There is money to build
- વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આપેલા એક નિવેદનના કારણે વિવાદનો મધપુડો છેડાયો છે.
વિધાનસભાના (Assembly) નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય (MLA from Bharuch) દુષ્યંત પટેલે (Dushyant Patel) આપેલા એક નિવેદનના કારણે વિવાદનો મધપુડો છેડાયો છે. ભરૂચમાં એક કાર્યક્રમમાં ધારાસભ્યએ રોડ બનાવવા તેમની પાસે જગ્યા જ ન હોવાનું કહેતા તેઓ ટ્રોલ થઈ ગયા હતા.
ભરૂચના કાર્યક્રમમાં MLA દુષ્યંત પટેલ બોલ્યા :
એક કાર્યક્રમમાં હાજરી આપતા સમયે ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે કહ્યું કે, મને 10 કરોડ રૂપિયા સરકારે રોડ રસ્તા માટે આપ્યા છે. પણ મારી પાસે 5 કરોડ રૂપિયાના રોડ બનાવી શકાય એટલી જગ્યા જ નથી. એટલો વિકાસ આટલા દિવસમાં કર્યો છે. મારી પાસે એટલા રોડ જ નથી કે જ્યાં હું આ રોડ લખીને ટાઉન પ્લાનના કામોમાં આપી શકું.
રાજ્યભરમાં ખરાબ રસ્તાથી લોકો ત્રાહીમામ :
નોંધનીય છે કે તાજેતરમાં જ ભરુચ જિલ્લામાં બિસ્માર રસ્તાના કારણે અકસ્માતમાં બે માસુમ બાળકી અને દંપતિના મોત થયા હતા. એવામાં નાયબ મુખ્ય દંડકના આ નિવેદન બાદથી વિવાદનો મધપુડો છંછેડાયો છે.
રાજ્યભરમાં ચોમાસાની સીઝનમાં ઠેર-ઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ગામ-શહેર તમામ જગ્યાએ ડિસ્કો રસ્તાથી વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે ધારાસભ્યનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો :-