When Kareena Kapoor was desperate
- કરીના કપૂરે એક શોમાં કહ્યું હતું કે તેની અને રાહુલ ગાંધીની વાતો ખૂબ જ દિલચસ્પ હશે. જાણો વિગતવાર
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાની લવ લાઈફને લઈને ઘણી ચર્ચાઓમાં રહે છે. એક્ત્રેસનું નામ એકથી વધીને એક હેન્ડસમ હંક (A handsome hunk) સાથે જોડવામાં આવ્યું છે પણ કરીના કપૂર ખાને શાહિદ કપૂર (Shahid Kapoor) અને પછી સૈફ અલી ખાન (Saif Ali Khan) સાથે પોતાના સંબંધોને જગજાહેર કર્યા હતા.
જોકે સૈફ અલી ખાન અને શાહિદ ઉપરાંત પણ કોઈ છે જેને કરીના પસંદ કરતી હતી અને ડેટ કરવા માંગતી હતી. આ કોઈ બીજું નહીં પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છે.
રાહુલ ગાંધીને ડેટ કરવા માંગતી હતી કરીના :
સાંભળવામાં નવી લાગશે પણ કરીના કપૂર ખાને એક ટોક શોમાં ખુદ આ વાત ને સ્વીકારી છે કે રાહુલ ગાંધીને ડેટ કરવા માંગતી હતી. આ પાછળ કરીના કપૂર ખાને સ્માર્ટ કારણ પણ જણાવ્યું હતું.
અમરેલીના ખાંભાના ડેડાણ રોડ પર સિંહની પજવણીના વાયરલ વીડિયો | Gujarat Guardian
સિમી ગ્રેવાલનાં શોમાં કર્યો ખુલાસો :
કરીના કપૂર ખાને Rendezvous With Simi Garewalનાં એક એપિસોડમાં રાહુલ ગાંધી પર ક્રશ હોવાની વાત સ્વીકારી ચુકી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા શોના એક વિડીયોમાં સિમી ગ્રેવાલ, કરીના કપૂરને પૂછે છે કે તે કોને ડેટ કરવા માંગે છે, તો આના જવાબમાં કરીના કહે છે કે મને નથી ખબર કે આ કહેવું જોઈએ કે નહીં, મને આ વાતથી ફરક નથી પડતો કે વિવાદિત થઇ જાય…હું રાહુલ ગાંધીને જાણવા માંગુ છું.
આપ્યું હતું આ કારણ :
કરીના આગળ કહે છે કે મેં તેમની તસવીરો મેગેઝીનમાં જોઈ અને વિચાર્યું કે તેમની સાથે વાત કરવી કેવી લાગશે. હું એક ફિલ્મી ઘરથી આવું છું અને તેઓ એક મોટા રાજનીતિક પરિવારથી. એટલા માટે મને લાગે છે કે અમારા વચ્ચે વાતો દિલચસ્પ થશે. હવે કરીના કપૂર તો લગ્ન કરીને 2 બાળકોની માં પણ બની ચુકી છે, જ્યારે રાહુલ ગાંધી હાલમાં રાજનીતિ પર ફોકસ કરી રહ્યા છે.
આ પણ વાંચો :-