પાળતું શ્વાને લિફ્ટમાં બાળકને બચકું ભરી લીધું છતાં મહિલા બાળકની મદદે ન આવી, Video જોઈ હચમચી જશો

Share this story

The pet dog carried the child in the lift

  • ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી અત્યંત ચોંકાવનારો એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને દરેક માતા પિતાના રૂવાડાં ઊભા થઈ જશે. આ વીડિયો નંદગ્રામ પોલીસ સ્ટેશન હદના રાજનગર એક્સટેન્શન ચાર્મ્સ કાઉન્ટી સોસાયટીનો છે. 

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદથી અત્યંત ચોંકાવનારો એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને દરેક માતા પિતાના રૂવાડાં ઊભા થઈ જશે. આ વીડિયો નંદગ્રામ પોલીસ સ્ટેશન (Nandgram Police Station) હદના રાજનગર એક્સટેન્શન ચાર્મ્સ કાઉન્ટી સોસાયટીનો છે. જેમાં એક મહિલા તેના પાલતું શ્વાનને (pet dog) લઈને લિફ્ટમાં જઈ રહી હતી.

MP: ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

તે લિફ્ટમાં એક નાનકડું બાળક પણ હતું. આ પાળતું કૂતરાએ લિફ્ટમાં જ બાળકને બચકું ભરી લીધુ. પરંતુ આમ છતાં તે કૂતરાની માલિકણે બાળક પર ધ્યાન ન આપ્યું અને ઉલ્ટું લુચ્ચું હાસ્ય રેલાવતી રહી. વીડિયો વાયરલ થયા બાદ હવે આ મામલે પોલીસે કેસ દાખલ કરી લીધો છે.

વીડિયો 5 સપ્ટેમ્બરનો સાંજનો 6 વાગ્યાનો છે. વીડિયોમાં લિફ્ટમાં મહિલા સાથે જઈ રહેલા પાળતું શ્વાને બાળકને કરડી લીધું. ચોંકાવનારી વાત એ જોવા મળી કે આમ છતાં મહિલાએ બાળક પ્રત્યે કોઈ દયા દેખાડી નહીં અને હસતી રહી.

બાળક દર્દથી પરેશાન થતું રહ્યું અને મહિલાએ એક નજર પણ બાળક પર ફેરવી નહીં. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો મહિલા પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

વાયરલ વીડિયોના આધારે પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે તથા તપાસ પણ શરૂ કરી દીધી છે. એવું કહેવાય છે કે આ કૂતરાથી સોસાયટીના લોકો ખુબ પરેશાન છે. લોકોએ અનેકવાર કૂતરાની ફરિયાદ મહિલાને કરી હતી. પરંતુ મહિલાએ ધ્યાન ન આપ્યું કે કોઈ પગલું પણ ન ભર્યું. હવે લિફ્ટમાં બાળકને કરડવાનો મામલો ચર્ચામાં છે.

આ પણ વાંચો :-