Find out how the multi-million Bentley car
- કાર કોઈ એમ્બેસીના દસ્તાવેજો પર ક્લીયર થઈ હતી જે દેશની સુરક્ષાના આધાર પર ખતરનાક ઘટના કહી શકાય.
બ્રિટનની રાજધાની લંડન (London) ખાતેથી એક ખૂબ જ મોંઘી બેંટલે મલ્સૈન (Bentley Mulsanne) કારની ચોરી થઈ હતી. તપાસ દરમિયાન બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સીને (Britain’s National Crime Agency) તે કાર પાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલા એક આલીશાન બંગલામાં રાખવામાં આવી હોવાની જાણ થઈ હતી.
પાકિસ્તાન કસ્ટમ વિભાગના (Pakistan Customs Department) અધિકારીઓ દ્વારા આ પ્રકારની જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ તાત્કાલિક દરોડો પાડીને તે કાર જપ્ત કરી લેવામાં આવી હતી.
કરાચી ખાતેથી જપ્ત કરવામાં આવેલી બેંટલે મલ્સૈન વી-8 એક ઓટોમેટિક કાર છે. કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે હાલ તે કારની કિંમત 30 કરોડથી પણ વધારે હોવાનો અંદાજો લગાવવામાં આવ્યો છે.
છેલ્લા ઘણાં સમયથી કરાચીમાં તે કારનું ગુપ્તરૂપે ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું અને જ્યારે દરોડો પાડવામાં આવ્યો તે સમયે કારને એક કપડાં વડે ઢાંકીને રાખવામાં આવેલી હતી. કપડું હટાવ્યા બાદ કાર પર સ્થાનિક નંબર પ્લેટ લાગેલી હોવાની પણ જાણ થઈ હતી.
એક્સાઈઝ કર્મીઓની મિલિભગત :
ગાડીના ચેસિસ નંબર દ્વારા તેની ઓળખ કરવામાં આવી હતી અને ગુપ્ત માહિતીમાં જે નંબર આપ્યો હતો તેના સાથે પુષ્ટિ કર્યા બાદ કારને જપ્ત કરી લેવામાં આવી હતી. કસ્ટમ વિભાગે કારની ચોરી મામલે 2 લોકોની ધરપકડ કરી છે.
કરાચી ખાતેના કાર માલિક દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે અન્ય વ્યક્તિએ પોતે નવેમ્બર 2022 સુધીમાં કારના તમામ કાયદાકીય દસ્તાવેજો સોંપી દેશે તેવા વચન સાથે કાર સોંપી હતી. તે કારની ચાવી ન હોવાના કારણે તેને કેરિયરની મદદથી લિફ્ટ કરવી પડી હતી.
સિંધમાં રજિસ્ટ્રેશન :
કારની ચોરીની આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ કાર સિંધ ખાતે રજિસ્ટર્ડ થયેલી છે. હકીકતે આ પ્રકારની કોઈ પણ કારના રજિસ્ટ્રેશન માટે વિદેશ મંત્રાલય અને કસ્ટમની મંજૂરી ઉપરાંત ડ્યુટી અને ટેક્સની ચુકવણી ફરજિયાત છે. FIRમાં આ સમગ્ર ગોલમાલ મોટર રજિસ્ટ્રેશન, એક્સાઈઝ અને ટેક્સેશન વિભાગની મિલિભગતથી શક્ય બની હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કઈ રીતે લંડન પહોંચી કાર :
પાકિસ્તાનમાં મોટરોના વેચાણ અંગેનું વિશાળતમ ઓનલાઈન માર્કેટપ્લેસ ધરાવતા પાકવ્હીલ્સના કો-ફાઉન્ડર સુનીલ મુંજે આ પ્રકારની ગતિવિધિઓ અંગે રસપ્રદ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ પ્રકારની ગતિવિધિમાં સામેલ ગેંગ ગાડી જ્યાંથી પણ આવે ત્યાં ચોરીનો રિપોર્ટ નથી લખાવા દેતા. જો કાર ખરેખર ચોરીની હોય તો સિસ્ટમમાં નોંધણી હોવાના કારણે તેને પોર્ટ પર જ જપ્ત કરી લેવામાં આવે.
ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian
કાર લંડનથી કરાચી પહોંચી ત્યાં સુધી તે ચોરી થઈ હોવાની કોઈને પણ જાણ નહોતી. કાર પાકિસ્તાનમાં ક્લીયર થયા બાદ લંડનમાં ચોરીનો રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો જેથી ઈન્સ્યોરન્સ ક્લેઈમ કરી શકાય.
એમ્બેસીના દસ્તાવેજો પર ક્લીયર થઈ કાર :
સુનીલના કહેવા પ્રમાણે આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ કાર નોન-કસ્ટમ નહોતી પરંતુ કોઈ એમ્બેસીના દસ્તાવેજો પર ક્લીયર થઈ હતી. રાજદ્વારીઓને ડ્યુટી-ફ્રી કારની મંજૂરી હોય છે. તેઓ જેટલા વર્ષ રહે ત્યાં સુધી તેમને ડ્યુટી-ફ્રી કારની મંજૂરી મળે છે.
તેમણે સુરક્ષાના આધાર પર આ ઘટનાને ખૂબ જ ખતરનાક ગણાવી હતી કારણ કે, આવા કેસમાં અસલી ગુનેગારો સુધી પહોંચવુ મુશ્કેલ બની જાય છે.
30 કરોડથી વધારે કિંમત કઈ રીતે :
કસ્ટમ્સના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન ટ્રાન્સફર થઈ તે સમયે કારની કિંમત 4 કરોડ 14 લાખ રૂપિયાથી વધારે હતી. વર્તમાન એક્સચેન્જ રેટ પ્રમાણે તેની કિંમત 5 કરોડ 85 લાખ રૂપિયાથી વધારે થાય. રિપોર્ટ પ્રમાણે કાર પરના વિવિધ ટેક્સ બાદ તેની કિંમત 30 કરોડ 74 લાખ રૂપિયાથી પણ વધી જાય છે.
આ પણ વાંચો :-
- પડતર માંગણીઓને લઇને “ભારતીય કિસાન સંઘ” લડી લેવાનાં મૂડમાં ! આજે ગાંધીનગર બંધનું એલાન
- ભરતસિંહ સોલંકીની રંગરેલિયા પર પત્ની રેશમા પટેલનો ઘટસ્ફોટ, પિતાના નિધન બાદ બેલગામ થયા છે…