દારૂ નીતિમાં ખેલ કરીને કેવી રીતે કરી તગડી કમાણી ? BJP એ કર્યું સ્ટિંગ ઓપરેશન

Share this story

How to make a lot of money by

  • દિલ્હીની નવી આબકારી નીતિ દ્વારા આમ આદમી પાર્ટી અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવતા ભાજપે કુલવિંદર મારવાહના સ્ટિંગ ઓપરેશનનો એક વીડિયો બહાર પાડ્યો છે. ભાજપના દાવા મુજબ કુલવિંદર મારવાહ, સની મારવાહના પિતા છે. સની મારવાહ દારૂ કૌભાંડમાં આરોપી નંબર 13 છે.

દિલ્હીની (Delhi) નવી આબકારી નીતિ (New Excise Policy) દ્વારા આમ આદમી પાર્ટી અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવતા ભાજપે કુલવિંદર મારવાહના (Kulwinder Marwah) સ્ટિંગ ઓપરેશનનો એક વીડિયો બહાર પાડ્યો છે. ભાજપના દાવા મુજબ કુલવિંદર મારવાહ, સની મારવાહના પિતા છે. સની મારવાહ દારૂ કૌભાંડમાં (Liquor scandal) આરોપી નંબર 13 છે. ભાજપનો આરોપ છે કે કુલવિંદર મારવાહ એ વ્યક્તિ છે જે મનિષ સિસોદિયાના (Manish Sisodia) હાથમાં પોતે પૈસા પકડાવે છે.

કુલવિંદર મારવાહનું સ્ટિંગ ઓપરેશન :

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે જે દેખાડવાના છીએ તેમાં સ્ટિંગ માસ્ટરનું સ્ટિંગ થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જો કોઈ ભ્રષ્ટાચાર કરે તો તમે તેનું સ્ટિંગ કરજો, તેનું રેકોર્ડિંગ કરી લેજો અને અમને મોકલી દેજો.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

અમે સત્ય દેખાડી દઈશું. ભાજપે કુલવિંદર મારવાહના સ્ટિંગ ઓપરેશનનો વીડિયો બહાર પાડ્યો છે. ઝી મીડિયા સ્ટિંગ ઓપરેશનના આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. તે ભાજપ તરફથી બહાર પાડવામાં આવ્યું છે.

ભાજપના ગંભીર આરોપ :

દારૂ કૌભાંડ મામલે ભાજપે આરોપ લગાવ્યો કે આપ સરકારે નવી આબકારી નીતિમાં કમિશન વધાર્યું. બધુ કમિશન દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પાસે ગયું. આમ આદમી પાર્ટી કટ્ટર ભ્રષ્ટાચારી પાર્ટી છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીની જનતાને દગો કર્યો છે. AAP એ દારૂ માફિયાઓના 144 કરોડ રૂપિયા માફ કર્યા.

આ પણ વાંચો :-