Aajibi: A person who earns money
- જાપાનમાં એક વ્યક્તિ હકીકતમાં આવુ કંઈ કરી રહ્યા છે. 38 વર્ષીય ટોક્યોના રહેવાસી શોજી મોરિમોટો કંઈ પણ ન કરવા માટે પોતાને ભાડે આપે છે.
આપણામાંથી મોટાભાગના લોકો એક સ્થિર આજીવિકા (Livelihood) માટે જીવનભર ખૂબ મહેનત કરે છે. આપણે તે વ્યવસાયમાં પોતાનુ સર્વશ્રેષ્ઠ આપીએ છીએ જેમાં આપણને એક સ્થિર આવક મળતી રહે જેથી આપણે આર્થિક રીતે સ્થિર રહીએ પરંતુ આવુ કરતા પણ તમે પોતાના જીવનમાં એકવાર તો એવુ વિચારતા જ હશો કે કદાચ આ રૂપિયા તમે કંઈ ન કરીને કે પછી ખૂબ નાના કામ કરીને કમાઈ શકો જ્યારે આ આપણામાંથી મોટાભાગના માટે માત્ર એક વિચાર જ છે.
જોકે જાપાનમાં એક વ્યક્તિ હકીકતમાં આવુ કંઈ કરી રહ્યા છે. 38 વર્ષીય ટોક્યોના રહેવાસી શોજી મોરિમોટો કંઈ પણ ન કરવા માટે પોતાને ભાડે આપે છે. તેઓ 10,000 યેન ($71) પ્રતિ કલાક ચાર્જ કરે છે. તેમણે જણાવ્યુ કે હુ કંઈ પણ ના કરીને પોતાને ઉધાર આપું છુ.
શોજી મોરિમોટોએ હજારો ગ્રાહકોને એકઠા કર્યા છે જે તેમને નાના કાર્યો માટે ચૂકવણી કરે છે, જે માટે તે પોતાને ભાડે આપે છે. તેમના મોટાભાગના ગ્રાહક કોઈ એવા વ્યક્તિને ઈચ્છે છે જેની સાથે તે વાત કરવા ઈચ્છે. મોરિમોટોએ હત્યાની કબૂલાત પણ સાંભળી છે.
મોરિમોટો એક વ્યક્તિ સાથે પાર્કમાં પતંગિયા પકડવા પણ ગયા છે. તેમણે ચૂપચાપ કોઈની સાથે કોફી પણ પીધી છે, લોકોની સાથે દુકાન અને રેસ્ટોરાંમાં તેમજ તેઓ ગ્રાહકની સાથે ઝૂલા પર પણ બેસેલા છે.
મોરિમોટો તમામ નોકરીઓ માટે હા પાડતા નથી. તેમણે ન્યૂડ પોઝ આપવા, ઘરની સ્વચ્છતા, કપડા ધોવા કે કોઈના મિત્ર બનવા જેવા કાર્યને ઠુકરાવ્યા છે. તેઓ કહે છે કે તેમને કોઈના મિત્ર કે પરિચિત બનવુ ગમતુ નથી. મોરિમોટોએ 3,000 કરતા વધારે બુકિંગ પૂરી કરી છે.
મોરિમોટોએ 2018માં બેરોજગાર હોવાથી પોતાની સર્વિસ શરૂ કરી હતી. તેમણે ડૂ નથિંગ રેન્ટ-એ-મેન નામથી એક ટ્વીટર એકાઉન્ટ ખોલ્યુ અને લોકોને પોતાનો સહયોગ આપવાનુ શરૂ કર્યુ. તેમના ફોલોઅર્સ પણ વધી ગયા છે.
આ પણ વાંચો :-