‘Oat’ in Congress, ‘Bharti’ in BJP:
- વિશ્વનાથ વાઘેલા બાદ હવે આજે યુથ કોંગ્રેસના મહામંત્રીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ ટાણે જ રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં હડકંપ.
ગુજરાતમાં (Gujarat) રાહુલ ગાંધીના (Rahul Gandhi) ગુજરાત પ્રવાસ વખતે જ રાજીનામાનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. ત્યારે ગઇ કાલે વિશ્વનાથ વાઘેલાએ (Vishwanath Vaghela) ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ આજે યુથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે (Vinaysingh Tomere) રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે.
આવતીકાલે યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ ભાજપમાં જોડાશે :
અત્રે નોંધનીય છે કે, ગઇકાલે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાં તો આજે વધુ એક દિગ્ગજે રાજીનામું ધરી દેતા કોંગ્રેસને ફરી મોટો ઝટકો લાગ્યો છે. એ સિવાય આવતીકાલે યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ પણ હવે ભાજપમાં જોડાશે.
આવતી કાલે CR પાટીલની હાજરીમાં કેસરિયા કરશે :
વિધાનસભા ચૂંટણી પહેલા અને રાહુલ ગાંધીના અમદાવાદ આગમન સમયે જ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ હવે ભાજપમાં જોડાશે. યુથ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જીગર માળી ભાજપમાં જોડાશે. તો NSUI પ્રદેશ ઉપ પ્રમુખ પાર્થ દેસાઈ ભાજપમાં જોડાશે.
એ સિવાય વિશાલ ઠાકોર અને માલારામ ભાવરી પણ ભાજપમાં જોડાશે. એટલે કે આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આ તમામ ભાજપમાં જોડાશે. આવતી કાલે CR પાટીલની હાજરીમાં યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ કેસરિયા કરશે.
ગઇકાલે જ ભરૂચ કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યું :
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગઇકાલે ભરૂચ કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યું હતું. શહેર કોંગ્રેસના પ્રમુખ વિકી શોખી સહિત 400 જેટલા આગેવાન વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ નેતાથી નારાજ થઈ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી, વાગરા અને શહેર તેમજ તાલુકાના 7 હોદેદારોએ રાજીનામાં આપ્યા હતા.
ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian
ભરૂચ ડિસ્ટ્રીકટ સહકારી બેંક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 400 જેટલા હોદેદારો અને કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના 2 હોદેદારોને ભાજપમાં આવકાર આપી કેસરિયો ખેસ પહેરાવાયો હતો.
આ પણ વાંચો :-