Home Blog Page 1326

વિધાનસભા ચૂંટણી પૂર્વે વડોદરા કોંગ્રેસમાં કકળાટ, 5 પ્રભારીઓ શહેર છોડી સુરત જવા રવાના, કારણ ચોંકાવનારું

0

Uproar in Vadodara Congress

  • એકતરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે હવે બીજી બાજુ વડોદરા કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે.

શહેર કોંગ્રેસના 5 પ્રભારીઓ વડોદરા (Vadodara) છોડી સુરત જવા રવાના થઇ ગયા છે. શહેરમાં પ્રભારીઓના ઉતારાની વ્યવસ્થા ન થતા તેઓ જતા રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. AICCના સેક્રેટરી બી.એમ.સંદીપને (BM Sandeep) અગાઉ વડોદરા શહેર-જિલ્લાનો ચાર્જ સોંપ્યો હતો. શહેરની 5 વિધાનસભા બેઠક દીઠ 5 પ્રભારી પોતાના મૂક્યા હતા.

બાદમાં કોંગ્રેસે મધ્ય ગુજરાતના કોંગ્રેસ પ્રભારી તરીકે ઉષા નાયડુને મૂક્યા હતા. જ્યારે બી.એમ.સંદીપ પાસેથી મધ્ય ગુજરાતનો ચાર્જ પરત લઇ લેવાયો હતો. આથી, બી.એમ.સંદીપ પોતાની સાથે પાંચેય પ્રભારીઓને સુરત લઈ ગયાની ચર્ચા ચાલી રહી છે. હાલ બી.એમ.સંદીપ પાસે દક્ષિણ ગુજરાત ઈન્ચાર્જની જવાબદારી છે.

યોગ્ય વ્યવસ્થા નહીં કરાતા તેઓ વડોદરા છોડીને સુરત ચાલ્યા ગયાની ચર્ચા :

મહત્વનું છે કે, તમામ રાજકીય પક્ષોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં કોંગ્રેસ પાર્ટી તરફથી 182 બેઠક પર પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતાં. જેમાં વડોદરામાં પાંચ બેઠકો પર પાંચ પ્રભારીની નિમણૂંક થઈ છે પરંતુ વડોદરા કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે તેઓની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવતા તેઓ વડોદરા છોડીને સુરત ચાલ્યા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરા કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા વચ્ચે સંકલનનો અભાવ !

વડોદરાની પાંચ વિધાનસભાની બેઠકના પાંચ પ્રભારીની નિમણૂંક કર્યા બાદ તેઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરામાં ઉતારાની વ્યવસ્થા કરવામાં ન આવતા તેઓ વડોદરા છોડીને ચાલ્યા સુરત ચાલ્યા ગયા હોવાથી એકવખત ફરી કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા વચ્ચેના સંકલનના અભાવ અંગે પક્ષમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

એ જ પ્રમાણે વડોદરા સયાજીગંજ વિધાનસભાની બેઠકની ચર્ચા માટે કાર્યકરોની મળેલી બેઠકમાં જાતિના સમીકરણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી. ત્યારે પ્રદેશના અગ્રણીની ઉપસ્થિતિમાં સયાજીગંજની બેઠક અંગે પાંચ ટકા પછાત વર્ગના મત હોવા છતાં અગાઉ પૂર્વ પ્રમુખને ટિકિટ આપી હતી.

જે અંગે સામસામે આક્ષેપબાજી થતા પૂર્વ પ્રમુખ બેઠક છોડીને ચાલ્યા ગયા હોવાની વિગતો સામે આવતા કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી જાહેરમાં બહાર આવી હતી.

આ પણ વાંચો :-

Instagram પર લગાવાયો રૂ.3200 કરોડનો દંડ, ગંભીર આરોપ જાણીને ચોંકી જશો

Rs.3200 crore fine imposed on Instagram

  • આયર્લેન્ડના ડેટા પ્રોટેક્શન કમિશને સોમવારે એક ઈમેલમાં જણાવ્યું હતું કે એમને ગયા અઠવાડિયે જ Instagram ને 402 મિલિયન ડોલરનો દંડ કરવાનો છેલ્લો નિર્ણય લઈ લીધો છે.

Instagram ને બાળકોના ડેટાનાથી જોડાયેલ યુરોપીય યુનિયન ડેટા પોલિસી (European Union Data Policy)ના નિયમ ઉલ્લંઘન માટે દોષી માનવામાં આવ્યું છે, જે પછી Instagram પર ઘણી મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આયર્લેન્ડના (Ireland) ડેટા ગોપનીયતા નિયમનકારે સોશિયલ નેટવર્કિંગ (Social networking) પ્લેટફોર્મ Instagramને 32.7 બિલિયન રૂપિયા નો દંડ ફટકાર્યો છે.

આયર્લેન્ડના ડેટા પ્રોટેક્શન કમિશને સોમવારે એક ઈમેલમાં જણાવ્યું હતું કે એમને ગયા અઠવાડિયે જ કંપનીને 402 મિલિયન ડોલરનો દંડ કરવાનો છેલ્લો નિર્ણય લઈ લીધો છે.

દંડ લાદવામાં આવ્યા પછી ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ કહ્યું છે કે એમને આ કિસ્સાની જાંચમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. સાથે જ મેટાએ કહ્યું છે કે તે આટલા મોટા દંડને સ્વીકારતી નથી છે અને તેની સામે અપીલ કરશે.

અમરેલીના ખાંભાના ડેડાણ રોડ પર સિંહની પજવણીના વાયરલ વીડિયો | Gujarat Guardian

આયરિશ વોચડોગ તપાસમાં જાણવા મળ્યું હતું કે Instagram એ 13 થી 17 વર્ષના બાળકોનો પર્સનલ ડેટા પબ્લિકલી લીક કર્યો છે, જેમાં તેમના ફોન નંબર અને ઇમેઇલ એડ્રેસનો પણ સમાવેશ થાય છે.

એક મેટા અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે “આ પૂછપરછ જૂના સેટિંગ્સ પર કેન્દ્રિત છે જે અમે એક વર્ષ પહેલા અપડેટ કરી હતી અને ત્યારથી અમે ટીનએજર્સની માહિતીને સુરક્ષિત અને ખાનગી રાખવા માટે ઘણા નવા ફીચર્સ બહાર પાડયા છે.

એમેઝોન પર પણ મોટો દંડ લગાવવામાં આવ્યો હતો :

તમને જણાવી દઈએ કે આ પહેલા ગયા વર્ષે જ એમેઝોન પર મોટો દંડ લગાવવામાં આવ્યો હતો. આવા જ એક કેસમાં લક્ઝમબર્ગના રેગ્યુલેટરે એમેઝોનને 746 મિલિયન યુરોનો દંડ ફટકાર્યો હતો.

આ પણ વાંચો :-

જ્યારે રાહુલ ગાંધી માટે તલપાપડ હતી કરીના કપૂર, ડેટિંગ માટે કહી હતી આ વાત

When Kareena Kapoor was desperate

  • કરીના કપૂરે એક શોમાં કહ્યું હતું કે તેની અને રાહુલ ગાંધીની વાતો ખૂબ જ દિલચસ્પ હશે. જાણો વિગતવાર

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાની લવ લાઈફને લઈને ઘણી ચર્ચાઓમાં રહે છે. એક્ત્રેસનું નામ એકથી વધીને એક હેન્ડસમ હંક (A handsome hunk) સાથે જોડવામાં આવ્યું છે પણ કરીના કપૂર ખાને શાહિદ કપૂર (Shahid Kapoor) અને પછી સૈફ અલી ખાન (Saif Ali Khan) સાથે પોતાના સંબંધોને જગજાહેર કર્યા હતા.

જોકે સૈફ અલી ખાન અને શાહિદ ઉપરાંત પણ કોઈ છે જેને કરીના પસંદ કરતી હતી અને ડેટ કરવા માંગતી હતી. આ કોઈ બીજું નહીં પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છે.

રાહુલ ગાંધીને ડેટ કરવા માંગતી હતી કરીના  :

સાંભળવામાં નવી લાગશે પણ કરીના કપૂર ખાને એક ટોક શોમાં ખુદ આ વાત ને સ્વીકારી છે કે રાહુલ ગાંધીને ડેટ કરવા માંગતી હતી. આ પાછળ કરીના કપૂર ખાને સ્માર્ટ કારણ પણ જણાવ્યું હતું.

અમરેલીના ખાંભાના ડેડાણ રોડ પર સિંહની પજવણીના વાયરલ વીડિયો | Gujarat Guardian

સિમી ગ્રેવાલનાં  શોમાં કર્યો ખુલાસો  :

કરીના કપૂર ખાને Rendezvous With Simi Garewalનાં એક એપિસોડમાં રાહુલ ગાંધી પર ક્રશ હોવાની વાત સ્વીકારી ચુકી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા શોના એક વિડીયોમાં સિમી ગ્રેવાલ, કરીના કપૂરને પૂછે છે કે તે કોને ડેટ કરવા માંગે છે, તો આના જવાબમાં કરીના કહે છે કે મને નથી ખબર કે આ કહેવું જોઈએ કે નહીં, મને આ વાતથી ફરક નથી પડતો કે વિવાદિત થઇ જાય…હું રાહુલ ગાંધીને જાણવા માંગુ છું.

આપ્યું હતું આ કારણ  :

કરીના આગળ કહે છે કે મેં તેમની તસવીરો મેગેઝીનમાં જોઈ અને વિચાર્યું કે તેમની સાથે વાત કરવી કેવી લાગશે. હું એક ફિલ્મી ઘરથી આવું છું અને તેઓ એક મોટા રાજનીતિક પરિવારથી. એટલા માટે મને લાગે છે કે અમારા વચ્ચે વાતો દિલચસ્પ થશે. હવે કરીના કપૂર તો લગ્ન કરીને 2 બાળકોની માં પણ બની ચુકી છે, જ્યારે રાહુલ ગાંધી હાલમાં રાજનીતિ પર ફોકસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતના દીકરાએ કર્યું મોટું કામ, વ્હાઇટ હાઉસના અધિકારીઓ ઓવારી ગયા 

For the first time in the history of

  • અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ પ્રવક્તા વેદાંત પટેલે સ્ટેટ ડિપાર્ટમેન્ટની ડેઈલી બ્રીફિંગ કરીને ઈતિહાસ રચ્યો

અમેરિકી સરકારમાં (US Govt) કામ કરતા વધુ એક ભારતીયે ગૌરવ વધાર્યું છે. વાત જાણે એમ છે કે, અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ પ્રવક્તા વેદાંત પટેલે (Vedant Patel) સ્ટેટ ડિપાર્ટમેન્ટની ડેઈલી બ્રીફિંગ કરીને ઈતિહાસ રચ્યો છે.

આવું કરનાર તે પ્રથમ ભારતીય-અમેરિકન (Indian-American) છે. મહત્વનું છે કે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસ (Spokesman Ned Price) આ દિવસોમાં રજા પર છે. આવી સ્થિતિમાં વેદાંત પટેલને તેમની ગેરહાજરીમાં આ તક મળી.

અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ પ્રવક્તા વેદાંત પટેલે તેમની બ્રીફિંગ દરમ્યાન યુક્રેન પર રશિયાના આક્રમણ, JCPOA અને લિઝ ટ્રસ યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બનવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમની આગામી અંગત બ્રીફિંગ બુધવારે એટલે કે આજે નિર્ધારિત છે. તેમની પ્રથમ બ્રીફિંગ ઉત્તમ હતી.

આ અંગે વ્હાઇટ હાઉસના સિનિયર એસોસિયેટ કોમ્યુનિકેશન ડાયરેક્ટર મેટ હિલે પણ ટ્વિટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. હિલે પટેલની પ્રશંસા કરતા લખ્યું, “વિશ્વ મંચ પર યુએસનું પ્રતિનિધિત્વ કરવું એ એક મોટી જવાબદારી છે અને વેદાંતે તેને અત્યંત સ્પષ્ટતા સાથે નિભાવ્યું છે.”

દરમિયાન, વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ ડેપ્યુટી કોમ્યુનિકેશન ડાયરેક્ટર પિલી તોબરે કહ્યું: “વેદાંત પટેલને સ્ટેજ પર જોવું ખૂબ જ સારું લાગ્યું. મારા મિત્રને એક શાનદાર શરૂઆત માટે અભિનંદન.”

ગુજરાતમાં જન્મેલા વેદાંત પટેલ કોણ છે ? 

વેદાંત પટેલનો જન્મ ગુજરાતમાં થયો હતો. તે કેલિફોર્નિયા યુનિવર્સિટી, રિવરસાઇડના સ્નાતક છે. તેઓ અગાઉ રાષ્ટ્રપતિ બિડેનના સહાયક પ્રેસ સેક્રેટરી અને વ્હાઇટ હાઉસમાં પ્રવક્તા તરીકે સેવા આપી ચૂક્યા છે.

આ ઉપરાંત તેમણે પ્રેસિડેન્શિયલ ઉદ્ઘાટન સમિતિ અને બિડેન-હેરિસ ટ્રાન્ઝિશનના પ્રવક્તા તરીકે પણ સેવા આપી છે. તેમણે બીજી ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવી છે. આ વર્ષની શરૂઆતમાં વ્હાઇટ હાઉસના તત્કાલીન પ્રેસ સેક્રેટરી જેન સાકીએ તેમને સુપર ટેલેન્ટેડ ગણાવ્યા હતા.

આ પણ વાંચો :-

રામના નામે પાણીમાં પત્થર તર્યા, સુરતના ગણેશ પંડાલમાં જોવા મળી અનોખી ટેકનોલોજી

0

Stone floated in water in the

  • અડાજણ વિસ્તારમાં વાસ્તવ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના માટે ખાસ પંડાલ બનાવવામાં આવ્યું છે. આ પંડાલમાં પ્રવેશ કરતાંની સાથે રામાયણનો અદભુત નજારો સામે આવી જાય છે.

રામાયણમાં ઉલ્લેખિત પૌરાણિક રામસેતુનો (Ram Setu) ઉલ્લેખ છે. જેની ઝલક હવે સુરતના ગણેશ પડાલમાં જોવા મળી રહી છે. સુરત સિવિલ એન્જિનિયર, ડોક્ટર અને વકીલ મળીને ભવ્ય રામસેતુનો સ્વરૂપ ગણેશ મંડપને આપ્યું છે. રામ સેતુ પાર કરીને ગણેશજીના દર્શન (Darshan of Ganesha) થાય છે એટલું જ નહીં અહીં રામ નામના પથ્થર પણ તરતા જોવા મળે છે. સાથે સાથે ઓર્ગન ડોનેશનને લઈ પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે

અડાજણ વિસ્તારમાં વાસ્તવ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના માટે ખાસ પંડાલ બનાવવામાં આવ્યું છે. આ પંડાલમાં પ્રવેશ કરતાંની સાથે રામાયણનો (Ramayana) અદભુત નજારો સામે આવી જાય છે. પાણી વચ્ચે એક સેતુ બાંધવામાં આવ્યો છે અને આ સેતુને રામસેતુ નામ આપવામાં આવ્યું છે, જેને પાર કરીને ગણેશજીના દર્શન થાય છે.

surat_ganesh_zee.jpg

આ રામસેતુની આજુબાજુ વાનર સેનાના દર્શન પણ થાય છે. જે રામસેતુ બનાવી રહ્યા છે જે પણ કોઈ ભક્તોને ગણેશ બાપ્પાના દર્શન કરવા હોય તો આ રામસેતુને પાર કરીને જ દર્શન થઈ શકે છે. સાથે જ રામસેતુમાં તરતા પત્થરો પણ મૂકાયા છે. પંડાલમાં શ્રીજીના દર્શન સાથે રામસેતુના દર્શન થાય છે. આશરે એક ફૂટ પાણીમાં આ સેતુ બનાવવામાં આવ્યો છે. જેને પાર કરવામાં લોકોને રોચક અનુભૂતિ પણ થાય છે.

પંડાલમાં આ સેતુ બનાનાર સુરતના યુવાઓ છે. જેમાંથી એક સિવિલ એન્જિનિયર વાસુ શાહ, રેડીયોલોજીસ્ટ ધર્મ ડોઢિયા અને વકીલ ક્રિષ્ના જરીવાળા છે. રામસેતુ બનાવવામાં એન્જિનિયરિંગ તકનીકનો લાભ લેવામાં આવ્યો છે. જેથી દસ દિવસ સુધી આ રામસેતુમાં હજારોની સંખ્યામાં રોજે ભક્તો દર્શન કરે અને આ મજબૂતાઈથી અડીખમ રહે.

આ પણ વાંચો :-

સરકારે લીધો મહત્વનો નિર્ણય ! કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકો માટે પણ સીટબેલ્ટ ફરજીયાત

0

The government took an important decision

  • નીતિન ગડકરીએ વાહનમાં પાછળ બેઠેલા બધા લોકો માટે સીટબેલ્ટ ફરજીયાત કરી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે જાણીતા ઉદ્યોગપતિ સાઇરસ મિસ્ત્રીના નિધન બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. 

રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) નિધન થઈ ગયું હતું. આ વિશે કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી (Union Minister for Road Transport & Highways) નીતિન ગડકરીએ દુખ વ્યક્ત કર્યું છે. તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હવે પાછળની સીટ પર બેઠેલી વ્યક્તિઓએ પણ સીટ બેલ્ટ પહેરવો પડશે.

દંડની યોજના તૈયાર :

ગડકરીએ કહ્યુ કે તેમનું મંત્રાલય તેવા લોકો પર દંડ ફટકારવાની યોજના બનાવી રહ્યું છે, જે લોકો કારમાં સીટ બેલ્ટ વગર સફર કરે છે, ભલે તે આગળ કે પાછળ ગમે તે સીટ પર બેઠા હોય. હવે તેના પર જલદી દંડ ફટકારવામાં આવશે. નવી દિલ્હીમાં આયોજીત IAA ગ્લોબલ સમિટમાં પહોંચેલા ગડકરીએ સાઇરસ મિસ્ત્રી વિશે મીડિયાના સવાલોનો જવાબ આપ્યો હતો.

જલદી લાગુ થશે નવો નિયમ :

મંત્રી ગડકરીએ તે સ્વીકાર કરતા કહ્યું કે ભારતમાં રોડ અકસ્માત વધુ થાય છે. છતાં તેમણે પ્રસ્તાવિત નવા સીટ બેલ્ટ નિયમના ઉલ્લંઘન પર ફટકારવામાં આવતા દંડની રકમનો ઉલ્લેખ કરવાનો ઇનકાર કરી દીદો છે. પરંતુ તેમણે કહ્યું કે કાર બનાવતા સમયે એરબેજને ફરજીયાત બનાવવાની જોગવાઈની સાથે નવા નિયમની કારોને તૈયાર કરવામાં આવશે.

રેકોર્ડ તોડ કેસ :

તેમણે કહ્યું કે દેશમાં 1 વર્ષની અંદર 500,000 દુર્ઘટનાઓનો રેકોર્ડ જોઈને દંગ રહી ગયો છું. ગડકરીએ ઉલ્લેખ કર્યો કે રોડ દુર્ઘટનામાં 60 ટકા 18-34 ઉંમર વર્ષના લોકો સામેલ છે. મંત્રીએ ગ્રામીણ વસ્તીના શહેરી ક્ષેત્રમાં ભારે પ્રવાસ પર અફસોસ વ્યક્ત કર્યો અને કહ્યું કે આજે ગામો અને વન ક્ષેત્રોમાં 65 ટકા લોકો જીડીપીના 12 ટકાથી વધુનું યોગદાન કરતા નથી.

શું છે નિયમ :

કેન્દ્રીય મોટર વાહન નિયમ (1989) ની કલમ 138 (3) અનુસાર તમે જે કારમાં નિયમ 125 કે નિયમ 125ના ઉપ-નિયમ (1) કે ઉપ-નિયમ (1-એ) હેઠળ સીટબેલ્ટ પ્રદાન કરે છે. તે કારમાં ચાલક અને આગળની સીટ પર બેઠેલા વ્યક્તિએ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે.

સાથે 5 સીટર કારોમાં પાછળ બેઠેલા વ્યક્તિએ પણ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. તો 7 સીટર કારમાં પાછળ બેઠેલા યાત્રીકોનો ફેસ સામેની તરફ છે, તેમાં ચાલતા સમયે સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે.

સીટ બેલ્ટ લગાવવો કાયદા દ્વારા ફરજીયાત છે અને તેમાં દંડ પણ સામેલ છે. પરંતુ લોકો તેનું પાલન કરતા નથી. 2019માં ભારતમાં મોટર વાહન સંશોધન અધિનિયમ 2019માં સીટબેલ્ટ ન પહેરવા પર દંડ 100 રૂપિયાથી વધારી 1 હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

કીર્તિદાન ગઢવીનું ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માન, કાર્યક્રમમાં CM અને કોંગી MLA અમરીશ ડેર એકસાથે દેખાતા અનેક તર્કવિતર્ક

0

Keertidan Gadhvi honored with

  • ભાવનગરમાં કીર્તિદાન ગઢવીના સન્માન સમારોહના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના MLA અમરીશ ડેરની એકસાથે ઉપસ્થિતિને લઇ અનેક તર્કવિતર્કો સર્જાયા છે.

કલાનગરી એવાં ભાવનગરને (Bhavnagar) આંગણે ગઇકાલે ગુજરાત ગૌરવ એવોર્ડ (Gujarat Pride Award) સન્માન- અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અભિવાદનની સાથે-સાથે ભાતીગળ લોક ડાયરો પણ યોજાયો હતો. એ દરમ્યાન કીર્તિદાન ગઢવીનું (Kirtidan Gadhavi) ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માન કરાયું. દરમ્યાન આ સન્માન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના MLA અમરીશ ડેર (Amrish Dar) પણ હાજર રહ્યાં હતા. આથી ગુજરાતના રાજકારણમાં (Politics) ગરમાવો આવ્યો છે.

કીર્તિદાન ગઢવીનું ‘ગુજરાત ગૌરવ એવોર્ડ‘થી સન્માન :

તમને જણાવી દઇએ કે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમ ‘ધન્ય છે કિર્તીદાનને’ નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં કીર્તિદાન ગઢવીનું ‘ગુજરાત ગૌરવ એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં મંત્રી જીતુ વાઘાણી, જીગ્નેશ કવિરાજ, માયાભાઇ આહીર, સાંઈરામ દવે અને પાર્થિવ ગોહિલ સહિત અનેક કલાકારોએ હાજરી આપી હતી.

કાર્યક્રમમાં કોંગ્રેસના MLA અમરીશ ડેર પણ હાજર રહેતા અનેક તર્કવિતર્ક :

એ દરમ્યાન કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર પણ કાર્યક્રમમાં હાજર રહેતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. એટલે કે આગામી સમયમાં અમરીશ ડેર પણ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઇ છે.

કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામાનો દોર શરૂ :

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી રહ્યાં છે. એ પહેલાં કોંગ્રેસમાંથી અનેક વિકેટો પડી રહી છે. એકબાદ એક દિગ્ગજોના રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. કારણ કે તાજેતરમાં જ યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી વિશ્વનાથ વાઘેલા, યુથ કોંગ્રેસના મહામંત્રી સહિત યુથ કોંગ્રેસ અને NSUIના કેટલાક નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો હાથ પકડી લીધો છે.

જેના લીધે ભાવનગરમાં ગઇકાલે યોજાયેલા આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસના MLA અમરીશ ડેર પણ હાજર રહ્યાં હતા. જેના લીધે એકવાર ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. અનેક તર્કવિતર્ક પણ થવા લાગ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ખરેખર આગામી સમયમાં અમરીશ ડેર કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો હાથ થામશે કે કેમ.

આ પણ વાંચો :-

 

શા માટે ઉજ્જૈન પહોંચેલા આલિયા અને રણબીર કપૂરનો હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ ? જાણો અહી વાંચો 

Why did the Hindu organizations oppose

  • આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝ પહેલા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા. 

આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી (Ayan Mukherjee) પણ તેમની સાથે હતા. મહાકાલના દર્શન કરવા પહોંચેલી ‘બ્રહ્માસ્ત્ર‘(Brahmastra)ની ટીમને ત્યાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન વિરોધીઓ કાળા ઝંડા સાથે મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar temple) પહોંચ્યા અને હંગામો મચાવ્યો. સ્થાનિક પોલીસે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

આ દરમિયાન કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં વિરોધીઓ પોતાને બજરંગ દળના કાર્યકર્તા ગણાવી રહ્યા છે અને ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ રણબીર કપૂરના એક જૂના નિવેદનને કારણે થઈ રહ્યો છે. આ નિવેદનમાં રણબીર કપૂરે કહ્યું હતું કે તેને બીફ પસંદ છે અને તે બીફ લવર છે. હવે તેમના આ જૂના નિવેદન માટે તેનો વિરોધ થઈ રહ્યો છે.

બહિષ્કારનો ટ્રેન્ડ હવે ધીમે ધીમે બ્રહ્માસ્ત્રને પોતાની પકડમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે આ ફિલ્મને અત્યાર સુધી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને દર્શકોમાં તેના વિશેની ઉત્સુકતા પણ જોવા મળી શકે છે. પરંતુ હવે ફિલ્મને લઈને દેખાવો શરૂ થઈ ગયા છે અને ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર બહિષ્કારનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. ટ્વિટર પર બોયકોટ બ્રહ્માસ્ત્ર ટ્રેન્ડ થયું છે. ફિલ્મને લઈને શરૂ થયેલા આ વિરોધે નિર્માતાઓની ચિંતા ચોક્કસપણે વધારી દીધી છે.

નિર્દેશક અયાન મુખર્જી માટે ‘બ્રહ્માસ્ત્ર’ ખૂબ જ ખાસ ફિલ્મ છે. ફિલ્મનો વિચાર ત્યારે જન્મ્યો જ્યારે નિર્દેશક અયાન મુખર્જી 2012માં બરફીલા પહાડોમાં યે જવાની હૈ દીવાનીનું શૂટિંગ કરી રહ્યા હતા. અયાન લગભગ એક દાયકાથી આ પ્રોજેક્ટમાં રોકાણ કરી રહ્યો છે. તે ભારતીય સિનેમાનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે તેમજ દેશમાં બનેલી સૌથી મોંઘી ફિલ્મ છે.

આ ફિલ્મ લગભગ 8000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે, જે કોઈપણ હિન્દી ફિલ્મ માટે સૌથી વધુ છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત, મહત્વાકાંક્ષી ફિલ્મ સ્ટાર્સ રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અક્કીનેની, મૌની રોય અને શાહરૂખ ખાન ખાસ ભૂમિકામાં છે.

આ પણ વાંચો :-

 

એક સ્ત્રી બીજી સ્ત્રીની હત્યા કરાવી શકે ? માની શકાય નહીં પરંતુ વલસાડની ઘટના જીવંત પુરાવો

‘સોપારી’ આપીને ધંધાદારી હત્યારાઓ પાસે હત્યા કરાવવાની કોઈક ખૂંણામાં સ્ત્રીના મનમાં આકાર પામેલી ઘટનાને ઓળખવી જરૂરી

વલસાડની ગાયિકા વૈશાલી બલસારા અને બબીતા શર્મા બંને ગાઢ મિત્રો હતી અને છતાં બબીતાએ ‘સોપારી’ આપીને વૈશાલીની હત્યા કરાવી !

વૈશાલીએ મિત્રો હોવાના નાતે બબીતાને ૨૫ લાખની રકમ હાથ ઉછીની આપી હતી, બબીતા આ રકમ પરત કરી શકે તેમ નહોતી એટલે વૈશાલીની જ હત્યા કરાવી નાંખી !

વૈશાલીની હત્યાની ઘટનામાં સોશ્યિલ મીડિયાનું ભયાનક ‘ઉધાર’ પાસુ પણ સામે આવ્યું હતું, બબીતા ફેસબુક મિત્રોને વૈશાલીની હત્યાની સોશ્યિલ મીડિયા ઉપર જ સોપારી આપી હતી.

વેપાર, ધંધાની હરિફાઈમાં (Business competition) કે રાજકીય વેરની આગમાં કોઈની હત્યાનો સોદો કરીને હત્યા કરાવવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. કાયદામાં આકરી જોગવાઈ હોવા છતાં ગુનેગારના (Criminal) મનમાં આકાર લઈ રહેલી ગુનાખોરીને નાથવાનું હજુ સુધી શક્ય બન્યુ નથી, પરંતુ કોઈ એક સ્ત્રીની બીજી સ્ત્રી ‘‘સોપારી’’ (Betel nut) આપીને હત્યા કરાવી શકે આવી ઘટનાઓ ભાગ્યે જ બનવા પામતી હશે. અનૈતિક સંબંધોમાં હત્યાઓની ઘટના અવારનવાર બનતી આવી છે, પરંતુ માત્ર રૂપિયાની લેવડ દેવડમાં એક સ્ત્રી આયોજનબદ્ધ બીજી સ્ત્રીની હત્યા (Murder of a woman) કરાવી શકે એવું માની શકાય નહીં. પરંતુ થોડા દિવસ પહેલાં વલસાડમાં બનેલી ઘટનાએ પોલીસના પણ રૂવાડા ઊભા કરી દીધા હતા.

આખી ઘટના પાછળ માત્ર ૨૫ લાખની ઉછીની આપેલી રકમનો વિવાદ હતો. પરંતુ આ રકમ પરત ચૂકવવાનું અશક્ય લાગતા બબીતા શર્મા નામની મહિલાએ ધંધાદારી હત્યારાઓ સાથે સોદો (સોપારી) કરીને યુવાન અને હોનહાર ગાયિકા વૈશાલી બલસારાની ઠંડા કલેજે હત્યા કરાવી હતી ! કોઈ કલ્પના પણ કરી શકે નહીં કે એક સ્ત્રી બીજી સ્ત્રીની માત્ર રૂપિયા નહીં આપવા માટે હત્યા કરાવી શકે. પરંતુ પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતોએ ઘણું બધુ બેનકાબ કરવા સાથે નવ માસની સગર્ભા બબીતા શર્માને હત્યારીના પાંજરામાં ઊભી કરી દીધી હતી.
ગત તા.૨૮મી ઓગષ્ટની સવારે વલસાડ નજીકથી એક કારમાં વૈશાલી બલસારાની લાશ મળી આવી ત્યારે લોકોએ આખી ઘટનાને આપઘાતની ઘટના માની લીધી હતી. પોલીસે પણ નિયમ મુજબ લાશ અને કાર કબજે કરી વૈશાલી બલસારાની લાશ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિ.માં મોકલી આપી હતી.

અલબત્ત પોલીસ પણ હત્યાની થિયરી અંગે ગંભીર નહોતી, પરંતુ વૈશાલીની લાશનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબોએ વૈશાલીએ આપઘાત નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો કરતાં પોલીસની પહેલી નજર ઘરકંકાસ તરફ ગઈ હતી, પરંતુ ઘરસંસારમાં સુખી અને સંપન્‍ન વૈશાલી બલસારાની હત્યાનો તાળો મેળવવા પોલીસે વૈશાલી બલસારાની આગલી રાતની પ્રવૃત્તિ જાણવાની દિશામાં પ્રયાસ કર્યો હતો. તબીબોએ હત્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુપ્રત કરતાં પોલીસે પણ હત્યાની દિશામાં તપાસનો દોર લંબાવ્યો હતો, પરંતુ વૈશાલીની ‘સોપારી’ આપીને એક સ્ત્રીએ જ હત્યા કરાવી હશે એવું પોલીસની કલ્પનાની પણ બહાર હતું.

ખેર, હત્યાના આગલા દિવસે વૈશાલી બલસારા તેની મહિલા મિત્ર બબીતા શર્માને ઊછીની આપેલી ૨૫ લાખની રકમ લેવા જઈ રહી હોવાનું કહીને ઘરેથી નીકળી હતી. પોલીસ તપાસને દિશા આપવા માટે વૈશાલી બલસારાના છેલ્લાં શબ્દો પુરતા હતા અને ત્યારબાદ વલસાડ શહેર અને હાઈ-વે ઉપર લાગેલા સી.સી. કેમેરાના દૃશ્યો તપાસતા પોલીસને એક મહિલાની હરકત શંકાસ્પદ લાગી હતી. પરંતુ આ મહિલા નવ માસની સગર્ભા હતી! મતલબ કે આ મહિલા સામે શંકા કરી શકાય એવું કંઈ જ નહોતું. પરંતુ પોલીસ તપાસની દિશા આ સગર્ભા તરફ દોરી જતી હતી અને આખરે પોલીસની તપાસમાં જે કંઈ બહાર આવ્યું એ પોલીસની સમજની પણ બહાર હતું.

હત્યાનો ભોગ બનેલી વૈશાલી બલસારા જાણિતી ગાયિકા હતી. જ્યારે વૈશાલીની હત્યાની ‘સોપારી’ આપનાર બબીતા શર્મા ઘરેલુ વેપારી હોવા ઉપરાંત વૈશાલીની નજીકની મિત્ર હતી અને એટલે જ વૈશાલીએ ૨૫ લાખ જેવી મોટી રકમ બબીતા શર્માને ઉછીની આપી હતી. બસ આ ૨૫ લાખની રકમ આપવાની ઘટના જ ગોઝારી પુરવાર થઈ હતી. વૈશાલીને એ વાતની ખબર નહોતી કે, બબીતાને ૨૫ લાખની રકમ ઉછીની આપીને પોતાના મોતનો સોદો કરી રહી છે.

૨૫ લાખની રકમ આપ્યાના થોડા દિવસો બાદ નક્કી થયા પ્રમાણે વૈશાલીએ રૂપિયાની પરત માંગણી કરી હશે, પરંતુ મિત્ર હોવાના નાતે થોડા દિવસ વાયદા પણ થયા હશે. આ તરફ બબીતા શર્મા ૨૫ લાખની રકમ તત્કાળ પરત કરી શકવાની સ્થિતિમાં નહોતી. જ્યારે વૈશાલી સતત ઉઘરાણી કરી રહી હતી.

પોલીસ તપાસમાં બહાર આવેલી પ્રાથમિક વિગતો મુજબ વૈશાલીની સતત ઉઘરાણીથી કંટાળી ગયેલી અથવા કહો કે થાકી ગયેલી બબીતાના મનમાં ગુનાખોરીએ જન્મ લીધો હતો અને વૈશાલીનો કાંટો કાઢી નાંખવાનો ખતરનાક વિચાર આવ્યો હશે.

મનમાં ઘુમરાતા વિચારોનો અમલ કરવાનું નક્કી કરીને બબીતાએ ફેસબુક ઉપર મિત્ર બનેલા પંજાબના ટપોરીઓનો યંત્રવત સંપર્ક કર્યો હતો અને પોતાના ખતરનાક વિચારને પાર પાડવા ‘સોદો’ કર્યો હતો

અને એક દિવસ ધંધાદારી હત્યારાઓ અને બબીતાએ વૈશાલીની ઠંડા કલેજે હત્યા કરવાની ભયાનક યોજના પાર પાડી હતી. આયોજન મુજબ બબીતાએ વૈશાલીને થોડા રૂપિયા લેવા માટે બોલાવીને કાયમ માટે શાંત કરી દીધી હતી અને જાણે કંઈ જ બન્યું નથી એ રીતે પેટમાં ઉછરી રહેલ નવજાત બાળક સાથે ઘરે જઈને ઊંઘી ગઈ હતી!
વલસાડ પોલીસે ઝડપી પાડેલા પંજાબના ત્રિલોકસિંગ નામના ગુનેગારે કબૂલી લીધું હતું કે, વૈશાલી બલસારાની હત્યામાં સંડોવાયેલા ત્રણે ધંધાદારી હત્યારાએ એક બીજાના મિત્રો હોવા ઉપરાંત ઘણાં વર્ષોથી પરિચિત છે.

બબીતા શર્માએ વૈશાલી બલસારાની હત્યા કરવા માટે આઠ લાખમાં સોદો કર્યો હતો. બબીતાએ સોશ્યિલ મીડિયાના માધ્યમથી ‘સોપારી’ આપી હતી, વૈશાલીની હત્યાને અંજામ આપતા પહેલા હત્યારાઓ પંજાબથી સુરત આવ્યા હતા અને સુરતની હોટેલમાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે વલસાડ પહોંચ્યા હતા.

ત્રિલોકસિંગ નામના આરોપીએ પોલીસ સમક્ષ કરેલી પ્રાથમિક કબૂલાતમાં જણાવ્યું હતું કે, વૈશાલીની હત્યાનું સ્થળ નક્કી કરવા તેઓ બબીતા સાથે ફર્યા હતા અને આખરે વલસાડથી પારનેરા રોડ ઉપર આવેલા પશુ દવાખાના નજીકના તળાવ પાસેનું સ્થળ ફાઈનલ કરવામાં આવ્યું હતું અને નક્કી કરેલા ખતરનાક પ્લાન મુજબ બબીતા પાસે રૂપિયા લેવા આવેલી વૈશાલી બલસારા ફરી જીવતી પાછી ફરી નહોતી !

વલસાડ પોલીસની તપાસ પણ કાબીલેદાદ રહી હતી. કોઈ ક્રાઈમ થ્રીલર ફિલ્મની પટકથા જેવી ઘટનાનો એક એક તાર મેળવવા પોલીસે આઠ આઠ તપાસ ટીમ બનાવી હતી અને સૌપ્રથમ નવ માસની સગર્ભા બબીતા શર્માની ધરપકડ કર્યા બાદ આખી ઘટનાનો તાળો મેળવી દીધો હતો. નવ માસની સગર્ભાને ધરપકડ કરવાનું પોલીસ માટે આસાન નહોતું. પરંતુ વૈશાલી બલસારાની હત્યાના ષડયંત્રની શરૂઆત બબીતાના દિમાગમાંથી શરૂ થઈ હતી.

અલબત્ત હજુ બે હત્યારાઓની ધરપકડ કરવાની બાકી છે. બીજી તરફ કોર્ટના કઠેરામાં પણ આખી ઘટના પુરાવા સહિત રજુ કરવા પોલીસે પહેલા જ દિવસથી એક-એક મુદ્દાને વણી લીધો છે.

વલસાડના પોલીસવડા રાજદિપસિંહ ઝાલા ગુનેગારોને પારખવાની ગજબની શક્તિ ધરાવે છે. વૈશાલી બલસારા હત્યા કેસમાં પકડાયેલા ત્રિલોકસિંગ નામના ગુનેગારને બબીતા શર્માની સામે સામે બેસાડીને આખી ઘટનાના તાર મેળવ્યા હતા અને ત્રિલોકસિંગે પણ ઠંડા કલેજે વૈશાલી બલસારાની હત્યાની આખી ઘટનાને શબ્દસહ રજૂ કરી હતી. ત્રિલોકસિંગની એક એક કબૂલાતનો બબીતા ઈન્કાર કરી શકી નહોતી.

અલબત્ત તપાસનો દોર હજુ ખતમ થયો નથી. હજુ બે ગુનેગારો પકડવાના બાકી હોવા ઉપરાંત ગુનેગારોનું સુરતમાં રોકાણ ઉપરાંત ગુનેગારોનો ભૂતકાળ અને બબીતાના ભૂતકાળને પણ ઉકેલવા પોલીસવડા રાજદિપસિંહ ઝાલા અને તેમની ટીમ તપાસ કરી રહી છે.

આપણે ત્યાં કહેવત છે કે, ‘‘જર, જોરૂ અને જમીન ત્રણે કજીયાના છોરું’’ મતલબ આ ત્રણે માટે હત્યાઓ થવી નવાઈની વાત નથી. જમીન અને જોરૂ એટલે કે મહિલા માટે ધંધાદારી હત્યારાઓ સાથે સોદો કરીને હત્યા કરાવવામાં આવી હોવાની અસંખ્ય ઘટનાઓ બનવા પામી હશે અને બનતી પણ રહેશે, પરંતુ એક સ્ત્રી બીજી સ્ત્રીની ‘સોપારી’ આપીને હત્યા કરાવે ત્યારે ચોક્કસ આઘાત લાગે. સૌમ્ય, સહનશીલ અને શાંત ગણાતી સ્ત્રી બીજી સ્ત્રીની હત્યાના લોહીથી હાથ રંગી શકે એવું વલસાડની ઘટના પછી ઈન્કાર કરી શકાય તેમ નથી.

આ પણ વાંચો :-

06 સપ્ટેમ્બર 2022 રાશિભવિષ્ય બુધવારનું – આ રાશિના જાતકોને થઇ શકે છે ધનલાભ, બસ આ વાતનું રાખજો ધ્યાન

06 September 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
આર્થિક ક્ષેત્રે શુભ ફળ પ્રાપ્‍ત થતું જણાય છે. નોકરીમાં શાંતિ. હયાત ધંધામાંથી લાભ મેળવી શકાય તથા નવા ધંધાની શરૂઆતના યોગ બને છે. માતૃસુખ, પિતૃસુખ તથા વાહન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃષભઃ
દિવસની શરૂઆત સુંદર રીતે થાય. આવક જળવાય. કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્‍ત થાય. ભાગ્ય બળવાન બને છે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ધાર્મિક ભાવના વધતી જણાય. જમણા હાથની કાળજી રાખવી જરૂરી.

મિથુનઃ
જીવનસાથી સાથે પ્રેમ જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. આવક બાબતમાં સામાન્ય સ્થિતિ બની રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. સ્થાવર જંગમ મિલકતથી લાભ. પિતાની તબિયત સાચવવી.

કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાંકીય પાસુ મજબુત બને. પરિવારમાં આનંદ જળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળે. આરોગ્ય જળવાય.

સિંહઃ
સંતાનની પ્રગતિથી હર્ષ, વિદ્યાર્થી વર્ગને સફળતા. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. સેવાકાર્યમાં સમય વ્યતીત થાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી, ખાંસી, કફની સમસ્યાનો સામનો કરવો પડે.

કન્યાઃ
જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય સંતાન તરફથી સારા સમાચાર મળે. એકાઉન્ટીંગ, બેંક, વીમા, એડવોકેટ જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાથી પરેશાની રહે.

તુલાઃ
કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોનું યોગ્ય રીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાય. માતૃસુખ, વાહનસુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ
બેંક બેલેન્સ વધતું જણાય. પરિવારમાં મિશ્રફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સતાવે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગોની કાળજી રાખવી.

ધનઃ
આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજીક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જળવાય.

મકરઃ
વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વધતી જણાય. જ્યોતિષનો શોખ રહે. ડૉક્ટર, શિક્ષણ, બાંધકામ તથા સરકારી ખાતામાં કામ કરતા વ્યક્તિઓને વિશેષ લાભ. પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.

કુંભઃ
ધંધામાં મોટું નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું. નાણાં છીના આપવા કે લેવા નહીં. અન્યથા નાણાં ફસાઈ જવાની શક્યતા છે. આવક જળવાય. મિત્રોથી લાભ. સંતાન સુખમાં વધારો થાય. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મળતી જણાય. મિત્રોથી લાભ. યશ-પ્રતિષ્‍ઠા વધે. આરોગ્ય જળવાય.

આ પણ વાંચો :-