપ્સનું સ્વાગત કરે છે, તે આ વખતે મૂડલેસ દેખાઈ અને સીધી દોડીને કારમાં બેસીને નીકળી ગઈ. બીજી તરફ, ઓરહાન રેસ્ટોરન્ટના એન્ટ્રી ગેટ પર દોડી આવ્યો અને ત્યાં ઉભો રહીને ઉભો રહીને જાન્હવી જાન્હવી કરીને બૂમો પાડતો રહી ગયો.

ગુસ્સામાં દેખાઈ જ્હાનવી :

જ્હાન્વી કપૂરનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા યુઝર્સમાં એવી ચર્ચા થઈ રહી છે કે એક્ટ્રેસનો મૂડ એકદમ ઑફ દેખાઈ રહ્યો છે. આ સાથે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં જ્હાન્વી કપૂર અને તેના બોયફ્રેન્ડ વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે અભિનેત્રી આટલા ગુસ્સામાં જોવા મળી રહી છે.

જ્હાનવી કપૂરની ફિલ્મો :

જ્હાન્વી કપૂર તેની સુંદરતા અને શાનદાર અભિનય કૌશલ્યને કારણે લોકપ્રિય છે. જાન્હવીએ ‘ગુડ લક જેરી’, ‘ધડક’, ‘રૂહી’, ​​’ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ જેવી સારી-સારી ફિલ્મોમાં અભિનય કર્યો. ઘણીવાર તેણે સાબિત કર્યું છે કે તે તેની માતા શ્રીદેવીની કોપી છે. અસલ એના જેવો જ અભિનય પણ કરે છે.

જ્હાનવી કપૂરનું અંગત જીવન :

અંગત જીવનની વાત કરીએ તો જાહ્નવી કપૂર પહેલા તેના ‘ધડક’ના કો-સ્ટાર ઈશાન ખટ્ટર સાથે રિલેશનશિપમાં હતી. જો કે, બંને જલ્દીથી અલગ થઈ ગયા અને જાહ્નવીએ અક્ષત રાજનને ડેટ કરવાનું શરૂ કર્યું, પરંતુ બંને વચ્ચે કંઈ જામ્યું નહીં અને તેઓએ બ્રેકઅપ કરવાનો નિર્ણય કર્યો. ઉપરાંત, તાજેતરના અપડેટ એ છે કે જાહ્નવી કથિત રીતે ઓરહાન અવત્રામાણીને ડેટ કરી રહી છે અને બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

આ પણ વાંચો :-