પડતર માંગણીઓને લઇને “ભારતીય કિસાન સંઘ” લડી લેવાનાં મૂડમાં ! આજે ગાંધીનગર બંધનું એલાન

Share this story

“Indian Kisan Sangh” is in the mood

  • ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સરકારને ભીંસમાં લેવા ભારતીય કિસાન સંઘે આજે ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે.

કિસાન સંઘે (Kisan Sangh) ગાંધીનગર બંધનું એલાન (Announcement of Gandhinagar Bandh) જાહેર કરતા રાજકારણ ગરમાયું છે. ખેડૂતોની (Farmers) પડતર માંગને લઈને ચાલી રહેલા આંદોલનના અનુસંધાને કિસાન સંઘે આજે ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે.

જોકે કિસાન સંઘની જાહેરાત બાદ પોલીસ પણ સતર્ક થઇ ગઇ છે. શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કિસાન સંઘની વીજળી, રિ-સર્વે અને મીટરપ્રથા સહિતના મુદ્દાઓને લઇને વિરોધ છે.

ગઇકાલે સાબરકાંઠામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ બોલાવવી પડી :

તમને જણાવી દઇએ કે ગઇ કાલે સાબરકાંઠામાં કિસાન સંઘની આગેવાની નીચે ખેડૂતોએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. સરકાર સામે વિવિધ માંગને લઈને પોતાનું વિરોધ પ્રદર્શન ઉગ્ર કરતા હાઈ-વેની બંને તરફ વાહનોની લાંબી કતાર જામી ગઈ હતી. આથી પોલીસે રસ્તો ખુલ્લો કરાવવા માટે તજવીજ હાથ ધરવી પડી હતી. આ દરમિયાન ખેડૂતો સાથે પોલીસની શાબ્દિક ચકમક પણ થઇ હતી.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

તો બીજી બાજુ અરવલ્લીમાં પણ કિસાન સંઘ અને ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓને લઈને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામ દરમિયાન રોડ પર અનેક વાહનો અટવાઈ ગયા હતા. આથી પોલીસે આવીને મામલો થાળે પડ્યો હતો. આ દરમિયાન પણ ભારે હોબાળો મચી ગયો હતો.

ગાંધીનગરમાં કિસાન સંઘના ધરણા છેલ્લાં 11 દિવસથી ચાલે છે :

જોકે ખેડૂતોના આ ધરણામાંથી ગાંધીનગર પણ બાકાત ન હોતું રહ્યું.  જો કે, ગાંધીનગરમાં કિસાન સંઘના ધરણા છેલ્લાં 11 દિવસથી ચાલે છે. જ્યાં ગુજરાતના 15 જિલ્લાના ખેડૂતો ગાંધીનગર છેલ્લાં 11 દિવસથી ધામા નાખીને બેઠા છે. જેઓ વીજળી, મહેસૂલ, રી-સર્વે, ટેકાના ભાવ તેમજ પાણીના પ્રશ્નો સાથે વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, શું ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન સરકાર લાવશે કે કેમ ?

જાણો શું છે ખેડૂતોના વિવિધ પ્રશ્નો ?

1.    મીટર – હોર્સ પાવર સમાન વીજદર કરવો
2.    મીટર આધારીત બોરવેલનું વીજ બીલ દર બે મહીને બીલીગ કરવું
3.    બાકી રહેતા મીટર ટેરીફમાં ફિક્સ ચાર્જમાં રાહત આપવી
4.    સ્વૈચ્છીકલોડ વધારાની સ્કીમલાવવાથી ખેડૂતો તેમજ વીજ કંપની ને ફાયદો થશે
5.    બોરવેલ પર જો વીજ મીટર બળી જાયતો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે
6.    કિસાન સૂર્યોદય યોજના સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અમલ કરવો
7.    સ્કાય યોજના ફરીથી લાગુ કરવી જેથી ખેડૂતોની આવક થશે અને સરકારની સરાહના થશે
8.    પશુપાલકોના તાબેલા પર  વીજ કનેક્શન કોમર્શીયલ ભાવ ન ગણાતા રાહત દરે વીજળી આપવી
9.    ચાલુ ખેતીવાડીના વીજ કનેક્શનમાં સિક્યોરીટી ડીપોઝીટ જમા હોવા છતાં નામ બદલવા સીધી લીટીના        વારસદારો અથવા આડી લીટીના વારસદાર ખેડૂતોને મીનીમમ રૂપિયા ૩૦૦ ચાર્જ લઇ વીજ કનેક્શન માં નામ બદલી આપવું
10.    દેવભૂમિ દ્વારકા – સાતલાણા 66 કે.વી સબસ્ટેશન તાત્કાલિક ચાલુ કરવું
11.    ખેતીવાડીમાં ૬૫૭ પરિપત્ર મુજબ જે ખેડૂતોએ લોડ વધારો કરેલ છે જે 100 કિલો વોટથી ઉપર છે તેવા ખેડૂતોને 200 નું ટીસી ખેતીવાડી ભાવે મંજુર કરવું
12.     ખેડૂતોએ વીજ કનેક્શન માટે પૈસા ભરી દીધા હોવા છતાં વીજ કનેક્શન માટેના મટીરીયલની શોર્ટેજ ના કારણે કનેક્શન મળવામાં વિલંબ થાય છે જેમાં ઝડપ લાવવી
13.    સમગ્ર ગુજરાતમાં જ્યાં બાગાયત વાવેતર છે તેવા ખેતીવાડી વિસ્તારમાં કેબલ લાઈન નાખવી
14.    પશુપાલકોને દુધમાં લીટરે 2-00 રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં આપવી
15.    ટ્રેક્ટર અને ટ્રોલીને બળદ દાદાની માન્યતા આપી ટેક્ષ દુર કરવો
16.    રાજ્યમાં ખાનગી કૃષિ યુનિવર્સીટીને માન્યતા આપવી નહી
17.    સને ૨૦૧૯-20 નો મજુર થયેલ પાક વીમો સત્વરે ચૂકવી ખેડૂતોને ન્યાય આપવો
18.    ડ્રીપ ઈરીગેશન સિસ્ટમમાં GST નાબુદ કરવી અને 90 ટકા સહાય આપવી
19.     લામ્પી વાઇરસ માટેની રસીકરણ ઝુંબેશ તેજ કરવી અને મૃત પશુના કેસમાં પશુપાલકોને સહાય આપવી
20. MSPથી ડાંગરની કરીડી કરવી અને ખેડૂત દીઠ ખરીદીમાં વધારો કરવો
21.    જમીન રિ સર્વે રદ કરવો અથવા ખેડૂતોના જમીન માપણીના વિવાદ ઝડપથી ઉકેલ લાવવો
22.    જમીનના અરસ પરસમાં થતા વ્યવહારમાં આડી લીટીના વારસદારોને જંત્રી ભરવામાંથી મુક્તિ આપવી

આ પણ વાંચો :-