HomeNationalસાયરસ મિસ્ત્રી મોત કેસમાં પ્રાથમિક તપાસમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

સાયરસ મિસ્ત્રી મોત કેસમાં પ્રાથમિક તપાસમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

Cyrus Mistry death case

  • સાયરસ મિસ્ત્રી મોત કેસ : જે મહિલા ગાડી ચલાવી રહ્યા હતા તે કોણ હતા અને પોલીસના પ્રાથમિક તપાસ રિપોર્ટથી થયેલા મોટા ખુલાસા વિશે પણ જાણો. પોલીસ રિપોર્ટ મુજબ જે સમયે આ ઘટના ઘટી ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા.

ટાટા સન્સના (Tata Sons) પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) ગઈ કાલે રોડ અકસ્માતમાં નિધન થઈ ગયું. પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે ડિવાઈડર સાથે ટકરાયા પહેલા તેમની લક્ઝરી કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી. એટલું જ નહીં પાછળની સીટ પર બેઠેલા બંને વ્યક્તિઓએ સીટ બેલ્ટ પહેર્યો નહતો.

પોલીસ રિપોર્ટ મુજબ પાલઘરમાં ચારોટી ચેક પોસ્ટ પાર કર્યા બાદ તેમની કારે ફક્ત 9 મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું. પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજમાં તેમની કાર બપોરે લગભગ 2.21ની આજુબાજુ ચોકી પાસે જોવા મળી હતી. દુર્ઘટના બપોરે લગભગ 2.30 વાગ્યાની આજુબાજુ સૂર્યા નદી પર બનેલા પૂલ પર ઘટી. જે ચેકપોસ્ટથી 20 કિમી દૂર છે.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian 

પોલીસ રિપોર્ટ મુજબ જે સમયે આ ઘટના ઘટી ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા. આ દુર્ઘટનામાં જાણીતા સ્ત્રી રોગ વિશેષજ્ઞ અનાહિતા પંડોલે અને તેમના પતિ ડેરિયસ પંડોલેના જીવ બચી ગયા. જ્યારે મિસ્ત્રી અને ડેરિયસના ભાઈ જહાંગીર પંડોલેનું મોત થઈ ગયું. આ દુર્ઘટના મુંબઈથી લગભગ 120 કિમી દૂર ઘટી.

કાર દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાંથી નીકળેલી ચોંકાવનારી વાતો :

1. દુર્ઘટના બાદ સાઈરસ મિસ્ત્રીને જ્યારે હોસ્પિટલ લઈ જવાયા ત્યારે તેમનું મોત થઈ ચૂક્યું હતું. જહાંગીર દિનશા પંડોલનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે ડોક્ટરના હવાલે આ જાણકારી આપી છે.

2. સાઈરસ મિસ્ત્રીના માથામાં ઈજા થઈ હતી અને અનાહિતા પંડોલેના ભાઈ જહાંગીર દિનશાને પગ અને માથામાં ઈજા થઈ હતી.

3. સાઈરસ અને જહાંગીર કારની પાછળની સીટ પર બેઠા હતા. મોટર વ્હીકલ એક્ટ મુજબ સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. બંનેમાંથી કોઈએ સીટ બેટ પહેર્યો નહતો.

4. મુંબઈના સ્ત્રીરોગ વિશેષજ્ઞ અનાહિતા પંડોલે કાર ચલાવી રહ્યા હતા. જ્યારે સૂર્યા નદી પર બનેલા પુલ પર રોડના ડિવાઈડર સાથે કાર ટકરાઈ ત્યારે પૂરપાટ ઝડપે હતી. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે કાર ડાબી બાજુથી એક અન્ય વાહનને ઓવરટેક કરવાની કોશિશ કરી રહી હતી તે દરમિયાન કાબૂ ગૂમાવી બેઠી.

5. અનાહિતા અને તેમના પતિ ડેરિયસ બંને કારમાં આગળની સીટ પર બેઠા હતા. બંને ગંભીર રીતે ઘાયલ થયા અને હાલ સારવાર હેઠળ છે.

6. અનાહિતા અને ડેરિયસને આજે મુંબઈની એક હોસ્પિટલમાં રેફર કરાય તેવી શક્યતા છે. અકસ્માત બાદ તેમને ગુજરાતના વાપીની એક પ્રાઈવેટ હોસ્પિટલ લઈ જવાયા હતા.

7. એવું માનવામાં આવી રહ્યું છે કે આગળની સીટ પર બેઠેલા બંને લોકોના જીવ એરબેગના કારણે બચી ગયા.

8. અકસ્માત બાદ મર્સિડિઝ ગાડીની તસવીરોથી જાણવા મળે છે કે કારનો પાછળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો નહતો.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img